________________
રજીસ્ટર્ડ B૪૨૬૬ વાર્ષિક લવાજસ રૂા. ૪
પ્રબુદ્ધ જૈન કે નવસ સ્કરણ વર્ષ ૧૯ : અંક ૨૨
પબુ જીવન
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર છુટક નકલ : નયા પૈસા ૧૯
મુંબઈ, માર્ચ ૧૫, ૧૯૫૮, શનીવાર આફ્રિકા માટે શીલિંગ ૮
કાકા:- શાલ-ક-મ-ક eFY1ક્ બ્લેક ?ખh :]]<P - 5-6-12-04-2
આમૂલ ક્રાંતિ માટે વિજ્ઞાનને તકાદા
મનુષ્ય છે તે એક પ્રાણી જ, તે પણ મનુષ્ય અને અન્ય પ્રાણીઓ વચ્ચે આજ સુધી કંઇક ને કંઇક ફેર રહેતા આવ્યા છે. ફેર એ છે કે અન્ય પ્રાણીઓ મુખ્યત્વે પ્રાણ પ્રધાન છે, જ્યારે માનવ : મુખ્યત્વે મન–પ્રધાન છે. ભાવના, વાસના, આશા, નિરાશા, માનાપમાન વગેરે માનસિક પ્રક્રિયાએ-મનુષ્યમાં જ કામ કરે છે.
ટૂંકમાં પ્રાણીની પ્રભુ—ભૂમિકા છે, જ્યારે માનવની મનેભૂમિકા છે. પણ ભૌતિક-વિજ્ઞાન માણુસને ચેતવી રહ્યું છે કે હવે તમારી આ મનોભૂમિકા નથી નભવાની, હવે તો તમારે વિજ્ઞાનની ભૂમિકા પર જ પહેાંચવુ પડશે. જેને આપણે મનેવિજ્ઞાન કહીએ છીએ તે આખેઆખું સાવ અર્થહીન બની જવાનું છે. ઉપરથી ફૂંકાતા એટમ−Öાખ કાંઈ વિચારવા નથી મેસતા કે નીચે કાણ બાપડા નિર્દોષ છે અને કાણુ ગુનેગાર છે, કાણુ અલ્પાત્મા છે ને કાણુ મહાત્મા છે. એમાં તે મનુષ્ય અને પશુ બધા જ હેમાઇ જવાના. અને માણસામાં પણ સારા-માઠા સૌ એક જ લાકડીએ હુંકારાવાના, એટલે કે જેમ રેલ આવતાં નદી તાફાન મચાવે છે, તેવું જ આ એટમ-વર્ષાનું પણ છે. જેવી રીતે નદી માનસશાસ્ત્રથી પર છે, તે જ રીતે મનુષ્યના હાથમાં આવેલા ભૌતિક—વિજ્ઞાનની શક્તિ પણ માનસશાસ્ત્રથી પર છે.
આને જ અણુશક્તિ કહે છે, એટલે કે જે અણુથી આ અખિલ વિશ્વ સર્જાયું છે અને જે અણુને વિસ્ફાટ થતાં આખી દુનિયાના સર્વનાશ પણ થઈ શકે, તે પ્રચંડ શક્તિ આજે માણસને હાથ આવી છે. અણુની સાથે અણુને જોડતાં સૃષ્ટિનુ સર્જન થાય છે, અને અણુમાંથી અણુને તોડતાં સૃષ્ટિના પ્રલય થાય છે. આમ સૃષ્ટિ—ઉત્પાદક અને સૃષ્ટિસ ંહારક અણુશક્તિ માણુસને હાથ આવી છે. અવકાશમાં ઘૂમતા ગ્રહુ પાકારે છે: આંતર્ગાલીય ચિંતન ચલાવે
આજે પૃથ્વીની આસપાસ આસમાનમાં નવા ઉપગ્રહ ઘૂમી રહ્યા છે. આ તો ગજબ જેવી વાત છે. એને અથ એ થયા કે આગળ ઉપર હવે ક્ક્ત આંતરરાષ્ટ્રીય ચિંતન પણ નથી ચાલવાનું, આંતર્ગોલીય ચિંતન, આન્તજ્જગત ચિંતન અથવા તે અનેક જગતાની સાથે સંબંધ રાખતા ચિંતનની જરૂર પડશે. જો માણસ માનસિક ભૂમિકા પર જ જકડાયલા રહ્યો તા આ બધું કઇ રીતે થશે? માની લે કે તમે એક ભયાનક રેલમાં તણાઈ રહ્યા છે. તે વખતે ન તો પ્રેમ તમારા કામમાં આવશે, ન તે દ્વેષ. એ રીતે આજે મનુષ્યને હાથ આવેલી શક્તિમાં પૂર ઊમટી ચૂકયું છે. એ છે સૃષ્ટિની શકિત.
એટલે હવે તે તમે સાક્ષાત્ ઇશ્વરની ભૂમિકા પ્રાપ્ત કરી ચૂકયા છે. સૃષ્ટિની ઉત્પત્તિ અને લય કાણુ કરી શકે છે ? ભગવાન. આજે સૃષ્ટિની ઉત્પત્તિ અને લય કાણુ કરી શકે છે ? મનુષ્ય પણ. એના અય. તે એવેશ થયા કે આજે મનુષ્ય જાણે નાનકડી ભગવાન ખની ગયેા છે. પણુ ભગવાન કાંઇ મનથી કામ નહિ કરે, એ તે મનથી ઊંચી ભૂમિકામાં જ રહેવાના. રાગ, દ્વેષ, શકિત, એ સધળું તે મનમાં રહે છે, પણ ભગવાન તા એ બધાથી પર જ રહેશે. આમ ભગવાનની હરાળમાં આજે માણસ આવી ચૂકયા છે. જાણે એ તા એક નાનીશી ભગવત્–મૂર્તિ જ બની ગયા છે. હવે જો એની અંદર
(C)
પેલું ( રાગદ્વેષયુકત ) જ મન રહ્યું, તે ભારે નુકસાન થઇ બેસશે, ભગવાન જો મનુષ્યના મનથી કામ કરે, તે તે ઘણી ભયંકર સ્થિતિ સર્જાય. માની લે કે મનુષ્યમાં ગધેડાના મતે પ્રવેશ કર્યો, અર્થાત્ મનુષ્યની પેલી શક્તિ સાથે જો ગધેડાનું મન જોડાઇ ગયું, તે કેવા હાલ-હવાલ થશે ? આજે પણ આપણે એની ઝાંખી કરી શકીએ છીએ, કારણ દુનિયામાં આજકાલ બધુ એવું જ ચાલી રહ્યું છે. મનુષ્ય મન–પ્રધાન હાય છે. જ્યારે ગધેડે પ્રાણ–પ્રધાન હેાય છે. આથી આવુ. આ જોડાણુ સાવ વિસ`ગત બની જાય છે. એથી તેા ભારે નુકસાન પહોંચશે.
નવા સંદર્ભ માં પુરાણા માનસશાસ્ત્રના ગ્રંથાની હાળી કરવી પડશે.
આજે આપ સૌ જૂના−પુરાણા માનવી નથી રહ્યા. ચાલીસ વર્ષ પહેલાં તે ઉત્તમ વકતા ગણાતા જે ધેડાથી પણ વધુ મેાટા ઘાંટા પાડી એલી શકે. પણ આજે સ્થિતિ સંપૂર્ણ પલટાઈ ગઈ છે, કારણ સાવ ધીમા અવાજવાળા પણ લાખા લેકને પોતાની વાત સંભળાવી શકે છે. આમ આજે માજીસની હાલત સાવ બદલાઈ ગઈ છે. તમે આજે પૃથ્વીની ઉત્પત્તિ અને લય અને કરી શકવાની તાકાત ધરાવા છે. આ સંજોગામાં જો જીવન મન–પ્રધાન રહ્યું તે પારાવાર નુકસાન થશે.
અસલના જમાનાની વાત જુદી હતી. ત્યારે તે ભીમ અને જરાસંધ વચ્ચે કુસ્તી થઈ, તે! બાકીનાં સઘળાં લેક આનંદથી એ તમાશો જોતાં રહ્યાં. પણ આજે જો આઈક અને ખુલ્ગાનિન વચ્ચે દ્વેષ પેદા થાય. તા તા એ લોકો સીધા એટમ-એબ જ છેડશે. આમ આજની હાલતમાં એ દ્વેષનું કેવુ` ભયંકર પરિણામ આવે ?
સારાંશ, આજે મનુષ્ય રાગદ્વેષથી પર થશે તો જ હાથ આવેલી આ શકિત કામમાં આવશે. એટલે કે આજના માનવની સામેની સમસ્યા, પ્રચલિત માનસશાસ્ત્રમાં ઇધરતિધર થોડા ફેરફાર કરવાની જ માત્ર નથી, પણ આખેઆખુ પુરાણું માનસશાસ્ત્ર જ ખતમ કરવાની છે. એ માનસશાસ્ત્રના સબળા ગ્રંથેની હાળી કરી દેવી પડશે. અસલનું ચાલતું આવેલું એ જીવન-એ રાગદ્વેષ, માનાપમાન, રીતરિવાજ, કાઇને આગળ ચઢાવ્યા તે કાઇને પાછળ હડસેલ્સેા, કાને પડેલો એસાડયેા તા કાઈ ને બીજો મેસાડયા—આ બધી રીતરસમ હવે નથી ચાલવાની.
હવે વ્યક્તિગત નહિ પણ સામૂહિક સાધના જ કરી શકાશે
વિજ્ઞાનની ભૂમિકા મનથી ઉપરની છે. ભૌતિક–વિજ્ઞાનની શકિત, વિજ્ઞાનની એ ઊંચી ભૂમિકા પર ચઢવાને તકાદે કરી રહી છે. પહેલાંના જમાનામાં પણ એ વાતની તે ખબર હતી જ કે વિજ્ઞાનની ભૂમિકા મનથી ઉપરની છે. ઉપનિષદોમાં પહેલાં કહ્યું છે પ્રાળો મોત પછી કહ્યું છે. ‘મનો તિ', અને પછી કહ્યું છે ‘વિજ્ઞાન પ્રાતિ’. પ્રાણતી ભૂમિકા પ્રાણીઓની છે, મતની ભૂમિકા માનવાની છે, અને વિજ્ઞાનની ભૂમિકા ઋષિશ્મની છે. આમ તે જમાનામાં પણ વિજ્ઞાનની ભૂમિકાના ખ્યાલ તે હતા જ, પણ એના માનવ પર તકાદો—બળજબરી નહતી. વ્યકિતગત વિકાસ સાધતાં