SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૭ ૫૭ બદલ આપણે તેમના ઋણી છીએ. એક ઋષિનું ખીજા ઋષિ સન્માન કરે તે આપણા માટે ઘણા આનંદની વાત છે. તમારા સૌના વતી હું તેમને આભાર માનું છું તેમજ તેમનુ સ્વાગત ક` છું. અને તમે સતુ પણ સ્વાગત કરૂં છું. ભાઈ ઢેબરભાઈ ખાસ આ પ્રસગે દિલ્હીથી આવ્યા. કાકા કાલેલકર પણ આ પ્રસંગે અહીં આવ્યા. તે માટે તે બન્નેનું પણ તમારા સૌ તરફ્થી હુ સ્વાગત કરૂ છું. સંદેશા વાચન ૐ ત્યાર બાદ સન્માન સમિતિના એક મંત્રી અને બનારસ હિંદુ યુનિવર્સિટીમાં જૈન દર્શનના અધ્યાપક તરીકે ૫. સુખલાલજીના નિવૃત્ત થયા બાદ તેમના સ્થાને કામ કરી રહેલા અધ્યાપક શ્રી લસુખભાઈ માલવણિયાએ પ્રસ્તુત પ્રસંગને અનુલક્ષીને પ્રાપ્ત થયેલા અનેક સંદેશા આમાંથી નીચે મુજબના ઘેાડા સદેશાઓ વાંચી સંભળાવ્યા : પ્રબુદ્ધ જીવન ભારતના વડાપ્રધાન ૫, જવાહરલાલ નેહરુ “પ, સુખલાલજીની ૭૫ મી વર્ષગાંઠે, તેના સન્માન–સમારંભ પ્રસંગે, હું મારાં · અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું, એક મહાન વિદ્યાનનું આ રીતે હુમાન થાય એ ખરેખર યોગ્ય જ છે.” (અંગ્રેજી ઉપરથી) પૂજ્ય વિનાબાજી—પંડિત સુખલાલજીની વિદ્યા–સેવાને કારણે, કૃતજ્ઞતા પ્રગટ કરવા માટે એમના સન્માનના સમારંભ મુંબઇમાં થઇ રહ્યો છે, એ આનંદની વાત છે. તટસ્થ કે નિષ્પક્ષ બુદ્ધિ એ વિદ્યોપાસનાની સૂચક છે. આ ગુણુ પંડિતજીમાં પૂર્ણ રૂપે જોવામાં આવે છે. મને આશા છે કે એ મહાન ગુણુને સ્પર્શ આપણ સૌને થશે.” (હિંદી ઉપરથી) પૂજ્ય કેદારનાથજી—“સન્માન્ય પંડિતજી પ્રત્યે મારા મનમાં ખૂબ સદ્ભાવ છે. ઘણાં વર્ષોથી અમારા સ્નેહસંબંધ છે. જનતાની તરફથી એમના સત્કાર થાય છે એ ભારે હર્ષની વાત છે.... પડ તજીને આરોગ્ય અને દી આયુષ્ય પ્રાપ્ત થાય અને એમની મારફત જનતાની સેવા થતી રહે એ જ પરમાત્માને પ્રાર્થના” ડો. સુનીતિકુમાર ચેટરજી—( પ્રમુખ, બંગાલ રાજ્યસભા કલકત્તા)——“પં. સુખલાલજી જેવા સુપ્રસિદ્ધ વિદ્વાનનું જનતા તરફથી બહુમાન કરવામાં આવે છે, એમાં મારી જાતને સંમિલિત કરવામાં હું મોટું માન સમજું છું. પ્રજ્ઞાચક્ષુ શ્રી સુખલાલજી અત્યારના ભારતીય અગ્રગણ્ય વિદ્યાતામાંના એક છે; અને એમના પરિચયમાં આવવાથી મને માટે લ્હાવો મળ્યો છે એમ હું માનું છું. એમનું તલસ્પર્શી અને વિપુલ જ્ઞાન, કેવળ જૈન ધર્મ અને એની સાથે સંકળાયેલ સંસ્કૃતિનાં જ નહીં પરંતુ અન્ય ભારતીય ચિંતન અને સંસ્કૃતિનાં-બ્રાહ્મણ, બૌદ્ધ અને ખીજા પ્રકારનાં–પ્રાચીન શાસ્ત્રોના સર્વે નિષ્ણાતા અને વિદ્વાનોના સહજ આદર પામેલું છે. તે આપણી વચ્ચે હાવાથી ભારતીય વિદ્રત્તા જાજ્વલ્યમાન બની છે. આપણે સહુ પ્રાર્થના કરીએ કે તે લાંબુ આયુષ્ય પામે. તેઓનું જ્ઞાન જેટલુ ગંભીર છે તેટલુ જ એમનું જીવન બાળક જેવુ સરળ છે અને જીવનના કાઈ પણ ક્ષેત્રના જિજ્ઞાસુને મદદરૂપ થવા તેઓ એટલા જ તત્પર હેાય છે. આ પ્રસંગે હું આ સુપ્રસિદ્ધ વિદ્વાનને મારી અજલિ અને અંગત સન્માન અને બહુમાન અપું છું. જે સન્માનને યોગ્ય છે તેમનુ જનતા તરથી બહુમાન થાય એવી ગાઠવણુ કરવા બદ્દલ હું સમિતિને પણ અભિનંદન આપું છું.” (અ ંગ્રેજી ઉપરથી) ભારતના ગૃહપ્રધાન શ્રી ગાવિવલ્લભ પંત પડિત સુખલાલજીની ૭૫ મી વર્ષગાંઠે મારી હાર્દિક શુભેચ્છાઓ. (અંગ્રેજી ઉપરથી) પૂજ્ય શ્રી રવિશંકર મહારાજ—-“તેઓ કેવળ આપણા ગૂજરાતનું જ નહીં, પણ ભારતનું એક અમૂલું રત્ન છે. એમના જીવનની પ્રક્રિયા જોઇને હું હંમેશાં મુગ્ધ થાઉં છું; અને જ્યારે જ્યારે એમને • મળવાનું થાય છે, ત્યારે એમને માટે થોડી વાત સાંભળીને ખૂબ સતાષ અને આનંદ અનુભવુ છું. “છેતેર વર્ષ સુધી એમણે એમની શક્તિઓ મારફત સમાજની અને સાહિત્યની અનેરી સેવાઓ બજાવી છે. એની કદર થઈ રહી છે ૪૧ એ જોઈ મારું અંતર હસી ઊઠે છે. એવા મહાન વિદ્વાન પુરુષ વિષે મારા જેવા અભણુ માણુસ વિશેષ શું લખે? નમ્ર ભાવે આ પ્રસ ંગે હું એમને નમસ્કાર કરું છું.” શ્રી. વિદ્યાહેન રમણભાઈ નીલક’——(અમદાવાદ) - ‘‘આ સન્માનના સમારંભ શ્રી. રાધાકૃષ્ણનને પ્રમુખપદે ઉજવાય છે. તે એક ગૌરવના વિષય છે. હિન્દનાં વિરલ વિદ્વાનો પૈકી એકની કદર આપણે યકિંચિત્ કરી શકીએ. એમાં કઈ વિશેષ નથી. પંડિતજી પ્રત્યેના મારા પૂજ્યભાવ પ્રગટ કરી, તેમની તથા આમંત્રિતાની ક્ષમા માંગી સમારંભને સંપૂર્ણ સફળતા ઋચ્છુિં છું.” ડા. વાસુદેવશણુ અગ્રવાલ—“મહાન પડિત પ્રજ્ઞાચક્ષુ શ્રી સુખલાલજીના અભિનંદનમાં મનથી હાજર થઇને હુ અતિશય આનંદ મેળવી રહ્યો છુ. એમનુ દર્શન દિવ્ય સારસ્વત તેજનું સાક્ષાત્ રૂપ છે. બ્રાહ્મસરોવરમાં સ્નાન કરનાર વ્યક્તિની સ્થિતિ અને ભાષાના તે પ્રતીક છે.......... પતિજીએ હૃદયની વિશાળ ઉદારતાના જે આ ઉપસ્થિત કર્યો છે તે એમનું સમગ્ર ભારત ઉપરનું ઋણુ છે, અને એમના જ્ઞાનની સાથે આ ઔદાર્ય તે પણ આપણે પ્રણામ કરીએ છીએ.” (હિન્દી ઉપરથી) શ્રી રાજેન્દ્ર ટી, વ્યાસ—(મંત્રી, નેશનલ એસેાસીએશન ફાર ધી બ્લાઈન્ડ) હિંદુસ્તાનના ૨૦ લાખ અંધા માટે સાચે જ એક અત્યંત ગર્વના પ્રસંગ છે કે આજે એક અત્યંત વિશિષ્ટ અધ વિદ્યાનનું, તેની વિદ્વત્તા અને જ્ઞાન માટે, સન્માન કરવામાં આવે છે અને તે પણ તેટલા જ મહાન અને સુપ્રસિદ્ધ વિદ્વાન ડે. સર્વ પલ્લી રાધાકૃષ્ણન દ્વારા.” (અંગ્રેજી ઉપરથી) બાકીના સદેશાઓ આ અંકમાં અન્યત્ર પ્રગટ કરવામાં આવ્યા છે. ત્યારબાદ પં. સુખલાલજી સન્માન સમિતિની વતી સમિતિના એક મંત્રી શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે સમિતિના કાર્યને લગતું સંક્ષિપ્ત નિવેદન રજુ કર્યું. સન્માન સમિતિના કાચનું સંક્ષિપ્ત નિવેદન રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના અધ્યક્ષપદે ભારતીય તત્ત્વજ્ઞાનના જે સન્માન સમિતિના નિમ ંત્રણને માન આપીને ભારતના ઉપસર્વે અહીં ઉપસ્થિત થયા છે તે સન્માન સમિતિની સ્થાપના કયા વિરલ વિદ્વાન પ્રજ્ઞાચક્ષુ પ ંડિત શ્રી સુખલાલજીનુ બહુમાન કરવા આપ સજોગોમાં થઈ અને તેણે આજ સુધીમાં ક્યું કર્યું કાર્ય કર્યું" તેની ટ્રેક રૂપરેખા આપ સમક્ષ રજૂ કરવાની અમે રજા લઈએ છીએ. સમિતિની સ્થાપના પંડિત સુખલાલજી પોતાના વિદ્યાપરાયણ જીવનનાં ૭૫ વર્ષ તા. ૮–૧૨–૧૯૫૬ ના રોજ પૂરાં કરી ૭૬ મા વર્ષમાં પ્રવેશ કરવાના હતા તે પ્રસંગે અખિલ ભારતીય ધેારણે તેઓશ્રીનું સન્માન થાય એવી કાંઈ ચેાજના તૈયાર કરવાના વિચાર પડિતજી પ્રત્યે ઊંડા આદર ધરાવતા તેમના કેટલાક શિષ્યો મિત્ર અને પ્રશંસકાના દિલમાં સ્ફુર્યાં. પડિતજીને પોતાના ગુરૂ કે વડીલ તરીકે માનતા અનેક ભાઇએ દેશના જુદા જુદા વિભાગેામાં કામ કરી રહ્યા છે. તેમના પ્રત્યે અનેક શ્રીમાન, રાષ્ટ્રસેવા તેમજ સામાજિક કાર્યકરા ઊંડા આદર તેમજ પ્રેમ અનુભવે છે. તદુપરાંત ભારતીય દર્શનના ક્ષેત્રમાં કાર્ય કરતા અનેક વિદ્યાના સાથે પંડિતજી સારા સપર્ક ધરાવે છે. . આવી વિશિષ્ટ અને પ્રશંસનીય વ્યક્તિ માટે સન્માનની કોઈ યોજના ઊભી કરવામાં આવે તેને અનેક દિશામાંથી સારા સહકાર મળશે એવા અમારામાં વિશ્વાસ પેદા થયો. આ વિચારને મૂર્ત સ્વરૂપ આપવા અમદાવાદ તેમજ મુંબઇમાં કેટલીક અવિધિસરની સભા થઈ. કલકત્તા, કાશી મદ્રાસ બાજુ વસતા તેમના મિત્રા સાથે પણ ચર્ચા થઇ. પરિણામે તા. ૪-૮૫૫ ના રોજ અમદાવાદમાં પંડિત સુખલાલજી સન્માન સમિતિ”ની વિધિસર સ્થાપના કરવામાં આવી. અને એ સમિતિએ નીચે મુજબની સન્માન ચેાજના નક્કી કરી.
SR No.525942
Book TitlePrabuddha Jivan 1957 Year 18 Ank 17 to 24 and Year 19 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1957
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy