SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ Yo પ્રયુદ્ધ વન તા. ૧-૯-૫૮ થાય એવી એ બનાવી આપતા. પરંતુ પૂરતા પ્રમાણમાં શારીરિક શકિત ન ડાય એવા માણસાની જાતીય વૃત્તિ કરી જાગ્રત કરી આપવામાં ધણું જોખમ છે એ હવે સારી રીતે સૌને સમજાયું છે. કારણુ કે એથી શરૂઆતમાં જાતીય વિકૃતિ અને તરત પછી જીવનની નિરસતા માણસા અનુભવે છે, જે લાંબુ જીવન ખેંચવામાં અને ખૂબ ભાર અને કષ્ટરૂપ અની જાય છે. ૬૦ થી ૮૦ વર્ષ વચ્ચેના ગાળા એ જીવનની પરિપૂર્ણ તાના, સ્વસ્થતા અને સંયમના અને નિષ્કામ આનંદના સમય છે. વૃદ્ધાવસ્થાની એ એક સુંદર ખૂબી છે કે એની પાસે બીજાને આપવા માટે ધણું હૈાય છે. ભૌતિક કે આધ્યાત્મિક અને એથી યે વિશેષ પેાતાના સાચા પ્રેમ એ બધાને આપે છે અને ખુલ્લામાં કશાની જ આશા રાખતા નથી. પેાતે જેને ચાહે છે અથવા પાતે જેના પર દયા બતાવી હાય કે ઉપકાર કર્યો હાય એના પર પેાતાનું વર્ચસ્વ હાવાની ઈચ્છા પણ જે માણુસ રાખતા નથી એ પ્રેમની સાચી પરિપકવતાને પામે છે. પરંતુ આવી નિષ્કામ વ્રુત્તિ દરેક શ્રૃદ્ધમાં નથી હતી. જે વૃદ્ધ માણસ આવી વૃત્તિ ધારણ કરીને કેળવે છે તે વૃદ્ધાવસ્થાનું સાચું સુખ અને સૌ અનુભવે છે. ભ્રુણા માણસે જીવનનાં આ વર્ષોં પાતે કેવી રીતે પસાર કરવાં અથવા પોતાનાં એ વર્ષોં કેવી રીતે પસાર થશે એ વિશે સચિંત રહે છે. પરંતુ જે વૃદ્ધાવસ્થાને સહર્ષ સ્વીકારી એનું સાચું સુખ અનુભવી શકે છે તેઓને એ વિશે' જરાપણ ચિંતા હતી નથી. પોતાની યુવાની જાળવી રાખવાના અને યુવાનની જેમ વર્તવાને માણસે। પ્રયત્ન કરે છે. વસ્તુતઃ એ જીવનના સંક્રાન્તિકાળ છે અને સેાટીકાળ પણ છે. જેઓ એ સંક્રાન્તિ અને કસાટીમાંથી પાર પડે છે તે જ એ સમયમાં હજુ યુવાની ભોગવી શકે છે. માણસે સુખી થવું હાય તા વૃદ્ધાવસ્થામાં જે જીવન પેાતાને મળે છે એ પરિસ્થિતિને અનુરૂપ થવાના અને એનાથી જ સતેાષ માનવાને પ્રયત્ન કરવા જોઇએ. જે લોકો નિષ્ક્રિય જીવન જીવે છે તેએ તે જાણે યુવાવસ્થામાંથી દાવસ્થામાં ધકેલાઇ જતા હાય એવું લાગે છે અને એવા માણસાનુ જીવન પહેલેથી છેલ્લે સુધી એકસરખુ એકધારુ નિરસ બની ગયેલું હોય છે. એવા માણસે કાં તે! સુખની વાસનાને લીધે, કાં તા સત્તાને માટે, કાં તો પૈસાને માટે કે કાં તે પાનાની મહત્તા બતાવવા માટે જ જીવન જીવવાના પ્રયત્ન કરતા હાય છે. એટલા માટે જ એવા માણસની જિંદગીનાં પાછલાં વર્ષોં ઉદાસીનતા અને ગમગીનીમાં પસાર થતાં હોય છે. પરંતુ એ ઉદાસીનતા અને ગમગીનીના અથ એ છે કે, માણસે પોતાની શક્તિને છેવટ સુધી બરાબર ખીલવા કૅ વિકસવા દીધી નથી. સક્રાન્તિકાળ પછી જીવનના આ નવા તબક્કામાં પ્રવેશતાં ધણા માણુસા થાકેલા લાગતા હોય છે. થોડાક સમય આરામ કરીને સાથે સાથે પોતાની ભૂતકાળની સિદ્ધિઓનું વિહંગાવલોકન કરવાના સમય કે વૃત્તિ એમને હાતાં નથી, પરંતુ ખરી રીતે તે સંક્રાન્તિકાળની આવી કટાકટીમાં માણસે પોતાની ઘણીખરી જૂની તેવા છેડી દેવી જોઇએ. અલબત્ત, કેટલીક જૂની ટેવે સહેલાઇથી છૂટતી નથી, પરંતુ માણુસે ઓછામાં ઓછા ત્રણેક મહિનાના સમયમાં પોતાની બધી ટેવ બદલી નાખવી જોઈએ અને નવા વાતાવરણમાં ઊછરવું જોઈએ. વૃદ્ધાવસ્થામાં પ્રવેશતા માણસે સૌથી પહેલાં ખારાક અને ખારાક લેવાની પદ્ધતિ એ એ બદલવાં જોઇએ. નિયમિત ખાવાની ચાલુ ટેવ ડી જ્યારે જ્યારે ભૂખ લાગે ત્યારે ત્યારે એણે ખાવા બેસવું જોઇએ. ખાવાપીવાની નિયમિતતા યુવાનીમાં જેટલી કામ લાગે છે તેટલી વૃદ્ધાવસ્થામાં કામ લાગતી નથી. તેવી જ રીતે જૈશ્રવાની જૂની ટેવ પણ છેડી દઈને જ્યારે ઊંધ આવે ત્યારે ઊંધવું જોઇએ. વધારે ઊંધની જરૂર પડે તે વધારે ઊધવુ, ઓછી ઊંઘથી ચાલતુ હાય તે પરાણે વધારે ઊત્રવાના પ્રયત્ન ન કરવા જોઇએ. આ ઉપરાંત માણસે સ્ત્રીસાહચર્યું છેડી સ ંપૂર્ણ બ્રહ્મચર્ય પાળવુ જોઇએ. આ નૈષ્ઠિક બ્રહ્મચર્ય વડે જ માણસને જાણે પુનર્જીવન મળતુ હાય છે. ૬૦ વર્ષની ઉંમરથી. માણસે આધ્યાત્મિકતા તરફ જ વળવુ જોઇએ. શરીર એ મન કે આત્માનું માત્ર ધર જ છે એમ સમજવુ જોઈએ. સામાન્ય રીતે બુદ્ધિશાળી લોકો મેાડા ઘરડા થાય છે, કારણ કે એમને મન અને આત્મા તરફથી સતત તાજગીભર્યો આનંદ મળે છે. સામાન્ય અને પ્રાકૃત વૃત્તિવાળા લેકા જલ્દી ધરડા થવા લાગે છે. તેમનામાં માનસિક જડતા આવવા લાગે છે અને તેમના કપાળ પર અકાળે કરચલીઓ પડવા માંડે છે. યુવાને હુંમેશાં ભવિષ્યના વિચાર આવે છે. વૃદ્ધો પેાતાના ભૂતકાળની સ્મૃતિમાં રાચે છે. પરંતુ વૃદ્ધાવસ્થામાં પ્રવેશતા માણસે ભૂતકાળની સ્મૃતિમાં રમ્યવાનું, જો એમાંથી કશું ઉપયોગી જાણવાનું મળતું ન હોય તો, છોડી દેવું અને ભવિષ્યના પ્રશ્નોના વિચાર કરવા. પરંતુ આ ઉ ંમરે આત્મચિંતન અને આત્મસંયમ વિના ભિષ્યના સક્રિયપણે વિચાર કરી શકારો નહિ.. માટે વૃદ્ધ માણસે જીવનના આનંદ મેળવવા સાથે શકય તેટલું ત્યાગમય જીવવાના પ્રયાસ કરવા જોઇએ. વૃદ્ધાવસ્થામાં પણ યૌવન અને વૃદ્ધાવસ્થાની વચ્ચેના સક્રાન્તિકાળ કસોટીરૂપ છે. જે સમયે શારીરિક શકિત, વિરોષતઃ જાતીય શકિત ક્ષીણ થવા લાગે છે તે સમયે માણસ નિરાશ ખૂની જાય છે,. હિંમત હારી જાય છે, પોતાનામાંથી વિશ્વાસ ગુમાવી દે છે, અને જીવન જીવવાના રસ ખાઈ ખેસે છે. આવે વખતે અનુભવી અને ડાહ્યા દાકતરી તેમને સાચી સલાહ આપી મદદરૂપ થઇ શકે છે. કેટલાંક વર્ષો પહેલાં દાકતરા આવા માણસાને જાતીય શકિત કરી ચાલુ ૬૦ વર્ષ પછી જીવનમાં આરામને સ્થાન હેાવું જોઇએ, પણ જીવન સાવ નિષ્ક્રિય બની ન જવું જોઇએ. વૃદ્ધ માણસે પ્રવૃત્તિશીલ રહેવુ જોઈએ, પણ કાઇ પણ કામની નાની નાની ખાખતામાં માથુ ન મારવું જોઇએ. એ કામ યુવાના પર છોડી દેવુ જોઇએ. વૃદ્ધ માણસે નિરહ ંકાર અને નિસ્પૃહ બનવું જોઈએ. એણે ત માદર્શન આપવુ જોઈએ. બધાં કામા પોતે કરવાનાં આગ્રહ છેડી દેવા જોઇએ. એણે જીવનમાં, રહેણીકરણીમાં સાદાઇને સ્થાન આપવું જોઇએ. મોટાં મકાના, મોટી મેટરગાડી કે નાકરચાકરાના માહ ઓછા કરવા જોઈએ. ૭૦ થી ૮ વચ્ચેની ઉંમરમાં માણસે ધાંધલિયા બન્યા વિના જીવનમાં અને જગતમાં રસ લેવા જોઇએ. એણે માટી દોડધામેા છેડી દેવી જોઇએ, પણ અમુક અમુક સમય જુદાં જુદાં સ્થળ અને વાતાવરણુના લાભ લેવા જોઇએ. એણે દિનપ્રતિદિન બદલાતા જતા, અપરિચિત લાગતા જગતમાં મુકત મનથી અને પૂરા કુતૂહલથી રસ લેવા જોઇએ અને યુવાનોની નવી નવી પ્રવૃત્તિઓ પ્રત્યે જીવંત અભિરુચિ રાખવી જોઇએ. વૃદ્ધાવસ્થાને આનંદ માણવા માટે વૃદ્ધોએ પેાતાના શરીરની ખરાખર કાળજી લેવી જોઇએ અને પોતાના રાજિંદા, દૈનિક કામમાં ખરાખર રસ લેવા જોઈએ. આ ત્યારે બને કે જ્યારે માણસને પેાતાની રાજિંદી પ્રવૃત્તિ ગમતી હાય. અલબત્ત, એમાં પણ ગાંભીર્ય પૂર્વ કનુ પ્રમાણભાન તા જરૂરી છે જ. વૃદ્ધો માટે જુદા જુદા તખીએા અને આરેાગ્યકેન્દ્રો તરફથી જાતજાતની સલાહસૂચના આપવામાં આવે છે. પરંતુ વૃદ્દોએ તો તેમાંથી પાતાને માફક આવે એટલું જ સ્વીકારવું જોઈએ, અને પોતાને જે માફક આવ્યું તે બધાને માક આવશે એમ માની એવી સલાહ ખીજાતે આપવાના આગ્રહ એમણે છેડી દેવા જોઇએ. ભવિષ્યમાં જેમ જેમ વૃદ્ધ માસાનુ પ્રમાણ વધતું જશે તેમ તેમ વૃદ્ધાવસ્થાના પ્રશ્નો પણ વધતા જશે, અને તેમ તેમ વૃદ્ધાવસ્થાના વિજ્ઞાનને પણ વિકસાવવાની જરૂર ઊભી થશે. મૂળ અંગ્રેજી:-ડા. વાલ્જીર્ વાન હાલેન્ડર અનુવાદક :–પ્રે।. રમણલાલ ચી. શાહ મુંબઈ જૈન યુવક સંધ માટે મુદ્રક પ્રકાશક : શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, ૪૫–૪૭ ધનજી સ્ટ્રીટ, મુંબઇ, ૩. મુદ્રરુસ્થાન : કચ્છી વીશા ઓશવાલ પ્રિન્ટીંગ પ્રેસ, મસ્જીદ ખદર રોડ, મુંબઈ . 2. ન. ૩૪૬૨૯ and ૨૪ જવાન
SR No.525943
Book TitlePrabuddha Jivan 1958 Year 19 Ank 17 to 24 and Year 20 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1958
Total Pages236
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy