SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૮-૫૨ પ્રબુદ્ધ જૈન સ્વ. મણીભાઇના જીવનની ઝરમર ઈ. સ. ૧૯૧૦–૧૫માં શ્વેતાંબર મૂર્તિ પૂજક સમાજની સેવાનુ કામ કુદરતે જાણે સિંહ રાષીને સોંપ્યું. જ્યાં જુએ ત્યાં ‘મ’ નામવાળા જ કાર્ય કરતા જણાતા. અને પછી લે એ જુથને ‘ભમ્મા' પાટી કહેતા થયા. શ્ર'. મોહનલાલ દલિચંદ દેશાઇ, શ્રી, મોતીચંદ્ ગીરધરલાલ કાપડીયા.શ્રી, મકનજી જુઠ્ઠાભાઇ મ્હેતા, શ્રી. મણીલાલ બાલાભાઇ નાણાવટી, શ્રી, મણીલાલ મહાકમચંદ શાહ, ઇત્યાદિ એકે જૈન સાહિત્યને પ્રકાશમાં આણ્યું, ખીજાએ મહાવીર જૈન વિદ્યાલયને સાચવ્યું અને વિકસાવ્યું, એક સંયુક્ત જૈન વિદ્યાથીગૃહને સ્થાપ્યું અને છેવટ સુધી સાચવ્યુ' અને ખીજાએ નાણાકીય, ક્ષેત્રે નામના મેળવી. X X મુંબઇ જૈન યુવક સંધ સ્થપાયે . એની શરૂઆતની પ્રવૃતિ બાળદીક્ષા માટે ભગાડાતાં બાળકોને બચાવવાની અને એના કુટું’બીજતાને મદદ કરવાની હતી. સંસ્થા પાસે પૈસા મળે નહિ અને બાથ ભીડવાની લિક્ષ્મિન દતાની હામે જે ધર્મ બચાવવાના લાભાર્થે પોતાના તે અંધશ્રધ્ધાળુ જૈનાના લાખા ખર્ચવાની શકિત ધરાવતા. શ્રી મણીભાઇની પેાતાની આર્થિક સ્થિતિ પણ એ વેળા સારી ન હતી. ધેર તકલીફો વેઠતાં છતાં એમણે યુવક સૌંધનાં કાર્યકરાને નાણાંની ભીડ કદિ ન પડવા દીધી-પાતે આપ્યા કે કયાંથી મેળવી આપ્યા. X X જૈન સમાજમાં એક પ્રખર વિચારક પેદા થયા. એની શૈલી અને વિચારાની રજુઆતે ગુજરાતી સાક્ષરામાં એને સ્થાન અપાવ્યું. શ્રી. મણીભાઇએ એમની મૈત્રૌ સાધી. સમાજની સાથે બાથ ભીડ– નારને એની આર્થિક બાજુ નરમ કરી મૂકે તો એ ઝાઝો વખત ટકી શકે નહિં અને પછી એને કહેવાનુ એ સ્પષ્ટ કહી ન શકે, માટે એને આર્થિક મુંઝવણુ ન રહે એ જોવું જોઇએ, કે જેથી અને ક્રાન્તિના માર્ગ સરળ બને. આ ભાવનાથી ઉદારચિત્ત મીએ ભાઇએ એમને પેાતાના ધંધામાં અર્ધા ભાગીદાર બનાવ્યા. ****X X મુંબઇ જૈન યુવક સંધની ઉદ્દામ પ્રવૃત્તિઓમાં જુદાં જુદાં માણસે જુદાં જુદાં કારણે રસ લ્યે છે. અને શકય તેટલી સહાય તન, મન અને ધનથી કરે છે. પ્રસગો પેદા થાય ત્યારે કાઈક પોતાનું ધાર્યું" કરાવવા માગે પરંતુ એવી કોઇ બાબતમાં ગમે તેટલા સરસ સહાયક હોય તો પણ અયોગ્ય વાત હૈાય તે યુવા સંધ 'નમતુ' ન આપે–શ્રી. મણીભાઇ નમતું ન આપવા દે....અને આમ યુવક સધના શુભેચ્છકે! જેમ જેમ બદલાતા જાય તેમ તેમ કરી, મણીભાઇની સંઘની પ્રવ્રુતિ ચાલુ રાખવા માટે જોઈતાં નાણાં એકઠા કરવાની મહેનત પણ વધતી જાય. પણ એની એમણે કદી પરવા કરી નહિ. ઘરના ભોગ આપ્યો પરંતુ નતમસ્તકે એમણે કાની પાસે ‘આજીજી કરી નહિ. X X X મિલ જીન સ્ટાર્સના એમના ધીકતા ધંધામાં મદિ આવી-એ દેવાદાર બની ગયા પણ એમની નિષ્ઠા એવી હતી કે કાઈ વેપારીએ એમને હેરાન ન કર્યાં. પાછી ભરતી આવી, બધુ દેવુ' આપ્યુ.-કાયદાની મુક્ત ઓળંગી ગેરકાયદે બનેલું દેવું પણ આપ્યું. એ ધંધાના મંડળે એમને પ્રમુખપદ આપ્યું. વૃધ્ધાવસ્થાની માંદગીના કારણે એમણે પોતે છેડયું ત્યાં સુધી એના પ્રમુખ રહ્યા. X X X એમના ધંધામાં જ્યારે એઝ આવી ત્યારે એક નિકટના ને ન્હાનપણના મિત્રનુ દેવું હતું. મિત્રે કહ્યું કે મને બાકી કહાડી આપે લેખક : ૫૩ તારાચંદ કાઠારી હુ' એના ઉપયોગ કરી, તમારી તકલીફ નહિ વધાર્. એનુ હુણ તા આપવાનું જ હતું એટલે શ્રી. મણિભાઈએ એને તરત બાકી કહાડી આપી, બસ એટલી જ વાર હતી, મિત્રે લ્હેણુ' વસુલ કરવા એમને નેટીસ આપી અને કાટે ગયા. કયાંકથી ઉધાર મેળવી, શ્રી. મણિલાએ એ મિત્રનુ લ્હેણું ભરી દીધું...અને છતાંય એ મૈત્રી જાળવી રાખી, Z X એક જૈન સાધુએ સાધુવેશ છેાડી દીધા હતા. તેઓ યુવક સંધની પ્રવૃતિઓમાં કામે લાગી જવા માગતા હતા પરંતુ એમના નિર્વાહની ચિંતા કાઇએ ઉપાડવાની હતી. શ્રી. મણીભાઇએ એમને ચિંતામુક્ત કર્યાં—એ સમયે કે જ્યારે એમને પોતાને ઘરખરચમાં પણ તકલીફ વેઠવી પડતી હતી. X યુનાઇટેડ જૈન સ્ટુડન્ટસ હેામ' અથવા સંયુકત જૈન વિદ્યાયી - ગૃહ એમણે અને સ્વ. વાડીલાલ મોતીલાલ શાહે ઉભું કર્યું. જ્યારે સૌ પોતપોતાની જ્ઞાતિ કે ફિરકાઓ માટે સસ્થાઓ ઉભી કરતા હતા ત્યારે જૈનાના તમામ ફિરકાઓ માટે–સમસ્ત જૈન કામના વિદ્યાથી ઓના વિકાસ માટે આ સંસ્થા એમણે ઉભી કરી, એટલુ' જ નહિ પણ એમની વેળાની શકિતની ઉપરવટ જઈ રૂ!. ૩૧૦૦૦ જેવી મેાટી રકમ પોતાની પેઢીમાંથી આપી. લડાઇએ પૈદા કરેલા આજના ફુગાવામાંય આ રકમ મોટી લાગે પણ્ , સ. ૧૯૧૭ના સમયમાં આ રકમ ખૂબ માટી ગણાય તેવી હતી, વચગાળાના સમય યુવકસધની પ્રવૃત્તિઓમાં ગાળ્યે, એમને લાગ્યું કે યુવકસધની પ્રવૃત્તિઓ તે હવે ચાહ્યાં કરે છે એટલે પાછું એમણે મન વાળ્યું સ ંયુક્ત જૈન વિદ્યાયીગૃહના વિકાસ પર. એનુ પેતાનું એક મકાન થાય તા થોડાક વધુ વિદ્યાર્થી એને રાખી શકાય-અને સારી રીતે રાખી શકાય. પેાતે રકમ ભરી અને ઘેર ઘેર ક્રી ફંડ એકઠું કરવા લાગ્યા. વર્ષમાં માંદગી એમની ખખ્ખર લઇ ગઈ. એમને થયુ કે વધતી જતી અશક્તિ ક્રૂડ અધુરૂ રખાવી દેશેમારે ઝડપ કરવી જોઇએ. એમણે આમ આ જ કાર્ય માટે મોટર વસાવી અને એ અઢી લાખ રૂપીયા ભેળા કર્યાં, ‘હવે મારા જીવતાં પાયો નખાવી મકાન પુરૂં કરી નાખે। અને મકાન બનેલુ જોઈ હું જાઉ” જે સંસ્થાને તેના ઉદ્ઘાટન પ્રસંગે ઇ. સ. ૧૯૧૭માં પુ. મહાત્માજીએ હાજર રહી, આશિર્વાદ આપ્યા હતા તે સંસ્થાના મૂળ ઉત્પાદક-શ્રી મણીભાઇએ પૂણ્ય પુરૂષ શ્રી. કેદારનાથજીના પ્રમુખપદે મળેલા મેળાવડામાં સસ્થાના મકાનના પાયા નાખ્યા. ‘ હવે ? પાયા તે નખાયા, મકાન કયારે શરૂ થશે? કયારે પુરૂ' થશે ? શા શારૂ વિલંબ થયાં કરે છે ?-- આ છેલ્લી ઘડી સુધીના, પથારીની પાસે ઉભેલાંઓને એમના પ્રશ્નોહતા. X આ પહેલી માંદગી આવી, પ’દર વર્ષ લગી, યુવકસ'ધના કામે માટેની આર્થિક જવાબદારીઓ એકધારી ઉપાડેલી એટલે માનતા હતા કે એમના ખીજા સાથીઓમાં નાણાં લાવવાની ફાવટ એમના પ્રમાણમાં ઓછી હતી, ‘ યુવકસંધ નાણાંના અભાવે અટકી તો નિ જાયને ?' એમણે યુવકસધને એક સરસ રકમ આપી. સાજા થયા એટલે ઘેાડા વધુ કાળા કરી આપ્યા. નવુ કંઇ ન આવે તે દશેક વર્ષ ચાલે એટલી સગવડ કરી આપી, X X X ખીજી માંદગી આવી. શું કરું ? તમારે શામાં જોઈએ છે ?' એમને કહેવામાં આવ્યું કે આપણા સાર્વજનિક પુસ્તકાલયને નાણાંની જરૂર છે. મિત્રએ એમને એમની સેવાની કદરરૂપે પુષ્પાંજલિ આપતી ‘પસ’. આપી, એમણે દર સારી રકમ ઉમેરી પુસ્તકાલયને પર્સ આપી દીધી. પુસ્તકાલયની તાંત્કાલીન જરૂરીઆત મળી રહી.
SR No.525937
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1952 Year 13 Ank 17 to 24 and Year 14 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1952
Total Pages204
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy