SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ : ૧૪ અંકઃ ૬ 1 શ્રી મુ‘અઇ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર પ્રબુદ્ધ જૈન તંત્રી : પરમાનદ કું’વર્લ્ડ કાપડિયા સુખઇ : ૧૫ જુલાઈ ૧૯૫૬ મંગળવાર સર્વોદયી ફૂલિયા ગયે મહિને હું રાજસ્થાનમાં ગાયની એલાદ સુધારવા માટે સાંઢને લાયક થોડા વાછડા ખરીદવા માટે હરિયાના ગયેા હતેા, ત્યાંથી અમે ચાર જજ્જુ નીકળ્યા હતા પણ એક બે દિવસ પછી મે' સાથીને પાછા મોકલી દીધા, આટલા માણુસાના સમય અને પૈસા ખરચવાની જરૂર મને ન લાગી, એટલે રોહતક જિલ્લામાં ગામડાંઓમાં એકલા જ કરવા માટે લાલા હરદ્યાળજી પાસેથી કેટલાક પરિચય પત્ર લીધા, એક ગામથી બીજે ગામ જતી વખતે ત્યાંથી પછીથી જવાના ગામના લાંકનાં નામ તથા સરનામાં પૂછી લેતેા અને તેમની મદદથી ત્યાં વાછરડા જોતા. મેં જોયુ કે આજે પણ હરિયાનાના ખેડૂતો જેટલાં પશુ રાખે છે એટલાં બહુ સારી રીતે રાખે છે, પરંતુ ધીમે ધીમે તે પણ ભેંસ તરકે ઢળતા જાય છે, વાછરડી તથા સારા સાંઢ પાળવા તરફ જેટલુ જોઇએ તેટલુ તેમનું ધ્યાન નથી. આથી હરિયાનાની એલાદ પણ ધીમે ધીમે નષ્ટ થતી જાય છે. આજે પણ ત્યાં સારી ગાય કે સાંઢ માટે સારા વાછરડા મળવા મુશ્કેલ છે. આમનુ' આમ જો ચાલતું રહયું અને સરકાર તથા ગેસેવકો આ તરફ જલદી ધ્યાન ન આપે તે હિંદુની એક બધી રીતે ઉત્તમ એટલાદ નાશ પામશે. O રજીસ્ટર ન. ખી. ૪૬૬. હુ' એક ગામથી બીજે ગામ જઇ રહયા હતા. રસ્તામાં પાસેના જ ગામના એક ભાઈ મળી ગયા. તે પણુ એ જ ગામ જતા હતા. ગામમાં પેઠા ત્યારે આખુયે ગામ ઉજ્જડ થઇ ગયેલું દેખાયુ. માત્ર હિંદુઓનાં બેચાર ઘરો હતાં. મેં પેલા ભાઈને પૂછયુ’: ‘આ ગામ ઉજ્જડ શાથી થઇ ગયું?” તેમણે કહ્યું : ‘અહી’ લગભગ ત્રણસે મુસલમાનોના ધર હતાં. એ બધા હિંદુ-મુસલમાનના ઝધડામાં નાસી ગયા. બધા બહુ સારા માણસો હતા. અને અમારા . પરસ્પર ઘણા સારા સબંધ હતા. તેઓ બહુ ઉદાર અને સેવાભાવી હતા. રાત્રે કા! મુસાફર આવતા તે તે તેની સારી પેઠે ખાતરબરદાસ કરતા, પછી તે હિંદુ હોય કે મુસલમાન. હિંદુ મહેમાને માટે તે। તેમણે ખાસ વ્યવસ્થા રાખી હતી. હું જ્યારે પણ આ ગામમાં આવતા ત્યારે ચારે બાજુથી અવાજ આવતા, ‘પંડિતજી સલામ ! પંડિતજી સલામ ! આવા બેસો.' અને મારું હૃદય પ્રેમથી ભરાઇ આવતું. આજે મને આ શેરીએ જોઈને ભારે વેદના થાય છે. સાચે જ, એ ઉજ્જડ થઈ ગયેલા ગામને જોઇને પથ્થરના હૃદયવાળા માણુસને પણ રડવું આવ્યા વિના નહીં રહે. આવી કમનસીબ . [ વાર્ષિક લવાજમ રૂપિયા ૪ ઘટનાએ, ભગવાન જાણે, હિંદ અને પાકિસ્તાનમાં કેટલી અનવા પામી હશે? અને કેટલાયે નિર્દોષ માણસા ધરબાર વિનાના અને હ'મેશને માટે એકબીજાથી અલગ થઇ ગયા હશે. આવે ભય કર પ્રસંગે પણ જે લાંકા પોતાની હિંમત ટકાવી રાખી શકયા તેમને ધન્ય છે. કેટલાંયે તેાના આવ્યાં, છતાં હિંદુ મુસલમાનામાં એવા અનેક ભાઇએ પડયા છે, જેમણે આવી બૂરી પરિસ્થિતિમાંયે એકબીજા પ્રત્યેની વફાદારી ટકાવી રાખી. અને ભલે તેમને કાઇ ન જાણે, પણ તેમની નિષ્ઠા ભારે સેવા કરી રહી છે. એવા એક આત્મનિષ્ઠ સેવક મને આ પ્રવાસમાં મળ્યા, જેના પરિચયથી મને ઘણા આનંદ થયા. દીલન પત્રોના વાચંકાને આ આનંદના ભાગીદાર બનાવવો તથા એ ભાઈના પરિચય કરાવવાના લાભથી આ પ્રસ ંગ લખ્યા વિના હું રહી શકતા નથી. હરિયાનામાં જયાં પ્રસિદ્ધ બળદોનુ હાટ ભરાય છે તે જહાજગઢની પાસે જ મારેથ ગામ છે. આગલે ગામથી એક ભાઈનું નામ પૂછીને હું મારાથી પહોંચ્યા. હુ કૉંગ્રેસીઓને ત્યાં જ ' ખાદીવાળાને ત્યાં જ જતે। એવું નથી, પણુ સામાન્ય રીતે એમ જ બનતું. જે ભાઈ પાસે ગયા તે કૉંગ્રેસના કાર્યકર્તા હતા. પ્રથમ તમે” તેમને ગામમાં વાછડા વગેરે વિષે પૂછ્યું અને હું જે ગામમાં જતો તે ગામની સ્થિતિના થોડા પરિચય પશુ કરી લેતેા. એ ગામમાં હિંદુ મુસલમાનના સંબંધ કેવા છે, હરિજન પછી તેમની સાથે ગામમાં ફરીને વાછરડા ભૈયા. પછી મે તેમને પૂછ્યું, આ સાથે કયા સબધ છે, ખાદી પહેરનારા કેટલા છે, ત્યાંની આર્થિક સ્થિતિ કવી છે, સાવજનિક કામેામાં લેકા કવા સહકાર આપે છે વગેરે મુખ્ય મુખ્ય બાબતો જાણી લેતેા. ત્યાં. ગામડાંઓમાં મુસલમાન લગભગ રહ્યા જ નથી. તે ગામમાં કેટલા ખાદીધારી છે? તેમણે કહ્યું, ‘ત્રણ'. ગામની સ્થિતિ વિષે ખીજી વાતે; પણ થઇ, ભોજન માટે હું તેમને ત્યાં જતા હતા ત્યારે રસ્તામાં એક ઘરમાં ચણતરકામ ચાલતુ હતું. ત્યાં જે કડિયા કામ કરી રહ્યો હતો તેમના મારી સાથેના ભાઈએ મને પરિચય કરાવ્યો. મને કહ્યું : ‘અમારા ત્રણ ખાદીધારીઓ પૈકીના આ એક છે. 'એ વાતમાં મે ઝાઝે રસ ન લીધો. વાત સાંભળી લીધી અને તેમને ઘેર ભોજન માટે ગયા. ભેજન કરીને હું પરવાર્યાં. અને એ ભાઈ ને પણ કામમાંથી રજા મળી એટલે તે મારી પાસે આવ્યા. ત્રીજા ભાઈ પણ આવી ગયા હતા. ત્રણે સાથે ઘેાડી ચર્ચા થઇ. જે ભાઈને ત્યાં હું ઉતર્યાં હતા તેમણે આ મકાન ચણનાર ભાઇના જીવન વિષે મને વિગતે વાત કરી. તેમણે કહ્યું: એમનું નામ ફૂલિયા છે. ન્યાતે કુંભાર છે. ...પણ ભીન્ન કેટલાંક કામ પણ તેમને આવડે છે. ભારે નિષ્ઠાવાન ખાદીભક્ત છે. તેમના ઘરમાં બધાં ખાદી પહેરે છે, છાપું પણ મગાવે છે,' આટલે સુધીની વાતમાં પણ મતે ફૂલિયા તરફ કશું ખાસ આકર્ષણુ ન થયું. કર્યું છાપુ' મગાવા છે?' મેં તેમને પૂછ્યું. હું માનતા હતા કે કોઇ સામાન્ય છાપુ` સમાચાર જાણવા માટે મંગાવતા હશે. તેમણે જવાબ આપ્યા, ‘દીનન સેવા મંગાવું છું.' હું એકદમ ચેકયેા. કેમ કે ત્યાં કોઈ ીનન તૈયદ વાંચનાર હશે એની મને કલ્પના પણ નહેાતી, ફૂલિયાએ કહ્યું: ‘ આાજકાલ તે વિનાબાજીની હૈદરાબાદની પગપાળી યાત્રાનું બહુજ સુંદર વર્ણન આવે છે.' ત્યારે
SR No.525937
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1952 Year 13 Ank 17 to 24 and Year 14 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1952
Total Pages204
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy