SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ આ બાળાઓનાં માસી થાય છે. કહેવાય છે કે આ છે ખાળાઓને તેમના પિતાની સંમતિથી દીક્ષા આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું, અને માટી ખાળાને દીક્ષા અપાઈ ગઈ હતી અને નાની બાળાને આજે દીક્ષા અપાનાર હતી. આ માળાને દીક્ષા અપાવવાની વાત તેમના કાકાકાકીએ જાણતાં તેમણે જ્યેતિસંધમાં તેની જાણ કરી હતી અને ગઈ કાલે મેાડી રાત્રે આશરે ૧૨ વાગ્યાના સુમારે જ્યોતિ સંધનાં જાણીતા આગેવાન સ્ત્રી-કા કર્યાં શ્રી હેમલતાબહેન હે ગિલ્ટે • અને ખીજા કાર્યકરો તથા બાળાઓનાં કાકા-કાકી લુણુસાવાડે મેટી પળે ગયા હતા અને ઉપાશ્રયના દરવાજા ખખડાવ્યા હતા. શરૂઆતમાં ઉપાશ્રયનાં સાધ્વીજીએ ઉપાશ્રય ખાલવાની ના પાડી હતી અને રકઝક થતાં આખી પાળ જાગી ગઈ હતી. છેવટે ઉપાશ્રયના દરવાજા ખેાલાયા હતા અને નાની બાળા જે પથારીમાં ઉંધતી હતી તેના કબજો કાકાકાકીએ લીધા હતા. બીજી માટી બાળા જેતે દીક્ષા અપાઇ ગઇ હતી તે ખાળાને કાજો પણ જ્યેતિસંધના કાર્ય કરીએ સાબરમતીમાંથી લીધા હતા અને આ બાળાને પશુ તેના સગાને સેપવામાં આવી હતી.” ખાલદીક્ષાના અનિષ્ટને નાબુદ કરવા માટે આટઆટલે પ્રચાર થવા છતાં હજુ પણ આવી ઘટનાએ જૈન સમાજમાં બન્યા કરે છે એ ભારે દુઃખદ અને જૈન સમાજને શરમાવે તેવી ખીના છે. હજી થોડા જ સમય પહેલાં જુના ડીસાના વતની અને અમદાવાદમાં શ્રી · મહાવીર જૈન વિદ્યાલયની શાખામાં ભણુતા સેવંતીલાલ જેવા ઉગતા યુવાનને છુપી રીતે અપાયેલ દીક્ષાના જાહેર પ્રજા ઉપર પડેલા પ્રતિકુળ પ્રત્યાધાત શમ્યા નહાતા, એટલામાં એ જ અમદાવાદમાં ઉપર જણાવેલ બ્રટના બનવા પામી છે. અમદાવાદના સમાજ જાગૃત છે અને જ્યેતિસધ જેવી સંસ્થાના સ્ત્રી કાકરી આ બાબતમાં સચેત છે, એટલે એ ભાળી સગીર બાળા સાધુ સાધ્વીની જાળમાં સાતી ખેંચી ગઇ છે, પણ ખીજે આવાં અનિષ્ટો બનતા જ રહે છે અને સમાજને તેની તરતમાં ભાગ્યે જ ખબર પડે છે. ઉપરના કીસ્સામાં જે રીતે એ બાળાઓના બજો લેવામાં આવ્યે છે તેણે જૈન સમાજતે અને ખાસ કરીને જૈન સાધુ સમાજને ભારે હાસ્યાસ્પદ બનાવ્યા છે. આપણે આશા રાખીએ આજના કાળબળને આળખીને આવી અનિષ્ટ પ્રવૃત્તિઓથી જૈન સાધુએ તેમ જ સાધ્વીઓ દૂર રહે અને ચેન કેનપ્રકારેણુ શિશિષ્યા વધારવાની ઘેલછાથી મુક્ત અને નિમંત્રણપત્રા અંગ્રેજી ભાષામાં શા માટે ? પ્રબુદ્ધ વન તા. ૧૫-૭-૫૮ તે અંગ્રેજીમાં જ હોય—આવી આપણા લેશની માન્યતા અથવા તે આજકાલની એક ફેશન થઈ પડી છે, જેના વાસ્તવિકતા સાથે કાઈ મેળ નથી. અંગ્રેજી ભાષાની આ પ્રકારની ઘેલછામાંથી આપણે કયારે મુક્ત થશું? .... મુબઈ શહેરમાં જાહેર સમારંભો કે સ ંમેલનનાં નિમંત્રણપા હજી પણ અંગ્રેજી ભાષામાં પ્રગટ થતા જોઇને ભારે આશ્ચય થાય છે. અલબત્ત જ્યારે નિમંત્રિત વર્ગ ભિન્ન ભિન્ન ભાષાઓ માલતી વ્યક્તિએને બનેલે હાય ત્યાં આવાં અંગ્રેજી નિમત્રણપત્રોની આવશ્યકતા કાંઈક અંશે સમજી શકાય તેમ છે, જો કે આવા સંગેમાં પણુ નિમંત્રણપત્ર હિંદી ભાષામાં કાઢવામાં આવે એ વધારે ઇચ્છવાયેગ્ય છે, કારણ કે નિમંત્રણપત્રો પૂરતુ હિંદી ધણાખરા લાકા સમજતા હાય છે અને ન સમજે ત્યાં ખીજા પાસે વંચાવીને તેની વિગત જાણી શકાય છે, પણ જ્યાં નિમંત્રણ આપનાર વર્ગ અને નિયંત્રિત સમુદાય ઉભય એક જ પ્રાદેશિક ભાષા ખેલનાર હાય ત્યાં પણ નિમંત્રણપત્રો અગ્રેજી ભાષામાં શા માટે કાઢવામાં આવતા હશે તે જરા પણુ સમજમાં આવતું નથી; દા. ત. બ્રાટકાપર ખાતે મુનિ સન્તબાલજી પધારવાના હતા. તેમને આવકાર આપવા માટે તા. ૨૫-૫-૫૮ ના રોજ ચેાજાયલા સ ંમેલનમાં હાજરી આપવા માટે બ્રાટકાપરના સ્થાનકવાસી જૈન સંધ તરી નિયંત્રણા મેકલવાના હતા. આમાં જેમના નિમિતે આ સ ંમેલન યેાજવામાં આવ્યું હતું તે મુનિ સન્તબાલજી, નિમંત્રણ આપનાર . બાટાપરને સ્થાનકવાસી સંધ અને કપાયલા નિમ`ત્રિત સમુદાય–સૌ ક્રાઇ જાતે ગુજરાતી હતા' અથવા તા ગુજરાતી ભાષા સમજનારા હતા, આમ છતાં આ પ્રસંગને લગતાં નિમંત્રણપત્રો અગ્રેજીમાં કાંઢવામાં આવ્યાં હતાં. નિયંત્રણ ક્રાન્તિ” શબ્દને આપણે આમ સાંધા ન મનાવીએ ! તા. ૧૫-૬-૧૮ ના પ્રમુદ્ધ જીવનમાં મુનિ સન્તબાલજીએ ઘાટકોપર ખાતે તેમના માટે ચેાજાયલા સન્માન સમારંભ પ્રસ ંગે કરેલું પ્રવચન પ્રગટ કરવામાં આવ્યુ છે. તે પ્રવચનમાં લાટાપરના સ્થાનકવાસી જૈન સંધને ક્રાન્તિપ્રિય' શબ્દથી અલંકૃત કરવામાં આવ્યું છે, એવી જ રીતે તેમના ગુરૂ બુઝમ મુનિશ્રી નાનચંદ્રજી મહારાજને પણ ક્રાન્તિપ્રિય સાધુ પુરૂષ તરીકે ઓળખાવવામાં આવ્યા છે. ઘાટકોપરના સ્થાનકવાસી સંધમાં અને ખીજા સંધ સમુદાયની રીતભાત કે અનેદશામાં જરા પણ ફરક હાવાનું ધ્યાનમાં નથી-સિવાય કે આ વખતે મુનિ સન્તબાલજી કે જે પાનાને એક સ્થાનકવાસી સાધુ તરીકે ઓળખાવે છે અને એ રીતે પેતાને ઓળખાવવામાં ગૌરવ માને છે અને એમ છતાં જેમને કેટલાક આચાર પરંપરાગત આચારથી જુદો પડે છે તેમને પોતાની હસ્તકના ઉપાશ્રયમાં રહેવા આ સધે સગવડ આપી. આવા એક નાના નવા પગલાને ક્રાન્તિકારક પગલા તરીકે એળખાવવું એ ક્રાન્તિ રાખ્તને બહુ સાંધા બનાવવા બરોબર છે. આ પહેલાં પણ વિશ્વવાસણમાં પ્રગટ થતાં લખાણામાં મુનિ સન્તબાલજીએ સ્થાનકવાસી સંબંને ક્રાન્તિપ્રિય તરીકે વર્ણવ્યાનું મને આખું સ્મરણ છે. પણ ત્યાં કયા અર્થ કે કયા ભાવમાં તે શબ્દના ઉપયોગ કરવામાં આવેલ હતા તેના મતે આજે ખ્યાલ નથી. અને મુનિશ્રી નાનચંદ્રજીને ક્રાન્તિપ્રિય તરીકે વર્ણવવા-એમાં પણ અત્યુક્તિના ભાસ થાય છે. અલબત્ત રાત્રે દીવાબત્તી નીચે જાહેર વ્યાખ્યાન આપવાની તેમણે પહેલ કરી છે અને ખીજા સાધુઓની અપેક્ષાએ તે કાંઇક આગળ પડતા વિચારના છે એમ જરૂર કહી શકાય. પણુ આવા બધા ફેરફાર માટે સુધારક શબ્દ યોગ્ય છે, પૂરતા છે. સુધારા અને ક્રાન્તિ એ બન્નેના ભાવાથૅમાં ઘણા ફરક છે. સમાજનુ મૂળ કાઢુ અને પાયાની માન્યતાઓ જાળવી રાખીને ઉપર ઉપરના ફેરફારી સૂચવવા એનુ નામ સુધારો છે, જ્યારે ક્રાન્તિનું લક્ષ્ય પાયાના ફેરફારો કરવાનુ... હાય છે, અને તેથી તે સામાજિક મૂલ્યેામાં પાયાના પરિવર્તનની અપેક્ષા રાખે છે, આને લગતી ચેખ્ખી સમજણના અભાવમાં કાઈ પણ સુધારાના વળણુંવાળો વ્યક્તિ અથવા સંસ્થા પ્રત્યે આદર દાખવવાના હેતુથી ક્રાન્તિકારી અથવા તે ક્રાન્તિપ્રિય વિશેષણા અવારનવાર વપરાતા જોવામાં આવે છે. આવા શબ્દો આમ હળવી રીતે અને તેના ભાવગૌરવની ઉપેક્ષા કરીને વપરાતાં તેની દશા શ્રીયુત અને શ્રીમતી શબ્દો જેવી થવાનો ભય રહે છે. જેમ કાર્ય પુરૂષ કે સ્ત્રીમાં કા પણ પ્રકારની ‘શ્રી’હાય કે ન હૈાય તેને લેશ માત્ર વિચાર કર્યો સિવાય આપણે કેવળ ઔપચારિક રીતે શ્રીયુત અને શ્રીમતી અનુક્રમે કાઈ પણ પુરૂષ કે સ્ત્રીના નામ પહેલાં વાપરીએ છીએ, તેવી રીતે ક્રાન્તિ શબ્દને વિવેકશૂન્ય ઉપયોગ કરતે કરતે આપણે તેને અર્થશૂન્ય બનાવી મૂકીએ—આવી સંભવિતતા ઉભી થાય છે. આ ઈષ્ટ ન હાય તા ક્રાન્તિ શબ્દનો ઉપયોગ યથાસ્થાને અને યથાસમયે કરવામાં આવે તે અત્યંત જરૂરી છે. ભારતીય સંસ્કૃતિનું ઉજળું' છતાં કેવળ ભ્રામક ચિત્ર મુનિ સન્તબાલજી ભારતીય સંસ્કૃતિમાં જૈન સંસ્કૃતિનું સ્થાન’ એ વિષય ઉપરના પ્રવચનના પ્રારંભમાં જણાવે છે કે “ભારતીય સંસ્કૃતિનાં મૂળ એ લક્ષણા આ મુજબ તારવી શકાય (૧) દુનિયાની ફાઇ પણ વ્યક્તિ અતિથિરૂપે આવે તે તેને નાતજાત, દેશવેશ કે કામ ધર્મના કશાય ભેદભાવ વિના અપનાવી લેવી અને (૨) એક માત્ર આત્માની સત્તા સિવાય બીજા કાછનીય તાખેદારીના સખત સામના કરવા. આને જ કારણે શક, ક્રૂ, પારસિક, મેગલ અને ખીજી નાની મેટી અનેક જાતિ દુનિયામાંથી આવી અહિં સમાઇ
SR No.525943
Book TitlePrabuddha Jivan 1958 Year 19 Ank 17 to 24 and Year 20 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1958
Total Pages236
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy