SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૦ પ્રબુદ્ધ જીવન તા. ૧૫૩ પહ આપતા જણાય છે. ગામે ગામે વ્યવસ્થિત ગ્રામ સંગઠૂન હાવુ જોઇએ અને તેણે ગામડાની આર્થિક તેમ જ સામાજિક બધી જબાબદારીએ સ્વીકારવી જોઇએ. એમ તેઓ ઈચ્છે છે. ભાલ નળકાંઠા બાજુએ આવાં કેટલાંક ગ્રામ સગરૢના તેમણે ઉભાં કર્યા છે અને તેમની નીચે ફામ કરતા ગ્રામસેવકો આ ગ્રામસંગઠ્ઠનને વહીવટ ચલાવે છે અને ગામડાંના લેકાને જરૂરી માર્ગદર્શન આપે છે. હવે પ્રશ્ન ઉભા થાય છે કે આખા ભારત ઉપર પ્રભુત્વ ધરાવતી કાંગ્રેસ અને ઉપર વર્ણવ્યાં તેવાં ગ્રામસગઠ્ઠને આ બે વચ્ચે કયા પ્રકારના સંબંધ હોવા જોઈએ ? પ્રકીર્ણ નોંધ સંસ્કારમૂર્તિ બાળાસાહેબ ખેરનુ પરલાકપ્રયાણ જ તા. ૮-૩-૫૭ શુક્રવારના રોજ મુંબઈ પ્રદેશના લોકપ્રિય માછ વડા પ્રધાન બાળાસાહેબનું પૂના ખાતે હૃદયરોગના અણુધાર્યો હુમલાના પરિણામે અવસાન થયુ. અને ભારતને એક અમૂલ્ય માનવરત્નની ખાટ પડી, ૧૯૩૦ માં સવિનય કાનુનભંગની લડત શરૂ થઈ અને વીલે પારલેમાં સત્યાગ્રહ છાવણી ઉભી કરવામાં આવી. આ છાવણીના તે એક મુખ્ય સંચાલક હતા. એ સમયથી તેમણે ઢાંગ્રેસ વર્તુલમાં સ્થાયી પ્રવેશ કર્યાં. ત્યાર બાદ મુંબઈ પ્રદેશના તેઓ એ વાર મુખ્ય પ્રધાન અન્યા. એક વાર દેશને આઝાદી મળ્યા પહેલાં ૧૯૩૭ માં, અને બીજી વાર દેશ આઝાદ અન્યો તે દરમિયાન ૧૯૪૭ માં. ૧૯૫૨ માં તે આ જવાબદારીથી છુટા થયા અને લંડનમાં ભારતના હાઈ કમીશનર તરીકે નીમાયા. ૧૯૫૪ માં તેઓ પોતાની પત્નીની માંદગીના કારણે આ સ્થાન ઉપરથી નિવૃત્ત થયા. એ જ વર્ષમાં તેમને ‘પદ્મ વિભૂષણ’ પદ ભારત સરકાર તરફથી અર્પણ કરવામાં આવ્યું. ૧૯૫૫ માં તેમને હિંદી કમીશનના અધ્યક્ષ નીમવામાં આવ્યા અને ૧૯૫૬ ના ઓગસ્ટ માસમાં તેમણે કમીશનનેા રીપોર્ટ ભારત સરકારને સુપ્રત કર્યો. એ પહેલાં દાદાસાહેબ માવળંકરનુ ગત વર્ષ દરમિયાન અવસાન થયા બાદ ગાંધી સ્મારક નિધિના - પ્રમુખસ્થાન ઉપર તેમની નિમણુક કરવામાં આવી હતી. બાલકનજી–આરીના તેમ જ હરિજન સેવક સંધના તેઓ વર્ષોથી પ્રમુખ હતા. આ સિવાય બીજી પણ અનેક સામાજિક તેમ જ રાજીય ગંભીર જવાબદારીઓનું તેમણે વહન કર્યું હતું. આ રીતે સેવાનાં અનેક ક્ષેત્રોને અજવાળનાર અને દેશસેવામાં લગભગ સમગ્ર જીવન વ્યતીત કરનાર એવી એક વિરલ માનવવિભૂતિને ગુમાવતાં આપણુ દિલ સ્વાભાવિક રીતે ઊંડી ગ્લાનિ અને શૂન્યતા અનુભવે છે. આમ ઐહિક ઉત્કર્ષ નાં અનેક સીમાચિહ્નો સર ખેરસાહેબ જેવી બીજી પણ અનેક વ્યક્તિએ આપણા વિશાળ દેશમાં જોવા જાણવા મળશે. પણ ખેરસાહેબમાં જે સૌજન્ય, સ ંસ્કારિતા, નમ્રતા, રંજીતા અને સાથે સાથે ઉચ્ચ કાટિની વિપ્રતિભા હતી તે બહુ જ વિરલ વ્યક્તિમાં જોવા મળે તેમ છે. તેમની વાણી અને વનમાં સચ્ચાઈના, કતૅવ્ય નિષ્ઠાના, નિષ્કપટ ભાવના, સેવાપરાયણતાને મેાહક રણકાર હતા. એક પણ વખત તેમના પરિચયમાં આવનાર તેમનામાં રહેલી પ્રાકૃતિક સુવાસને મધુર અનુભવ કર્યા વિના રહ્યો નહિ હાય. તેમનુ ઉદ્દાત્ત વ્યકિતત્વ ભારતીય સંસ્કૃતિના પ્રતીક સમાન હતું. પ્રાન્તવાદના ઘેરા વમળમાં ઘેરાયલા હેાવા છતાં પણ તે કેવળ ભારતીય હતા. તેમના સર્વ અભિગમોમાં હૃદયસ્પર્શી માનવતા હતી. તે નિઃશંક એક સસ્કારમૂર્તિ હતા અને સત્યના એક પરમ ઉપાસક હતા. આવી એક લુપ્ત થએલી વિમળ માનવ જ્યોતિને આપણાં અનેક વન્દન હા! તેમનાં પુનિત સ્મરણ વડે માપણું જીવન સદા ! પ્રેરિત અને પલ્લવિત બના! કોંગ્રેસ અને ગ્રામસંગઠ્ઠન કરનાર કાંગ્રેસ અને ગ્રામસગડૂનના પરસ્પર સંબંધના પ્રશ્ન મુનિ સન્તબાલજી વિશ્વવાત્સલ્યમાં અવાર નવાર ચર્ચી રહ્યા છે. કાંગ્રેસ અને ગ્રામ સગર્ટુન સબંધે તેમના કેટલાંક સ્વતંત્ર મન્તવ્ય છે. સાધારણ રીતે કૉંગ્રેસ એટલે ભારતના એક રાજદ્વારી અને વર્તમાન યોગામાં સૌથી વધારે ખળવાન પક્ષ એમ લગભગ સર્વત્ર માનવામાં આવે છે. દેશમાં આજે ખીજા પણ રાજકીય પક્ષે છે. આજે કૉંગ્રેસ સત્તા ઉપર છે. આવતી કાલે અન્ય કાઇ રાજકીય પક્ષ-આજે છે તેમાંથી કાઇ અથવા તો સમયાન્તરે નવા ઉભા થનાર રાજક પક્ષ-સત્તા ઉપર આવે એવી કલ્પના પણ સ્વીકૃત"છે. આ સંબંધમાં સન્તબાલજી એમ માને છે કે દેશમાં કાંગ્રેસ એ એક જ સર્વમાન્ય રાજકીય પક્ષ ઢાવેા જોઇએ અને ખીજા રાજકીય પક્ષા તેને પ્રેરક અથવા પૂરક હાવા જોઈએ. બીજી બાજુએ તે ગ્રામસ’ગઠ્ઠનના વિચારને ખૂબ જોર રાજકારણના ક્ષેત્રમાં ગ્રેસ એ સત્તબાલજીની આરાધ્ય દેવી છે. કેંગ્રેસ વિષે તેમની અપૂર્વ મમતા અને શ્રદ્દા છે અને કેંગ્રેસ ક્રમ વિશુદ્ધ અને બળવાન અને તે તેમની સતત ચિન્તાના વિષય છે. મુનિ સન્તબાલજીના સતત સાન્નિધ્યમાં રહેનાર શ્રી નવલભાઈ શાહ જણાવે છે તે મુજબ તેમની એક પાયાની માન્યતા છે કે ભારત અને વિશ્વમાં જો કાઈ તારક બળ હાય તો તે કેંગ્રેસ (તે જે અર્થમાં માને છે તે અમાં) જ છે. તેઓ નિષ્પક્ષ લેાકશાહીની વાત કરે ત્યારે પણ તેમની આંખ સામે કેંગ્રેસ જ હોય છે, સન્તબાલજીના મતે કૉંગ્રેસ માત્ર એક રાજકીય પક્ષ નથી, પણ પક્ષ કરતાંયે વિશેષ છે. તે રાષ્ટ્રીય સંસ્થા છે. તે કેંગ્રેસને સામાન્ય માણસ જે અર્થમાં માને છે અને સમજે છે તે અર્થમાં લેતા નથી. અને એટલે જ તે વારવાર કહે છે કે આ દેશમાં નિષ્પક્ષ શૅકશાહી સ્થાપવી હોય તા કેંગ્રેસ સિવાય બધા પક્ષે વિલીન થવા જોઇએ. ટુંકમાં રાજકીય ક્ષેત્રે એક માત્ર કાંગ્રેસ જ રહેવી જોઇએ. ઉપર જણાવેલ ગ્રામ સંગઠ્ઠનેાએ કેંગ્રેસનું સન્તબાલજીના શબ્દોમાં રાજકીય માતૃત્વ સ્વીકારવુ જોઈએ, એટલે કે રાજકીય બાબતમાં કોંગ્રેસના આદેશ અને માર્ગદર્શન પૂરી શ્રધ્ધા અને વાદારીપૂર્વક સ્વીકારવા જોઇએ. ખીજી બાજુએ આર્થિક અને સામાજિક બાબતેમાં જેમ કરવુ હેાય તેમ કરવાનું' ગ્રામસગહુનાને પૂછ્યું સ્વાતંત્ર્ય હાવુ જોઈએ. તેની અંદર કેંગ્રેસે કશી દખલગીરી કરવી ન જોઇએ, એટલું જ નહિ પણ, આર્થિક અને સામાજિક ક્ષેત્રે કોંગ્રેસે ગ્રામસગર્જુનનું પ્રભુત્વ સ્વીકારવું જોઇએ. આ પાતાની વિચારસરણી સ્થાનિક તેમ જ પ્રાદેશિક ક્રાંગ્રેસી આગેવાને પાસે સ્વીકારાવવા મુનિ સન્તબાલજી મથી રહ્યા છે. થોડા સમય પહેલા ગુજરાત પ્રાન્તિક કોંગ્રેસ સમિતિના મંત્રી શ્રી મગનભાઈ રણછોડભાઈ પટેલ સાથે આ પ્રશ્ન અંગેની તેમની ચર્ચાએ વધારે ઉગ્ર સ્વરૂપ લીધું. શ્રી મગનભાઇએ આ વિષયમાં સન્તબાલજીનુ દૃષ્ટિબિન્દુ સ્વીકારવાની અસહાયતા દર્શાવી. આમાં મુનિ સન્તબાલજીને શ્રી મગનભાઈ તથા તેમની સરખા વિચાર ધરાવતા અન્ય કોંગ્રેસી આગેવાને પક્ષે ગ્રામસગઝૂના પ્રત્યે અનાદર અથવા તે તેના વાસ્તવિક મહત્ત્વના અસ્વીકાર જેવું લાગ્યું અને તે રીતે ગ્રામસગઠ્ઠના પ્રત્યે અન્યાય થતા તેમને ભાસ્યા. આ અન્યાય દૂર થાય અને કૉંગ્રેસ અને ગ્રામસ’ગઠ્ઠના એ બે સંસ્થાએ વચ્ચે સમતુલા સ્થપાય એ હેતુથી મુનિ સન્તબાલજીએ ૨૬મી ફેબ્રુઆરીથી ૧૪ દિવસના ઉપવાસ કર્યો હતા. આ ઉપવાસ નિર્વિઘ્ન પુરા થયા છે અને તેમના સ્વાસ્થ્ય વિષે કાઈ ચિન્તાનું કારણ નથી. આ ઉપવાસનુ તત્કાલ કાઈ પરિણામ આવ્યું નથી, પણ તેની કાળાન્તરે અસર થયા વિના નહિ રહે એવી તેમની શ્રધ્ધા છે. અહિં આપણે આ ઉપવાસના ઔચિત્ય અનૌચિત્યની ચર્ચા કરવા નથી માંગતા. આપણે તે તેમણે જે પ્રશ્ન ઉભા કર્યાં છે તેના જ માત્ર વિચાર કરવાના છે. આદર્શ રામરાજ્ય માર્કે આદશ કેંગ્રેસ વિષે મુનિ સન્તબાલજીની ગમે તેવી કલ્પના હા, આજની વાસ્તવિક દુનિયામાં કેંગ્રેસ ગમે તેટલા બળવાન, મેટા તથા વ્યાપક એમ છતાં પણ એક રાજકીય પક્ષ જ છે. એ એકને એક એ જેવી વાત છે. કોંગ્રેસ માત્ર રાજકીય
SR No.525942
Book TitlePrabuddha Jivan 1957 Year 18 Ank 17 to 24 and Year 19 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1957
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy