SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ કે ઉપર જણાવેલ માંસાહાર પ્રકરણ સંબંધમાં સાહિત્ય અકાદમીના મંત્રી ઉપર મુનિ પુણ્યવિજયજી, મુનિ જિનવિજયજી, ૫. સુખલાલજી, ૫. બેચરદાસજી, પ. મહેન્દ્રકુમારજી તથા અધ્યાપક દલસુખભાઈ માવણિયાની સંયુક્ત સહીથી એક પત્ર લખવામાં આવ્યે છે. આ પત્રમાં બુધ્ધ ચરિત્રમાંથી જૈન પર પરાના અનુસંધાનમાં માંસાહારવિષયક જે ઉલ્લેખા ( પૃષ્ટ ૨૬૨) છે. તે કાઢી નાખવાની જૈન સમાજની માંગણીનું સમર્થન કરવામાં આવ્યુ છે. અને એમ છતાં વિદ્યાવતાં સત્ઝમેન સરિત્રમન્ધત એ સૂત્ર અનુસાર એ પત્રમાં અથવા નિવેદનમાં જે તટસ્થતા, રૂજુતા તથા લાભાલાભ અથવા તો શ્રેયઅશ્રયના તારતમ્યને આગળ ધરીને પોતાની માગણીને પુષ્ટ કરવાની કુશળતા જોવામાં આવે છે તે આજના ધર્મઝનુની વાતાવરણમાં અનેાખી ભાત પાડે તેવું છે, અને એ વિશેષતાના કારણે એ પત્રને જૈન પત્રમાંથી ઉધૃત કરીને પ્રસિધ્ધિ આપવા મન આકર્ષાયું છે. એવા જ સૌમ્ય અને આશાસ્પદ સાહિત્ય અકાદમીના મંત્રી શ્રી કૃષ્ણદાસ રા. કૃપલાની જવાબ છે. એ પણ પ્રસ્તુત પત્રની નીચે આપવામાં આવેલ છે. સાહિત્ય અકાદમીના મંત્રીને લખવામાં આવેલ પત્ર પ્રબુદ્ધ જીવન અધ્યાપક ધર્માનન્દ કૌશામ્મીજીનુ મરાઠી મુદ્દે ચરિત્ર, જેને “ભગવાન બુદ્ધ” એ નામે હિન્દી અનુવાદ સાહિત્ય અકાદમી તરફથી પ્રગટ કરવામાં આવ્યા છે, અને એને ખીજી ભાષાઓમાં અનુવાદ થવાના છે, એમાં એમણે જૈન પરંપરાને અનુલક્ષીને પૃષ્ટ ૨૬૨ ઉપર માંસાહારની ચર્ચા કરી છે, જેમાં દી' તપસ્વી, નિગ્ગડૅનાથ ભગવાન મહાવીરના અને એમના નિર્ધન્ય સંધના આહારમાં માંસાહારના સબંધ બતાવવામાં આવ્યો છે. અધ્યાપક કૌશામ્બીએ આ ચર્ચા કાઈ દુરાશયથી નથી કરી. એમનું ધ્યેય જૈન સમાજની અવહેલના કરવાનું પણ નથી. હવે સવાલ એ છે કે એ માંસાહાર પ્રકરણ અનુવાદમાં રાખવુ કે નહીં ! પ્રસ્તુત બુદ્ધચરિત્ર કેવળ એટલા માટે જ અનુવાદિત કરવામાં આવેલ છે કે સાધારણ જનતા બુદ્ધના જીવનથી ઉન્નત જીવનના મેધપાઠ શીખી શકે. આમાં જૈન પરંપરા સબંધી માંસાહાર વિશ્વથક જે ચર્ચા આવી છે તે યુદ્ધ ચરિત્રના પ્રકાશનના ઉદ્દેશની સાથે ન તે કાઈ રીતે સંગત છે કે ન તો કાષ્ઠ રીતે જરૂરી છે. જૈન આગમામાં માંસાહારસૂચક ઉલ્લેખો છે. એના અર્થની બાબતમાં શરૂઆતથી જ મતભેદ રહ્યો છે. જૈન પરંપરાના નિર્માસભોજન-વિષયક સંસ્કારગત જે સ્વભાવ છે એની સાથે પણ આ પ્રકરણના કાષ્ઠ મેળ નથી. એ જ કારણે, સકાએથી એ ઉલ્લેખાના વનસ્પતિવાચક અર્થે પ્રાચીન બધાય આચાર્યો કરતા આવ્યા છે અને એ અર્થના આખી જૈન પરપરા એકમત આદર કરતી આવી છે; અને જૈન સમાજની વર્તમાન જીવનચર્યા પણ એને જ અનુકૂળ છે. એક તા એ પાડોનો અર્થ હમેશાં વિવાદાસ્પદ રહ્યો છે; ખીજું, જૈન સમાજની નિર્માંસભેજી પ્રકૃતિથી સર્વથા વિરૂધ્ધ હાવાથી એ માંસવાચી અર્થ સમાજને કાઇ પણ જાતને લાભ પહોંચાડવાને બદલે વધારે નુકસાનકારક સાબિત થઇ શકે છે; એટલું જ નહીં બલ્ક આખા અહિંસાપ્રિય જૈનસમાજની અપ્રીતિનુ પણ કારણ બની શકે છે. આવી સ્થિતિમાં એ જ સર્વથા ઉચિત છે કે ઉક્ત ભગવાન બુધ્ધ પુસ્તકના બીજી ખીજી ભાષાઓમાં થનારા અનુવાદોમાંથી જૈન પરંપરા સબંધી માંવિષયક જે પ્રકરણ આવ્યું છે એ પણ બિલકુલ કાઢી નાખવામાં આવે. અમે એમ પણ કડ઼ેવા ઇચ્છીએ છીએ કે, ઉકત ભગવાન બુદ્ધ પુસ્તકના છપાએલ હિંદી અનુવાદમાં જૈન પરંપરા સંબંધી માંસિયષયક જે પ્રકરણ આવ્યું છે એ પણ બિલકુલ કાઢી નાખવામાં આવે. કોઇ પણ સમાજની ધાર્મિક ભાવનાને ધક્કો નહીં પહોંચાડવાની ભારત સરકારની ઉદાર નીતિના પરિચય તે હમણાં હમણુાં “ રિલિજિયસ લીડર્સ ” નામક પુસ્તક ઉપર મૂકવામાં આવેલ પ્રતિબંધથી જાણીતા તા. ૧-૩-૫૯ છે. જૈન સમાજ તરફથી માગણી કરવામાં આવેલી ઉપરની માગણીનુ આવી ઉદાર નીતિ સાથે પૂરેપૂરું ઔચિત્ય છે. અમને ખાતરી છે કે સાહિત્ય અકાદમી આની ઉપર ઉદારતા અને સહાનુભૂતિપૂર્ણાંક વિચાર કરશે અને પેાતાના નિર્ણય તત્કાળ જાહેર કરશે. અકાદમીના મત્રીના ઉત્તર આપના કૃપા—પત્ર મળ્યો. મને એ જાણીને હાર્દિક ખેદ થયા કે સાહિત્ય અકાદમી તરફથી પ્રગટ કરવામાં આવેલ ધર્માનંદ કાસમ્માના પુસ્તક ‘ભગવાન્ મુખ્ય'ના ‘માંસાહાર' નામક અધ્યાયમાં વર્ણવેલ ક્ષમામૂર્તિ ભગવાન મહાવીર્ તથા એમના નિગ્રંથ શ્રમણુના આહારવાળા પ્રકરણથી અહિંસાવ્રતી જૈન સમાજની ધાર્મિક ભાવનાને ભારે ધક્કો પહોંચ્યા છે. અકાદમી એક વિશુદ્ધ સાહિત્યિક સંસ્થા છે, તેથી કાઇ પણ ધાર્મિક મત કે વાદના વિવાદમાં ઉતરવું એ એના ઉદ્દેશ છે જ નહીં. આ પુસ્તકનું પ્રકાશન પણ વિશુદ્ધ સાહિત્યિક ભાવનાથી પ્રેરાઇને જ કરવામાં આવ્યું છે. જૈન સમાજ ઉપર આની આવી પ્રતિક્રિયા થશે એવી અમને સ્વપ્નમાંય સભાવના ન હતી. આપના પત્ર અકાદમીની વ્યવસ્થાપક કમીટીની સભાની આગામી બેઠકમાં વિચારણા માટે રજી કરવામાં આવશે. એમાં જે નિર્ણય થશે એની જાણ આપને વેળાસર કરવામાં આવશે. આશા છે, આથી . આપને પૂરું આશ્વાસન મળશે અને પૂરા સદ્ભાવ ચાલુ રાખશે. કષ્ટને માટે ક્ષમા ચાહતા— નવી દિલ્હી તા. ૧૮-૧-(9 સસ્નેહ આપના કુ. રા. કૃપાલાની પ્રેમ તારૂં ગાન હો ! સમગ્ર પ્રકારની સોંપત્તિ જરૂરિઆત ધરાવતા સમુદાયના ઉપયાગ માટે છે અને તેની સેવામાં વપરાવાની છે-આટલુ જો લૉકા સમજે તે આજે જે રીતે હું એક ગામથી બીજે ગામ ભટકું છું તેમ મારે ભટકવાની કોઇ જરૂર ન રહે. પછી તે લગ્ન કરવાયોગ્ય કન્યાના આપ જેવી રીતે પોતાની પુત્રી માટે યોગ્ય વર શોધી કાઢે છે તેવી રીતે જેમની પાસે કાંઈક છે. તે સ્વેચ્છાએ બહાર નીકળી પડવાના અને આપી છૂટવાના. ઇશ્વરે ભિન્ન ભિન્ન તાકાત ધરાવતા માનવી પેદા કર્યા છે. દાખલા તરીકે જે શરીરે ખૂબ બળવાન અને તાકાતવાળા છે તે પોતાના બળના ઉપયોગ નબળા ઉપર જુલમ કરવામાં અથવા તે તેનું રક્ષણ કરવામાં કરી શકે છે. તેનું બળ તેની આસપાસ વસતા લેકા માટે શ્રાપ અથવા તેા આશીર્વાદ રૂપ નીવડી શકે છે, જે બળવાન, ધનવાન અને બુદ્ધિમાન ડાય તેમણે તેમનાથી જેઓ વધારે નબળા હોય તેમને મદદ કરવા પાછળ પોતાની વિશેષ શક્તિઓના ઉપયોગ કરવા જોઈએ. આ તે જ અને જો લોકેાના દિલમાં ઊડા પ્રેમ હાય. જેમના ક્લિમાં આવા પ્રેમની સુવાસ ભરી હોય તેવા માનવીઓની હું શેાધમાં છું. પેાતાના દિલમાં પ્રેમ હાવા તેને હું મોટામાં મોટુ નસીબ ગણું છું. દરેક માનવી હૃદયમાં ઊંડે ઊંડે આવા પ્રેમના કાંઈ ને કાંઈ અંશ હોય છે એમ હું માનું છેં, ઘણી વખત તે આડે ગાઢ આવરણા આવેલાં હોય છે, પણ એવા કાઈ માણુસ સભવતા જ નથી કે જેના દિલમાં પ્રેમ ન હોય. માનવી માતાની ઉદરમાંથી જન્મ્યા છે. તે જન્મ્યા તે દિવસથી તે પ્રેમ અનુભવતા આવ્યે છે. પણ માણસ જેમ મોટા થતા જાય છે તેમ તે વાસનાઓના બંધનામાં જકડાતા જાય છે, અને જેને આપણે પ્રેમ શબ્દથી ઓળખીએ છીએ તે લાગણીથી તે વંચિત-અજાણ્યા જેવા ખનતા જાય છે. જે ગાઢ આવરણો અંદર સતત વહેતા પ્રેમના ઝરણાને ઢાંકી રહ્યાં છે તે દૂર થાય એવી હું નિરન્તર પ્રાર્થના કરૂં છું. દરેક માનવી પરમેશ્વરને પ્રાર્થના કરે કે તેના હૃદયમાં પ્રેમની જ્યાત પ્રગટે. વિનેાખાજી
SR No.525942
Book TitlePrabuddha Jivan 1957 Year 18 Ank 17 to 24 and Year 19 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1957
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy