SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ રણ વાર જાણી પણ ન તા. ૧-૫-૫૭ માસ વાદ્ય અને સર્વોદય કેરળમાં સામ્યવાદી પક્ષ સત્તા ઉપર આવ્યા છે. આ ઘટનાને અનેક લોકા અનેક રીતે જોઈ રહ્યા છે; વિચારી રહ્યા છે. કેટલાક તેમાં કાઇ ભાવી ભયંકર આકૃિતના મંડાણુ જુએ છે; કેટલાક તેને, સત્તાપ્રમત્ત કેંગ્રેસી આગેવાનની હવે આંખ ઉધડશે એમ વિચારીને, ઇશ્વરપ્રેષિત આશીર્વાદ સમાન લેખી રહ્યા છે. કેટલાક આ ઘટનાને તટસ્થતાથી જોઈ રહ્યા છે અને ધી જોઇએ, ઘીની ધાર જોઈએ આમ કાંઈક અનુભવની ભૂમિકા ખૂંધાય પછી તેને આવકારીએ કે તિરસ્કારીએ—આ રીતે કરલમાં આ નવા પક્ષ શુ કરે છે અને શું નથી કરતા તે બારીકાઇથી નિહાળી રહ્યા છે. આ ઘટના સબંધે કાકાસાહેબ કાલેલકરનું દૃષ્ટિબિન્દુ પ્રભુધ્ધ જીવનના ગતાંકમાં ‘ભારતના સામ્યવાદ ભારતીય હશે' એ મથાળા નીચેના લેખમાં પ્રગટ કરવામાં આવ્યું છે, એ સબંધમાં વિનેબાજી શું ધારે છે તે અહિં આપણે જોઇએ. · આ નોંધ ૨૦ મી તારીખના ભારત જ્યુતિમાં પ્રગટ થયેલા સમાચાર ઉપરથી તારવવામાં આવી છે. પ્રબુદ્ધ જીવન ભૂદાન કાર્યકરોને આચાય વિનેાખાજીએ સર્વોદય અને માર્ક્સવાદ સાથે રહી શકશે કે કેમ તે પ્રશ્નના ઉત્તર આવતાં ૧૯ મી એપ્રીલના રાજ જણાવ્યું કે “માર્ક્સવાદ વધતા જશે અને આખરે સર્વોદયમાં તે પરિણમશે. માર્ક્સવાદ સમય–સ ંયોગને પૂરા વિચાર કરે છે અને કુરતી જતી પરિસ્થિતિ સાથે પોતાની ધડ બેસાડતા આગળ ચાલે છે, માર્કસવાદ એવા કાઈ એકાન્તવાદ નથી કે જેમાં કશો ફેરફાર જ થઈ ન શકે, માકર્સવાદ એક વ્યવહારૂ અને સદા વિકસતી વિચારશ્રેણી છે, કારણ કે સમાજના ભલા માટે તેની રચના કરવામાં આવી છે અને જ્યારે જેવા સંયોગે તે મુજબના તેણે આકાર ધારણ કર્યો છે. પરિવર્તન પામતી પરિસ્થિતિને અનુકુળ બનતા રહેવું એ દરેક જીવન્ત વિચાર– શ્રેણીના ધર્મ છે. રશીઆએ જે પ્રયાગ કર્યો તેના વિચાર કરો. માર્ક્સવાદનાં પુસ્તકામાં જે પધ્ધતિએ રજુ કરવામાં આવી છે તેનુ સોવિયેટ રશીઓએ કેવળ અંધ અનુકરણ કર્યું નહતું. ચીનમાં રશી કરતાં ભિન્ન પ્રકારની જ પધ્ધતિએ અખત્યાર કરવામાં આવી હતી. આ એમ સૂચવે છે કે માસવાદ જુદા જુદા દેશની જુદી જુદી પરિસ્થિતિ, પરંપરા અને સયેાગા મુજબ પાતામાં ફેરફાર કરે છે અને તેનુ ં કેવળ સ્થગિત એવું કોઈ સ્વરૂપ નથી. “સર્વોદય પણ કાઈ એક ચોક્કસ વિચારવાદ નથી, પણ એક જીવનપધ્ધતિ છે અને જ્યાં જ્યાં જે કાંઇ સારૂ હોય ત્યાં ત્યાંથી તે સારૂ તત્વ ગ્રહણ કરે છે. સર્વોદય સ્વતંત્ર છે, મુત છે, ક્રિયાશીલ છે અને જીવનની સર્વ બાજુઓને સ્પર્શે છે. સર્વોદય વિચાર કોઇ ન સોંપ્રદાય કે વિચારવાદના વિરોધ કરવા માટે ઉભો થયો નથી: તે એક વિધાયક જીવનપધ્ધતિ છે. તે ધીમે ધીમે વિકસી રહ્યો છે અને સમૃદ્ધ બનતે રહ્યો છે. હિંદમાં માકર્સવાદ પણ ભારતની પરપરા અને પરિસ્થિતિ અનુસાર જ વધી શકે છે, વિકસી શકે છે, અને તેથી જેવી રીતે ગંગા આખરે સમુદ્રને મળી જાય છે અને વિલીન થઈ જાય છે તેવી રીતે માકર્સવાદ સર્વોદયમાં વિલીન થવાના છે. માં “કેટલાએક સમય પહેલાં મારી પાસે એક સામ્યવાદી કા કર્તા આવેલું અને પોતાના શાન્તિપ્રચારકાર્યમાં મારી સહીની તેણે માંગણી કરેલી. મે તેને જણાવ્યુ હતુ કે મેં મેળવેલું દરેક દાનપત્ર વિશ્વશાન્તિ માટેના જ એક મત હતા. આ મારા કથન પાછળ રહેલું સત્ય સમજતાં તેને થાડા સમય લાગ્યો. એ જ સામ્યવાદી મીરાદર મહીના પછી મારી પાસે ફરીથી આવ્યા અને મારી સાથે થોડા રહ્યો અને આસપાસ ચાલતી બધી પ્રવૃત્તિઓમાં તેણે ભાગ લીધે. તેને મારા કહેવાની ખાત્રી થઈ અને તેણે કબુલ કર્યું કે સ્થાયી વિશ્વશાન્તિ સિધ્ધ કરવા માટે જ આગળ વધી રહેલ છે. “આ પ્રદેશમાં રચાયલી નવી સામ્યવાદી સરકારે ભારતીય બંધારણના ચોગઠાની મર્યાદામાં રહીને કાર્ય કરવાના પોતાના ઈરાદા જાહેર કરેલ છે. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે માકસવાદ કરતા જતા સયોગા સાથે મેળ મેળવીને આગળ ચાલી શકે છે. સંયિ મુખ્યતાયે અને પૂર્ણત: ભારતીય જીવનપધ્ધતિ છે. તેથી મને ખાત્રી છે કે ભારતમાં માર્કસવાદ સૌંદયમાં જ પરિણત થવાના છે. ૧૮ દિવસ આખરે સર્વોદય ૫ “ખીજી બાજુએ સામ્યવાદીએ એમ પણ દલીલ કરી શકે છે કે સર્વોદય આખરે માકર્સવાદમાં જ ફેરવાઈ જવાના છે અને માકસવાદ સ્વીકાર્યે જ તેના છુટકો છે, આવી દલીલથી હું જરા પણ ગભરાતે નથી તેમ જ તેની સાથે હું સામી દલીલ કરતા નથી. કારણ કે મારી વિચારભૂમિકા વિષે મારા ક્લિમાં પૂરી પ્રતીતિ અને સ્પષ્ટતા છે. વ્યક્તિ અને સમષ્ટિ બન્નેના વિચાર કરતાં લાગે છે કે સમાજે સુધરવાની જેટલી જરૂર છે તેટલી જ જરૂર વ્યકિતએ પાતાની જાતને સુધારવાની છે. ધર્મશાસ્ત્રકારાના ઉપદેશા વ્યક્તિસુધારણા ઉપર જ ભાર મૂકે છે, જ્યારે સામ્યવાદી વ્યક્તિની ઉપેક્ષા કરે છે અને સમાજને સુધારવાના આગ્રહ સેવે છે. વ્યકિત તેમ જ સમષ્ટિ ઉભયની સુધારણા આવશ્યક છે, અને એક સિવાય અન્યની પ્રગતિ અપૂરતી છે અને તેથી નુકસાન થવાનો પણ સંભવ રહે છે.” જ્યારે સામ્યવાદનાં આપણા દેશના એક ખુણે પગરણ થયાં છે ત્યારે તે સામે વાજુંવા થવાને બદલે આવી સમન્વય બુધ્ધિથી આજની નવી પરિસ્થિતિને પલટાવવાના પ્રયત્ન કરવા એમાં જ આપણી સર્વનું કોય રહેલુ છે. ચૂંટણી અને કોંગ્રેસ ચૂંટણી આવી અને ગઈ અને કૅાંગ્રેસ કેન્દ્રમાં તેમ જ એ પ્રદેશ સિવાય અન્ય પ્રદેશમાં વિજેતા નીવડી. પાંચ કે છ વર્ષ પહેલાંની ચૂંટણીમાં પણ કોંગ્રેસને આવા જ વિજય પ્રાપ્ત થયા હતા. એમ છતાં એ વિજય અને આ વિજય વચ્ચે અત્યન્ત મહત્વતા ફરક છે. એ વિજય એવા હતા કે પછીનાં પાંચ વર્ષ સુધી કાંગ્રેસ કશી પણું ચિન્તા સિવાય મુકત મને અને છુટા હાથે રાજ્ય કરી શકે એવી સુખમય પરિસ્થિતિ કોંગ્રેસ માટે નિર્માણ થઈ હતી. આ વિજય એવા છે અને કોંગ્રેસને માટે નિશ્ચિન્તપણે સુવાના દિવસેા પૂરા થયા છે અને જરા પણ પ્રમાદ કરે તો તેની પૂરી કિંમત ચુકવવી પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે. એક તા કરપ્રદેશમાં સામ્યવાદી પક્ષ હવે નિશ્ચિતપણે અને સ્થિરપણે સત્તા ઉપર આવ્યા છે. આ એક આજના આપણા રાજકારણમાં અવનવી ઘટના બની છે, કેરળ જેવા નાના સરખા દેશ અને સામ્યવાદી જેવા નાના સરખા શિસ્તબધ્ધ પક્ષ. કેરળની આર્થિક પરિસ્થિતિ જોઇએ તેટલી અનુકુળ નથી, એમ છતાં પણ આ નવા પક્ષને કામ કરવા માટે અને લેાકાનાં ક્લિને જીતવા માટે ઘણા અવકાશ અને સુગમતા છે. ક્રોંગ્રેસ સત્તા ઉપર આવ્યા બાદ વહીવટી. તંત્રના સડાને દૂર કરી શકી નથી, અને આગળના તંત્રના દીર્ધસૂત્રી– પણામાં કાઇ મોટા ફેરફાર કરી શકી નથી, કેરળના કોમ્યુનીસ્ટ પક્ષ આટલું પણ જો કરી શકશે તે તે લૉકાના વિશિષ્ટ આદરને પાત્ર બનશે. આજ સુધી તમારા કરતાં પેલાં વધારે સારા છે, વધારે કુશળ છે, વધારે કાર્યક્ષમ છે એમ આંગળી ચીંધવા માટે આ દેશમાં અન્ય પક્ષનું શાસન કેરળમાં સ્થપાયુ છે. આના પરિણામે પ્રમત્ત અને પ્રમાદી કા" પક્ષનું શાસન નહતુ. આજે કૉંગ્રેસ સાથે સરસાઇ કરે એવા બનતા જતા કોંગ્રેસતંત્રને એકદમ જાગૃત સચેત બનવું પડશે અને લોકહૃદયમાં પોતાનું સ્થાન જાળવવા માટે ભગીરથ અને અનવરત પ્રયત્ન કરવા પડશે. કેરળ સિવાય ઓરિસ્સામાં પણ કૉંગ્રેસને બહુમતી મળી નથી અને ત્યાં અન્ય પક્ષ સાથેના જોડાણ વડે કાંગ્રેસતંત્ર સ્થપાયું. છે. કેરળમાં જે સ્વતંત્ર સભ્યાએ સામ્યવાદી પક્ષને સાથ આપ્યા છે તેઓ સામ્યવાદી પક્ષની મદદથી જ ચુંટાયા છે અને ઘણુ ખરૂં સામ્યવાદી પક્ષમાં જોડાઈ ગયા છે. અને તેથી ત્યાનું સામ્યવાદી શાસન આત્મનિર્ભર છે. એરિસ્સામાં તેવી સ્થિતિ નથી. મુંબઇ પ્રદેશમાં કોંગ્રેસને જરૂર બહુમતી મળી છે અને તેથી ધારાસભામાં અવિશ્વાસની દરખાસ્તવડે કોંગ્રેસત ત્રને એકાએક ઉડાડી દેવામાં આવે એવુ કાઈ જોખમ નથી. પણ મુંબઇ પ્રદેશની અંદર આવેલા મહારાષ્ટ્રમાં કૉંગ્રેસ સાવ સ્થાનભ્રષ્ટ થઇ ચુકી છે અને મુખ પ્રદેશના આજના મુખ્ય પ્રધાનને મહારાષ્ટ્રના ટેકા નથી. ખીજી બાજુએ કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાતના કોંગ્રેસને સંગીન કેકા છે. એમ છતાં પણ ગુજરાતના જેટલા વિભાગ મહાગુજરાતવાદી છે એટલે કે ઉત્તરમાં મેસાણા, પાટણથી માંડીને ( બનાસકાંઠા વિભાગ સિવાય) અમદાવાદ અને નીચે નડિયાદ સુધીના વિભાગમાં કાંગ્રેસને ભાર શિકસ્ત
SR No.525942
Book TitlePrabuddha Jivan 1957 Year 18 Ank 17 to 24 and Year 19 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1957
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy