________________
૧૩૬
ધાત્રનું દૃશ્ય સ્પષ્ટ દેખાતું હતું અને તેના પ્રપાતને અવાજ કર્યું પ્રિય લાગતા હતા. અહિં કલાકેક બધાંએ આનંદમાં પસાર કર્યો. આવ્યા એ રસ્તે પાછા કૅમ જવુ એ સવાલ હતા, પણ બાજુએ જરા લાં છતાં પહેાળા રસ્તા છે એમ માલુમ પડયું, તે ઉપર થને આગળ ઉપર આવતી સુગમ કડી ઢારા રાજમાર્ગ ઉપર અમે આવી ચઢયા અને ખારેક વાગ્યે હોટેલમાં પહેાંચી ગયાં.
પ્રબુદ્ધ જીવન
જે એ ભાઈએ સવારના નરમ પડયા હતા તે સાંજ સુધીમાં સારા થઇ ગયા અને સાંજે અમે એમે પેઇન્ટ જોવા માટે બસમાં બેસીને નીકળ્યા ત્યારે તે ભાઇઓ પણ જોડાયા. અમારી હાર્ટલથી એબે પેઇન્ટ આશરે બે માઇલ દૂર છે. રતામાં ગવમેન્ટ હાઉસ આવે છે, જ્યાં મહાબળેશ્વર જવા "ચ્છતા પ્રવાસીએને બહુ ઓછા ભાડામાં રહેવા વગેરેની સગવડ આપવામાં આવે છે. સાંજને વખત હતા. પશ્ચિમ આકાશ અને તે બાજુના આખા પ્રદેશ સૂર્યના પ્રકાશથી ઝળહળી ઉઠયા હતા. ખેાંએ પેઇન્ટ ઉપરથી પ્રતાપગઢના કીલ્લા, મહાડ જવાના રસ્તે, નાનાં મેટાં ગિરિશિખરા અને ખીણમાં વહી રહેલી અરીસા માર્કે ચળકતી કાયના નદીની જળપટ્ટી દેખાતી હતી. દુર પશ્ચિમ ક્ષિતિજની કાર તેના વિશિષ્ટ ચળકાટના કારણે અમારી આંખને આકષતી હતી. આ ચળકાટ તે દિશામાં આવેલ અરબ્બી સમુદ્રનું સૂચન કરતો હતા. આકાશ સ્વચ્છ હૈાય તે રાત્રીના સમયે મુંબઈની દીપમાળને ઝળહળાટ અહિંથી દષ્ટિગોચર થાય છે એમ અહિં વિચરનારા કા જણાવે છે. જમણી બાજુએ દૂર એક લાંખી ભૂશિર જેવી પર્યંતપટ્ટી દેખાતી હતી, મેં નાયી–સંસ્થાના મંત્રી-શ્રી ચીમનભાઇને કહ્યું કે “એ લાડવિક પેઇન્ટ છે, અને મારે મન મહાબળેશ્વરના બધા પેઈન્ટમાં એ સૌથી વધારે આકર્ષક છે.” ચીમનભાઇ કહે કે “એમ છે તે ચાલો આપણે ત્યાં જઇએ.” એટલે સૌ એખે પેઇન્ટથી ઉપડયા, બસમાં બેઠાં, અને ખસ લાડવિક પોઇન્ટ તરફ હાંકી મૂકી.
પાછા ફરતાં ગવર્મેન્ટ હાઉસથી થાડુ આગળ જતાં ડાબી બાજુના રસ્તા ઉપર વળવુ પડે છે. એ આખા રસ્તા ગીચ ઝાડીથી ભરેલો છે. એ રસ્તા ઉપર અસ ચલાવતાં કાઇ ઝાડની ડાળી સાથે રખેને બસ મથાળેથી ભટકાઈ ન પડે એ ચિન્તાથી ડ્રાઇવરને સતત ઉંચે જોતાં રહેવું પડતું હતુ. પાકી સડકના છેડા આવ્યા અને બસ અટકીને ઉભી રહી. પછી ખસમાંથી ઉતરીને સૌએ સાંકડા રસ્તા ઉપર ગીચ વનરાજીમાં પગે ચાલતાં આગળ વધવા માંડયુ. બન્ને ખાજીથી ટેકરીની પહેાળાઇ સાંકડી બનતી જતી હતી. આગળ જતાં એક નાના સરખા ચોક આવ્યા. તેની વચ્ચે એક સ્મરણુ સ્તંભ હતા. તે સ્તંભ સ્વ. લાડવીક સાહેબના સ્મરણુમાં ઉભા કરવામાં આવ્યા હતા. જેવી રીતે મેલેટ સાહેબે માથેરાન શોધ્યું હતું તેવી રીતે મહાડ અને પ્રતાપગઢ બાજુએથી આવેલા લાડવીક સાહેબે આ મહાબળેશ્વરને શોધ્યું હતું. બાજુએ નાની સરખી પાળ બાંધી હતી જ્યાં ઉભા રહીને પવ તાની વિસ્તરેલી લીલા સ્વસ્થપણે માણી શકાતી હતી. જે ટેકરી ઉપર લાડવીકના સ્મરણસ્તંભ હતો તે સંક્રાચાતી સંક્રાચાતી ભૂશિર માફ્ક આગળ જતી હતી અને એ છેડા જ્યાં ભેગા થતા હતા તેના બ્રાટ હાથીના માથા જેવા હતા. તેથી તેને ‘એલીક્ન્ટ્સ હુડ' કહેવામાં આવે છે. ત્યાં પહેાંચવા માટે ઝાડીમાં જ સાંકડા અને કાઇ કાઇ ઠેકાણે લપસણા રસ્તા ઉપર આગળ વધવાનુ હતુ. થે।ડું આગળ ચાલતાં ઝાડી ખલાસ થઇ ગઇ. સુકી લાગતી ટેકરીની બે બાજુ બહુ નજીક આવી ગઇ. ત્રણે ખજુએ ઊંડી ખીણા, જંગશે અને પતા દેખાવા લાગ્યા. એક છેડે સહીસપતીથી ઉભા રહીને આસપાસનું દૃષ્ય નિહાળી શકાય તે માટે ચેતરી છાતી સુધીની ગાળ દીવાલ આંધવામાં આવી છે. આ બાંધેલી અટારી ઉપરથી દેખાતા દૃષ્યની અદ્દભુતતાનું વર્ણન કરવું અથવા તે વર્ણન દ્વારા તેના ખ્યાલ આપવા
તા. ૧૫-૧૧-૫
અશકય છે. તે તે જે જીએ તે જ જાણે અને માણે. સૂર્ય અમારી ત્યાં પહેાંચવાની જ રાહ જોઇ રહ્યો હતો, અમે પહોંચ્યા અને તરત જ સૂર્યબિંબ થોડે ઉંચેથી વાદળ અને ધુમ્મસમાં અદૃશ્ય થયું અને સધ્યા પૂર બહારમાં ખીલી નીક્ળી. પંદર વીશ મીનીટ ત્યાં બધાં ઉભાં રહ્યાં અને નિસર્ગની અનુપમ લીલાને મુગ્ધ ભાવે નીહાળી રહ્યા. ધરતી ઉપર રજનીને અંધારપટ ઉતરવા લાગ્યા. અમે પાછા કર્યાં અને સાંજના સાત સાડા સાતે હાટેલ ઉપર જઇ પહેાંચ્યાં. અપૂર્ણ
પરમાનઃ
વિનોબાનુ તત્ત્વદર્શન
એક ભાઇના પ્રશ્નના જવાબ આપતાં નીતિ અને અહાત્મ વિષે અને સુખદુ:ખ સાથેના તેના સંબંધ વિષે વિનેબાજીએ જણાવ્યું કે : “ચેતનને હું સમુદ્ર જેવા સમજું છું. સમુદ્રમાં અખંડ તર ંગો ઉઠે
છે અને લીન થઇ જાય છે તેમ ચંતનમાં અનેક સકો ઉઠે છે અને લીન થાય છે. સ’કલ્પસ્વરૂપ હેવુ' એ જ ચેતનનું લક્ષણ છે. બાકી તો જડ એન્જિન ચાલે છે, શ્વાસ લેવાય તેવાં યા અને છે, ગ્રામોફાન લે છે; છતાં એ બધાં ચેતન નથી.
“તેથી કાં બધું ચેતન એ નાહકના આભાસ છે, કાં બધુ જડ છે, કાં એના બેવડા ગુણા છે એમ માનવું પડે. જે જડ છે, તે પણ સુપ્ત ચેતન જ છે. એમ માનવામાં એ બ્રહ્મવાદ તરફ જઇ રહ્યુ છે.
“સમુદ્રમાં જેમ તરંગ ઉપર ઉઠીને શમી જાય છે તેમ જીવ ઈશ્વરના એક સંકલ્પ છે. એ ઉપર ઉઠે છે અને છેવટે સમુદ્રમાં લીન થાય છે. ઇશ્વરની વિવિધ કલ્પના વિવિધ તર ંગ રૂપે ઉડે છે, અને એનુ સમાધાન થાય ત્યારે એ શમી જાય છે. તે સિવાય સૃષ્ટિમાં પાપપુણ્ય કે સુખદુ:ખ નથી. મને આટલાથી સમાધાન છે, તેથી હું નિશ્ચિન્ત છુ. જેમ પાપપુણ્ય વિષે હું તટસ્થતા રાખું છું તેમ સુખદુઃખ વિષે પણ તટસ્થ છું. એ ભૂમિકા આવી હોય ત પહેલી તટસ્થતા કામની, મારૂ પેટ દુખે છે ત્યારે હું તટસ્થતાથી કહું છુ કે પેટ કાંઇક Active–સક્રિય બન્યું છે.
“પણુ ખીજી વાત સમજી લેવાની જરૂર છે કે મારા જ પાપથી મને દુ:ખ મળે છે અને મારા જ પુણ્યથી મને સુખ મળે છે એ કલ્પના ખરેખર નથી. એક છોકરો ખીડી ફૂંકે એનાથી આખું ગામ સળગી શકે છે. જેમ શરીરના જુદાં જુદાં અંગેનાં પાપ જુદાં જુદાં ન ગણી શકાય, તેમ સમાજશરીરનાં અંગેનાં પાપ પણ આખા સમાજને લાગે છે. આપણે કાંઇ વિશ્વાત્માથી અળગા જીવ નથી. પેાતાના નસીની માક સામટું નસીબ પણ હોય છે. સામૂહિક પ્રારબ્ધની વાત સમજીએ તે વ્યકિતત્વ માટેની ઘેલછા ઓછી થાય.
“આમ માનવીની નીતિની ભૂમિકા એક છે અને ચિત્ત ચૈતન્યવિલાસ”ની ભૂમિકા એ ખીજી છે; પણ નૈતિક ભૂમિકા પણ વ્યક્તિગત ન હોવી જોઇએ, સામૂહિક હોવી જોઇએ. ‘ભૂમિપુત્ર’માંથી
પુસ્તકાલયમાં વસાવવા લાયક, શિક્ષણ સંસ્થામાં ઈતર વાંચન તરીકે ઉપયોગમાં લેવા લાયક તેમજ કાઈ પણ શુભ પ્રસંગે વહેંચવા લાયક પુસ્તકે સત્ય શિવ સુન્દરમ્
શ્રી પરનંદકુંવરજી કાપડિયાના લેખસ ગ્રહ કાકાસાહેબ કાલેલકર અને પંડિત સુખલાલજીના પ્રવેશ સાથે કિંમત રૂા. ૩, પાસ્ટેજ ૦-૬-૦
મેાધિસત્ત્વ
સ્વ. ધર્માનંદ કાસમ્બી ચિત મૂળ મરાઠી નાટક અનુવાદકા
શ્રી પર્માનંદ કુંવરજી કાપડિયા તથા શ્રી કાન્તિલાલ અડિયા કિંમત રૂા. ૧-૮-૦, સ્ટેજ ૦-૨૦૦ મુંબઈ જૈન યુવક સંધના સભ્યો તથા પ્રમુદ્ધ જીવનના ગ્રાહકો માટે સત્યં શિવ' સુન્દમ્ કિંમત રૂ. ૨, એધિસત્ત્વ: કિમત રૂ. ૧
મળવાનું ઠેકાણું : સુબઇ જૈન યુવક સંઘ, ૪૫–૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઇ, ૩ ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, ગાંધી રસ્તા, અમદાવાદ.