SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ તા. 16-7-60 : પ્રબુદ્ધ જીવન નિવૃત્ત થઈને મુંબઈ આવીને વસ્યા. આમ નિવૃત્તિ લેવા છતાં પિતાના ધાતુશાસ્ત્રના વિષયમાં તેમને રસ જરા પણ ઓછો થયે નહે. આ વિષયને અભ્યાસ કરવા માટે તેઓ અનેક વિધાથીઓને સતત પ્રેરણું આપતા રહ્યા હતા. મુંબઈ આવીને તેમણે બે બે મેટલર્જીકલ સોસાયટીની સ્થાપના કરી હતી, અને આ સંસ્થાને છ વર્ષ સુધી તેમણે પ્રમુખ તરીકે સેવા આપી હતી. પિતાના વિષયને લગતા લેખો અને નિબંધે તેઓ ચાલુ તૈયાર કરતા રહ્યા હતા અને તેને લગતા સામયિકોમાં તે લેખ-નિબંધો પ્રગટ થતા રહ્યા હતા. ધાતુશાસ્ત્રના–મેટલના-વિષયની તેમણે કરેલી જીન્દગીભરની ઉપાસનાના પ્રતીક તરીકે અખિલ હિંદના ઈન્સ્ટિટયુટ ઑફ મેટલ્સ તરફથી અપાતે કોલાર ગોલ્ડ મેડલ સુવર્ણ ચંદ્રક-૧૯૫૭ માં સૌથી પહેલ છે. ગાંધીને આપવામાં આવ્યો હતો. દેવલાલીના ઘરમાં દાખલ થતાવેંત આપણને લાગે કે આપણે એક વૈજ્ઞાનિકના તેમ જ મિકેનિકના ઘરમાં દાખલ થયા છીએ. આ ઉપરાંત તેમને રમતગમતને ખૂબ શેખ હતો. અને પિતાના વિદ્યાથીઓમાં આ શેખ જગાડવા માટે તેઓ ખૂબ આતુરતા સેવતા હતા. મુંબઈમાં જ્યારે પણ જાણીતા રમનારાએની મેચ હોય–પછી તે ક્રિકેટની હોય, ફૂટબોલની હોય કે ટેનીસની હેય-તેઓ દેવલાલીથી અચૂક મુંબઈ આવવાના જ. વળી બાળકો સાથે રમવું અને તેમને રમાડવા-આ પણ તેમના . શોખને વિષય હતે. નાના સાથે નાના અને મોટા સાથે મેટા બનવું-આ તેમની પ્રકૃતિ હતી. - કોઈ પણ બાબત તરફ તેમનું ધ્યાન ખેંચાયું, અથવા તે કઈ નવી જરૂરિયાત ઊભી થઈ કે પછી તેની વિગતેમાં, તેને લગતા સાહિત્યમાં આરપાર ઉતર્યા સિવાય તેમને ચેન જ ન પડે. દા. ત. તેમનાં પત્ની શિવબહેનને ચેડાં વર્ષ પહેલાં ગળામાં કેન્સરની શરૂઆત જેવું લાગ્યું. આ બાબતની ખાત્રી થતાં તેને લગતું જેટલું સાહિત્ય મળ્યું તેટલું તેમણે વાંચી નાખ્યું. દર્દનું સ્વરૂપ અને તેના અદ્યતન ઉપાય સમજી લીધા અને . પિતાની પત્નીને એ ભયંકર વ્યાધિની પકડમાંથી, અલબત્ત ડાકટની મદદ વડે, ઉગારી લીધી. વળી શિસ્ત, ચેકકસાઈ, વ્યવસ્થિતતા અને ધાર્યું કરવાને અફર આગ્રહ આ તેમના વિશિષ્ટ ગુણ હતા અને તે કારણે તેમના વ્યકિતત્વમાં અનેખી પ્રતિભા નજરે પડતી હતી. તેમનું શરીર પણ ભારે ખડતલ, ભરાવદાર અને કસરતબાજ હતું. તેમના જીવનસાથી તરીકે એક એવાં સન્નારી તેમને પ્રાપ્ત થયાં હતાં કે જેની જોડ આપણા સમાજમાં બહુ ઓછી જોવા મળે. ધીર, ગંભીર પ્રકૃતિ અને નાનાંમોટાં વાવાઝોડા દરમિયાન પતિની બાજુએ મક્કમપણે ઊભાં રહે એવી ધતિ અને પતિનછ . . ગાંધીની તબિયત છેલ્લાં પાંચ વર્ષથી ઉત્તરોત્તર લથડવા માંડી હતી. હાથપગના સાંધાઓ બેટા પડવા માંડયા હતા, નજર ટૂંકાતી જતી હતી અને વાણી સંકોચાતી જતી હતી અને ધીમે ધીમે તેઓ પરવશ બની રહ્યા હતા. છેલ્લાં બે વર્ષ તે તેઓ ન. જોઈ શકે, ન બોલી શકે, ન સ્વયં હાલી ચાલી શકે એવા કેવળ પરવશ બની ગયા હતા. આ બધા સમય દરમિયાન તેમણે એકલા પડે દેવલાલીમાં–કારણ કે બૅ. ગાંધીના દીકરાએ મુંબઈમાં વ્યવસાયગ્રસ્ત હતા અને પ્રે. ગાંધીને દેવલાલી સિવાય અન્યત્ર બીલકુલ ચેન પડતુ નહતું-આ સંગેના કારણે શિવબહેને ઘે. ગાંધીની જે હસતા મોઢે અને ઉભા પગે સેવા કરી છે તે શબ્દોમાં સમજાવવી મુશ્કેલ છે. જીંદગીના પ્રારંભથી તે અન્ત સુધી તેઓ એકમેકને અપૂર્વ નિષ્ઠાપૂર્વક ચાહતા. જે વિરલ યુગલે વિધાતા સરજે છે તેમાંનું આ એક હતું. વિધાતાએ આ યુગલને આજે ખંડિત કર્યું છે. આ વિષમ અવસર ઉપર શિવબહેન અનેક મિત્ર અને સ્વજનની ઊડી સહાનુભૂતિનાં પાત્ર બન્યાં છે. B. ગાંધીએ પોતાની વિજ્ઞાનનિષ્ઠાને ઇન્દુ, રવિ, પ્રકાશ અને સૂર્ય એમ તેમના ચાર પુત્રોને પૂરે વાર આપે છે. તેમાંના ત્રણ તેમની નીચે જ ભણીને તૈયાર થયેલા; એકને અન્યત્ર ભણવું પડેલું. આ ચાર પુત્રમાં બે મેટલર્જીસ્ટ છે, એક ઇલેકટ્રિકલ એન્જિનિયર છે અને બાકીને એક મિકેનિકલ એન્જિનિયર છે. આ ચારે પુત્રએ તેમના પિતા જે કૅલેજમાં ભણ્યા હતા તે લંડનની ઇમ્પીરિયલ કોલેજ ઓફ સાયન્સમાં દાખલ થઈને અને તેને ડીપ્સમાં મેળવીને પિતાના વિશિષ્ટ અભ્યાસ પૂરો કર્યો છે મુંબઈમાં એક વર્ષ રહ્યા બાદ 1948 લગભગમાં પ્રે. ગાંધી મુંબઈથી 115 માઈલ દૂર આવેલા દેવલાલી ખાતે જઈને વસ્યા હતા. ત્યાં તેમણે પતરાંના એક મેટ શેડવાળી જમીન ખરીદી અને પિતાને વસવાટ શરૂ કર્યો. પિતાના સંશોધનકાર્ય અંગે એક સાધનસંપન્ન લેબોરેટરી-પ્રયોગશાળા-તેમણે ઊભી કરી અને મેટલર્જી, માઇનિંગ અને લેખના નિષ્ણાત તરીકે સલાહ આપવાનું કામ મુંબઈ આવીને તેમણે શરૂ કરેલું તે અહીં પણ ચાલુ રાખ્યું. દેવલાલીની વસાહતને પણ તેમણે વિકસાવવા માંડી; એક પછી એક મકાને બંધાતાં ગયાં; બે કૂવા ખોદાવ્યા, અને તે ઉપર પવનચકકી ગોઠવવામાં આવી; બાજુની જમીન ખરીદી અને તે ઉપર ખેતી શરૂ કરી, બગીચામાં શાકભાજી તો થતાં જ હતાં. પિલ્ટી પણ ઊભું કર્યું હતું; ગાય બળદ પણ વસાવ્યાં હતાં. તેમના પુસ્તક સંગ્રહમાં પણ વધારે થત રહ્યા હતા. મુંબઈ આવે જાય પણ રહેવાનું તો દેવલાલીમાં જ, એક યા બીજા કામમાં તે દિવસ રાત સતત રોકાયેલા જ હોય. તેમને એક પગ ઉંબેરેટરીમાં હોય તે બીજો પગ ખેતર બગીચામાં ઘૂમતે હોય. રાત્રીના લેબોરેટરીમાં કે લાઈબ્રેરીમાં મોડે સુધી તેઓ કામ કરતા. ઢગલાબંધ પત્ર પોતાના હાથે તેઓ લખતા થા ટાઈ૫ કરતા. તેમની પાસે અખૂટ માહિતીને ભંડાર હતા. તેમને મળવું એટલે તેમણે બોલ્યા કરવાનું અને આપણે સાંભળ્યા કરવાનું. વાત કરવાનો તેમને ખૂબ શોખ હતે. વળી વિજ્ઞાનના વિષયમાં આપણે કેવળ અનભિજ્ઞ હોઈને તેમની પાસેથી જાણવા સમજવાનું પણ ખૂબ મળતું, અધ્યાપન કાર્યથી તેઓ નિવૃત્ત થયા હોવા છતાં અધ્યાપક તરીકે તેઓ કદિ મટયા જ નહોતા. વળી આપણો દેશ આઝાદ થયા બાદ ધરતીનાં પડો જ્યાં ત્યાં ઉખેડાવા માંડ્યાં છે અને તેની ભીતરમાં શું છે તે જાણવા તેમ જ મેળવવાની લોકતૃષ્ણ પણ ખૂબ વધેલી છે. આને લીધે તેમને જ્યાં ત્યાંથી આ બાબતમાં સલાહ આપવા માટે નિમંત્રણો મળતાં રહેતાં અને પરિણામે તેમને દેશભરમાં પ્રવાસ પણ અવારનવાર ચાલ્યા જ કરે. - વૈજ્ઞાનિક હોવા ઉપરાંત તેઓ એક સારા મિકેનિક હતા. 27 વર્ષ પહેલાં તે વખતના ચાલુ ઍડેલની એક સેકન્ડહેન્ડ મેટરકાર તેમણે રૂા. 1,000 માં ખરીદેલી. તે ગાડી તેમને આજ સુધી કામ આપી રહી હતી. કારણ કે પિતાની ગાડી તેઓ જાતે હાંકતા, સાંચાકામની તેમને પૂરી ખબર હતી અને મેટરમાં સાધારણ બગડેલું પિતે જ સુધારી લેતા. તેમના રીમાં કે લગતી હતી. અત્યત છેલાં પS
SR No.525945
Book TitlePrabuddha Jivan 1960 Year 21 Ank 17 to 24 and Year 22 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1960
Total Pages254
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy