SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન તા. ૧-૧૨-૧૯ "બુધ્ધા ના આપણા ઉપર આશીર્વાદ ઉતરે કે જેથી આ કાંગ્રેસ દ્વારા આજની દુનિયા ઉપર તેમની કણ્ણા અને પ્રજ્ઞાનાં જળબિંદુએ વરસેઆવી મારી ઊંડા દિલની પ્રાર્થીના છે. ૧૪૬ ચાલના મળવી જોઇએ. આપણે ખારાક ખાઇએ છીએ તે અને મોઢેથી કે ઈન્જેકશનથી આપણે જે ઔષધે લઈએ છીએ તે હંમેશાં ચાલી રહેલી પશુઓની કતલ સાથે સીધી કે આડકતરી રીતે આપણને સલગ્ન કરે છે. દરેક જીવ પેાતાને બચાવવાના પ્રયત્ન કરે છે, કારણ કે દરેકને પોતાની જીંદગી વહાલી છે, અને જો કે, આપણે તેમના આંસુઓ નજરે જોતા નથી કે તેમની ચીસે કાનથી સાંભળતા નથી, તે પણ પશુસૃષ્ટિ દુઃખ અને વેદના વડે આપણી આસપાસનું વાતાવરણ સંકુલિત ક્ષુબ્ધ હૈાય છે. અન્ય જીવાને અને તેટલી ઓછી પીડા આપીને જીવવુ એ જ માત્ર આપણી પાસે એક ઉપાય છે. સંભવ છે કે આ દુનિયા ઉપર આપણી જ્યાં સુધી હસ્તી છે ત્યાં સુધી કાઈને `જરા પણ પીડા કે દુ:ખ ન આપવાનુ આપણા માટે શક્ય ન હોય. પણ આજે આપણે જે પીડા–ત્રાસ ચેતરફ વર્તાવી રહ્યા છીએ તેને આપણે હજાર ગણા ઓછા કરી શકીએ તેમ છે. કહેવાતી દયામય કતલને દયામય કહેવી એ વતા વ્યાધાત જેવું લાગે છે, કારણ કે દરેક પશુ તરતમાં આવનાર પેાતાના અન્ત વિષે પુરૂ' સભાન હોય છે. જેણે તેને ખવરાવ્યું, પીવરાવ્યુ, રમાડયું, અને તેના પ્રત્યે મહાબત દાખવી . તે તેને ખાતા પરમ મિત્ર જ્યારે તેના વિશ્વાસના દ્રોહ કરે છે અને કસાઇને વેચે છે, ત્યારે તે પશુને આ વસ્તુસ્થિતિની તરત જ ખબર પડી જાય છે. આ પ્રકારની કહેવાતી યામય કતલ વિષે દયાપરાયણ માનવી એટલું જ સમાધાન ચિન્હવી શકે છે કે, જ્યારે તેની કતલ તા નિશ્ચિત જ છે તેા પછી, તે બને તેટલી ઓછી ત્રાસદાયી અને એ ઈચ્છવાયેાગ્ય છે. વનસ્પત્યાહારીને પણ દુધ, માખણ અને તેમાંની ખીજી પેદાશ માટે જાનવર ઉપર બહુ આધાર રાખવા પડે છે. ગાય કે જે દુધ આપે છે તેના ઘણુ ખરૂં' આખરી અન્ત અને બળતા તે નિશ્ચત અન્ત કતલખાનામાં જ આવે છે. તેથી, હું. આશા સેવું છુ ... કે, આ કાંગ્રેસ ભારતને એવાં બીજાં પોષક દ્રવ્યો શોધી કાઢવામાં મદદરૂપ બનશે કે જેનુ પોષગુમૂલ્ય દુધ અને તેની પેદાશે। જેટલુ જ હાય. જો મેટા પાયા ઉપર આ પશુઓને ઉછેર કરવામાં આવે, તા આખરે કતલખાનું તેને છેવટના વાસ બની જાય. આ એકમેક સાથે સબંધ ધરાવતા અનેક પ્રશ્નો આપણી સામે એક વિરાટ સમસ્યા ઉભી કરે છે, પણ દિલની કામળતા અને ઉકેલ શેાધવાની તમન્ના હશે તે આ બધા પ્રશ્નો સહેલાઈથી ઉકેલી શકાશે. મારી પ્રાથના છે કે જે મહાપુરૂષોની ઘોષણાઓ અમારા દેશમાં સદ્દીએથી સંભળાતી રહી છે તે ધોષણાઓ લેાંકાના કાન ઉપર ફરીથી અથડાશે અને અમારાં દિલ વધારે પવિત્રતા, સાદાઇ અને સ્વચ્છતાપૂર્વક રહેવાને—જીવવાને પ્રેરાશે. વિજ્ઞાનની અને જેને વૈજ્ઞાનિક પ્રગતિ તરીકે ઓળખવામાં આવે છે તેની માંગ એવી છે કે જે આપણી સર્વ કામળ લાગણીઓને નાબુદ કરવામાં જ પરિણમે છે. ... જ્યારે આપણી પૃથ્વીની પ્રદક્ષિણા કરવા માટે હવે પછી વહેતા કરવામાં આવનાર ઉપચદ્રમાં સામેલ કરવામાં આવનાર પશુની યાદી આપણે વાંચીએ છીએ અને પૃથ્વીના વાતાવરણથી ઉપરના અવકાશમાં છેડવામાં આવતા રોકેટદ્વારા ઉછાળવામાં આવતા વાંદરાની વાત સાંભળીએ છીએ ત્યારે એ સ્પષ્ટ થાય છે કે, આયેજિત-applied— વિજ્ઞાને જે દિશા ગ્રહણ કરી છે તે કદિ પણ સ્થાયી શાન્તિ નિર્માણુ કરવામાં મદદરૂપ થઇ નહિ શકે; કારણ કે માનવીના દિલમાં રહેલી જે લાગણીઓના પાયા ઉપર આવી શાન્તિની પ્રતિષ્ઠા થઇ શકે તેમ છે તે કામળ લાગણીઓને તે તદ્દન જડ–મુઠ્ઠી બનાવી દે છે. નિષ્ઠુરતામાંથી શાન્તિ કદિ પરિણમી શકે નહિ, અને દ્વેષમાંથી કદિ પ્રેમ જન્મી શકે નહિ. માત્ર પ્રેમનું ઉચ્ચતર વિજ્ઞાન જ એવા કરૂણાપરાયણ સ્ત્રીએ અને પુરૂષો પેદા કરી શકે કે જે દુનિયાની પ્રજાને સંગડૂિત બનાવી શકે. દુનિયાના ઉલ્હારક મહાપુરૂષ–પયગ ંબરા, તીર્થંકરા અને આવી આશાપૂર્વક આ કૉંગ્રેસનું અમે એવી રીતે આયેાજન કર્યું છે.કે તેની બેઠક. કેવળ એક જ સ્થળે ભરવામાં નહિ આવે, પણ આ વિશાળ દેશમાં આવેલાં ખીજા મુખ્ય શહેરામાં પણ ભરવામાં આવશે. હું એ પણ કહેવા મચ્છુ છુ કે આ કૉંગ્રેસ કોઈ એક ધાર્મિક સમાજનું કાર્ય નથી. સર્વ ધર્મના અનુયાયીઓ અને જે કાઈ પણ ધર્મમાં ન માનતા હોય, પણ વનસ્પત્યાહારમાં માનતા હોય એવા લોકોએ સર્વ આ કોંગ્રેસમાં જોડાયલા છે. તેની કાયૅવાહીમાં જુદા જુદા ધર્મના સુવિખ્યાત સ્ત્રીપુરૂષો ભાગ લઈ રહ્યા છે. દુનિયાનું અન્તઃકરણ કાઈ પણ કાળે હતુ તે કરતાં આજે વધારે સજાગ છે, અને વધારે ઐકય અનુભવે છે. ભૂતકાળમાં જે આચારવ્યવહાર અમુક ક્ષેત્ર પૂરત મર્યાદિત હતા તેની આજે સર્વત્ર ચકાસણી થઈ રહી છે, અને પરિણામે તેના વધારે વ્યાપક રીતે સ્વીકાર યા તા ઇનકાર કરવામાં આવે છે. વનસ્પત્યાહાર એક એવા આચાર છે અને માનવજાતનું અન્તઃકરણ તેના વ્યાજખીપણા વિષે આજે સર્વત્ર ખૂબ સભાન બની રહ્યું છે. આજે માણસનું ધ્યાન તે પોતે ગમે તે ધર્મના કેસમાજને હાય તે! પણ કતલમાં રહેલ નિરર્થીક ધાતકીપણા તરફ ખેંચાઈ રહ્યું છે. હવે મારૂં' આ પ્રવચન પૂરૂ કરતાં આજે આવી મહાન ઘટના ભારતમાં બની રહી છે તે વિષે મારા દિલની કૃતાર્થતા વ્યક્ત કરૂ છું. એ દરેકના ધ્યાન ઉપર હાવું ઘટે છે કે આ કેંગ્રેસના આશય મતપરિવર્તન કરાવવાનો નહિ પણ પ્રતીતિ પેદા કરવાના છે. આ કેંગ્રેસના આગેવાન સંચાલકા, કાર્યકર્તા કે પ્રતિનિધિઓના મનમાં પેાતે ખીજાથી વધારે ઉંચા છે અથવા તે। . બધા નિરામિષાહારી અન્ય કરતાં વધારે ઉત્કૃષ્ટ કોટિના માનવીએ છે એવા હરગીજ કાઈ ખ્યાલ છે જ નહિ. મને ખબર છે કે ઘણા માંસાહારી ખૂબ ભન્ના—અનેક વનસ્પત્યાહારીઓ કરતાં જરૂર વધારે ભલા, માયાળુ, દયાળુ હાય છે. પણ મને એ બાબતની પ્રતીતિ છે કે, જો કે કોઈ એક વ્યક્તિ વનસ્પત્યાહારી હાઇને વધારે ઉંચી વ્યક્તિ છે એમ કહી ન જ શકાય, એમ છતાં પણ, વનસ્પત્યાહારલક્ષી જીવનપદ્ધતિ દરેક રીતે વધારે સારી જીવનપદ્ધતિ છે એમાં કોઈ શક નથી. અમારા ઉદ્દેશ પ્રત્યે સહાનુભૂતિ ધરાવતી એવી અનેક માંસાહારી વ્યક્તિને પણ ટકા મેળવવા આ કાંગ્રેસ ભાગ્યશાળી થઈ છે. તેવુ આયોજન લેકાને એવી રીતે શિક્ષણ અને પુનઃશિક્ષણ આપવાના આશય ધરાવે છે કે જેથી, જેમાં પશુઓની કતલ રહેલી છે એવી જીવનપદ્ધતિના સ્થાને આધ્યાત્મિક, નૈતિક અને શારીરિક દૃષ્ટિએ વધારે ઉચ્ચ પ્રકારનું જીવન જીવવાને તે પ્રેરાય, કટિબધ્ધ થાય. અહિં એકત્ર થયેલા આહાર– નિષ્ણાતેના સંપર્કથી તેમ જ યોજવામાં આવેલ પ્રદર્શન ઉપરથી, અહિંસાના આદર્શ ઉપર મક્કમ રહીને કેવી રીતે જીવી શકાય તેમ છે, અને એમ છતાં વધારે પેષણક્ષમ દ્રવ્યો પ્રાપ્ત થઈ શકે એવેલ ખારાક શી રીતે પેદા થઈ શકે છે, અને તેવા આહારના કેવી રીતે પ્રબંધ થઈ શકે તેમ છે, તેને આ દેશના નાગરિકને જરૂર સારા અને સચોટ ખ્યાલ આવશે. આ કૈાંગ્રેસ માનવતાનું, આપણી માતૃભૂમિનુ, કુદરતના પેટાળમાં રહેલી ઇતર જીવસૃષ્ટિનુ એક મહાન સેવાકાર્ય છે. આમ હોવાથી આ કોંગ્રેસ નમ્રતા, આદર અને પ્રેમપૂર્વક તે મહાન શક્તિને ચરણે ધરવામાં આવે છે, અર્પણ કરવામાં આવે છે—એ આશાએ કે વિશ્વબંધુત્વનું સર્વ ભૂતમાત્ર વિષે મૈત્રીનુ—આ જગત્ ઉપર ક્રીથી સર્વોપરી સામ્રાજ્ય સ્થપાય. મુંબઈ જૈન યુવક સધ માટે મુદ્રક પ્રકાશક : શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, ૪૫–૪૭ ધનજી સ્ટ્રીટ, મુંબઇ, ૩. મુદ્રણુસ્થાન : કચ્છી વીશા ઓશવાલ પ્રિન્ટીંગ પ્રેસ, મસ્જીદ બંદર શડ, મુખઈ ય. 2. ન. ૩૪૬૨૯
SR No.525942
Book TitlePrabuddha Jivan 1957 Year 18 Ank 17 to 24 and Year 19 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1957
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy