________________
1081
૪૮
કહેવુ' એના નિર્ણય કરવાનું હું વાચકાને સોંપું હ્યું, “મને તે ફૂલિયાના આખા કુટુંબનુ જીવન સર્વોદયના પ્રત્યક્ષ ચિત્ર સમાન દેખાયુ. મે ફૂલિયાની પત્નીને પૂછ્યું : ' કેમ બહેન, આ ફૂલિયા આ શુ કરવા ખંઢા છે, તમને તથા બાળકને જાડાં જાડાં કપડાં પહેરાવે છે. તમને એક પણ ઘરેણુ પહેરવા દેતા નથી. અરે, ચૂડી સુધ્ધાં પહેરવા દેતા નથી. બીજી બહેનેાનાં સારાં સારાં કપડાં તથા ઘરેણાં જોઈને તમને ઈચ્છા નથી થતી ? કે તમારી સાદાઈ જોઇને બીજી બહેનેાને તમારા જેવી થવાની ઇચ્છા થાય છે? ' એ બહેને સરળ ભાવથી કહ્યું : મને તે કશાની ઈચ્છા નથી થતી, પણ મને જોઇને બીજી બહેનતે શુ લાગતુ હશે એ હું નથી જાણતી.' એ બહેનના હાથમાં કાચની બંગડી સરખી નહોતી. કેમ કે, ફૂલિયા તથા તેની પત્નીના નિશ્ચય છે કે જીવનના રક્ષણ માટે જે વસ્તુની જરૂર નહાય તેના ઉપયોગ ન કરવા.
પ્રબુદ્ધ જૈન
તા. ૧૫-૭-પર
સારા કાર્યકર્તા અને સાધકે છે, તેમની પાસે સારા સારા સાથી તથા સાધન છે, પોતાના વ્યક્તિગત જીવનમાં તે સૌંદયનું ચાહું તેટલુ પાલન કરતા હશે પણ જેમનુ આખુયે કુટુંબ સર્વોદયના જીવનમાં તપ્રેત હોય એવા બહુ ઓછા જોવામાં આવે છે. ફૂલિયા તા એક દૂરના ગામમાં પડયા છે, તેને નથી મળતા મોટા સત્સંગ નથી તે ભણેલા. પણ તેના અંતરમાં સર્વોદયની નિષ્કા એવી તા જામી છે કે એને માટે કાઈ પણ વસ્તુ ત્યાગ કરવાને તે તત્પર છે. ફૂલિયાનું જીવન મહારાષ્ટ્રના સત ગેારા કુંભારની યાદ આપે છે,
બીજા એક ભાઈએ કહ્યું' કે, અમે ફૂલિયાને ખાદી પહેરવાને કદી આશ્ર કર્યો નથી. પોતાની જાતે જ તેણે એ ગ્રહણ કરી છે. ફૂલિયાએ કહ્યું : ' અહીંથી ત્રણ્ ચાર ગાઉ પર બાગપુર નામનું એક ગામ છે. ત્યાં મારા ગુરૂ રહે છે. તેમનુ નામ સ્કેચ છે. મારા ધરમાં જે કંઈ સુધારા થયા છે એ તેમની જ કૃપાને આભારી છે. તે સ` સેવા સંબના સભ્ય છે અને હવે સર્વોદયની સભા થાય છે તેમાં જતા રહે છે, મારૂ દરીઝન સેવTM વાંચી લીધા પછી હુ' એ તેમને આપી. આવુ છુ, ફૂલિયાના ગુરુ આશ્યાચંદજીને મળવાની મારી ઇચ્છા હોવા છતાં હું તેમને મળી ન શક્યા. કેમ કે તેમનુ ગામ દૂર હતું, અને ખીજે ગામ જવાને! મારે કાર્યક્રમ નક્કી થઇ ચૂકયા હતા.
ફૂલિયાએ કહ્યુ : ‘હું કદીયે વિવાહ, લગ્ન કે જમણવાર વગેરેમાં જતા નથી. જ્યાં પણ પાંચ માણસથી વધારે જમવાના હાય અને પકવાન વગેરે બનાવવામાં આવ્યાં હોય તેમાં હું ભાગ લેતા નથી. મારી નાતના તથા બીજા લાકા મારી ટીકા કરે છે, પણ મને જે સાચું લાગે તે પ્રમાણે એકલદોકલ ચાલવામાં મને કેાઈનાયે ભય લાગતા નથી. '. આ ભાગમાં ચમારોએ મરેલાં ઢોરને ઉપાડવાનુ તથા તેમનાં ચામડાં ઉતારવાનું બંધ કરી દીધુ છે. આથી લાંકાને પેાતાનાં મરેલાં ઢારને જાતે ઉપાડવાં પડે છે. પણ તેઓ ચામડાં નથી ઉતારતા, તે વિના જ જમીનમાં દાટી દે છે. એ બાબતમાં હું લેકીને સમજાવતા હતા કે ચામડું ઉતારવું એ પાપ નથી. મરેલાં ઢારનાં ચામડાં ન ઉતારીએ તે આપણી ઘણી સંપત્તિ નાશ પામે છે. આપણે ગામડુ તા વાપરવું જ પડે છે. અને કતલ કરેલાં ઢારનુ ચામડું વાપરવાથી ધન અને ધર્માં બંને જાય છે. આ બાબતમાં કૃલિયાએ મને કહ્યું કે, “મારી ગાય મરી ગઈ ત્યારે ખીજા એક ભાઈની મદદથી મેં તેનું ચામડું ઉતાર્યું હતું. લોકેાએ મારા વિરોધ કર્યો.' મેં કહ્યું : ' 'આપણને ચામડાની જરૂર તે છે જ, તેા પછી આપણાં પશુઓનાં ચામડાં આ રીતે તેમને ઘાંટી દઈને બરબાદ કરવાં એ ઠીક નથી.’
ખાડે
ફૂલિયાએ કહ્યું : 'મારા ઘરની પાસેનાં દસ.ધરાનુ પાણી મારા કામ કરવાના ચેકમાં થઈને જતુ હતુ. એ મને પસંદ નહેતુ વરસાદનું પાણી કાયદાથી રોકી શકાતુ` નથી. બીજી બાજુ પાણી જઈ શકતું હતું પણ ત્યાં ચાર પાંચ ફૂટ ઊંડા, સા ફૂટ લાંો અને પચીસ ફૂટ પહેાળા એક ખાડા હતા. જેમનાં ધરાની સામ એ ખાડા હતા તે તે પૂરવાને તૈયાર નહાતા, મારે તેમની સાથે અધડા કરવા નહાતા. એટલે જ્યારે પણ વખત મળતા ત્યારે અમે પતિપત્ની બંને અમારાં ગધેડાંની મદદથી તેમાં માટી નાખીએ, ત્રણ વરસથી આ કાર્યક્રમ ચાલે છે. હવે લગભગ પુરાઈ ગયા છે. આ વરસે હજી થોડી માટી નાખવી મે એ જગ્યા જોઇ. ખરેખર, ફૂલિયાના એ ભગીરથ પ્રયત્ન હતાં. એનાં ત્રણ બાળકા સાથે પણ મેં વાત કરી. મે કહ્યું : શાળામાં બીજા છેોકરાંએ સારાં સારાં કપડાં પહેરે છે અને ખાદી પહેરા છે. મિલનાં ચમકતાં કપડાં પહેરવાની તમને કદી ઈચ્છા નથી થતી ?' સરળ ભાવે બાળકો એટલી ઉઠયાં, કદી નહી’, અમને ખાદી જ ગમે છે.' ફૂલિયાનાં ત્રણે બાળકા કાંતી પીજી જાણે છે અને બીજા કામેામાં પણ પેાતાના બાપને મદદ કરે છે. ત્રણે સ્થાનિક શાળામાં ભણવા જાય છે. એ બહુ જ સુશીલ અને હાશિયાર છેકરાઓ છે.
છે,'
કેમ,
તમે
ઘણા વખત પર એક વિરકત રાજાની કથા વાંચી હતી કે તેના આખા પરિવાર્ જ વિદ્યુત હતો. એ જ રીતે ફૂલિયાના આખાયે પરિવાર સર્વોદયા છે. એ જોઇને મારું હૃદય આનંદથી ભરાઈ આવું અને હું ફૂલિયાને પ્રેમથી ભેટયેા. મારા માંમાંથી શબ્દો નીકળી પડયા : ‘ ફૂલિયા, તમને ધન્ય છે, તમારૂં જીવન ધન્ય છે, તમારુ‘ જીવન ધન્ય છે, 'ફૂલિયાને પણ બહુ આનદ થયો અને એક દિવસ તેને ઘેર રોકીને મને ભેજન માટે આગ્રહ કરવા લાગ્યા. મેં કહ્યું, તમને મળીને અને તમારૂ ઘર તથા કુટુબ જોઇને મને ધણા જ આનંદ થયો છે. હવે પછી જયારે હરિયાના આવીશ ત્યારે એક દિવસ જરૂર તમારે ઘેર રહીશ અને ભાજન કરીશ, હાલ તે બીજા ગામને મારે કાર્યક્રમ નક્કી થઇ ગયા છે. બીજે ગામ જવાના વખત થઇ ગયા હતા એટલે ફૂલિયા સાથે વધારે વાતચીત કરવાની મારી ઇચ્છા હેાવા છતાં મારે ત્યાંથી ચાલી નીકળવું પડયું.
ફૂલિયાએ કહ્યુ કે, ‘અમને ત્રણ બાળા થયાં. હવે અમે પતિ પત્નીએ મળીને નિશ્ચય કર્યો છે કે હવે પછી સ'યમથી રહીશું અને પ્રજોત્પત્તિ નહીં કરીએ. અને આ બાળકને મેગ્ય બનાવવાની અમારાથી બની શકે એટલી કેાશિશ કરીશું. હું કદી માં પડતો નથી. હુ ઈ પણ પ્રકારનું પાપ ન કરૂં. તે માંદે શાને પડું' એવી મારી શ્રદ્ધા છે. શરીરથી ખૂબ કામ કરૂં છું, છતાં થાવાનું તો હું જાણુતા
જ નથી.'
બીજા બધા લોકો પણ રેલિયાના જીવનની મુક્તક 'પ્રેશ’સા કરતા હતા, જહાજગઢમાં આવા જ ફલિયાના ગુરૂભાઇ પીરદાનજી આહીરને મળીને મને ખૂબ આનંદ થયો. એ પણ નિરક્ષર છે પણ ટ્ટીઝન સે સાંભળે છે અને તેમાં જે લખવુ હાય એ તેને માટે વેદવાકય છે. એને સવારે હું મળ્યો ત્યારે તે ળતા હતા અને સાંજે મળ્યા ત્યારે તે કાંતતા હતા. પીરદાનજીએ શુ કે, ‘ આજકાલ મારે મારા ઘર સાથે અસહકાર ચાલી રહ્યો છે; કેમ કે મારી પુરાવ‰ મિલનુ કપડું પહેરે છે. એથી જ્યાં સુધી તે ખાદી ન પહેરે ત્યાં સુધી મે એના હાથનુ ખાવાપીવાનું બંધ કર્યુ છે.' એ ભાઇ ખેતી કરે છે અને દૂધને માટે ઘેર ગાય રાખે છે. સાચે જ, સર્વોદયની પાછળ પાગલ બનનારા આવા અનેક માણસે પડયા હશે, એમને આજે તે કાઇ જાણતુ નથી પણ એક દિવસ તેમને પ્રકાશ ધીમે ધીમે ફેલાયા વિના રહેશે નહી.
ખરેખર, ફૂલિયા માનવજાતને સુગંધિત કરનાર સર્વોદયનુ` એક
ફૂલ છે.
ફૂલિયાનુ ગામ મારાથ, રાહતક જિલ્લાના ઝઝર તાલુકામાં, જહાજગઢથી ચાર માઇલ દક્ષિણે આવેલું છે.
૨૪-૭-૧૧
(હિંદી પરથી)
અળવ’સિ’હું
(તારીખ ૬-૧૦-૧૧ નાં હરિજનબંધુમાંથી સાભાર ઉષ્કૃત) સંઘ માટે મુદ્રક પ્રકાશક : શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, ૪૫–૪૭ ધનજી સ્ટ્રીટ, મુખર્જી, ૩ મુદ્રણસ્થાન; શ્રી મહાવીર પ્રીન્ટીંગ વ`સ, ૪૫—૪૭, ધનજી સ્ટ્રીટ. મુંબઇ ૩
હાલ ફૂલિયાની ઉંમર ૩૯ વરસની છે. પતિપત્ની બને તથા . બાળકો તંદુરસ્ત છે. આખું કુટુંબ સર્વોદય માટે આ પ્રકારની ધગરાથી સતત પ્રયત્ન કરી રહ્યુ છે. આજ સુધીમાં બીજું આવુ કુટુંબ મારા જેવામાં આવ્યું નથી, રચનાત્મક કાર્યક્રમનાં સારા
શ્રી મુંબઈ જૈન યુવક