SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ આ તે કેવી મતિવિકૃતિ આાજે બુધ્ધિશાળી લેખાતા માનવીઓની બુધ્ધિ કેવી એકાંગી રીતે આજના પ્રશ્નોને વિચાર કરે છે તેના અવનવા દૃષ્ટાન્ત આપણને જોવા જાણવા મળે છે. જેમ કે કેટલાક એમ વિચારતા હોય છે કે આજની સર્વ આત અને મુંઝવણનું મૂળ વધતું જતું વસ્તીપ્રમાણ છે, અને આ વસ્તીપ્રમાણ અટકાવવા માટે સતતિનિયમન એક જ ઉપાય છે અને સંતતિનિયમન એટલે સંતતિનિરાધક કૃત્રિમ સાધનાના ઉપયોગ. અલબત્ત આ નિદાન અમુક અંશે ખરાખર છે, પણ જ્યારે સ સંકટવિમોચન તરીકે કાઈ પણ ક્ષણે અને કાષ્ઠ પણ પ્રસંગે સતતિનિયમનને જ એક અને અદ્વિતીય ઉપાય તરીકે આગળ ધરવામાં આવે ત્યારે ભારે પ્રમાણભગ થઇ રહ્યો હોય એમ માલુમ પડે છે. આવી જ રીતે માંસાહારને પણ આપણામાંના કેટલાક બુધ્ધિમાન લોકા તરફથી હાલતાં ચાલતાં આગળ ધરવામાં આવે છે. આપણી પ્રજા નિબળ છે, શરીરમાં તાકાત નથી, પૂરતા પાષણના અભાવ છે—એમ જ્યારે ફરિયાદ કરવામાં આવે છે ત્યારે, તે નબળાઈ, કમતાકાત, માયકાંગલાપણુ દૂર કરવાના એક જ ઉપાય છે માંસાહાર-એમ આજે અમુક વ ચેતર પ્રચાર કરતા જોવામાં આવે છે જાણે કે અનાજ, ભાજીપાલા અને કળામાં માણસને કૌવતવાળા બનાવવાની કાઇ તાકાત જ ન હોય. આવું જ એકાંગીપણું ખારાકનો પ્રશ્ન ચર્ચતાં કેટલેક સ્થળે દાખવવામાં આવે છે. અનાજની ખૂબ તંગી છે. આ વખતે પૂરતુ અનાજ પાકયુ નથી. દેશની જરૂરિયાતના પ્રમાણમાં આપણે જોતું અનાજ પકવતા નથી. આ પોકાર સાંભળીને અનાજઉત્પાદન વધારવાના ઉપાયે વિચારવા સૂચવવાને બદલે માંસ ખાઓ, મચ્છી ખા’ એવા ઉપદેશ સાંભળવા મળે છે. હજી હમણા થોડા દિવસ પહેલાં મસૂરીમાં મળેલી ડેવલપમેન્ટ કમીશનરાની પરિપષદ્રમાં કામ્યુનીટી ડેવલપમેન્ટ ખાતાના કેન્દ્ર પ્રધાન શ્રી ‘ડે” એ એવું વિધાન કર્યું હતું કે દેશની અાસમસ્યાને હલ કરવાના અસરકારક માર્ગ. માંસાહાર તરક્ પ્રજાને અને તેટલી વાળવામાં રહેલા છે. આ સંબંધમાં તા. ૭-૫-૫૭– ના ટાઇમ્સ ઓફ ઈન્ડીઆ પેટા અગ્રલેખમાં જણાવે છે કે “આવી ખીનઉપયોગી સલાહ આપવાથી વધારે અવિચારી કાર્ય શ્રી ઉંટ કરી શકયા ન હોત. એક પ્રમાણભૂત અંદાજ મુજબ એ પુખ્ત ઉમ્મરના માનવીઓને એક વર્ષીનુ અનાજ અને અન્ય વનસ્પત્યાહારની જરૂરિયાત પુરી પાડવા માટે એક એકર જમીન પૂરતી છે. આ જ અને માનવી જો માંસાહાર તરફ વળે તેા તેના માટે સાડા ત્રણ એકરની જમીનની જરૂર પડશે. મી. ડે એ ખાબત તદ્દન ભુલી ગયા લાગે છે કે માછલી સિવાય, માંસાહાર પુરા પાડતાં પશુ અને પક્ષીને પાતાના ખારાક જમીન ઉપર પેદા થતી ચીજોમાંથી જ લેવાના હેાય છે. અમેરિકાના ખેતીવાડી ખાતાના અધિકારી શ્રી મેન્સને થેંડા સમય પહેલાં પ્રસ્તુત પ્રશ્નની આ બાજુ જરાક જરા અન્ય પ્રકારે રજુ કરી હતી અને જણાવ્યું હતુ કે એક હજાર નિરામિષ–આહારીઓને પોતાના ખારાક માટે જેટલી જમીનની જરૂર હોય છે તે કરતા લગભગ છ ગણી જમીનની જરૂર એટલા જ આમિત્ર-આહારીઓને પોષવા માટે રહે છે. આ એક કઇં કાળથી ચાલી આવેલી ભ્રમણા છે કે માંસાહારીઓને ખારાક પૂરા પાડતા ગાય બળદ ભેંસ પાડા, બકરાં ઘેટાં, ડુક્કરા અને બીજા જાનવરાને ઉછેરવા માટે જરા પણ જમીન કે તેની પેદાશની જરૂર પડતી જ નથી. શ્રી ડે આવી ન ટકી શકે તેવી દલીલ કરવાના ભાગ થઈ પડયા તે યાજનક છે. વધારે કાજનક તા એ છે કે એક અધિકાર ઉપરથી બીજા અધિકાર ઉપર અને એક જગ્યાએથી બીજી જગ્યા ઉપર દોડાદોડ કરવા આડે આપણા પ્રધાનીને નિરાંતે અને પૂર્વ. ગ્રહોથી મુકત બનીને વિચાર કરવાના ભાગ્યે જઆવકાશ મળે છે.” પરમાનદ વિષય સૂચિ “પંડિત સુખલાલજી મારા વિદ્યાગુરૂ છે.” એકે સામસામી પ્રબુદ્ધ જીવન આગન્તુક પાછળ નજર પ્રકીણ નોંધ : હાઇડ્રોજન માંબના પ્રયોગા અને આન્તરરાષ્ટ્રીય પરિસ્થિતિ, જૈન કલીનીક, નયા પૈસાના ચલણના બહાને સરકારી ટપાલખાતાએ ચલાવેલી લૂંટ,. આ તે કેવી મતિવિકૃતિ ? ' પ્રગટી ભૂમિદાનની ગંગા મુનિ પુણ્યવિજય ગીતા પરીખ ગીતા પરીખ ડો. જહાન મથાઈ પરમાનંદ પ્રતાપરાય ટાળિયા પૃષ્ટ ૧૧ ૧૩ ૧૩ ૧૪ ૧૫ તા. ૧૫-૫-પ પ્રગટી ભૂમિદાનની ગંગા [ આકાશવાણી અમદાવાદ વડોદરા પરથી ૧૮ એપ્રીલ ૧૭ ન રાજ રજૂ થયેલ સ’ગીત–રૂપક. અહીં તેને શ્રાવ્યમાંથી દૃશ્ય પ્રકારનુ બનાવવા માટે છાયા—નાટિકા (Shadow-Play) નું રૂપ આપવાને સાધારણ ફેરફાર કરેલ છે.—પ્ર (પાર્શ્વ સંગીતઃ તબૂરને ગૂંજારવ, ઘંટનાદ, શંખનાદ, બંસી વાદન. પરદા પર તથાગત મુધ્ધની છાયા...પાર્શ્વ ભૂમિમાંથી મન્નાનુ ગાન અને પ્રવક્તાની વાણી... ) મત્રગાન : (છંદઃ અનુષ્ટુપ) ‘ઈશનું રાજ્ય છે આખુ, જે જે આ જગતી વિષે, ત્યાગીને ભાગવી જાણા! વાંછે મા ધન અન્યનુ ( ઈશાપનિષદ્ ) પ્રવક્તા...... આજ સંભળાય છે. આ સંદેશ—અવકાશમાં વિચરતા સ ંતાના પ્રણવનાદમાંથી, મા-ભારતીની ગોદમાં પોઢેલાં શહીદેાનાં જીવનગાનમાંથી અને રિદ્રનારાયણની સ્પર્શ ધન્યા ધરણની નવતર જબાનમાંથી...! (પાર્શ્વસગીતમાં ૐ તત્સત્ શ્રી નારાયણુ તૂ' ના પ્રાર્થના—સ્વર શરૂ) પ્રવક્તા— ...... ૧૯૫૧ ના એપ્રીલ માસ, શિવરામપલ્લીના સર્વોદય સંમેલનમાં વાખાને વાસ અને અંતર્લીન કરતી પ્રભાતનાં પ્રાર્થનાની આ સુવાસ~~~ (છાયાદસ્યમાં ધ્યાનમગ્ન વિનાબા અને સાથી) પ્રાર્થનાગાન ૐ તત્સત્ શ્રી નારાયણ તૂ, પુરુષાત્તમ ગુરુ તુ, સિધ્ધ-બુધ્ધ ત, કન્દ વિનાયક, સવિતા પાવક તૂ. બ્રહ્મા--મજદ તૂ, યહ્ત્વ શક્તિ તૂ, ઇશુ–પિતા પ્રભુ તૂ; રુદ્ર–વિષ્ણુ તૂ, રામ-કૃષ્ણ તૂ, રહીમ તાએ તૂ. વાસુદેવ ગો—વિશ્વરૂપ તૂ, ચિદાનન્દ હરિ તુ; અદ્વિતીય ત, અકાલ–નિર્ભય, આત્મલિંગ શિવ તૂ. ૐ તત્સત્ શ્રી નારાયણ તૂ, પુરુષાત્તમ ગુરુ તુ, ( વિનામા ) પ્રવકતા— દેશની પરિસ્થિતિને આ સંમેલન ગંભીરપણે વિચારી રહ્યું હતું. દેશમાં ચોમેર અંધકાર છવાયો હતો. સમાજના શરીરમાં ઠેરઠેર વિષમતાના રાગ ફેલાયા હતા. એક તરફ હતાં શોષણુ, નીતિનાશ ને અતિવિલાસ; તેા ખીજી તરફ વ્યસન, રાગ, દારિદ્રય ને અજ્ઞાન. ગાત. આ અસમાનતાએ તેલંગણામાં તા માઝા મૂકી હતી. જ્યાં— (છાયાદૃશ્યમાં દરોનાં દુઃખ અને ધનિકાનાં શાષણની ઝાંખી) ( લેાકગીત ) ધરતીને પટે પગલે પગલે, મૂઠી ધાન વિના નાનાં ખાળ મરે, પ્રભુહીન આકાશેથી આગ ઝરે; અઢારાત કરોડ કરોડ ગરીએાનાં પ્રાણ ધનિકાને હાથરમે (ર) લથડી લથડી ડગલાં ભરતી, લાખેા નાર ગલી ગલીએ કરતી, સારી રાત ભૂખે મજૂરી કરતી; મારાં માળ પરાઢિ ચે જાગીને માગશે ભાત’ વિચારી એ દેહ દમે....(૨) (શ્રી.' ઝવેરચ’દ મેઘાણી) (છાયા દૃશ્યમાં હિંસા અને મારŁાડનું દર્શન) પ્રવક્તા~ એક તરફ ટુકડો રોટી મુશ્કેલ, બીજી બાજુ ધન-ધાનની રેલમ--છેલ !...પરિણામે ત્યાં જાગી હૈયુ હચમચાવતી ઘેાર હિંસા...એના ખપ્પરમાં કંઈક જમીનદારા ને કાર્ય કરા હામાયા, તેલગણાની ભામ પર શાણિત રેડાયાં...જનતા ‘ત્રાહિ...ત્રાહિ...!” પોકારી ઊઠી.
SR No.525942
Book TitlePrabuddha Jivan 1957 Year 18 Ank 17 to 24 and Year 19 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1957
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy