SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ પ્રબુદ્ધ જીવન તા. ૧૫-૧૦-૧૮ પણ એક બાબતમાં મારે જરૂર દિલગીરી દર્શાવવાની છે અને તે પ્રત્યાધાતી વલણો ધરાવતા આચાર્ય' એ મારા શબ્દોમાં રહેલી તેછડાઈને અંગે છે. મારૂ મૂળ લખાણ જરૂર એ મુજબનુ હતુ, પણ એ કી વાર વાંચતાં તે તરફ મારૂં ધ્યાન ખેંચાયલું અને મેં ધરાવતે’ શબ્દમાં ‘તે’ ઉપરની માત્રા છે!! નાંખેલી, પણ તે લખાણ કોઝ થતાં ધરાવત” શબ્દ જ કેપેઝ થયા, મુક્ જોનારે તે સુધાર્યું નહિ અને પર્યુષણ વ્યાખ્યાનમાળાના અતિ રાકાણુને અંગે હું ખૂબ રાકાયલા હાઇને તેનાં છેવટનાં પ્રુફ્ હુ' જોઇ શકો નહિ અને તેથી તે લેખમાં જેમ ખીજી છાપણીની કેટલીક ભૂલો સુધારવી રહી ગઇ તેમ આ ભૂલ પણ સુધારવી રહી ગ–જેની, અંક છપાઈને આવ્યા બાદ જોયા ત્યારે જ, મને ખબર પડી. આમ સુધારેલી ભૂલ અણુસુધારી રહી ગઈ અને મારાથી કાઇની પણ તોછડાઇ ન થાય એવી સતત ચિન્તા અને સંભાળ હું રાખતા હોવા છતાં આ બાબતમાં માગે દ્વેષ થઈ ગયે।. આ માટે હું કશા પણ સંકાચ વિના દિલગીરી જાહેર કરૂ છું. શ્રી. અંબાલાલભાઇના પત્રમાં જે જૈન સમાજના એક નાના સરખા વિભાગની એકતાના મુદ્દે આગળ ધરવામાં આવ્યા છે તે સંબંધમાં જણાવવાનું કે પ્રસ્તુત પ્રસંગે સધાયલી એકતા શ્રી વિજયરામચંદ્રસૂરિના દિલમાં ઉભી થયેલી એકતા સાધવાની કાઇ સ્વાભાવિક વૃત્તિનું પરિણામ નથી, પણ તેમના હાથ હેઠા પડયા એ પરિણામ છે એમ મને મળેલી માહીતી ઉપરથી લાગ્યુ છે. તેથી તેમના વળષ્ણુ ઉપર તેમ જ જે એકતાની વાટાધાટી સાથે મારે કાઇ સીધે કે આડકતરી સબંધ નથી તે એકતા ઉપર મારા આવા કોઇ લખાણની કાઇ ખાસ અસર પડે એમ મને લાગતુ નથી. પાન ધર્મને બચાવીએ સવત્સરી પર્વ વિષે સર્વસ'મતિ તિથિની જટિલ સમસ્યા' એ મથાળાના ’તા. ૧૫-૯-૧૮ ના પ્રમુદ્ધ જીવનમાં પ્રગટ થયેલ મારા લેખમાં શ્રી વિજયરામચંદ્રસૂરિ વિષે કરવામાં આવેલા ઉલ્લેખના ઔચિત્ય–અનૌચિત્ય સબંધમાં ખીજા કેટલાક મિત્રાના દિલમાં મારા વિષે ઉપર આપેલા પુત્રને મળતુ જ સવેદન છે એમ મારા જાણવામાં આવતાં તે બાબતના જાહેર રીતે ખુલાસા કરવા એ મને વધારે ઉચિત લાગે છે. પ્રબુદ્ધ જીવનના આજ સુધીના સંપાદનને અંગે શ્રી અંબાલાલભાઈ મારા વિષે જે આદર ધરાવે છે. તે સાથે શ્રી વિજય રામચંદ્ર સૂરિ વિષેના ઉપર જણાવેલા ઉલ્લેખો તેમને બંધખેસતા ન લાગ્યાં હાય તે તે તદ્દન સ્વાભાવિક છે. પ્રબુદ્ધ જીવનના માટે હુ જે કાંઈ લખું છું તે સમભાવપૂર્વકનુ હાય ઍવા હું હંમેશા મનથી આગ્રહ સેવતા રહ્યો છુ. આમ છતાં પણ મારે કબુલ કરવુ જોએ કે આ આદર્શ અને આગ્રહ, અમુક વ્યક્તિ અથવા તે વિષયને અંગે મનમાં રહેલા કેટલાક પૂર્વગ્રહેાના કારણે અથવા તે તેમના વિષેના તીવ્ર પ્રતિકુળ સ ંવેદનાના કારણે, મારાથી પૂરા અંશમાં આચારમાં મુકી શકાતા નથી એવા મારા અનુભવ છે. દા. ત. આપણે અર્વાચીન ઇતિહાસ વિચારીએ તે મોગલ સહેનશાહ ઔરંગઝેબે અકબર, જહાંગીર અને શહજહાને અપનાવેલી નીતિના ત્યાગ કરીને જે ધર્માંધ નીતિ ગ્રહણ કરેલી તે કારણે તેના વિષે મારા મનમાં હંમેશા એક પ્રકારની ઉગ્ર અણગમાની લાગણી રહેલી જ છે. આધુનિક કાળના એ મહામાનવા કાયદે-આઝમ ઝીણા અને ડૉ. અબેડકર-બન્નેએ ગાંધીજી સાથે અથડાઇને દેશની અનેક રીતે ભારે કુસેવા કરી છે એમ હું સુદૃઢપણે માનુ છું અને તે કારણે તેમના વિષે હું એક પ્રકારને સ્થાયી રાષ અનુભવું છું. તે પ્રત્યેકના અવસાન પ્રસંગે તેમના વિષે નોંધ લખતાં મેં ઉગ્ર વલણ સ્પષ્ટ રીતે વ્યક્ત કર્યું હતું. આવું વર્તન ચાલુ સભ્યતાની વિરૂદ્ધ છે. એમ જાણતા ટાવા છતાં એમાં મેં કશું ખોટુ કર્યું છે એમ હજુ સુધી મારૂં મન ડંખતું નથી. મુસલમાન કામના અને હરિજન કામના વિશાળ ક્ષેત્રમાં જે ભાગ ઝીણાએ અને ખેડકરે ભજન્મ્યા હતા તેવા જ ભાગ જૈન શ્વે. મૂ. વિભાગના નાના સરખા ક્ષેત્રમાં શ્રી વિજયરામચંદ્ર સૂરિએ આજ સુધી ભજવ્યા છે એવી મારા મનની પ્રતીતિ છે. ફરક એટલે જ કે જૈન શ્વે. મૂ. વિભાગ નાના અને તેનું રાજકીય મહત્વ કશું જ નહિ, એટલે શ્રી વિજયરામચંદ્ર સૂરિનાં પ્રત્યાધાતી વલણા અને પ્રાકૃતિક વિષમતાનાં પરિણામા અતિ મર્યાદિત રહ્યાં છે અને પ્રમાણમાં અલ્પ મહત્ત્વનાં બન્યાં છે. પણ તેમની ભાત અને તાસીરમાં અને ઝીણા અને અબેડકરની ભાત અને તાસીરમાં મને જરા પણ ફરક લાગ્યા નથી. મારા મનની આવી સ્થિતિ હોવાથી મેં તેમને જૈન સમાજના રાહુ તરીકે ઓળખાવ્યા અથવા તે। તુમાખી, ઝનુની અને પ્રત્યાધાતી વલણા ધરાવતા આચાય તરીકે વણૅવ્યા તેમાં મેં કશું પણ ખાટું કર્યું. હૈય એમ મને લાગતું નથી. એટલુ ખરૂં કે ધર્મમય સત્ય ઉકિતનું એક લક્ષણ એ છે કે તે પ્રિય હેવુ જોઇએ. તેના અહિં જરૂર ભંગ થાય છે. પણ પત્રકારિત્વના વ્યવસાય સાથે જેએ જોડાયલા છે તેમને પ્રસ ંગવશાત્ કર્યુ ઉકિતને આશ્રય લેવા પડે છે. તેમને કંદ કદિ એમ લાગે છે કે અહિં નરમાશ નહિ ચાલે, આટલું સખત-કડવુ કહેવુ' જ જોઇશે. બાલદીક્ષા પ્રકરણ, હરિજન મદિર પ્રવેશ પ્રકરણ, અને છેવટના આ પતિથિ પ્રકરણ અંગે તેમણે જે કેવળ પ્રત્યાઘાતી અને ધર્મ ઋતુની ભાગ ભજવ્યેા છે અને આજ સુધીની તેમની જે પ્રકારની જીવન કારકીર્દી મે જોઈ છે. અને જાણી છે તેને સમગ્રપણે ખ્યાલ લેતાં તેમના વિષે મારા દિલમાં કાઈ કુણા ભાવ ગતે નથી. મનના આવા વળણને જૈન પરિભાષામાં જે રીતે જે જીએ તે રીતે-પ્રશસ્ત અથવા તે અપ્રશસ્ત ક્રોધ કહી શકાય, અથવા તે એક પ્રકારની પ્રાકૃતિક વિકળતા તરીકે પણ વર્ણવી શકાય. અમુક વિશિષ્ટ લેખાતી વ્યક્તિઓ વિષે મારા મનનું આવું વળણુ અને આ પ્રકારના અભિગમ હેાવાના કારણે, મારી દૃષ્ટિએ શ્રી વિજય રામચંદ્ર સૂરિ અંગે વપરાયલાં ઉપરનાં વિશેષણા કટુ હેાવા છતાં વાસ્તવિકતાના પ્રતિપાદક છે, અને તેથી તે વિષે • કોઇ પણ પ્રકારની દિલગીરી વ્યક્ત કરવાની મને જરૂર લાગતી નથી. શ્રી કાકાસાહેબ કાલેલકર ગયા વર્ષે જાપાન ગયા હતા. ત્યાં તેમણે ટાકીયામાં મળેલી જાગતિક પરિષદમાં-ધામિકાની (Religionists ની) વિભાગીય પરિષદનાં અધ્યક્ષ તરીકે ભાષણ કર્યું હતું. તેમાંથી, આજે જ્યારે સમાજમાં ધર્મને નામે વિષમ વાતાવરણ ઊભું થયું છે. ત્યારે કાકાસાહેબના આ ચેડા શબ્દો સૌને માર્ગદશન થાય તેવા છે. તંત્રી એક વખત હતા જ્યારે સમાજ ઉપર ધર્મોની આણુ વર્તતી હતી. હવે એ સ્થાન વિજ્ઞાને ( સાયન્સે ) લીધું છે. વિજ્ઞાનનાં પરિણામ સ્પષ્ટ દેખાય છે. એ તત્ત્વ ધણુજ સમથ છે. એનાં પ્રમાણમાં ધર્મો આજે માળા, સાંકડા મનના અને નિસ્તેજ દેખાય છે. વિજ્ઞાનની મદદથી દુનિયા ઍટમ ખાસ્થ્ય સુધી આવી પહેાંચી છે અને માણસ જાતનુ અસ્તિત્વ જ જોખમમાં આવ્યું છે. હવે ધર્મોએ પેાતાની નૈતિક શક્તિ વાપરી દુનિયાને બચાવવી રહી. દુનિયાની આવી સેવા ધર્માં કરી શકે તે પહેલાં એમણે પાતાની જ સેવા-આત્મશુદ્ધિ કરવી જોઇએ. ધર્મના ઠેકેદારો ધર્મના પ્રાણની ઉપેક્ષા કરી, ધર્મના બાહ્ય આકારને વધારે મહત્ત્વ આપતા થયા છે, અને અંદર અંદર લડી હાંસીપાત્ર બનતા જાય છે. પશ્ચિમની પ્રતિષ્ઠાને કારણે ઇસાઈ ધર્મની પ્રતિષ્ઠા ખૂબ વધી. એના મિશનરીઓ દુનિયામાં બધે ફરી વળ્યા. સામ્રાજ્યશાહીના હસ્તક તરીકે રહીને એમણે પેતાની કીમતી સેવાનું મહત્ત્વ ઘટાડયું, હવે આપણે કહેવા લાગ્યું છીએ કે, ‘ઈસાઈ ધર્મની કસોટી થઈ ચૂકી. અને ધર્મ હીણકસ નીવડયા છે.” આવી ટીકા કરનારાઓએ વિચાર કરવા જોઈએ કે બીજા કયા ધર્મો સે ટચના નીવડયા છે ? હવે તે બધા ધર્માએ અંતર્મુ ખ થઈ આત્મશુદ્ધિ કરવાની છે. અને ધર્મ તેજ પ્રગટ કરી, વિજ્ઞાનને સદુપયોગ જ કરવાનું દુનિયાને સમજાવવાનુ છે. તે માટે ધર્મના ઠેકેદારાને બાજુ ખસેડી ધર્માંને સ કુચિતતામાંથી બચાવવા જોઇએ. આજે આપણે અણુઓમ્બના પ્રયોગ અને વપરાશને જરૂર વખાડીએ. યુદ્ધોારા માણસનું કલ્યાણુ થવાનું નથી એની દ્વેષણા કરીએ. એ બધું જરૂરનું છે. પણ આપણુ મુખ્ય કામ, ધર્મોની વિધિ અને વિગતે માં ગૂગળાતા ધર્મના પ્રાણને બચાવવાનું છે. ત્યાર પછી જ ધર્મ ધર્મ વચ્ચે સહકાર થઇ શકશે અને ધર્મો સમાજના જીવન ઉપર સારી અસર કરતા થઈ જશે. ઉષ્કૃત. 'ઉગમણા દેશ
SR No.525943
Book TitlePrabuddha Jivan 1958 Year 19 Ank 17 to 24 and Year 20 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1958
Total Pages236
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy