SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ Ro ૧૮ પ્રયુદ્ધ જીવન અમારા ટી. જી. શાહ ગયા, એકાએક ગયા, સદાને માટે ગયા, પણ ઘેરી સુવાસ, મધુરી મીઠાશ મૂકી ગયા ! ચાલુ માસની ૧૧ મી તારીખે રાત્રે એ વાગે શ્રી મુંબઈ જૈન યુવક સંધના એક અગ્રગણ્ય કાર્યકર્તા અને સંયુક્ત જૈન વિદ્યાર્થીગૃહ, જૈન સ્થાનકવાસી ક્રાન્ફરન્સ વગેરે બીજી અનેક સ ંસ્થાએની કાય વાહી સાથે તેમની લાંબી જીવનકારકીર્દી દરમિયાન એક યા બીજા સમયે ગાઢપણે સ ંકળાયેલા જાણીતા સમાજસેવક શ્રી. ટી. જી. શાહનુ ખે કે ત્રણ દિવસની કુંટંકી માંદગીમાં ૭૪ વર્ષની ઉમ્મરે અવસાન થયુ. તે મૂળ વઢવાણુના વતની; આપબળે ઇલેક્ટ્રીક સ્ટોર્સના ધંધામા આગળ વધેલા, પહેલા મુંબઈમાં, પછી કરાંચીમાં પેાતાના ધંધાની તેમણે ખૂબ જમાવટ કરેલી, અને સાથે સાથે જાહેર જીવનમાં . પણ વર્ષોથી ખૂબ ભાગ લઈ રહેલા–એવા ટી. જી. શાહનું અવસાન થતાં સમાજે પુરૂષાર્થ પરાયણ, નીડર, પરાપકારી, ધુની, મનસ્વી અને પ્રાણ, વાન અને શરીરે આ ઉમ્મરે પણ પુરા સશક્ત માનવીને ગુમાવ્યો છે. તેમના વ્યક્તિત્વની જોડ મળવી મુશ્કેલ છે. કેટલાંક વર્ષોથી પોતાના ધંધે સર્કલીને તે મુખમાં નિવૃત્ત જીવન ગાળતા હતા. પોતાની કમાર્કમાંથી તેમણે મુંબમાં પાયધુતીના નાકા ઉપર છ માળનું મકાન બંધાવ્યું હતું. જે ‘ટી. જી. શાહ ખીલ્ડીંગ'ના નામથી ચોતરફ ખૂબ જાણીતું છે, તેઓ જૈન સ્થાનકવાસી કાન્ફરન્સના વીશ વર્ષ સુધી મંત્રી હતા; સંયુક્ત જૈન વિદ્યાર્થી ગૃહ તેમ જ મુંબઈ જૈન યુવક સંધના પણ તે અમુક સમય માટે મંત્રી હતા, તેમની અનેક નામાં જીવનના પ્રારંભથી આજ સુધી ચાલી રહેલી ધુન લેકાને ચા, બીડી વગેરે વ્યસનાથી મુક્ત કરવાની હતી. ખીજાં અનેક કાર્યોની સાથે સાથે લેાકાના વ્યસના સામે તેમની જેહાદ એકસરખી ચાલતી રહી હતી. તેમની એક હાખી જાદુના ખેલો કરીને લાંકાનુ મનેારજન કરવાની હતી. જે બાબતની તેમને ધુન લાગી તેની પાછળ ગમે તેટલે સમય અને શક્તિ ખરચવામાં તેઓ કદિ પાછુ વાળી જોતા નહાતા. એક વખત તેમના ખ્યાલમાં આવ્યું. કે રખરની લાંબી ટયુબને એક છેડે બ્રાસલેટની ગરણી જેવું કાંઈક ખાંધવામાં આવે અને તેમાં મેહુ રાખીને માણસ ખાલે અને બીજે છેડે એકલાઇટની પાઇપ રબરની ટ્યુબમાં ભરાવીને બહેરા માણસ કાનમાં રાખે તેા પેલા માણસ જે કાંઈ ખાલે તે બહેરી માણુસ આસાનીથી સાંભળી શકે છે; ત્યાર પછી તેમણે આ સાધના ઢગલાબંધ તૈયાર કરવા માંડ્યાં, અને મિત્રોમાં મક્ત વહેંચવા માંડયા તેમ જ ખીજા લેકને પડતર ભાવે વેચવા માંડ્યા. આ તેમની ધુન બે ત્રણ વર્ષ ચાલી. આ યંત્રને તેમણે નામ આપ્યું હતું. ‘કણું ક’ વૃદ્ધ ઉમ્મર છતાં તેમને બાળક જેવા સ્વભાવ હતા અને નાના મેાટા સાથે તે બહુ જ સરળપણે મળી જતા. કાઇપણ પર્યટનમાં તે સાથે ડાય ત્યારે આન ંદવેની જમાવટ થતાં વાર ન લાગે, મસ્તીમાં આવે ત્યારે તેઓ બાળક માફક નાચતા, કુદતા અને અનેક નાના મેઢા ટુચકા, જાત અનુભવની વાત આખ્યાયિકાએ સભળાવીને સૌ કાઇના દિલનું રંજન કરતા. તેમનામાં ઢાંગ, પાખંડ, દંભ સામે ભારે રાષ અને અસહિષ્ણુતા હતી. તે કાથી બીવરાના ખીતા નહાતા અને દુખાવ્યા દબાતા નહાતા. કહેવાતા સાધુ સન્યાસીઓની ધૃત તા ખુલ્લી પાડવામાં તેઓ જીવનની કૃતાર્થતા સમજતા હતા. ક્લિના ભારે પ્રેમાળ અને ઉમળકાથી ભરેલા, તા. ૧૫-૭-૫૮ જે કાઇ ઘેર આવે તેમને ખવરાવવા પીવરાવવામાં તેઓ ખૂબ આનંદ અનુભવતા. સાંજે કાઇ વાર તેમના ઘેર ગયા. હાઇએ તે પછી ઘેર જઇને વાળુ કરવાપણું રહે જ નહિ. આજથી ઘેાડાં વર્ષ પહેલાં તેમની દીકરી બહેન કંચને એક ખ્રીસ્તી યુવાન સાથે લગ્ન કર્યાંની તેમને ખબર પડી ત્યારે તેમને તથા તેમનાં પત્નીને ધણા સખ્ત આઘાત લાગેલા. એમ છતાં બહુ થોડા સમયમાં તે ઘટનાને બન્નેએ પચાવી લીધી અને જમાતે પેાતાના દીકરા જેવા ગણીને જ્યાં સુધી જીવનમાં સ્થિર ન થયા ત્યાં સુધી પોતાને ઘેર રાખ્યા અને તેને જરા પણ જુદાપણું જણાવા ન દીધું. ટી. જી. શાહનાં ધર્મપત્ની ચંચળબહેનની આપણા સમાજમાં જોડી મળવી મુશ્કેલ છે. તેમના માટે ‘કરૂણામૂર્તિ' સિવાય ખીજો કાષ્ટ શબ્દ જ નથી. સ્ત્રીનું માવ અને માતાનું વાત્સલ્ય તેમનામાં પરમ કાટિએ મૂર્તિમન્ત થયાં છે. ધર્મિકતા તેમના શ્વાસેશ્વાસમાં ભરેલી છે. તેમના સાહચર્યંના ખળે જ ટી. જી. શાહ અનેક સેવાકાર્યો અને પુરૂષાર્થ સાધી શકયા હતા. બન્ને લગભગ સમવયસ્ક; એક ખડતલ, સાહસિક, નિરૂપદ્રવી, સદ્ભાવશીલ પણ ભારે ની, મનસ્વી અને કાંઇક એકાંગી; અન્ય ધૈર્ય શીલ, સેવાસ્વભાવી, ઉદાર, સમજી અને વ્યવહારક્ષ–આવું તે યુગલ હતું. આમાંથી એકના જતાં વિધાતાએ સરજેલી અનુપમ જોડી ખંડિત થઇ છે. આમ જીવનના છેડે આવતાં જેમના જીવનસાથીએ એકાએક સદાની વિદાય લીધી છે તેવાં ચચળબહેન આપણુ સત્રની લૈંડી સહાનુભૂતિના પાત્ર બને છે, તેમને એકલાં ટકી રહેવાનું અને ચિરકાળ સુધી ચાતરક સુવાસ ફેલાવતા રહેવાનુ પરમાત્મા મળ આપે એવી આપણી પ્રાથના છે ! ટી. જી. શાહુ જતાં અમે–અમારા સધે-એક સાચા સાથી, મિત્ર, સ્વજન ગુમાો છે. 'વૃદ્ધ છતાં યુવાન' એમ કાઇ પણ વ્યકિત માટે પૂરા અર્થમાં કહેવું હાય તો તે માત્ર ટી, જી. શાહ માટે જ કહી શકાય. વધતી જતી ઉમ્મર છતાં ચાર પાંચ માલ ચાલવું તેમના માટે રમત વાત હતી, થોડા સમય પહેલાં ન્યુ એરા .સ્કુલમાં રમતગમતના કાર્યક્રમમાં 'ટગ એક વાર' માં તેમણે ભાગ લાવે અને પડી ગયા અને પગે ઇજા થઇ. એવી જ રીતે દેવલાલીમાં એક બહેનને સાઇકલ શિખવવા જતાં પડયા અને હાથે ઇજા થઈ, ત્યારથી તેમની હીલચાલ ઉપર થાડે અંકુશ મુકાયા હતા. એમ છતાં તેમને ફરવા હરવાના ઉત્સાહ કંદ કમી થયા નહાતા. હજુ છ સાત મહીના પહેલાં ડીસેમ્બર માસમાં અમારા સંધ તરફથી અજન્ટા એલેારાનું પર્યટન ગોઠવવામાં આવ્યું હતું, ટી, જી. શાહને મેં પૂછ્યુ “Èમ શાહ, અમારી સાથે આવશેને ?” મને કહે “મન બહુ થાય છે, પણ હમણાં હમણાં હાથ પગ બહુ કળે છે. કેમ કરૂં ?” મે કહ્યુ “ચાલેને, કંઇ વાંધો નહિ આવે.” અને તે અમારી સાથે આવ્યા અને બધે ચડયા, ઉતર્યો અને કર્યો હર્યા. પાછા ફરતાં બસમાં ગાંનતાનની ભારે જમાવટ થઇ. કાઇ સાદી તજ ગાય તો કાઈ ઉસ્તાદી ગાયન સભળાવે, કાઇ દુહા કહે તો કાઇ કવાલી સંભળાવે. આ અમારા નાટારંભમાં ટી. જી. શાહ જે ખુલ્યા અને ડાલ્યા છે, નાચ્યા અને કુદ્યા છે તે આજે પણ એટલું જ યાદ આવે છે અને અમારામાં આનદરામાંચ પેદા કરે છે. એમને જોતાં એમ જ લાગ્યા કરતુ. આ શરીરને પાંચપદર વર્ષ સુધી વાધે ન જ આવે. જીંદગીની ચાલી રહેલી વણઝારમાં અનેક માણસા મળ્યા છે અને મળશે, પણ આવા ગુલાબી, રંગીલે, ખેલદીલ, ઉમદા દિલના માણસ અમને તે હુવે નહિ જ મળે એવા આનાદ— પૂર્વક ટી. જી. શાહના પવિત્ર આત્માને મારૂ માથુ નમે છે; તેમને પાનદ શાશ્વત શાન્તિ પ્રાપ્ત થાએ એમ હૃદય પ્રાના કરે છે. મુંબઈ જૈન યુવક સંધ માટે મુદ્રક પ્રકાશક : શ્રી પરમાનદ કુવરજી કાપડિયા, ૪૫–૪૭ ધનજી સ્ટ્રીટ, મુંબઇ, ૩. મુદ્રણુસ્થાન : કચ્છી વીક્ષા ઓશવાલ પ્રિન્ટીંગ પ્રેસ, મસ્જીદ બંદર રોડ, મુંબઈ ૮. ૨. ન. ૩૪૬૨૯
SR No.525943
Book TitlePrabuddha Jivan 1958 Year 19 Ank 17 to 24 and Year 20 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1958
Total Pages236
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy