SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન પ્રકીર્ણ નોંધ ભગવાન બુધ્ધ'માં ઉમેરવામાં આવનાર સાધન સાહિત્ય અકાદમી તરફથી સ્વ. અધ્યાપક ધર્મોન દ. કૌશામ્બીના મરાઠી ‘બુધ્ધ ચરિત્ર’ના હિંદી અનુવાદ ‘ભગવાન બુધ્ધ'ના નામથી ગત વર્ષે ઉજવાયેલ મુધ્ધ જયન્તીના અવસર ઉપર પ્રગટ કરવામાં આવ્યા હતા. આ પુસ્તકમાંના એક પ્રકરણમાં ભગવાન મહાવીર તથા તેમના નિગ્રંન્થ શ્રમણા માંસાહાર કરતા હતા એ મતલખતા ઉલ્લેખ કરવામાં આવ્યા છે. આ પ્રકારનાં વિધાના સામે જૈન સમાજ તરફથી ઉગ્ર વિરોધ થઇ રહ્યો છે, આ સંબંધમાં તા. ૧–૩–૧૭ ના પ્રમુધ્ધ જીવનમાં કેટલાએક જૈન પંડિતાનું એક નિવેદન પ્રગટ કરવામાં આવ્યું હતુ. અને તેમાં પ્રસ્તુત પ્રકરણ રદ કરવાની માંગણી કરવામાં આવી હતી. આ સબંધમાં સાહિત્ય અકાદમીના કાર્યકારી મંડળની પંડિત જવાહરલાલ નહેરૂના પ્રમુખપણા નીચે તા. ૧૪-૩-૧૭ ના રાજ મળેલી સભામાં વિચાર કરવામાં આવ્યા હતા અને નીચે મુજબ નિણૅય કરવામાં આવ્યેા હતેાઃ— લેખકે જૈન ધર્મના કેટલાક ગ્રંથાની જે વ્યાખ્યા કરી હતી તે સાથે જૈન મતાવલખી સહમત નથી એમ માલુમ પડે છે. આ પુસ્તક સૌથી પહેલુ ૧૯૪૦૪૧ માં મરાઠી ભાષામાં છાપવામાં આવ્યુ હતું. યુધ્ધ જયન્તીના અવસર ઉપર અકાદમીએ તેને અનુવાદ કરાબ્યા હતા. ' “નવી દીલ્હી : ચૌદમી માર્ચના રાજ સાહિત્ય અકાદમીના કાર્ય કારી મડળની બેઠક શ્રી જવાહરલાલ નહેરૂની અધ્યક્ષતા નીચે મળી હતી. તેમાં સ્વ ધર્માનંદ કૌશામ્બીએ લખેલ ભગવાન મુષ્ય' નામના પુસ્તકના હિંદી તથા અન્ય ભાષાઓમાં કરવામાં આવેલા અનુવાદના કેટલાટ ઉલ્લેખા સંબધમાં જૈન મતાવલી અનૅક વ્યકિત તથા સસ્થાઓએ જે વિરોધ પ્રદર્શિત કર્યાં હતા તે ઉપર વિચાર કરવામાં આવ્યા હતા. આ અનુવાદ સાહિત્ય અકાદમીએ પ્રગટ કર્યાં હતા. . “અનુવાદ માટે આ પુસ્તકની પસંદગી કરતી વખત સાહિત્ય અકાદમી આ બાબત જાણતી હતી કે, સ્વ. ધર્માનન્દ કૌશામ્બીને ઔધ્ધ ધર્મના અધિકારી વિદ્વાન લેખવામાં આવતાં હતા અને મરાઠી સાહિત્યમાં તેમના આ પુસ્તકને ઉચ્ચ કાર્ટિનું ગણવામાં આવતું હતું. કાર્યકારી મંડળ એવા વિચાર ઉપર આવે છે કે જૈન મતાવલખીએએ લેખકની અમુક વ્યાખ્યાઓના વિરોધ કર્યો છે. તેથી અકાદમીએ અનુવાદેમાં એક સાધન ઉમેરીને પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી લેવી જોઇએ. આ સશોધનમાં સંક્ષિપ્ત રૂપમાં તે તે ઉલ્લેખાની જે જે વ્યાખ્યા સાથે જૈતા સંમત ન હોય તે અ ંગે જૈન વ્યાખ્યા પણ સામેલ કરવામાં આવશે. આ સંશોધન આ પુસ્તકનાં જે સકરણા છપાઇ ચુકયા છે અને છપાઈ રહ્યા છે તે સસ્કરામાં જોડવામાં આવશે. મડળે એ પણ નિર્ણય કર્યો છે કે આજ સુધીમાં જે ભાષાએમાં આ પુસ્તક છપાયું નથી તે. ભાષાઓમાં હવે પછીથી આ પુસ્તક છાપવામાં આવશે નહિ.” ભગવાન બુધ્ધ' પુસ્તક અંગે જૈન સમાજમાં ચાલી રહેલા ઉહાપાહ વિષે વિચારર્ણા તા ૧-૫-૫૭ જો એવા ઉલ્લેખા હાય કે જેને માંસાહારવાચક અર્થ પણ સ્પષ્ટપણે સભવતા હાય તે જેને માંસાહારવાચક અર્થ સ્વીકારવા હાય તો તેને તેવું નિરૂપણ કરતાં આપણે અટકાવી શકતા નથી, અને તેથી મારા અભિપ્રાય પ્રમાણે. આ ચર્ચા આટલા જોરશાથી ઉભા કરવામાં જૈન સમાજના આગેવાનાએ વસ્તુસ્થિતિનું કેવળ અજ્ઞાન અને શાણપણના કેવળ અભાવ દાખવ્યા છે. જેની જે માન્યતા હાય તે તેને મુબારક એમ સમજીને આ પ્રશ્ન સંબંધમાં જૈન સમાજે શાન્તિ ધારણ કરવી ધટે છે, કારણ કે જેમ જેમ આ બાબતના વધારે ને વધારે ઉહાપાહ કરવામાં આવશે તેમ તેમ એ ઉલ્લેખા તરફ શિષ્ટ જનતાનું વધારે ને વધારે ધ્યાન ખેંચાશે, તે ઉપર વધારે ને વધારે ચર્ચા ટીપ્પણી થશે, અને સંભવ છે કે જૈનાને જે અર્થે પ્રતિકુળ છે તે. અને વધારે ને વધારે સ્વીકાર્યતા મળતી જશે. આટલુ જૈન સમાજે ખરેખર સમજી લેવું ઘટે છે. આ ઉહાપોહનું કરૂણ વૈચિત્ર્ય તા વિચારા ! ષ્ટિ છે મહાવીરના માંસાહારના ઇનકાર કરવાનું, પણ આ બાબત આજે ઓળખાઇ રહી છે ‘મહાવીરના માંસાહાર'ના પ્રશ્ન તરીકે. સાહિત્ય અકાદમીના આ નિર્ણયને સ્વીકારીને જૈન સમાજ આ ઉહાપોહના અન્ન આણે એ વાયેગ્ય છે. પણ આજના જૈન સમાજનું વિચારવાતાવરણ જોતાં પ્રસ્તુત નિર્ણયથી જૈન સમાજને સતેષ થયાના સંભવ નથી. મારા અભિપ્રાય પ્રમાણે આ બાબતને જૈન સમાજે કેવળ ધાર્મિક આવેગથી પ્રેરાઈને નહિ, પણ દુરંદેશીપૂર્વક વિચાર કરવાની અને આ ચર્ચાના મૂળને બરાબર સમજવાની જરૂર છે. એ પણ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે સ્વ. ધર્માનંદ કૌશામ્બીએ જે વિધાના કર્યા છે તે કેવળ કલ્પનાથી ઉઠાવેલા નથી તેમ જ જૈન ધર્મ પ્રત્યેના કોઈ વિદ્વેષની લાગણીથી પ્રેરાયલા નથી. અલબત્ત ભગવાન મહાવીરે આપણને અહિંસાની જે સમજુતી આપી છે અને માત્ર પશુપક્ષી અને જીવજંતુ સુધી નહિ પણ પૃથ્વી પાણી અને વાયુ સુધી તેમણે જીવસૃષ્ટિની જે સીમા લખાવી છે તે જોતાં તેમ જ માંસાહારનિષેધ જૈન ધર્મના પાયાનું તત્વ છે—આવી માન્યતા ઉપર જૈનાના સમગ્ર આચારધર્મની માંડણી છે એ ધેારણે વિચારતાં ભગવાન મહાવીર કે તેમના અનુયાયી શ્રમણા વિષે માંસાહારની કલ્પના કાઇ શમાં સંભવી શકતી નથી. આમ છતાં પણ મૂળ આગમામાં આજના ઉહાપાહના પરિણામે ધારા કે પ્રસ્તુત પુસ્તકના હિંદી અનુવાદમાંથી આ વાંધાપડતા વિભાગ ચેકી નાંખવામાં આવે યા તે રદ કરવામાં આવે, તો પણ મૂળ મરાઠી ચરિત્ર તેા ઉભું જ છે. તાજેતરમાં તેનુ ગુજરાતી ભાષાન્તર પણ પ્રગટ થઈ ચુકેલ છે, આથી આગળ વધીને એ પણ ધ્યાનમાં લેવું ઘટે કે જૈન આગમાના જે ઉલ્લેખા ઉપરથી આ ચર્ચા ઉભી થઈ છે તે ઉલ્લેખા તે આગમામાંથી કદિ ભુંસી શકાવાના નથી. આવી પરિસ્થિતિમાં અમે જૈના જે રીતે ભગવાન મહાવીરને અને તેમના અનુયાયી શ્રમણાને જાણીએ છીએ, ઓળખીએ છીએ, તે પ્રકારના મહાવીર અને તેમના અનુયાયી શ્રમણેામાં માંસાહારની કલ્પના અમારા માટે અશક્ય છે અને તે તે ઉલ્લેખાના અમને માત્ર વનસ્પતિવાચક અર્થ જ સ્વીકાર્ય છે એવી પેાતાની માન્યતા સ્પષ્ટપણે જાહેર કરીને જૈન સમાજે આ ઉહાપોહને બંધ કરવા ઘટે છે. એ ઉલ્લેખ। પ્રસ્તુત ગ્રંથમાંથી રદ કરવામાં નહિ આવે ત્યાં સુધી અમે જંપીને બેસીશું નહિ તેવી ઉગ્રતાપૂર્વક આ બાબતની ઝુંબેશ ચલાવનાર જૈતાએ મૂળ આગમાની અનેક હસ્તલિખીત નકલો કરાવનાર પૂર્વાચાર્યોં તરફ નજર કરવી ધરે છે. આ આચાયોને આ ઉલ્લેખાના માંસાહારવાચક અર્થા થઈ શકે તેમ છે તેની શુ ખબર નહતી ? એમ છતાં તેમણે કદી મૂળ પાઠામાં ફેરફાર કરવાને જે તેઓ ધારત તેા જરૂર કરી શકે તેમ હતું —કર્દિ વિચાર કર્યાં નહોતા. તેમણે જે કર્યું તે તે ઉપરની ટીકાઓમાં પોતાને જે અથ સ્વીકાય હતા અને જે અથ પ્રચલિત જૈન વિચારસરણી સાથે સર્વ પ્રકારે સુસંગત હતા તે અર્થ વિસ્તારથી રજુ કર્યો અને તે અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું. પૂર્વાપર સંબંધમાં આ બાબતને યથાસ્વરૂપે સમજ્યા સિવાય ચાળી ચાળીને ઠીક ઠીક ચીકણી કરવામાં આવી છે. હજી પણ આ સંબંધમાં પૂર્વાચાયોએ જે શાણપણ દાખવ્યું હતું તે શાણપણ આજના જૈત દાખવે તે સારૂ'! • આ બાબતને લગતા ઉહાપોહ દરમિયાન રીલીજીયસ લીડર્સ’નુ પુસ્તક, તે સબંધમાં મુસલમાનોએ દાખવેલું ઝનુન અને ભારત સરકારે તે પુસ્તક ઉપર મૂકેલા પ્રતિબંધ–આ બાબતને જૈન સમાજ તરફથી આગળ ધરવામાં આવે છે, જે ભારે આશ્ચર્યકારક છે. ભારત સરકારને પ્રસ્તુત પ્રતિબંધ વ્યાજની હતા કે કેમ તે એક સવાલ છે. તે પ્રતિબંધ મૂકવા પાછળ મુસલમાન કેમનુ કેવળ ઝનુની માનસ, પાકીસ્તાન સાથેના આપણા આળા સંબંધો અને નાજુક આન્તરરાષ્ટ્રીય પરિસ્થિતિ—આ બધાં તત્વાએ મુખ્ય ભાગ ભજવ્યેા હતા. જૈને કાઇપણ સાગમાં મુસલમાન જેવા થઇ શકે તેમ નથી, અને તેમ હેવું એ જૈન સમાજને હીણપત આપનારૂં નથી, પણ ગૌરવ આપનારૂ છે એમ હું ચેકસપણે માનું છું. હિંદુ સમાજના એક અગરૂપ હાઈને આપણી પરપરામાં ઉદાત્તતા છે, વિશાળતા છે, અને ગમે તેવા વિરધી વિચારને નીભાવવાનુ અને એમાંથી પણ સત્યાંશ શેાધવાંનું આપણામાં ખમીર છે. મુસલમાનોએ પણ આપણી પાસેથી આ તત્ત્વ શિખવાનુ છે. તેને ખલે કાઇ એક પુસ્તકમાં આપણી માન્યતાને પ્રતિકુળ ઉલ્લેખ ડાય તે સંબંધમાં શું કરવું તે વિષે આપણે મુસલમાનામાંથી પ્રેરણા લઇએ એ તે સાનુ આપીને પીતળ ખરીા બરાબર છે. આવી રીતે જે કેાઈ જૈન સમાજનાં ભાળા સમુદાયને ભરમાવે છે. તે જૈન સમાજની સેવા નહિ પણ કુસેવા કરે છે, જૈનને જૈન મરીને અજૈન બનવાનુ, ધાર્મિક મટીને ઝનુની એટલે કે અધાર્મિક બનવાનુ કહે છે.
SR No.525942
Book TitlePrabuddha Jivan 1957 Year 18 Ank 17 to 24 and Year 19 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1957
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy