________________
૫૦
. પ્રબુદ્ધ જૈન
માનવતાની વિરલ વિભૂતિ: મણિભાઈ
આખરે જે દિવસ માથા ઉપર
ઝુમતા હતા તે દિવસ આવી પહેાંચ્યો અને લગભગ ત્રણેક વર્ષની લાંબી માંદગી ભોગવીને મારા નીકટ સાથી, મિત્ર અને મુરબ્બી શ્રી મણિભાઇએ જુલાઈ માસની ૨૫ મી તારીખે સવારે સાત વાગે હંમેશને માટે વિદાયગીરી લીધી. લાંબા વખતની માંદગી, એમાં પણ એ ત્રણ વખત એવી કટોકટી આવેલી કે જ્યારે એમ જ લાગે કે મણિભાઈ હવે વધુ સમય ટી નહિ શકે—મા રીતે તેમનું અવસાન તેમના માટે શારીરિક પીડા અને હેરાનગતીથી ભરેલા જીવનમાંથી એક રીતે છુટકારા સમાન હતું. અમે મિત્રો અને સાથી માટે પણ મન જેના માટે કેટલાય સમયથી તૈયાર હતુ એવી આ આ એક ઘટના હતી. તેથી કાઈ અકાળે એકાએક બનેલી ઘટના જેવા આંચક્ર” આપે તેવા આંચકા આ વખતે મન અનુભવતું નહતુ. આમ છતાં પણ આયુષ્યની છેલ્લી ઘડી સુધી તે અમારા માટે જીવન્ત હતા, સંસારિક બીજી અનેક બાબતોમાંથી તેમણે અમુક અંશે મન વાળી લીધું હતુ', પણ સંયુક્ત જૈન વિદ્યાથીગૃહ અને મુબઇ જૈન યુવક સધ“આ એ સસ્થા અને તેની પ્રવૃત્તિએ તેમની સતત ચિન્તા, પૂછપરછ અને ચર્ચાના વિષય બની રહેતી હતી, અને આ બાબતમાં તે લગભગ વનના છેલ્લા દિવસા સુધી પુરા સજાગ હતા. આને લીધે તેમની માંદગી દરમિયાન તેમને મળવુ એટલે તેમની શારીરિક સ્થિતિના ખબર અન્તર પૂછવામાત્રમાં એ મીલન પર્યાપ્ત નહોતું થતું, પણ સંયુત જત વિદ્યાથી ગૃહના કુંડફાળા અને મકાન આંધકામ, મુંબઈ જૈન યુવક સંધની કાર્યવાહીની નાની માટી ખાખતો, પ્રભુ જૈનનું સંચાલન, વાંચનાલય પુસ્તકાલયની વહીવટી વિગતો અને આ બધી પ્રવૃત્તિઓની આર્થિક બાજુ આવી કઈ કઈ બાબતો તેમને મળવાનું અને ત્યારે તેમની સાથે ચર્ચવાની રહેતી અને એ ચર્ચા આડે તેમની માંદગીની વાતો ગાણુ બની જતી. આમ લાંબી માંદગી છતાં હજુ ગઇ કાલે તેમની સાથે આમ વાત થઈ હતી, પરમ દિવસે તેમણે આને મળવાનું કહ્યું હતું, આગલે દિવસે તેમણે આ ઇચ્છા પ્રગટ કરી હતી—એવા અમારી આંખ સામે જીવતા જાગતા મણિભાઇ જાણે કે એકા એક અમને છેડીને ચાલી નીકળ્યા હોય એવા આધાત તેમના અવસાનની ક્ષણે એ અમારા દિલ ઉપર પેદા કર્યાં હતા અને આજે પણ તેમના અવસાનથી જાણે કે પોતાના જીવનનું એક મહત્વનું અંગ સરી પડયુ હોય એવુ ખાલીપણું—શૂન્યતા—ચિત્ત અનુભવી રહેલ છે અને ન વર્ણવી શકાય એવી વ્યાકુળતા–વેદના હૃદયના મસ્થાનને કારી રહેલ છે.
આજે એટલું ખરેખર યાદ છે કે આજથી લગભગ ૩૫ વર્ષો પહેલાં મણિભાઈએ અને તે વખતના તેમના ભાગીદાર પ્રખર લેખક અને વિવેચક સ્વ. વાડીલાલ મોતીકાલ શાહે મળીને પોતાની પેઢીમાંથી રૂ।. ૩૧૦૦૦)નુ` દાન કરીને મુંબઈ ખાતે સંયુક્ત જૈન વિદ્યાથીગૃહની સ્થાપના કરેલી અને તે સંસ્થાનું ઉદ્ઘાટન ઝાલરાપટનના મહારાજાના હાથે તા. ૨૪-૬-૧૯૧૭ રવિવારના રાજ કરવામાં આવેલુ. તે ઉદઘટન સમારંભમાં મણિભાઈને જોયેલા અને તેમની આ પ્રવૃત્તિને મનથી ખૂબ આવકારેલી. આ કદાચ મારા માટે તેમને પહેલી વાર ખૈયાને પ્રસંગ હોય, પછી તા ૧૯૨૫ થી ૩૦ ના ગાળામાં અયે!ગ્ય દીક્ષાવિરોધતુ આન્દોલન ઉભું થયુ* અને વધારે ને વધારે જોર પકડતું ગયું, તે વિરાધને ખુબ વેગ આપવા માટે ૧૯૨૯માં મુંબઈ જૈન યુવક સધની સ્થાપના કરવામાં આવી. એ આન્દોલનમાં હું અને મણિભાઇ પ્રાર`ભથી જ સામેલ થયેલા હાઇને અમારા પરસ્પર સબંધ વધતો ગયો અને એકમેકની વધારે નજીક આવવાનું બન્યું. તેમની આ બાબતમાં ધગશ, નીડરતા અને જે વાત લીધી તેને પુરી નિષ્ટા અને ખંતથી વળગી રહેવાની
તા. ૧-૮-૫
ટૅવ–થાક કે નિરાશા શું તે જાણું નહિ, ઝુંબેશ ચલાવવામાં સદા શુરા - આ તેમની વિશેષતાઓના કારણે તે અમારા સ્વાભાવિક નેતા બની ગયેલા અને અમારૂ દિલ તેમને સદા આદર અને પ્રેમથી નમતું રહેલું. પછી તા .૧૯૩૦-૩૨ની સત્યાગ્રહની લડત આવી અને આ દીક્ષાવિરોધી આન્દોલન નબળુ પડયુ. મુંબઈ જૈન યુવક સંધની પ્રવૃત્તિમાં પણ થોડી શિથીલતા આવી. હુ પણ તે વિષે કેટલાક સમય ઉદાસીન રહેલ. આમ છતાં મણિભાઈ સાથેના સંબંધમાં કશી પણ મન્ત્રતા આવેલી નહિ. જૈન સમાજને લગતી એક યા બીજી પ્રવૃત્તિમાં સાધરણ રીતે બડખે:ર તરીકે અમે સાથે જ હાઇએ એમ બનતું. ૧૯૩૦ માં જીન્નર કોન્ફરન્સમાં અયેાગ્ય દીક્ષા વિરૂધ્ધ હીલચાલ ઉભી કરેલી અને તેવી દીક્ષાને વિધ કરત ઠરાવ કરાવેલા. ૧૯૩૪માં મુ`બઈમાં જૈન યુવક પરિષદ ભરી. ૧૯૩૬માં અમદાવાદની જૈન યુવક પરિષદ ભરાઇ અને ત્યાર બાદ મારા નામ સાથે જોડાયલા સધહિષ્કારને લગતું તુમુલ આન્દોલન અને સ્થળે સ્થળે ધમાલ ઉભી થઈ. આ બધા પ્રસંગોએ અમે સાથેના સાથે જ હતા.
આ બધાં વર્ષો દરમિયાન મણિભાઇ મુંબઇ જૈન યુવક સધનુ કાર્ય એક નિષ્ઠાથી આગળ ચલાવી રહ્યા હના અને હું એ સંસ્થામાં વધારે રસ લેતા થાઉં એમ તેએ સતત ઇછ્યા કરતા હતા. ૧૯૩૦-૩૨ની લડતના પરિણામે જે નવી રાષ્ટ્રવાદી વિચારસરણ પેદા થઈ હતી તેને અનુરૂપ સ ંધના બંધારણની નવરચના કરવા પ્રસંગેાપાન્ન મણિભાઇનું મેં' ધ્યાન દોર્યું. વળી આજ સુધી સધ એક જ પ્રીરકાની સસ્થા હતી તેના બદલે જૈન સમાજની એકતાને કેન્દ્રમાં રાખીને બધા પીરકાના યુવકે આ સંધમાં દાખલ થઈ શકે એવી વ્યવસ્થા ઉભી કરવાની આવશ્યકતા તરફ મેં તેમનુ લક્ષ્ય ખેંચ્યું. આ બન્ને વાત તેમણે સહજભ વે સ્વીકારી. તેમના સાથ અને સહકાર વડે મુબઇ જૈન યુવક સત્રના અંધારણનુ પુનર્વિધાન કર્યું અને ત્યારથી તેમની સાથે ખૂબ ગાઢ પણે જોડાઇને– સ ંકળાઈને સંધની પ્રવૃત્તિનું સ`ચાલન કરવાના અમારા સહયોગ શરૂ થયું. હુ પ્રમુખ અને તેઓ મત્રી એમ કેટલાય વર્ષો સુધી સંધના અધિકારપદ ઉપર ચાલુ રહ્યા. ૧૯૩૯માં પ્રમુખ્વ જૈન શરૂ કર્યું. એ પણ અમારી સહાગી પ્રવૃત્તિ બની રહી. ૧૯૪૦ ના ઑગસ્ટ માસમાં સંધના સાર્વજનિક વાચનાલય અને પુસ્તકાલયની સ્થાપના કરી. પર્યુષણ વ્યાખ્યાનમાળા તે વર્ષો પહેલાંથી ચાલતી જ હતી. તે પ્રવૃત્તિ પણ વધારે ને વધારે વિકસિત અને લોકપ્રિય બનતી રહી. મુંબઇ જૈન યુવક સંઘના પ્રારંભકાળની પ્રવૃત્તિએ તીવ્ર આંદોલન જગાડવા પાછળ અને તદ્ભક્ષી વેગવાન પ્રચારકાય હાથ ધરવા પાછળ કેન્દ્રિત થયેલી હતી. મારૂ લક્ષ્ય મુંબઈ જૈન યુવક સધને એક સંસ્કારલક્ષી, એકતાપ્રેરક, સર્વાધમ સમભાવસમક, અને જૈન સમાજની વિચારણામાં ઉદારતા અને ઉદાત્તતા આવે એવી વિચારસર્જક સૌંસ્થા બનાવવા તરફ હતુ અને રહ્યું છે. મારા આ લક્ષ્યને મણિભાઈ ખરાબર સમજ્યા હતા, સ્વીકાર્યું હતું અને તેને પાર પાડવામાં તેમણે હંમેશા પુરે સાથ આપ્યા હતા. મારી અને અન્ય સભ્યો વચ્ચે મણિભાઈ હંમેશાં એક સાંકળ જેવા હતા. તેમને આજની ઉચ્ચ કેળણીને લાભ નહોતા મળ્યા. એમ છતાં કાળપ્રવાહને પરખવાની તેમનામાં એક અન્તઃ પ્રેરિત સુજ હતી. તેથી કાઈ પણ નવી વાત, નવા વિચાર, નવુ પ્રસ્થાન તે સહજ પણે સ્વીકારતા, આવકારતા, ઉપાડી લેતા. ક્રાઇ કાઈ વાર તે મારા કરતાં તે બે ડગલા આગળ જવાને તૈયાર હાય એમ હું જોતા અને ચક્તિ થતા. પ્રારંભમાં તેમનું ધ્યાન શ્વેતાંબર મૂર્તિપૂજક સમાજના પ્રશ્તા ઉપર કેન્દ્રિત હતું, પણ