SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૫-૩-૧૮ શ્રી. જુગલકિશોર મુખ્તારની ઐતિહાસિક ચર્ચા સુવિદિત છે. તેમના દીધ્ર કાલીન ઐતિહાસિક અન્વેષણ કાર્યને એકત્રિત કરીને “જૈન દિશા ઔર કૃતિટ્ટાપ પર વિશય પ્રજાશ” નામે ગ્રન્થમાં પ્રકાશિત કરવામાં આવી છે. એ ગ્રંથમાં શ્રી. મુખ્તારજીની લગન અને અધ્યયનની પ્રતીતિ તા થાય છે જ, એટલું જ નહિ પરંતુ જૈન સાહિત્ય અને ઈતિહાસની અનેક ગૂંચોનો ઉકેલ શ્રમસાધ્ય હોવા છતાં પણુ આ વયેવૃદ્ધ સ’શાધકનુ ધૈય કદી પણ ખૂટ્યું નહિ એ આપણે તેમના લેખેાઠારા જ્યારે જાણીએ છીએ ત્યારે જીવનમાં ઉત્સાહ પ્રાપ્ત કરીને જ એ પુસ્તકથી અલગ થઇ શકીએ છીએ. અન્વેષા માટે તે એ ગ્રન્થ અનિવાર્ય સમ છે. પ્રબુદ્ધ જીવન શ્રી નાથુરામજી પ્રેમીછના વિવિધ વિષયક લેખાના સંગ્રહ “જૈન સાહિત્ય ઔર સિદ્દાસ” પહેલાં પ્રગટ થયા હતા પરંતુ તેની સંશાધિત અને પરિવર્ધિત આવૃતિ હાલમાં પ્રગટી છે. એ સંગ્રહનુ’ પુનઃ પ્રકાશન થયુ તે વિદ્યાનાની તદ્વિષયક જિજ્ઞાસા અને તે લેખાનુ માહાત્મ્ય સૂચિત કરે જ છે. સાથે સાથે વયેવૃદ્ધ શ્રી પ્રેમીજી પોતાના વિષયમાં કેટલા અદ્યતન રહે છે તે પણ તેમના વિવિધ વિષયક લેખા દ્વારા કરવામાં આવેલા સશોધન-પરિવર્ધન દ્વારા જ્ઞાત થાય છે. જૈન અને પ્રાકૃત ભાષાના વિવિધ ક્ષેત્રમાં લેખનકાર્ય કરનારાઓ પૈકી ડૉ. એ. એન. ઉપાધ્યે સૂન્ય છે. તેમણે સંપાદન કરેલાં પુસ્તકા અને વિવિધ વિષયક લેખેની એક સૂચી Books and Papers તાજેતરમાં પ્રકાશન પામી છે. એ સૂચી દ્વારા તેમનુ વિવિધ ક્ષેત્રવ્યાપી પાંડિત્ય દ્રષ્ટિગોચર થાય તા છે જ; એટલું જ નહિ પરંતુ તેની સાથે સાથે જૈન વિદ્યાની આધુનીક ઉન્નતિના લેખો અને તેમાં ડા. ઉપાધ્યેની જે વિશિષ્ટ દેણગી છે તે પણ સારી રીતે જાણવા મળે છે અને તેમના પ્રત્યે આદર દ્વિગુણીત થઈ જાય છે. ડૉ. પિશલ કૃત “×ાનૂન વ્યાર” હવે અંગ્રેજી ભાષામાં ઉપલબ્ધ થયુ છે. ડૉ. સુભદ્ર ઝા જેવા સુયોગ્ય ભાષાતત્ત્વવિદે તેના જર્મન ભાષામાંથી અંગ્રેજીમાં અનુવાદ કરીને પ્રાકૃત ભાષારસિંકાને માર્ગ અત્યંત સરળ કર્યો છે. તે ગ્રંથ જ્યારે લખવામાં આવ્યા હતા ત્યારે પ્રાકૃત ભાષાના અધ્યયન માટે જેટલે તે મહત્ત્વપૂર્ણ હતા તેટલા જ તે આજે પણ કે એમાં સદેહ નથી. એ પણુ આનંદની વાત છે કે તરતમાં જ આ વ્યાકરણને હિંદી ભાષામાં અનુવાદ પ્રગટ થશે. હિન્દીમાં અનુવાદ ડા. હેમચન્દ્ર જોશીએ કર્યો છે. ડૉ. સુનીતિકુમાર ચેટ અને સુકુમાર સેન દ્વારા સંપાદિત A Middle Indo-Aryan Reader નું નવીન શાષિત અને પરિવર્ધિત સંસ્કરણ ભાષાશાસ્ત્રની દૃષ્ટિએ ટિપ્પણી સહિત એ ભાગમાં પ્રકાશન થયું છે અને તેમાં પાલિ–પ્રાકૃતના કાળક્રમથી ઉપલબ્ધ વિવિધ નમૂના—સ્વીસન પૂર્વે ત્રીજી શતાબ્દીથી લઈને ઇ. સ. ૧૫મી શતાબ્દી પર્યંતના—આપવામાં આવ્યા છે. ૨૧૯ 31 ભારતીય જ્ઞાનપીઠના મહત્ત્વપૂર્ણ પ્રકાશના પૈકી પંડિત શ્રી. મહેન્દ્રકુમારજી દ્વારા સપાદિત અકલંક-કૃત ‘સત્યાર્થવાસિઁજ' ને ખીજો ભાગ પ્રગટ થઇ જતાં એ દાનિક ગ્રન્થનું સુસંપાદિત સંસ્કરણ હવે વિદ્યાનાને ઉપલબ્ધ થયું છે. મહાબન્ધના ચોથા અને પાંચમા વિભાગેનુ સપાદન ૫. શ્રી ફૂલચન્દ્રજીએ કર્યું છે. ‘જ્ઞાનપી વુમાસ’નું સંપાદન ડૉ. ઉપાધ્યે અને ૫. ફૂલચંદ્રજીએ કર્યું છે. જિજ્ઞાસુઓને તેમાં દિગંબર સમાજમાં પ્રચલિત નિત્ય-નૈમિત્તિક કૃત્યામાં ઉપયાગી સંસ્કૃત-પાકૃત-હિન્દી પાઠનું શુદ્ધ રૂપ પ્રાપ્ત થયું છે, એટલું જ નહિ પરંતુ સ ંસ્કૃત-પાકૃતના હિન્દી અનુવાદ થવાથી મુમુક્ષુએ માટે એ ગ્રન્થ અત્યન્ત ઉપયોગી નીવડશે. ૫. શંભુનાથ ત્રિપાઠી અને પ મહાદેવ ચતુર્વેદીએ સંપાદન કરેલ પૂજ્યપાદ કૃત “ બેનેન્દ્ર વ્યારા તેમજ આચાર્ય અભયનન્દિ કૃત “માવૃત્તિ” પ્રથમ વાર જ વિદ્વાનને ઉપલબ્ધ થયાં છે. એ વ્યાકરણશાસ્ત્ર તુલનાત્મક અધ્યેતાઓ માટે ગ્રન્થરત્ન સિદ્ધ થશે. ૐ. વાસુદેવ શરણે તેની ભૂમિકા લખી છે તેમ જ તેમણે ધણાં નવાં ઐતિહાસિક તથ્યો પ્રત્યે વિ ંનેનું ધ્યાન આકર્યું" છે. ૫. મિચંદે ‘પ્રાંથિ નળેય' નામક ગ્રન્થ' સંપાદન કુશળતાપૂર્વક કર્યુંં છે અને તેમણે વિવિધ વ્રતા તેમજ ઉદ્યાપનનો વિસ્તૃત રીતે પરિચય કરાવ્યો છે. હિન્ટ્રી ગેન સાહિત્ય રિશાસન' માં ૫. નૈમિ બે ભાગમાં અપભ્રંશ ભાષાના તેમજ હિન્દી ભાષાના જૈન લેખાની વિવિધ કૃતિઓનો પરિચય આપ્યા છે. મંગમંત્ર મોઝાર-જ અનુચિંતન' માં ૫. નેમિત્રે એ મહામંત્રનું માહાત્મ્ય સમજાવ્યું છે અને તેની સાથે યાગ, આગમ, ગણિતશાસ્ત્ર, કર્મ શાસ્ત્ર, કથાસાહિત્ય ઇત્યાદિમાં આ મંત્રની જે સામગ્રી મળે છે તથા તે શાસ્ત્ર સાથે અને જે સંબંધ છે તેનું વિસ્તારપૂર્ણાંક નિરૂપણ કર્યું છે. એ સધળા ગ્રન્થાના પ્રકાશન માટે ભારતીય જ્ઞાનપીઠના સચાલને વિશેષતઃ ધન્યવાદ! કુષાણકાલીન પ્રાકૃત ગ્રન્થ * મંગાવે ' નું સંપાદન શ્રી. મુનિ પુણ્યવિજયજીએ અનેક પ્રતાના આધારે કર્યું છે અને તેનુ પ્રકાશન પ્રાકૃત ટેકસ્ટ સેાસાયટી—ખનારસ દ્વારા થયુ' છે. પ્રાકૃત ભાષાના અધ્યયન ઉપરાંત કુષાણુકાલીન ભારતીય સાંસ્કૃતિક અધ્યયનને માટે પણ ‘iળવિજ્ઞા’ ગ્રન્થ મહત્ત્વપૂર્ણ છે. તેની સાંસ્કૃતિક સામગ્રીના પરિચય ડૉ. મેાતીચન્દ્ર અંગ્રેજીમાં અને ડૉ. અગ્રવાલે હિન્દીમાં કરાવ્યે છે. કિંતુ અંગવિજ્જાને મૂળ વિષય જ્યોતિષ સાથે સબંધ ધરાવે છે. તેમાં શરીરના વિવિધ અવયવા અને અન્ય વસ્તુના આધારે ભવિષ્યકથનની પ્રક્રિયાનું વર્ણન વિસ્ત રપૂર્વક કરવામાં આવ્યું છે. તે ગ્રન્થના એ મૂળ પ્રતિપાદ્ય વિષયનું સામુદ્રિક શાસ્ત્રના અન્ય ગ્રન્થેાની સાથે તુલનાત્મક અધ્યયન આવશ્યક છે. તજજ્ઞ વિદ્યાના એ ગ્રન્થની સામગ્રીનુ એ દૃષ્ટિએ અધ્યયન કરે તે તેમને ઘણી નવી સામગ્રી પ્રાપ્ત થશે એવી મારી શ્રદ્ધા છે. પસંદગમ્ ” ના ધવલા ટીકા સહીતના છેલ્લા ત્રણ ભાગ -૧૪, ૧૫ અને ૧૬ પ્રગટ થઈ ગયા છે; અને હવે એ મહા ગ્રન્થ વિદ્વાનને પૂર્ણપણે ઉપલબ્ધ છે. ૐ. હીરાલાલજીને તે માટે અભિનંદન જીવરાજ જૈન ગ્રન્થમાળામાં પૂર્વોક્ત Jainism in South India સિવાય નિમ્નલિખિત સંસ્કૃત-પાકૃત ગ્રન્થા પણ સુસંપાદિત થઈને પ્રગટ થયા છે:-૧. નરેન્દ્રસેન કૃત વિજ્ઞાન્તસાર સંપ્રદ'નું સંપાદન ૫. જિનદાસે કર્યું છે તેમજ તેને હિન્દી અનુવાદ પણ કર્યો છે. તેમાં જૈન સંમત સાત તત્ત્વનું વિવેચન છે. ૨. પદ્મનદિ કૃત • નમુટાવવઋતિ સંપ્રદ્ય' નું સંપાદન ડા. ઉપાધ્યે તથા ડૉ. હીરાલાલ જૈને કર્યું છે તથા તેના હિન્દી અનુવાદ ૫. ખાલચંદ્રે કર્યો છે. તેની પ્રસ્તાવનામાં જૈન ભૂગાળના અનેક ગ્રન્થાના તથા પ્રસ્તુત ગ્રન્થના વિષય- પરિચય આપવમાં આવ્યા છે. ‘ăાવશારનયન' માં ત્રીજો વિભાગ પ્રગટ થઈ ગયા છે. આચાર્ય હરિભદ્રના યોગવિષય પ્રાકૃત ગ્રન્થ 'ચન્નત' અદ્યાપિ અપ્રગટ હતા. ડા. ઈંદુકળા ઝવેરીએ ખૂબ શ્રમપૂર્વક તેનું સ ંપાદન તથા ગુજરાતી વિવેચન કરીને પ્રકાશન કર્યુ છે. તેની ભૂમિકામાં વૈદિક, ઔદ્ધ તેમજ જૈન યાગમાગ નું તુલનાત્મક અધ્યયન અને આચાર્યં હરિભદ્રને જીવનવૃત્તાંત વિસ્તારપૂર્વક આપવામાં આવ્યાં છે. ડૉ. ઉપાધ્યેએ બ્રાનન્નુન્વરીસદષ્ટ' નું સંપાદન કર્યું છે. આ ગ્રન્થ પહેલીજ વાર પ્રગટ થયા છે. તેના લેખક કે ઘનશ્યામ અને સંસ્કૃત ટીકાકાર છે ભટ્ટનાથ. હૈં।. ઉપાધ્યેએ પ્રસ્તાવના સિવાય ભાષાશાસ્ત્રની દૃષ્ટિથી ટિપ્પણી પણ આપી છે. આચાર્ય હેમચન્દ્રના પ્રસિદ્ધ ગ્રન્થ ‘ત્રિદિવાનાપુઘારત' ના એ પાંના હિન્દી અનુવાદ શ્રી. કૃષ્ણલાલ વર્માએ કર્યો છે અને હિન્દી જગતને આ જૈન પૌરાણિક ગ્રન્થના રસાસ્વાદ કરાવ્યો છે. હું આશા રાખું છું કે ગોડીજી ટ્રસ્ટના ટ્રસ્ટીએ એ મહત્ત્વપૂર્ણ ગ્રન્થના સંપૂર્ણ હિન્દી અનુવાદ જલ્દી પ્રગટ કરશે. · અત્યારની ‘થાસન્નશ ’ને મરાઠી અનુવાદ વિસ્તૃત. ભૂમિકા સહિત શ્રી. જોગલેકરે કર્યો છે. તેની ભૂમિકામાં ભાષાની વિવેચના ઉપરાંત તે સમયનુ સામાજિક અને રાજનૈતિક ચિત્ર પણ સપ્તશતીના આધારે રજુ કરવામાં આવ્યું છે. તે માટે આપણે શ્રી. જોગલેકરના ઋણી છીએ.
SR No.525943
Book TitlePrabuddha Jivan 1958 Year 19 Ank 17 to 24 and Year 20 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1958
Total Pages236
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy