SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૧૧-૧ સાધુ – સાધ્વીઓની વચ્ચે ઉપર જણાવેલ અસમાનતાના ધારણ અંગે હતા, તેમની ન્યાયપ્રિય વૃત્તિને આ અસમાનતા ખટકી અને તે સામે પેાતાના વિરોધ તેમણે જાહેર કર્યો. આજથી લગભગ ૩૦ વર્ષ પહેલાં આવી હીંમત દાખવવા બદલ તેમને જરૂર ધન્યવાદ ઘટે છે. મયુદ્ધજીવ આ નોંધ લખતાં મને મારા નાનપણનું એક સ્મરણ યાદ આવે છે. ગાંધીજીને પણ જેમણે માર્ગદર્શન આપ્યું એવા શ્રીમદ્ રાજચંદ્રને કોણ નથી જાણતું? તેઓ આ યુગના એક મહાન વિભૂતિ હતા. મારા નાનપણના દિવસેામાં જૈન સાધુઓ પાસે—ખાસ કરીને વૅ. મુનિ જૈન સાધુઓ, આચાર્યો, પાસે—જવાનું બહુ બનતું. તેમને શ્રીમદ રાજચંદ્રની ખૂબ ટીકા નિન્દા કરતા મેં સાંભળ્યા છે. એ ટીકાના સામાન્ય એ સૂર હતા કે એક ગૃહસ્થ જૈન ધર્મમાં શું સમજે? એક બાજુ શ્રીમદ રાજચંદ્રજીની જૈન ધર્મના અવતારી પુરુષ તરીકે પૂજા થતી હતી. બીજી બાજુએ જૈન સાધુઓનું ઉપર જણાવ્યું તે મુજબનું તેમના વિષે કેવળ અવમાનના ભર્યું વલણ જોવામાં આવતું હતું. આ પાછળ પણ મને સાધુત્વનું ઘમંડ અને શ્રીમદ્ રાજચંદ્ર વિષેના તેજોદ્રેષ દેખાયા હતા. ઉપર જણાવેલ સન્માન સમારોહના પ્રસંગમાં તેજોદ્ર ષના કોઈ પ્રશ્ન જ નહોતા પણ ‘જૈન સાધુ ગૃહસ્થનું કદિ સન્માન કરી શકે જ નહિ’એ ઉકિત પાછળ ઘમંડ, અવિવેક અને અભિમાન તો હતાં જ, પરમાનંદ કાશ્મીર-પ્રવાસ ચિત્રપટ-દેશન તા. ૭-૧૦—૬૧ ના રોજ સાંજના સમયે શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી યોજાયલા કાશ્મીર પ્રવાસને લગતું ચિત્રપટ ‘મનોહર’માં સંઘના સભ્યોને દેખાડવામાં આવ્યું હતું. આ ચિત્રપટ પ્રવાસ મંડળીમાંના એક શ્રી બાલુભાઈ નાનાલાલ શાહે પ્રવાસ દરમિયાન લીધેલી ફિલ્મ ઉપરથી તૈયાર કરવામાં આવ્યું હતું. આ ચિત્રપટ સાથે કાશ્મીર પ્રવાસને લગતી કેટલીક રંગીન સ્લાઈડઝ, આબુ—દેલવાડાની એક રંગીન ફિલ્મ અને ફિલ્મ્સ ડિવિઝન તરફથી મેળવવામાં આવેલી હિમાલય પ્રદેશને લગતી કેટલીક ફિલ્મા પણ દેખાડવામાં આવી હતી. આ પ્રસંગે પ્રવાસીઓ પોતાના કુટુંબીજનો અને બાળબચ્ચાં સાથે અને અન્ય સભ્યો પણ પોતાના કુટુંબપરિવાર સાથે બહુ મોટી સંખ્યામાં ઉપસ્થિત થયાં હતાં. પ્રવાસીઓ માટે આ એક મોટો કુટુંબમેળા હતા. ‘મનોહર ’ના વિશાળ હાલ ચીકાર ભરાઈ ગયો હતો. આ ચિત્રપટો દેખાડવાનો કાર્યક્રમ ૬-૩૦ વાગ્યે શરૂ કર્યા હતા અને રાત્રીના ૮–૪૫ વાગ્યે પૂરો થયો હતો. લગભગ ૨૫૦ જેટલા નાનાં મોટાં ભાઈ લ્હેનાએ આ પ્રસંગનો લાભ લીધો હતો. આ રીતે લગભગ અઢી કલાક ચિરસ્મરણીય આનંદ કલ્લોલમાં અને મધુર સ્નેહમીલનમાં પસાર થયા હતા. કાશ્મીરના પ્રવાસને લગનું ચિત્રપટ અને મનોહર સ્લાઈડઝ દેખાડવા બદલ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફ્થી શ્રી બાલુભાઈને અને આવા આનંદસભર સંમેલન ભરવા માટે પેાતાના નિવાસસ્થાનના ઉપયોગ કરવા દેવા બદલ સંઘની કાર્યવાહક સમિતિના સભ્ય શ્રી દીપચંદ લક્ષ્મીચંદ સંઘવીને અન્ત:કરણપૂર્વક આભાર માનવામાં આવે છે. મંત્રીઓ, મુંબઈ, જૈન યુવક સંઘ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી યોજાયેલ મુનિ ચંદ્રપ્રભસાગરજીનુ જાહેર વ્યાખ્યાન તા. ૫ ૧૧૬૧ રવિવારના રોજ સવારના નવ વાગ્યે શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે શ્રી મહાવીર જૈન વિદ્યાલયની વ્યાખ્યાનશાળામાં પ્રસિદ્ધ વકતા મુનિશ્રી ચંદ્રપ્રભસાગરજીનું ‘જૈન દર્શન ' ` ઉપર જાહેર વ્યાખ્યાન ગોઠવવામાં આવ્યું છે. આ પ્રસંગનો લાભ લેવા ભાઈ બહેનોને વિનંતિ છે. મંત્રીઓ : મુંબઈ જૈન યુવક સંઘ આવતી ચૂંટણીમાં આટલું કરીએ જવાબદારીની સભાનતા કેળવીએ ૨૮ મી સપ્ટેમ્બરથી ૧ ઓક્ટોબર સુધી ટિલ્હી ખાતે મળેલી ‘રાષ્ટ્રીય એકતા પરિષદ’નું એવું મંતવ્ય રહ્યું છે કે, રાષ્ટ્રીય એકતાને પોષવા અને વિકસાવવા સારું રાજકીય પક્ષો, અખબારો, વિદ્યાર્થીઓ અને જાહેર જનતા—એ સહુ માટે આચારસંહિતા હોવી જરૂરી છે. આવતી સામાન્ય ચૂંટણીને લક્ષમાં લઈને રાજકીય પક્ષા સારું' એક ખાસ આચારસંહિતા ઘડી કાઢવી જોઈએ. આ બધી બાબતો અંગે લાગતાવળગતા હિતા સાથે ચર્ચાવિચારણા કર્યા વિના વ્યાપક નિયમો ઘડી કાઢવાનું શકય નથી. આમ છતાં પરિષમાં હાજર રહેલ વિવિધ પક્ષોના પ્રતિનિધિઓ રાજકીય પક્ષા માટે નીચેના નિયમેાના તાત્કાલિક સ્વીકાર કરવા સંમત થયા હતા — (૧) જુદી જુદી જ્ઞાતિઓ અને ધાર્મિક કે ભાષાકીય કોમો વચ્ચે ધિક્કાર જન્માવે કે તંગદિલી વધારે એવી કશી પ્રવૃત્તિ કોઈ પક્ષે કરવી જોઈએ નહિ. (ર) રાજકીય પક્ષાએ સમાધાન અને મધ્યસ્થીના બધા માર્ગો અપનાવી લીધા વિના કોમી, શાતિય, પ્રાદેશિક કે ભાષાકીય પ્રશ્ન અંગેની ફરિયાદો અંગે દાદ મેળવવા એવી ચળવળોના આશરો લેવા જોઈએ નહિં, કે જેથી શાંતિના ભંગ થાય અને જનતાના જુદા જુદા વિભાગે વચ્ચે કડવાશ ઊભી થાય કે તંગદિલી વધે. (૩) કોઈ પણ રાજકીય પક્ષ કોઈ પણ બાબત અંગે કોઈ ચળવળ ઉપાડે તેા એણે એટલું તો અવશ્ય ધ્યાન રાખવું જોઈએ કે એની ચળવળ દરમિયાન હિંસાને ઉશ્કેરણી ન મળે તથા કોઈ પણ જાતના હિંસાત્મક કૃત્યોનો આશરો ન લેવાય. અને પક્ષના બધા જ પ્રયત્નો છતાંય જો હિંસા ફાટી નીકળે તો પક્ષે તેને તુરત જ વખોડી કાઢવી જોઈએ. (૪) રાજકીય પક્ષોએ બીજા પક્ષો દ્રારા યોજાયેલ સભા સરઘસા વગેરેમાં અવરોધો ઊભા કરવાની અને એમને વખોડી પાડવાની પ્રવૃત્તિથી દૂર રહેવું જોઈએ. (૫) કાયદો અને વ્યવસ્થા જાળવવા માટેનાં પગલાં લેતી વખતે સરકારે એ વાતની કાળજી રાખવી જોઈએ કે નાગરિક સ્વાતંત્ર્ય પર બિનજરૂરી અંકુશો ન મુકાય અને રાજકીય પક્ષોની રાબેતા મુજબની પ્રવૃત્તિઓમાં કશી બાધા પહોંચે એવાં પગલાં ન ભરાય. (૬) કોઈ પણ કક્ષાએ રાજકીય સત્તાનો ઉપયોગ અંગત કે પોતાના જ પક્ષના સભ્યોના વ્યકિતગત હિતોને પાર પાડવા કે અન્ય પક્ષાના સભ્યોના હિતોને નુકસાન પહોંચાડવા સારું ન કરવા જોઈએ. જુદા જુદા રાજકીય પક્ષોના પ્રતિનિધિઓએ પ્રાંતિય તેમ જ રાષ્ટ્ર સ્તરે શિષ્ટાચારના નિયમો ઘડી કાઢવાના તેમ જ પરસ્પર મંત્રણા અને સમાધાન માટેનું તંત્ર ઊભું કરવાના પ્રયત્નો ચાલુ રાખવા જોઈએ. (‘ભૂમિપુત્ર’માંથી સાભાર ઉષ્કૃત) વિષયસૂચિ રાષ્ટ્રીય એકતા ગુરુશિખરારૂઢ વ્યકિત કરુણા વિચાર વિરુદ્ધ ઉપર્યુકતતાવાદ પ્રકીર્ણ નોંધ : વક્રોકિતના અદ્ભુત નમૂના, ગોવાની મુકિતનો પ્રશ્ન અને ભારત સરકારની નીતિ, સાધુતાનું આ તે કેવું ઘમંડ ? આવતી ચૂંટણીમાં આટલું કરીએ : જવાબદારીની સભાનતા કેળવીએ. hat ... ચીમનલાલ ચકુભાઈ શાહ હરભાઈ ત્રિવેદી ... પરમાનંદ પરમાનંદ પૃષ્ઠ ૧૨૭ ૧૨૯ ૧૩૧ ૧૩૩ ૧૩૫
SR No.525946
Book TitlePrabuddha Jivan 1961 Year 22 Ank 17 to 24 and Year 23 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1961
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size20 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy