SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૫-૯-૫૭ પ્રબુદ્ધ જીવન પ વ્યાખ્યાનના પ્રારંભમાં પ્રાર્થના તેા થતી જ, પણ જ્યારથી ભાઇ સૂર્યકાંત પરીખ આવ્યા ત્યારથી હમેશાં પ્રાર્થનાની જવાબદારી તેમણે સ્વીકારેલી, પહેલાં તે વિનેાખાજીનું સધમ સમન્વયસૂચક ‘ૐ તસ્કૃત શ્રી નારાચળ તૂ' ભજન ગાતા અને પછી ખીર આદિનુ એકાદ ખીજું. એમનાં એ ભજને એવા ઠરેલપણા અને મધુરતાથી ગવાતાં કે શ્રોતા તલ્લીન થઈ જ જાય. પાછલા દિવસેામાં વ્યાખ્યાનને અંતે પણ ભજ્રના ગવાયેલાં. બહેન અમિતા મહેતાના કંઠે અને 'હલક મેહક હતાં. શાંતિલાલ શાહનાં ભગવાન મહાવીરના જીવનને લગતાં સ્વનિર્મિત ભજતાએ દર સાલની પેઠે આ વર્ષે પણ સભાને મુગ્ધ કરેલાં. પછીના દિવસે બહેન કિશારી પરીખનાં ભજતા અને પછી છેલ્લે હેન ગીતા પરીખનાં ભજતા હતાં. એ ભજનાએ પણ લેાકાના મનને ઠીકઠીક આકર્ષ્યા હતાં. (અનુસધાન પાનું ૮૮ ઉપરથી ચાલુ) અનુભવ હતા, પણ જ્યારે તેમના વિષે મુંબઈવાસી શ્રોતાઓ પાસેથી અભિપ્રાય જાણ્યો ત્યારે મે શ્રી. સિંઘીજીને અનુરોધ કર્યો કે તમારે દર સાલ મુંબઈ વ્યાખ્યાનમાળામાં આવવા મહેરબાની કરવી. ખીજું પ્રવચન જાણીતા હાસ્યલેખક અને વિચારક પ્રાધ્યાપક શ્રી. જ્યાતીન્દ્ર દવેનું ‘સાહિત્ય અને સંસાર' વિષે હતું. મને એને આસ્વાદ માણવાની તક ન મળી, પણ મેં વિશ્વસ્ત રીતે જાણ્યું કે તેમણે પોતાના વિષયને બહુ ચેગ્ય રીતે ચર્ચો અને લેાકરુચિને પોષે તેમજ તેમની સમજણુ અને વિવેકશક્તિની વૃદ્ધિ થાય એ રીતે ચર્ચી એમની દાખલાલીલની આકક શક્તિ તે સુવિદિત જ છે. તા. ૨૬-૨૭-૨૮ એ ત્રણુ દિવસ લાગલાગટ દાદા ધર્માધકારીનાં પ્રવચન હતાં. તેમના વિષય · અહિંસાની વિકાસશીલતા' હતા. એ વિષયને તે સાંગોપાંગ ચર્ચી શકે અને તેમની જાગ્રત શક્તિના શ્રોતાઓને પૂરા પરિચય થાય એ દૃષ્ટિથી તે ત્રણ દિવસ દરમ્યાન ખીજા કાઇનું પ્રવચન રાખવામાં આવ્યું ન હતું, જેથી તેમને પ્રવચન માટે સમય ટૂંકા ન પડે અને શ્રોતાઓના મન ઉપર પડેલી છાપ ખીજા કાઈ પ્રવચનને લીધે ભૂંસાઇ ન જતાં તાજી રહે. દાદા પોતાના વિષયને એવી સુર્યાત રીતે હંમેશાં નિરૂપે છે કે તેમાં કાંઈ નકામુ આવતુ નથી, અને પૂર્વાપર મુદ્દાની કડીએ ખરાખર સંકલિત રહે છે. દાદાની હિંદી ભાષા, તેમનુ ઉચ્ચારણ અને તેમની નિરૂપણશૈલી—એ બધું અનેાખુ જ તરી આવે છે. તેમને સાંભળનાર કાલેજિયન વિદ્યાર્થી હાય, પ્રાધ્યાપક હોય કે અન્ય કોઈ નિષ્ણાત હાય તે સધળા એવા અનુભવ કરે છે કે જાણે કોઇ ઊંડા વિચારક અને બહુશ્રુત પ્રાધ્યાપક ઠરેલ વૃત્તિથી વર્ગ લઈ રહ્યો હાય. તેમણે જૂના વખતથી આજ લગી અહિંસાની દિશા કેવી રીતે અઘ્યાતી અને વિકસતી રહી છે. તે રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર અને સમાજશાસ્ત્ર આદિના વિવિધ દાખલાઓથી સ્પષ્ટ કર્યું હતું. ખરી રીતે તેમના પ્રવચનના અહીં તે નામમાત્રથી ઉલ્લેખ જ કરી શકાય. તેના મર્મ સમજવા માટે તે પ્રવચન કાં તે સાંભળવા જોઈએ અને કાં તે વાંચવા જોઇએ. વ્યાખ્યાનમાળાના યેાજાને વિચાર તેમનાં પ્રવચાની કરેલી ટેપ રેકોર્ડિ ંગને આધારે ગુજરાતી, હિંદી કે ઉભયમાં છપાવી પ્રસિદ્ધ કરવાના છે. છતાં અહીં એટલું સૂચવવુ' બસ થશે કે એ પ્રવચને સંક્ષિપ્ત હશે તેાય અહિં સાની ગતિશીલતા પરત્વે સંક્ષિપ્ત આધુનિક મહાભારતનું કામ આપશે. તા. ૨૯મીએ પહેલું વ્યાખ્યાન સૌરાષ્ટ્રના જાણીતા કાર્યકર્તા શ્રી. વજીભાઇ શાહનુ · ત્રિનેાખાજી' વિષે હતું. શ્રી, વજુભાઇ લોકપ્રિય અને ઠરેલ વક્તા છે. તેમના કથનના સાર એ હતા કે વિનાબાજીનુ દર્શીન એટલું બધુ સ્પષ્ટ અને સુસ્થિર છે કે તેને લીધે તે સંપૂર્ણ આત્મવિશ્વાસપૂર્વક પોતાના વિચારો રજૂ કરી શકે છે. વિનાબાજીએ જે ક્રાંતિ શરૂ કરી છે તે આધુનિક માનવતાની માગણીને અહિંસક રીતે સતાખનારી છે. છેલ્લું વ્યાખ્યાન જાણીતા સેલીસિટર અને આકર્ષક વક્તા શ્રી. ચીમનલાલ ચકુભાઈ શાહનુ હતુ. તેમણે ‘સમાજની નવરચના' એ વિષય ચર્ચો. સામ્યવાદી, પ્રજા-સેશ્યાલિસ્ટ અને કૉંગ્રેસી એ બધા પક્ષો વચ્ચે મોલિક અંતર શું શું છે તે સ્પષ્ટપણે દર્શાવી તેમણે સર્વોદયવાદની મીમાંસા કરી હતી. ગાંધીજી અહિંસાવાદી છતાં સમયે સમયે કેવી કેવી રીતે મૂળ સિદ્ધાંત સાચવી માંડવાળ પણ કરતા અને મધ્યમા તે પણ સ્વીકારતા, એ મુદ્દો ચર્ચી એમણે સર્વોદયના પાયાના સિદ્ધાંત ઇષ્ટ અને ક્ષેમકર હાવા છતાં તેને વ્યવહારુ રૂપ આપવાની કેટલીક મુશ્કેલીઓ તરફ અંગુલિનિર્દેશ કર્યાં હતા. સ્વતંત્ર ભારતે માન્ય કરેલ રાજ્યભધારણના પાયાના મુખ્ય સિદ્ધાંતો કયા કયા છે એને દર્શાવતા બંધારણના એટલા ભાગ વાંચી સંભળાવી શ્રોતાઓને એકાગ્ર કરતાં કહ્યું હતું કે સ્વતંત્ર ભારતે લીધેલી પ્રતિના આ છે. આ પ્રતિજ્ઞાઓની મર્યાદામાં રહી. લેકશાહી ઢબે સમાજવાદી સમાજરચનાના પ્રયત્ન કાંગ્રેસ કરી રહી છે. એમનું પ્રવચન જેમ અ ંતિમ હતું તેમ એને સમગ્ર શ્રોતાઓએ કળશરૂપ પણ અનુભવ્યું. પ્રસ્તુત વ્યાખ્યાનમાળા માટે સમર્થ અને નવનવા વક્તાએ મેળવવા અને ખીજી ગેઠવા કરવાની ચિંતા યુવક સંધના મંત્રીએ અષાઢ માસ પહેલેથી જ સેવતા રહે છે. તેને લીધે અંતે વ્યાખ્યાનમાળાનું તંત્ર સૌને સંતોષ આપે. એ રીતે ગાવાય છે. હવે આ તંત્રની પરિપાટી જ એવી ઘડાઈ ગઈ છે કે નિમિત સમયે ટ્રેન ઉપર પેસેજરા આવે તેમ શ્રોતાએ સૂચિત સ્થાને ઉપસ્થિત થઈ જાય છે. શ્રૌતાઓની ગમે તેટલી ઠેઠ હોય છતાં ધેાંધાટ કે અવ્યવસ્થાનું કશું જ ચિહ્ન નથી હતુ. જેમ ક્રિશ્ચિયન ચીઁમાં પ્રાર્થના વખતે pindrop silence--ાંકણી પડે તેય સભળાય એ કહેવત જાણીતી છે તેમ વ્યાખ્યાનમાળામાં પણ અનુભવાય છે. આને લીધે વક્તાને ખેલવામાં અને શ્રોતાઓને સાંભળવામાં વિક્ષેપ પડતા નથી. તંત્ર એવું સ્વયંસંચાલિત યંત્રવત્ ગોઠવાઈ ગયેલુ છે કે તેમાં સ્વયંસેવકની અપેક્ષા રહેતી જ નથી. વ્યાખ્યાનમાળાને અંગે તેમજ યુવકસ ંધની અન્ય પ્રવૃત્તિઓને અંગે જે વાર્ષિક ખર્ચ થાય તે રકમ માટે ભાગે વ્યાખ્યાનમાળા દરમિયાન જ એકડી થઇ જાય છે અને યાજકી, શ્રોતા અને વક્તાઓ એકેએક આગલા વર્ષેતુ આવુ પર્વ કેમ જલદી ગ્માવે એવી ભાવના સાથે અંતે છૂટા પડે છે. આ રીતે પશુસણ એ સાંપ્રદાયિક નામ સાથે જોડાયેલી વ્યાખ્યાનમાળા એના સ્વરૂપમાં અને પ્રમાણમાં અનેક રીતે વિકસતી જાય છે અને તે અસાંપ્રદાયિક દૃષ્ટિબિંદુને ખરા અર્થમાં વિકસાવતી હોવાથી સંસ્કારો જૈનજૈનેતર સમગ્રનું વશીકરણુ બનતી લાગે છે. ઘણા સ્નેહી મિત્રો સરળભાવે મને અવારનવાર એમ પૂછે છે કે આ પશુસણ વ્યાખ્યાનમાળામાં જૈન પર પરાના વિષયે કેમ નથી ચર્ચાતા? અથવા ઓછા કેમ ચર્ચાય છે? હું આ સ્થળે એવા બધા જિજ્ઞાસુએન નમ્રભાવે સૂચવવા ઇચ્છું છું કે વિષયાનુ નામકરણ ગમે તે હાય, વકતા ગમે તે હાય, છતાં જે ચર્ચા થાય છે તે જૈન પરંપરાના મૂળ સિદ્ધાંત અનેકાંત અને મૂળ આચાર અહિંસાને પેાષનારી અને વિકસાવનારી જ હાય છે. જ્યાં જ્યાં વિચાર સાથે વિવેક મળ્યે ત્યાં ત્યાં જૈનવ અનિવાર્ય છે. એટલે સાંપ્રદાયિક સંસ્કારવાળા ભાઇબહેનાએ જાણવુ જોઇએ કે વ્યાખ્યાનમાળા અંતે તો વિચાર અને વિવેકનું વર્તુળ વિકસાવવાની એક સાર્વજનિક ભૂમિકામાત્ર છે. પંડિત સુખલાલજી સંધના સભ્યાને ચાલુ સાલ સંવત ૨૦૧૩ નુ સધનું વાર્ષિક લવાજમ હજુ ધણા સભ્યનું વસુલ આવ્યું નથી, જે સભ્યનુ લવાજમ ખાકી છે. તેમના અંકમાં તેની જાણ કરતી સ્લીપો નાંખીને અવારનવાર યાદી આપવામાં આવે છે. આમ છતાં પણ ઘણા સભ્યોનું લવાજમ બાકી રહેતું હાઇ તેમને વિનંતિ કરવામાં આવે છે કે હવે આ વર્ષ પુરૂ થવા આડે થાડા જ સમય બાકી રહેતો હાવાથી પાતાનુ' લવાજમ સ ંઘના કાર્યાલયમાં અવશ્ય માકલી આપે. મ`ત્રી. સુખઇ જૈન યુવક સંઘ
SR No.525942
Book TitlePrabuddha Jivan 1957 Year 18 Ank 17 to 24 and Year 19 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1957
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy