________________
૧૧૮
યુ. ને.. માં યુનાઇટેડ સ્ટેટ્સ વિરોધ કેમ કરે છે એવા પ્રશ્ન સહ ઉપસ્થિત થાય છે. આનું કારણ એમ છે કે આજની દુનિયાના મેટા રાષ્ટ્રો એ જુથમાં વહેંચાઇ ગયા છે: સામ્યવાદી રાષ્ટ્ર અને ખનસામ્યવાદી રાષ્ટ્રો, અને ખીનસામ્યવાદી રાષ્ટ્રો જેવુ આગેવાન યુનાઇટેડ સ્ટેટ્સ છે તે રાષ્ટ્રોનું જુથ સામ્યવાદી જુથ સામે પેતાનું રક્ષણ કરવાના હેતુથી દુનિયામાં સામ્યવાદી રાજ્યેાની આસપાસ જ્યાં જયાં શકય હોય ત્યાં ત્યાં પોતાનુ લશ્કરી થાણુ -military baseરાખવા અથવા તેા ઉભું' કરવા માગે છે. ફાર્માંસામાં આ રીતે અમેરિકાનું એક ઘણું મોટું લશ્કરી થાણું ચાંગ-કાઈ-શેકને રક્ષણ આપવાના બહાને વર્ષાથી નખાયલુ છે, અને જો આજના સામ્યવાદી ચીનને એક સભ્ય તરીકે યું.ના.માં સ્વીકારવામાં આવે, તે તરત જ ચાંગકા શેકને અને તેના સાથીઓને સામ્યવાદી ચીનના હવાલે કરવા પડે, અને ફાર્માંસા ખાતેનું પોતાનુ અતિ મહત્વનું લશ્કરી થાણુ યુનાઇટેડ સ્ટેટ્સને એકદમ ઉઠાવી લેવુ પડે. આ માંટે યુનાઇટેડ સ્ટેટ્સ તૈયાર નથી અને યુ.ના.માં બહુમતી યુનાઇટેડ સ્ટેટ્સની બાજુએ હાને ચીનને યુ. ના. માં પ્રવેશ મળી શકતો નથી કે આપી શકાતા નથી, અને આ રીતે યુ.ને. માં એક પ્રકારની અસ્વાભાવિક પરિસ્થિતિ વર્ષોથી ચાલ્યા કરે છે. ભારતના પ્રયત્ન યુ.તા. માની આ અવાભાવક પરિસ્થિતિને અન્ત આણવાનાં અને ચીનને યુ.તા. પ્રત્યે જવાબદાર બનાવવાના છે. આ પ્રશ્નને આ રીતે સમજવાથી ચીનની આજની આક્રમક નીતિ સામે ભારતના પાકાર અને ચીનને યુ. ને. માં દાખલ કરાવવાના ભારતને આગ્રહ–આ એ વચ્ચે જરા પણ વિરોધ જેવું નથી એ સ્પષ્ટ થશે. ઉલટું, આપણા ચીન સામેના પાકારને, જો ચીનને યુ. ના, માં દાખલ કરવામાં આવે તા, દુનિયાના અનેક સબ્દોનું નકકર સમ ન મળવાને સંભવ ઉભા થશે. અને ચીન જો આજે કેવળ એજવાબદાર રીતે વર્તે છે. તેને અમુક અશે. જવાબદારીના ભાનપૂર્વક વર્તવાની કરજ પડશે.
પ્રભુધ્ધ જીવન
આ વિષયના અનુસંધાનમાં સંયુક્ત રાષ્ટ્રસસ્થા અંગેના ચીનના પહેલાના અને આજના વલણમાં જે તફાવત જેવું માલુમ પડે છે. તે તરફ થાડૉ અંગુલિનિર્દેશ અસ્થાને નહિ ગણાય. અમેરિકાના પ્રતિકુળ વલણને લીધે ચીનને યુ ના.માંથી બહિષ્કૃત રાખવામાં આવતુ હતુ. તેથી ચીન અત્યન્ત નાખુશ હતુ અને અમેરિકા સામે ખૂબ રાષ અનુભવતુ હતુ. અને ભારત તેમ જ અન્ય રાષ્ટ્રોની મદદ વડે યુ.નેમાં દાખલ થવાને તે ખૂબ આતુર હતું. હવે ચીને પોતાની નીતિ બદલી છે; પાતાની હકુમતને ચીન પોતાની આસપાસ આવેલા પ્રદેશે। અને ખાસ કરીને દક્ષિણમાં આવેલા લડાક, ટીએટ, નેપાલ, સીક્કીમ અને ભુતાન ઉપર વિસ્તારવા માગતુ' 'હાય એમ લાગે છે અને આક્રમણની રીતે આગળ વધવાનાં સ્વમાં સેવી રહ્યું છે. આ નીતિપલટાના કારણે યુ.ને.માં દાખલ થવા સંબધે ચીન હવે કશા ઉત્સાહ ધરાવતું નથી, આજ સુધી તેને કાઇ પૂછનાર નહેાતુ* એવી સ્થિતિ ધરાવતા ચીનને, તેણે હવે આક્રમક નીતિ ધારણ કરી છે. તેના સ ંદર્ભ"માં, તેને પ્રશ્નો પૂછનારાઓના વર્તુલમાં ખેસવું અને જે બચાવ થઇ ન શકે તેમ હાય તેને બચાવ કરવાની કફોડી દશામાં મુકાવાનું ન ગમે એ તદ્દન સ્વાભાવિક છે અને તેથી ચીનને યુ.ને. માં દાખલ થવાતુ નિયંત્રણ મળે તેા પણ ચીન યુ.ના.માં દાખલ થાય કે ક્રમ એ એક સવાલ છે.
સૂરત ઉપર સરજાયલા જલપ્રલય
ગયા સપ્ટેમ્બર માસ દરમિાન તાંપી નદીના પૂરે માત્ર સૂરત શહેર ઉપર જ નહિ પણ સૂરત જીલ્લાના ઘણા ખરા પ્રદેશ ઉપર જે કાળા કર વર્તાવ્યા તેની વિગતે વાંચતાં તેમજ સાંભળતાં હૃદય કપી ઉઠે છે. સા ઉપર માનવીઓએ જાન ગુમાવ્યા છે, અને ઢારઢાંખરની ખુવારીના તા કાઇ આંક જ ખોંધાય તેમ નથી,
તા. ૧૬-૧૦-૧૯
સાથે સાથે માલમીલ્કતની હાનિ પણ પાર વિનાની થઇ છે. પૂર દરમિયાન એ કે ત્રણ દિવસો સૂરતના લોકોએ જાનને પોતાની હાથ મુઠ્ઠીમાં રાખીને જે રીતે પસાર કર્યાં હશે તેની ખરી કલ્પના સાક્ષાત્ અનુભવ સિવાય આવી શકે તેમ છે જ નહિ. કુદરત ઉપર કાજી મેળવાની માનવી ગમે તેટલી વાતો કરે અને શેખી કરે, પણ કુદરત રૂઠે છે ત્યારે માનવી કેવળ મગતરૂ હોય એ રીતે તેના હાલહવાલ કરી તાખે છે અને રાયન બ્રિડમાં રક બનાવી દે છે અને ભરપૂર ભંડારવાળાને ભીખ માગતા કરી મૂકે છે અને ઘરબાર વાળાન રખડતા બનાવે છે. આ જાનમાલની નુકસાની કાઇથી પણ ભરપાદ થઇ શકે તેમ નથી, એમ છતાં પણ, જળસંકટની આ આક્તમાં સપડાયલાં સંખ્યાબંધ કુટુંબને કરી ટટ્ટાર થવામાં જે રીતે જેનાથી મદદ થઈ શકે તેણે તે રીતે મદદ કરવી એ આર્વી આફતના અભાવે સુખચેનમાં ફરત આપણુ સા અનિવાય ધમ અને છે. આ મદદ પહેાંચાડવાનુ સૌથી મોટુ
!!!
સાધન ધન છે. ધનની મદદથી ભાંગ્યાં ઘર સાજા થઇ શકશે અને વિનાશ પામેલાં ઢોરઢાંખરની પુરવણી થક શકશે તેમ જ આવી અણુધારી પછાડને લીધે સ્તબ્ધ બની ગયેલા, મૂઢતા. અનુભવો, નિરાધાર બની બેઠેલા માનવીઓને ઉભા કરી શકશે, ચેનવન્તા બનાવી શકાશે, નવા પુરૂષાની ભાવનાથી પ્રેરિત કરી શકાશે. અનેક લકાનાં ધર ઉભાં છે, પણ ધર વખરી તણાઇ ગઇ છે તેમને
રાચરચીલું તેમ જ કપડાં પહેાંચાડીને પણ ઘણી રાહત આપી શકાશે. આમ આ કરૂણ પરિસ્થિતિને હળવી બનાત્રવા માટે જેનાથી જે કાંઇ થઈ શકે તે કરી છૂટવા પ્રાના છે. કૈલાસ દર્શન
ખાંડ ઉદ્યોગ સાથે સંબંધ ધરાવતા જાણીતા ઉદ્યોગપતિ શ્રી. કરમશી જે. સોમૈયા ગયા વર્ષે પોતાની કુટુંબ મંડળી તેમ જ ઘેાડાક સ્નેહીજના સાથે કૈલાસની તેમ જ હિમાલયનાં અન્ય તીસ્થાનેાની યાત્રાએ ગયેલા. આ વિકટ યાત્રા અંગે જરૂરી એવી સવ તૈયારી કરીને તે ૧૯૫૮ના જુલાઇ માસની ૨૫મી તારીખે હથી ઉપડેલા. ઉત્તર પ્રદેશમાં ઉત્તર સીમાડા ઉપર આવેલ ટનકપુરથી તે હિમાલયમાં દાખલ થયા અને પીઠોરાગઢ તરફ ગયા અને ત્યાંથી લી`લેકની ધારી ઓળગીને હિમાલય પર્વતની બીજી બાજુએ ટીએટમાં દાખલ થયા, અને ગાઁગ તેમ જ માધાતા પર્વતની બાજુએ થઈને, રાકસતાલ અને માનસ સરેવર– એ એ અત્યન્ત વિશાળ સરાવરાની વચ્ચે થઇને તે કૈલાસ પહોંચ્યા; કૈલાસની પ્રદક્ષણા કરીને માનસ સરોવરની ખીજી બાજુએ થઇને તે હિમાલયના ગગનચુંબી હિમશિખાની તળેટી સુધી આવી પહોંચ્યા અને નીતિધાટના માર્ગે હિમાલયના હિમશિખા વટાવીને ભારત બાજુએ તેએ જોશીમઠ આવ્યા. જેશીમઠથી તે બદ્રીનાથ ગયા. ત્યાંથી પાછા ફરતાં ચમેાલી,ગાપેશ્વર, તુંગનાથ, ઉખીમઠના રસ્તે તે ત્રિભ્રુગી નારાયણ ગયા અને ત્યાંથી કેદારનાથ (ઉંચાઇ ૧૧૭૫૦ ફુટ) પહોંચ્યા. ત્યાંથી પાછા કરતાં તે ગુપ્તકાશી, રૂદ્રપ્રયાગ બાજુએ થતે રૂષિકેશ આવ્યા. વળી ત્યાંથી તેઓ ઉત્તરકાશી થઇને જમ્નાત્રી અને પછી ગગેાત્રી પહોંચ્યા. આમ હિમાલયની પહેલી ભાજી કૈલાસ અને આ બાજુએ ગઢવાલમાં આવેલ બદ્રીનાથ કેદારનાથ, જમ્નાત્રી અને ગંગાત્રી - એમ કુલ પાંચ તીર્થીની યાત્રા પુરી કરીને લગભગ સાડા ત્રણ મહિનાના ગાળે નવેમ્બર માસની છઠ્ઠી તારીખે તે મુંબઈ પાછા ફર્યાં. આ સમગ્ર તી પ્રદેશનું દર્શન કરાવતું તેમણે તૈયાર કરેલું ચિત્રપટ સધ તરફથી સંધની સભ્યાને ‘મનોહર' માં દેખાડવામાં આવ્યું હતુ. આ ચિત્રપટ જોતાં અઢી કલાક જેટલા વખત લાગ્યા હતા અને એટલા સમય જાણે કે અન્ય કોઈ સૃષ્ટિમાં વિહાર કર્યાં હાય એવી આનદમુગ્ધતા આ પ્રસંગે હાજર રહેલા સભ્યોએ અને એમનાં