________________
પ્રબુદ્ધ જૈન
૩૮
શ્રી માણેકલાલ મેદીને રૂા. દશ હજારની થેલી
જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક કૅન્સના મદદનીશ મંત્રી શ્રી માણેકલાલ મેદીને કૅન્ફરન્સના કાર્યકર્તા તથા શુભેચ્છકા તરફથી તેમણે આજ સુધી કાન્ફરન્સની કરેલી એકધારી સેવા બદલ રૂા. ૧૦,૦૦૦ની થેલી મુંબઇના અધિવેશન દરમિયાન અર્પણ કરવામાં આવી છે. આ માટે શ્રી માણેકલાલ મેદીને તેમ જ આવી રીતે કદર કરનાર કાકર્તાઓ તેમજ શુભેચ્છકાને ધન્યવાદ ઘટે છે, શ્રી માણેકલાલ મોદી કાન્ફરન્સના વર્ષોજીના સેવક છે. કૉન્ફરન્સની ચાલુ કાર્યવાહીની વહીવટી જવાબદારી તે વર્ષોથી વહન કરી રહ્યા છે. તેમની કુશળ દેખરેખ અને દોરવણી નીચે કૉન્ફરન્સનાં અનેક નાનાં મોટાં અધિવેશન સફળતાપૂર્વક ભરાયાં છે. કોન્ફરન્સની ચડતી પડતી-ભરતીઓટના તે એક 'અને અોડ સાક્ષી છે. કાન્ફરન્સની તેમણે આજ સુધી એક સરખી નિષ્ઠાથી અને વફાદારીથી નેકરી કરી છે. કૅન્ફરન્સના સૂત્રસંચાલકો વખતોવખત અલાતા રહે છે. આ સ સૂત્રસંચાલકાને તેએ એકસરખા સતેષ આપી શક્યા છે, કારણ કે કાઇ પણ પક્ષાપક્ષીની વૃત્તિથી કે ખટપટની પ્રવૃત્તિથી દૂર રહીને ક્રાન્ફરન્સનું કોય ક્રમ થાય એ એક જ વૃત્તિથી તેમણે સૌ કાઇને કામ આપ્યુ છે અને અજાણ્યા નવા સચાલકોને માદર્શન કરાવ્યુ છે. કાઈ પણ મારવાડીની પેઢીમાં મુનીમજી’ નુ જે સ્થાન હાય છે તે સ્થાન તેમનું કાન્ફરન્સના ચાલુ સંચાલનમાં રહેલુ છે. ફેર માત્ર એટલા જ કે મુનીમજીને એક જ શેઠજીને સંભાળવાના હાય છે, જ્યારે ભા માણેકલાલ મેાદી પક્ષે હમેશાં શેઠજી બદલાતા રહ્યા છે. આવી વિષમ પરિસ્થિતિમાં પણ સૌ કાઇના એકસરખા વિશ્વાસ સંપાદન કરવા એ કાંઇ નાનીસરખી સિધ્ધિ નથી. કોઈ પણ સંસ્થાની સુરક્ષિતતાના આધાર તેને ચાલુ વહીવટ ભાળનાર કૈવી વ્યકિત મળે છે તેના ઉપર રહે છે. ભાઇ માણેકલાલ કાન્ફરન્સના નાકર હોવા છતાં નાકરની રીતે તેમણે કદિ કાન્ફરન્સનો વિચાર કે વ્યવહાર કર્યો નથી. કામના ગમે તેટલા માજાને પહાંચી વળવામાં તેમણે કર્દિ પાછી પની કરી નથી કે રાતદિવસના વિચાર કર્યો નથી. પોતે ગ્રહસ્થાશ્રમી હાવા છતાં કાઇ દિવસ તેમણે સ્વતઃ પગારવધારા માંગ્યો નથી. કે કોઇ મહત્ત્વાકાંક્ષાની પાછળ ક િભટકયા નથી. અન્ય સર્વના રસઉત્સાહમાં ભરતી એટ આવતી રહી છે. તેમના કાર્યોત્સાહમાં ભરતી ઓટ આવી હિંદુ કોઈએ જાણી નથી. કેાન્ફરન્સ જેવી એક નાની સરખી સસ્થા અને તેના એક નાનેા સરખા વૈતનિક મદદનીશ મંત્રી તેની આટલી લાંબી નોંધ શી. એમ કાષ્ઠ જરૂર પ્રશ્ન કરે. પણ્ આવી વ્યકિતઓને જાણવી, આળખવી, તેની યોગ્ય કદર કરવી એ ભૂગર્ભમાં રહેલા સાચા માનવીરત્નાની શોધ કરવા બાખર છે. આવી વ્યકિતઓની કાર્યશક્તિ વડે જ અનેક સામાજિક સ’સ્થા નિભ્રપણે ચાલતી હોય છે. · બાહ્ય જગત્માં ખ્યાતિ અને નામના પામતા આગેવાન નેતાએથી સંચાલિત સંસ્થાની કાર્યસિધ્ધિના પાયામાં ઘણી વાર આવી વ્યકિતની તપશ્ચર્યા અને અડગ કાર્યનિષ્ઠા રહેલી હોય છે. આવા પેતાના એક માણુસનુ આવી થેલી આપીને બહુમાન કર્યું એ બદલ કાન્ફરન્સના સંચાલકા અને અનુગામીઓ પણ અભિનંદનના અધિકારી બને છે. કારણ કે આપણે ત્યાં આવી કદરદાની વિરલ છે. ચેડાં વર્ષોં પહેલાં ઇન્ડિયન મરચન્ટસ, ચેબર એન્ડ મુરેાના નિવૃત્ત થતા મંત્રી શ્રી જયસુખલાલ કૃષ્ણુલાલ મહેતાને એ સંસ્થાના આગેવાનોએ એક લાખ રૂપિયાની થેલી આપી હતી. આવી જ કદરદાની નાના પાયા ઉપર પેાતાની કાર્યાવાહી ઉપર ડુજી ચાલુ રહેતા શ્રી માણેકલાલ મેદીની કરવામાં આવી છે એ માનજક છે. શ્રી માણેકલાલ માદી પેતાના સુખસ્વાસ્થ્ય વિષે ડવે પછી પણ ચિન્તામુકત રહે એવી કાન્ફરન્સના કાર્ય કર્તાએ
તા. ૧–૯–પરું
કાળજી ધરાવતા રહે અને આ પગલાનું અન્ય સંસ્થાએના આગેવાન કાર્યકર્તાએ પણુ અનુસરણ કરતા રહે એવી આપણે આશા રાખીએ. પરમાનદ
સ્વ, શ્રી જીવરાજ એધવ દાશી
ભાવનગરનિવાસી શ્રી જીવરાજ ઓધવજી દેશીનું ૭૫ વર્ષની ઉમ્મરે તા. ૨૮-૬–૧રના રોજ અવસાન થતાં ભાવનગરને એક અગ્રગણ્ય નાગરિક અને જૈન સમાજને એક વિદ્વાન આગેવાનની ખોટ પડી છે. જૈન સમાજની સૌથી જુની અને જાણીતી પ્રકાશન સસ્થા શ્રી જૈન ધર્માં પ્રસારક સભાના તેઓ પ્રમુખ હતા અને જૈન ધમ પ્રકાશ' નામના માસિકનું તે કેટલાક સમયથી સંપાદન કરતા હતા. ભાવનગર જૈન ખેડી ગનો તેઓ ઘણાં વર્ષોથી વહીવટ સંભાળતા હતા ભાવનગર પાંજરાપોળના પણ તે કેટલાએક વíતથી પ્રમુખ હતા અને બે કે ત્રણ વર્ષ પહેલાં નાદુરસ્ત તબિયતના કારણે તે જવાળદારીથી મુકત થયા હતા. ભાવનગર જૈન શ્વે. મૂ. સંધના તેઓ એક આગેવાન હતા અને સધની અનેક પ્રવૃત્તિઓમાં સારો ભાગ લેતા હતા.
તે
વિદ્યાર્થી તરીકે તેમની કારકીદી ઉજ્જવળ હતી. ૨૦ વર્ષની ઉમ્મર આસપાસ બી. એ. થવા બાદ ભાવનગરની આલટ્રેડ હાઇસ્કુલના એક શિક્ષક તરીકે તેમણે પોતાના વ્યવસાયી જ્વનની શરૂઆત .કરી હતી. એ વ્યવસાય દરમિયાન તેમણે એલ્. એક્.ખી.ની પરીક્ષા પસાર કરી અને ત્યાર બાદ ભાવનગર રાજ્યના ન્યાય ખાતામાં તે જોડાયા, આ ખાતામાં તે એક પછી એક ઉચ્ચતર અધિકાર પ્રાપ્ત કરતા ગયા અને ત્યાંની હાઇ કોર્ટના સર ન્યાયાધીશ (Chief Judge) ના ૫૬ સુધી પહોંચ્યા. આ સ્થાન ઉપર તેમણે સારી લેાક{પ્રયતા પ્રાપ્ત કરી હતી અને લગભગ ૬૦ વર્ષની ઉમ્મરે તેઓ નિવૃત્ત થયા હતા.
તે જૈન ધર્મના તેમ જ પાશ્ચાત્ય તત્વજ્ઞાનના સારા અભ્યાસી હતા. જૈન ધમ પ્રકાશના સંપાદન કાળ દરમિયાન તેમણે અનેક તાત્ત્વિક અને આધ્યાત્મિક વિષયો ઉપર વિદ્વત્તાપૂર્યું અને ચિન્તનાત્મક લેખો લખ્યા હતા અને ‘કાળ’–‘Time' જેવા ગહન વિષયની
તેમણે વિસ્તારથી ચર્ચા કરી હતી અને જૈન ફિલસુફીનુ આ પ્રશ્ન સંબંધમાં શુ` દૃષ્ટિબિન્દુ છે તે સમજાવવાના સ્તુત્ય પ્રયત્ન કર્યાં હતો. નિવૃત્ત વન તેમણે મોટા ભાગે વાંચન, ચિન્તન તેમ જ અધ્યયન પાછળ ગાળ્યુ' હતુ. તે ધાર્મિક તેમ સામાજિક બાળતેમાં ઉદાર વિચાર ધરાવતા હતા અને સુચારિત્ર્ય અને સૌજન્ય વડે
તેમણે તરફ સુવાસ ફેલાવી હતી. તેમનામાં 'ડી ધ'શ્રદ્ધા અને ચોકકસ પ્રકારની તત્વનિષ્ઠા હતી. તે પોતાની પાછળ પુત્રપુત્રીને એક બહુાળે! સુખી પરિવાર મૂકી ગયા છે.
આ રીતે આપણે જેમના દી િવનને સફળ અને મૃત્યુને ભાગ્યશાળી લેખીએ એવા શ્રી જીવરાજભાઇના આત્માને શાશ્વત શાન્તિ પ્રાપ્ત થાઓ ! પરમાનંદ
વિષય સૂચિ શાસ્ત્ર–આજ્ઞાઓના પાયાના હેતુ આજની પરિસ્થિતિ અને આપણું' ક વ્ય જૈન શ્વે. મૂ, કોન્ફરન્સનુ સુવણું અધિવેશન મેડમ મેાન્ટેસરીને અંજલી
પૃષ્ઠ દલસુખ માલવણિયા ૩૩ ખીમજી ભુજપુરી ૩૪ પરમાનદ ૩૫ સરલાદેવી સારાભાઈ ૩૭
૩૮ ૩૮
શ્રી માણેકલાલ મેદીને રૂા. દશ હજારની થેલી પ્માનંદ સ્વ. શ્રી જીવરાજ આધવજી દેશી પરમાનંદ સાદડી તથા મુંબઈનાં અધિવેશનમાં પસાર થયેલા પ્રસ્તાવે
૩૯.