SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ .૧૦ પ્રબુદ્ધ જીવ ન પ્રકીર્ણ નોંધ દીવ, દમણ અને ગોવા મુકિતના માગે ‘ગાવાની મુકિતના પ્રશ્ન અને ભારત સરકારની નીતિ ’એ મથાળા નીચે તા. ૧-૧૧-૬૧ના પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ થયેલી નોંધમાં ગાવા સંબંધમાં હવે ભારત સરકાર ત્વરિત પગલાં લે એવી સંભાવના સૂચિત કરવામાં આવી હતી. ત્યાર બાદ છેલ્લા પખવાડિયા દરમ્યાન ભારતના પશ્ચિમ કિનારે આવેલાં ત્રણ પોર્ટુગીઝ સંસ્થાના—દીવ, દમણ અને ગાવા—અને એમાં પણ વિશેષ કરીને ગાવા આસપાસ ભારતનું સૈન્ય જે વિપુલ પ્રમાણમાં એકઠું કરવામાં આવ્યું છે અને આ સંબંધમાં ભારતના મહાઅમાત્ય નેહરુ દિનપ્રતિદિન જે ઉગ્ર જાહેરાતો કરી રહેલ છે તે જોતાં ભારત સરકાર બહુ ટૂંક સમયમાં લશ્કરી પગલાં ભરવાની હોય એમ અનુમાન થાય છે અને એના આઘાત પ્રત્યાઘાતો કેવાં થશે અને તેનાં આનુષંગિક પરિણામા કેવાં હશે, આ બાજુના લશ્કરી પગલાં સાથે બીજી સરહદો ઉપર કોઈ હીલચાલ થશે કે નહિ—આ સંબંધમાં તરેહ તરેહની અટકળો અને તર્કવિતર્કો ચાલી રહ્યા છે. એ તો ચાલુ અનુભવ છે કે કોઇ પણ હિંસક પ્રક્રિયા કોઇ ને કોઈ પ્રતિક્રિયા જન્માવ્યા વિના રહેતી નથી. અને આ ક્રિયા— પ્રતિક્રિયા શરૂ થયા બાદ મોટા ભાગે મર્યાદિત પરિણામ સાથે શમ જાય છે, પણ કદિ કદિ તે મર્યાદિત પરિણામને વટાવીને આગળ પણ ચાલે છે અને અણધાર્યા અનર્થો પેદા કરે છે. આમ જે બને તે માટે, અમુક પ્રદેશને મુકતબનાવવાનો જેણે નિર્ણય કર્યો છે, નિરધાર કર્યો છે તે સરકાર તથા શાસિત પ્રજાએ તૈયાર રહેવું ઘટે છે. આપણે એટલું જ ઇચ્છીએ કે હવે કોઇ પણ પ્રજાને અથવા પ્રજાના કોઇ એક નાના વર્ગને કોઇ પરદેશી સત્તા પોતાની હકુમત નીચે લાંબા વખત રાખી શકે તેમ છે જ નહિ—એ આજની આબાહવા અને દુન્યવી પરિસ્થિતિ ધ્યાનમાં લઈને તેમ જ ભારતની તાકાત આગળ પોર્ટુગલની સત્તાને નમતું આપવા સિવાય બીજો કોઇ વિકલ્પ છે જ નહિ એ આજની વાસ્તવિકતા ધ્યાનમાં લઇને, જાનમાલની નિરર્થક ખુવારી ન કરતાં, જેમ ક઼ૌંચ સત્તાએ સમયને ઓળખીને પાન્ડીચરી ભારત સરકારને સુપ્રત કર્યું તે રીતે, જે જેનું છે તે તેને હવાલે કરવાનું પોર્ટુગલની સરકાર ડહાપણ—શાણપણ દાખવશે, અથવા તો આન્તરરાષ્ટ્રીય દબાણ તેમ કરવાની પાગલની સરકારને ફરજ પાડશે. આપણે આશા રાખીએ કે આગામી સ્વાતંત્ર્ય દિન જાન્યુઆરી માસની ૨૬મી તારીખે દીવ, દમણ, અને ગેાવા ઉપર ભારત સરકારના ત્રિરંગી વાવટો ફરકતા હશે. ભારતની સરહદ ઉપર ચાલી રહેલું ચીની આક્રમણ અને ભારત સરકારની નીતિ ચીને લડાખ વિસ્તારમાં ૨૦૦૦ ચોરસ માઇલ વધારે જમીન કબજે કરી છે એવા સમાચાર છાપાઓમાં પ્રગટ થતાં લેાકમાનસ ક્ષુબ્ધ થાય એ સ્વાભાવિક છે. આવા પ્રસંગે ભારત સરકારની ચીન અંગેની નિષ્ક્રિયતાની સખત ટીકા કરવામાં આવે છે અને આમ ને આમ ચીન આગળ વધ્યે જાય છે અને આપણે વિરોધ ઉપર વિરોધ નોંધાવવા સિવાય બીજું કશું જ કરતા નથી એવા આક્ષેપો આપણી ચીન સાથેની નીતિ અંગે કરવામાં આવે છે. આપણા પ્રદેશ ઉપર ચાલી રહેલા ચીની આક્રમણ અંગેની વાસ્તવિકતા અંગે આપણને સ્પષ્ટ ખ્યાલ હાવાની જરૂર છે. ભારતવિરોધી આજની ચીન સરકારની નીતિ સંબંધે આપણે અનેકવાર વિરોધ નોંધાવ્યો, તેને સીધી તેમ જ આડકતરી રીતે સમજાવવા આપણે ખૂબ પ્રયત્ન કર્યો, પણ ચીનનું વલણ આ બાબતમાં એકસરખું અણનમ રહ્ય છે. ભારતની વાત બાજુજુએ રાખીએ, પણ તે તે આખી દુનિયામાં મુડીવાદની નાબૂદી અને સામ્યવાદની સ્થાપનાને ઝંખે છે અને તે માટે ત્રીજા વિશ્વયુધ્ધને અનિવાર્ય માને છે. આપણને આ નીતિ સમ - તા. ૧૬–૧૨–૬૧ જાતી નથી અને ત્રીજું વિશ્વયુધ્ધ કદાપિ નિર્માણ થાય તો તે કેવળ આણુયુધ્ધ હોવાનું અને તેમાંથી કોઈ બચવાનું નથી--સામ્યવાદી અસામ્યવાદી બધા દેશેાના સંહાર થઈ બેસવાના છે—એમ આપણી બુધ્ધિ કહે છે. આમ છતાં ચીની માનસ ત્રીજા વિશ્વયુધ્ધને જાણે કે નાતરી રહ્યું હોય એમ લાગે છે. કહેવાનું તાત્પર્ય એ છેકે કાં તો ચીન ઉપર આન્તરરાષ્ટ્રીય કોઈ ભીંસ આવે જેના પરિણામે આપણી સામે તેને સમાધાન કરવાની ફરજ પડે ત્યાં સુધી આપણે રાહ જોવી, અથવા તે આપણા પ્રદેશ પાછા મેળવવા માટે ચીન સામે યુધ્ધ જાહેર કરવા તૈયાર થવું. યુધ્ધ જાહેર કરવું હાય તો તે માટે આપણે પૂરા તૈયાર રહેવું જોઇએ અને એનાં તત્કાળ ભારત ઉપર શું પરિણામ આવે તેને પૂરો વિચાર કરવો જોઇએ. યુધ્ધ જાહેર કરવાની પૂરી તૈયારી વિના પોકળ દમદાટી કે ધાકધમકીનો કોઈ અર્થ નથી. આ તૈયારી સંબંધમાં શ્રી. નહેરુ જણાવે છે કે “સરહદના પ્રશ્ન અંગે ભારત હાથ જોડીને બેસી રહેલ નથી. પરન્તુ જ્યારે દેશ સંપૂર્ણપણે તૈયાર હોય ત્યારે જ કોઈ મોટું પગલું લેવાનું સલાહભર્યું થઈ પડે. ચીનાઓને બળ વાપરીને પાછા ધકેલી દેવા જોઇએ એમ ચાતરફથી કહેવામાં આવે છે. પણ આપણે ઉતાવળમાં કોઈ પગલું લઇ શકીએ નહિ. આપણે જે કાંઈ કરીએ તે ધમકીઓ આપ્યા વિના પુરી તાકાતથી કરવું જોઇએ. ભારતીય પ્રદેશના રક્ષણ માટે જરૂરી તૈયારી કરવામાં આવી છે. ઉત્તરની સરહદ પરથી ખૂબ જ મુશ્કેલ ડુંગરાળ પ્રદેશમાં આપણાં સંરક્ષક દળે. સહેલાઈથી અને સરળતાથી અવરજવર કરી શકે તે માટે આવતા એકાદ બે વર્ષમાં સંદેશ અને વાહનવ્યવહારના વિકાસ કરવા માટે ગાઠવણેા પૂરી કરવામાં આવશે.” આ ઉદ્ગારો બતાવે છે કે ચીની આક્રમણના યુદ્ધ દ્વારા આપણે સામના કરવા ઈચ્છીએ તે પણ તે માટે હજુ આપણે પૂરા તૈયાર નથી. આમ છે ત્યાં સુધી ચીન અંગે ખામોશની નીતિ ચાલુ રાખવા સિવાય બીજો કોઇ વિકલ્પ નથી. જો કે વિરોધ પક્ષા જેના માથે કોઈ જવાબદારી નથી, તે ચીન અંગેની ભારતની આવી કઢ’ગી સ્થિતિના આગામી ચૂંટણી અંગેના પ્રચારકાર્યમાં ખૂબ લાભ ઉઠાવે છે. પણ જેના માથે આખા ભારતના રક્ષણની જવાબદારી છે તો તેવી કોંગ્રેસી સરકાર આવી ગંભીર બાબતમાં કોઈ ઉતાવળીયું પગલું ભરી નજ શકે, અને આપણે પણ આજની વાસ્તવિકતાના ખ્યાલ સાથે ચીની આક્રમણ અંગે કર્તવ્યાકર્તવ્યના વિચાર કરવા જોઇએ. ‘કરુણા વિચાર વિરુદ્ધ ઉપયુકતતાવાદ ’ માર્ચ માસથી માંડીને ઓકટોબર માસ સુધીનાં ‘પ્રબુદ્ધ જીવન’માં “કરુણા વિચાર વિરૂદ્ધ ઉપયુકતતા વાદ” શિર્ષક હેઠળ જે લેખમાળા પ્રગટ કરવામાં આવી તેણે અનેકનું ધ્યાન ખેંચ્યું છે અને તે પુસ્તકાકારે પ્રગટ થાય તા સારુ એવી સૂચના અનેક મિત્રા તરફથી મળતી રહી છે. આ સંબંધમાં જણાવતાં આનંદ થાય છે કે અમદાવાદના હિંસાવિરોધક સંઘ અમારી અનુમતિપૂર્વક એ આખી લેખમાળા ગુજરાતી તેમ જ હિંદી ભાષામાં પુસ્તકાકારે થાડા સમયમાં પ્રગટ કરનાર છે. સામાન્ય લોકો તેના લાભ લઇ શકે તે હેતુથી તેની કિંમત બને તેટલી ઓછી રાખવા તેઓ ધારે છે. આ સંબંધમાં વિશેષ માહિતી આગળ ઉપર આપવામાં આવશે. ‘લાચાર’ નહિ પણ ‘વાચાળ’વાંચે પ્રબુદ્ધ જીવનના છેલ્લા અંકમાં “ આજની દુનિયાને ટાગારના શું સંદેશ હતા ?” એ મથાળાના લેખમાં ચોથા પારીગ્રાફની ચોથી લીટીમાં “લાચાર” શબ્દ છે તેની જગ્યાએ “વાચાળ” શબ્દ વાંચવા. એટલે સુધારેલું વાકય આ મુજબ બનશે. “ પોતાની વિશાળ અને મહાન ભાવ નાની અને આદર્શની જાહેરાત કરવામાં ભારત જેટલા બીજો કોઇ દેશ વાચાળ હોવાનું માલુમ પડયું નથી.” પ્રબુદ્ધ જીવનમાં મુદ્રણની અશુદ્ધિએ અવાર નવાર જોવામાં આવે છે, જેની દર વખતે સુધારણા કરવાનું શકય રહેતું નથી. પણ જયારે કોઇ અશુદ્ધિના કારણે કથિત અર્થથી વિપરીત ભાવ પેદા થતા લાગે ત્યારે તેની સુધારણા પ્રગટ કરવી જરૂરી • બની જાય છે.... પરમાનંદ
SR No.525946
Book TitlePrabuddha Jivan 1961 Year 22 Ank 17 to 24 and Year 23 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1961
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size20 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy