________________
તા. ૧૫-૧-૧૭'
ત્તામાં તમારા તે સમેાવિડયા ન હોય, પણ તમે તેમને સમાનતાની ભૂમિકા ઉપર મળે છે. એ હકીકત જ તેમને તમારી સમીપ જરૂર લઇ આવશે.
પ્રબુદ્ધ જીવન
એક કે બે ચૂટણીઓનાં પરિણામે કેંગ્રેસની વિરૂદ્ધ આવ્યા અથવા તે એક એ ચૂંટણીમાં કૉંગ્રેસને નિષ્ફળતા મળી તો પણ આપણે ભારતની ભૂમિ ઉપરથી નાબુદ નથી થવાના. જે ચૂંટણીમાં નિષ્ફળ નીવડશે તેમના માટે આ પરાજય લાભકારી પણ નીવડે. નિરાંતની નિદ્રામાં પોઢેલા તેવા લેકા સફાળા જાગી ઉઠશે, અને ભવિષ્યમાં વધારે સચેત બનીને ચાલશે. આખરે એ હીકત તો છે જ કે કાંગ્રેસ ચૂંટણી જગ ડરપેાક માક નહિ પણ મરદ માફક ખેલવાની છે. તેના વિજય નિશ્ચિત છે. તેમાં કોઈ શંકા નથી.
અનુવાદક : પરમાનદ
મૂળ અંગ્રેજી : પું, જવાહરલાલ નહેરૂ
પ્રકીર્ણ નોંધ
અમારા રાષ્ટ્રપિતાએ શીખવેલા આધપાઠ
અમેરિકાની મુલાકાત દરમિયાન સંયુક્ત રાષ્ટ્રસસ્થા સમક્ષ ઐતિહાસિક પ્રવચન કરતાં પાંડિત નહેરુએ સમગ્ર વિશ્વને ખ્યાલમાં રાખીને આજની સમસ્યા ઉકેલવા પર ભાર મૂકયા હતા અને ગાંધીજીની યાદ આપતાં જણાવેલું કે “દુશ્મન સાથે પણ મૈત્રી અને સમાધાનની શકયતા રહે એવા સંબંધ રાખવા એમ ગાંધીજીએ “અમને ખાસ શીખવેલુ. અમારા ભૂતકાળના સંધર્ષોના ઇતિહાસ ગમે તેવા હોય, પણુ અમારા દેશે અને ઈંગ્લાન્ડે હિંદુસ્તાનની સ્વતંત્રતા માટે જે રીતે સમાધાન કરીને પરસ્પર મૈત્રી નિર્માણ કરી છે તે દુનિયાને એક સુન્દર ઉદાહરણ પૂરૂં પાડે છે. અમારી વચ્ચે ભૂતકાળમાં ઘણાં ધણા થયેલાં અને પરિણામે ખૂબ દુઃખ ને કટુતા જાગેલાં, તે છતાં અમે સ્વતંત્રતાની સમસ્યા ઉકેલી, એટલુ જ નહીં પણ, અમે ભૂતકાળનુ વૈમનસ્ય ભૂલીને પાછા મિત્રો પણ થયા. આ એક અજોડ ઉદાહરણ ગણી શકાય. “અલબત્ત, આને યશ બન્નેને ધટે છે. પણ મહાત્મા ગાંધીજીએ શીખવેલી અભિગમની અનેખી રીત આમાં નિશ્ચિતપણે કારણભૂત તો છે જ. એ અમને હંમેશા કહેતા હતા " તમે સિધ્ધાંત ખાતરસ્વતંત્રતા ખાતર-લડા છે. એમ પણ કહી શકાય કે તમે બ્રિટનના શાહીવાદ સામે લડા છે, પણ તમે બ્રિટનના લોકાની સામે નથી લડતા. તમે કાઇ પણ બ્રિટીશ માનવી સાથે નથી લડતા. માટે તમે એમની સાથે તે મિત્રભાવ જ રાખજો.’
“હું તમને જણાવું છું કે, અમારા લોકોને ઠાર કર્યાં હોય કે શેરી વચ્ચે ઝૂડી નાંખ્યા હાય—એવા એવા પ્રસગોએ ઘણી વાર અમારામાં ક્રોધ ને કડવાશ ભભૂકી પણ ઉઠેલ હશે. પરંતુ કાઇ પણ અંગ્રેજને અમારા ઉશ્કેરાયેલા ટાળાંમાંથી પસાર થતાં કદી પણ ઉની આંચ સુધ્ધાં આવી હોય એવુ મને યાદ નથી.
“આ કઇંક નવુ જ છે.
“હું એમ નથી કહેતા કે ભારતવાસીએ અન્ય પ્રજાજના કરતાં વધારે સારા અને વધારે શાન્તિપ્રિય છે. એવું છે જ નહિ. તંગદિલી અને મુશ્કેલીના સમયમાં તેઓ અન્ય માનવી જેટલા જ નબળા અથવા તો ઉતરતા છે. આમ છતાં પણ ગાંધીજીએ ફ્રી શ્રીને શીખવેલા ઉપરના મેધપાઠ અમારા દિમાકમાં ઊંડે ઉતરી ગયેલા છે.
આજની શાંતિની રક્ષા તથા વિકાસમાં વિઘ્નરૂપ થાય એવું કઇ પણુ, ઉશ્કેરાટને સમયે પણ, ન જ કરવું જોઇએ. વૈમનસ્ય, તિરસ્કાર ને કટુતા વધારે તેવુ પણ કંઈજ કરવુ જોઇએ નહીં. દુનિયામાં આજે ઘણીજ કટુતા ને તિરસ્કાર ભરેલાં છે. આપણે સૌ તે અનુભવીએ છીએ. આપણે દેવ તો ન થઇ શકીએ. છતાં આપણા એક પણ સિધ્ધાંતને કે અભિપ્રાયના ત્યાગ કર્યા સિવાય, વ્યક્તિ તરીકે કે રાષ્ટ્ર તરીકે ખાપણું કાર્ય એટલું સયમભર્યું હોવુ જોઇએ કે જેથી સમાધાનને માર્ગ મુશ્કેલ બની ન જાય.”
૧૮૯
બાબુ ધનાલાલ પૂર્ણચંદ જૈન હાઇસ્કૂલના સુવર્ણ અહેાત્સવ પ્રસગે શુભેચ્છા
તાજેતરમાં બાબુ પુનાલાલ પૂરચંદ જૈન હાઇસ્કૂલ પોતાના સુવર્ણ મહાત્સવ ભારે શાનદાર રીતે ઉજવી રહેલ છે. આ અંગે તા. ૫ જાન્યુઆરીથી તા. ૧૭ જાન્યુઆરી સુધીની એક ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા, જેમાંના મેાટો ભાગ આ પત્ર પ્રગટ થતા સુધીમાં સફળતાપૂર્વક પાર પાડવામાં આવેલ છે અને' ૧૬મી તારીખના ર જાહેર સમારંભ તથા ૧૭મી તારીખના ભાજન સમારભ હજી બાકી છે.
આ સ્કૂલની ૮૧ જૈન અને ૪૨ જૈનેતર વિદ્યાર્થીઓથી આથી ૫૦ વર્ષ પહેલાં શરૂઆત કરવામાં આવી હતી. આજે આ સ્કૂલમાં ૬૫૪ વિદ્યાર્થીઓ ભણે છે. જો આ સ્કૂલ માટે જાહેર પ્રજાની અને જૈન સમાજની માંગણી મુજબ મકાનની સગવડ ઉત્તરોત્તર વધતી ગઈ હાત તા આજે આ સ્કૂલમાં ભણે છે તે કરતાં ત્રણ ગણા વિધાર્થી જરૂર ભણુતા હોત. આ જગ્યાની મર્યાદાએ વિદ્યાર્થીની સંખ્યાને મર્યાદિત રાખી છે, પણ ગુણવત્તા તેમજ પરીક્ષાના પરિણામની દૃષ્ટિએ આ સ્કૂલનું સ્થાન મુંબઈની અન્ય હાઇસ્કૂલાની અપેક્ષાએ હમેશાં અગ્રગણ્ય રહ્યુ છે અને તેના આજ સુધીના વિકાસના ઋતિહાસ હાઈસ્કૂલ માટે અત્યન્ત ગૌરવપ્રદ બન્યા છે. પ્રારંભથી તે આજ સુધી આ હાઈસ્કૂલના નિર્માતા–સ્વ. બાબુ પનાલાલ પુનઃમદ તથા તેમના વંશજો એ આ સ્કૂલની ઉંચી પ્રતિભા ટકાવી રાખવા માટે તેમજ તેને અદ્યતન સાધન સામગ્રીથી પરિપૂર્ણ રાખવા માટે જ્યારે જ્યારે જેટલા દ્રવ્યની જરૂર પડી ત્યારે ત્યારે પાતા તરફથી કશા પણ સાચ વિના તે દ્રવ્ય તેમણે પુરૂ પાડ્યું છે, તથા આ હાઈસ્કૂલ પ્રારંભથી જ જૈન જૈનેતરાસૌ કાઇ માટે ખુલ્લી રાખવામાં આવી છે—આ હકીકત જાણીને એ પ્રતિષ્ઠિત કુટુંબ વિષે આપણા દિલમાં ઊંડા આદર પેદા થાય છે.
આ સુવર્ણ મહાત્સવ પ્રસંગે આ સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ મળીને સ્કૂલના વધારે વિકાસ સધાય તે માટે એક લાખ રૂપીઆથી વધારે રકમ એકઠી કરી છે અને એ રીતે પોતાની સ્કૂલ વિષેની નિષ્ટ અને કૃતજ્ઞતા પ્રગટ કરી છે. આ માટે એ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને અનેક ધન્યવાદ ધટે છે. આ સુવર્ણ મહોત્સવ સ્કૂલના ઇતિહાસનુ એક મહત્ત્વનું સીમા ચિહ્ન રજુ કરે છે. આ હાઇસ્કૂલની હવે પછીની કારકીર્દી વધારે ઉજ્વળ બને અને નૂતન શિક્ષણના પ્રદેશમાં સ્વતંત્ર પ્રયોગો કરીને આજના પરિવર્તિત સંયોગોને અનુરૂપ શિક્ષણ પધ્ધતિનું નિર્માણ કરે એવી આપણા અન્તરની પ્રાર્થના હા !
શ્રી સિધ્ધક્ષેત્ર જૈન બાળાશ્રમે પણ સુવર્ણ રહેાત્સવ ઉજવ્યા.
વીસમી સદીના પ્રારંભથી આપણા ચાલુ સામાજિક જીવનમાં નવચેતનનાં પગરણ શરૂ થયાં અને પોત પોતાની કામના અભ્યુદય અર્થે છાત્રાલય, નિશાળ, વાખાનાં, આરાગ્યગૃહા, શિષ્યવ્રુત્તિઓ, પ્રકાશન-~ સંસ્થાઓ, પુસ્તકાલયા વગેરે પ્રવૃત્તિઓની શરૂઆત થઈ. દરેક કામ પોતાનાં નબળાં સબળાં અભણ ભાઇ ભાંડુઓની અને અસહાય બહેન બાળકાની સંભાળ લે તે સરવાળે દેશનાં બધાં અંગોને જરૂરી પ્રાણબળ મળી રહે અને ઉન્નતિના માર્ગે સામુહિક પ્રયાણું શરૂ થાય—આવી એક સર્વમાન્ય વિચારસરણી એ સમયમાં પ્રવર્તતી હતી. આવી વિચારસરણુિમાંથી જૈન શ્વે. મૂ. સમાજનાં અનાય, અસહાય, ગરીબ બાળકો માટે પાલીતાણા ખાતે એક જૈન બાળાશ્રમના જન્મ થયો હતો. આ ખાળાશ્રમની સ્વર્ગસ્થ શ્રી ચુનીલાલ નગીનદાસ કાનુનીએ પ્રારંભમાં ૪ અને ટુંક સમયમાં ૨૦ વિદ્યાર્થીઓ વડે આજથી પચ્ચાસ વર્ષ પહેલાં શરૂઆત કરી હતી.
આ સંસ્થાએ પણ ગયા ડીસેબર માસની આખર દરમિયાન શેઠ કસ્તુરભાઈ લાલભાઈના પ્રમુખપણા નીચે ત્રણ દિવસના ખીચેખીય કાર્યક્રમથી ભરેલા પોતાને સુવણૅ મહેાત્સવ ઉજવ્યે
.
આ પ્રસ ંગે સંસ્થા તરફથી એક સુન્દર સુવણ મàત્સવ