________________
૨૦૪
શુષ્ક રાષ્ટ્રીય પ્રવૃત્તિમાં સંલગ્ન થયેલા અને એ જ ગુણવિશેષ ઉપર મુબઇની ધારાસભામાં ચુંટાયલા સભ્યોને તાંતરવાની વિશેષ યોગ્યતા ધરાવે છે એ આપ જરૂર કબુલ કરશે એવી હું આશા રાખુ’. છું. આપ અમારા સધના નિમંત્રણને માન આપીને અહિં પધાર્યાં એ અમારા સંધ માટે અત્યન્ત ગૌરવને વિષય છે. અમારી કામનુ આ કામ કરો અને પેલુ હિત સભાળજો એવું કહેવા અમે આપને અહિં નથી ખેાલાવ્યા. મુબઇ જૈન યુવક સૌંધ એ એક નાની સરખી સંસ્થા છે; અમે નાના માણસેા છીએ; અમારૂં ગજુ પણ નાનુ છે; એમ છતાં પણુ, જે ભાવનાથી પ્રેરાષ્ટ્રને આજ સુધીમાં આપે અનેક કાર્યો કર્યાં છે અને જેના પુણ્યળ રૂપે આજે આપ આ પદ પામ્યા છે તે જ ભાવના આમારી છે અને તે જ ધ્યેયુ આમારા સધનુ છે એમ જડ્ડાવુ તેા આટલી આત્મશ્લાધાને આપ ક્ષમ્ય ગણશે. ધારાસભામાં રહીને આપ જે કાંઇ કરે તેને અમારા સધનો અને અમારા પોતાને સપૂર્ણ ટેકો હશે એ બાબતની હુક આપને ખાત્રી આપુ છુ. આગળ વધીને હુ” એમ પણુ કહી શકુ છું કે આપને એવા કાઇ કાયદા ઘડવાને પ્રસંગ આવે કે જે કાયદાઓ આખા દેશને, આપણી ગરીબ અને દલિત પ્રજાને અત્યન્ત લાભદાયી હાય પણ જેનું આડકતરૂં પરિણામ વ્યાપાર પ્રધાન જૈન સામાજને અમુક રીતે નુકસાન કરનારૂ હાય `તાં વિશાળ હિતની ખાતર જૈન સમાજે એટલે ધસારે। ખમવા સદા તૈયાર રહેવુ જ જોઇએ એમ સમજીને એવા પ્રસંગે આપને અમારા પુરો સાથ હશે એવી આપ ખાત્રી રાખશે.”
ત્યાર-બાદ શ્રી શ્રેયાંસપ્રસાદજીએ સમયેાચિત એ આવકાર વચન કહ્યાં અને તે પછી સધના મંત્રી શ્રી. વેણીમહેન કાપડીઆએ જણાવ્યું કે :~
પ્રબુદ્ધ જૈન
તા. ૧૫-૪-૪
કરે અને એમનુ કાય અને સેવા સૌ કાઇને અનુકરણ કરવા યેાગ્ય અને એવા મારા આશીર્વાદ છે.’’
આજના સન્માન સમારભમાં મારા સુર પુરાવતાં મને બહુ આનદ થાય છે. એમનું સન્માન આપણે કામી દ્રષ્ટિની સંકુચિત ભાવનાથી કરતા નથી. જૈન ધર્મની ભીતરમાં સંકુચિત ભાવનાને કોઈ સ્થાન જ નથી. ખરૂ કહીએ તે તાત્વિક દૃષ્ટિએ આપણા મહેમાનો આજેજ સાચા જૈન બન્યા ગણાય. હવે તે માત્ર જન્મે જૈન નથી, પણ ક્રમે પણ જૈન બન્યા છે. જૈન ધર્મના સિદ્ધાન્ત અનુસાર વ્યષ્ટિજીવનના સાંકડા ભાગ છે।ડીને તેમણે સમષ્ટિજીવનના વિશાળ પથ ઉપર પગરણ માંડયા છે. જેન ધમના વિશાળ અર્થ આને જ સાચું સાધુ જીવન કહે છે.
આજના આપણા મહેમાનને ચુંટનાર માત્ર જૈનેજ નથી પણ દરેક ધર્મના ભાઇ બહેનેાએ તેમની શંકિત અને સેવાવૃત્તિ ધ્યાનમાં લઇને તેમને ચુંટયા છે. આ તેમને 'વિજય જૈન ધર્મના ગૌરવને વધારે છે. રાજકીય ક્ષેત્રમાં જતા હુંમેશા મોખરે રહ્યા છે. ભૂતકાળના ઇતિહાસ આ બાબતની અનેક રીતે સાક્ષી પુરે છે. રૂઢિચુસ્ત ના જૈન ધર્મને હિંદુ ધર્મથી અને જૈન સમાજને હિંદુ સમાજથી અલગ ગણાવે છે અને પેાતાની કામ માટે વિશિષ્ટ હૂંકા. માંગવાની મનેદશા સેવતા સંભળાય છે. રાજકીય ક્ષેત્રમાં જૈન જેવી એક' નાની કેમ આવી રીતે અલગ પડે તે કાઇ પણ રીતે પ્રુચ્છવા યોગ્ય નથી. બધી કામનુ પ્રતિનિધિત્વ કરવામાંજ વિશ્વબંધુત્વની ભાવનાની સ`ચી સાધના રહેલી છે. આજના આપણા મહેમાના આ રીતે આખા જૈન સમાજને દ્રષ્ટાન્તરૂપ અને છે. આ રીતે વિચારતાં આજે આપણે તેમને સન્માનવામાં કોઇ કામી સંકુચિતતા દાખવતા નથી. કુટુંબની કોઇ વ્યક્તિ પરમાર્થ સાધક વનમાં પગલાં માંડે અને કુંટુબીએ! રાજી રાજી થઇને તેમને આવકારે એવા જ ભાવથી આજે આપણા . મહે
તેને આપણે આવકારીએ છીએ, ’અભિનદન કરવા કરતાંયે બહેન તે આશીર્વાદ આપવાની વિશેષ અધિકારિણી છે. આજ સુધીની જેમની કારકીર્દી અનેકવિધ સેવાઓથી ઉજ્જવળ બનતી આવી છે. તે આ વિશિષ્ટ સ્થાનમાં રહીને વિશેષ યશ અને સફ્ળતાને પ્રાપ્ત
ત્યારબાદ માલેગાંવવાળા શ્રી, માત્તીલાલ વીરચંદે મહારાષ્ટ્રમાં કશા પણ પીરકાભેદ સિવાય એકમેક સાથે મળીને બધા જૈન ભાઇએ કેવી કેવી પ્રવૃત્તિઓ ચલાવે છે, દિગબર અને શ્વેતાંબર · મૂર્તિ પૂજ`ો વચ્ચે કેવા ભાઇચારે છે, આખા જૈન સમાજ રાષ્ટ્રીય પ્રવૃત્તિ તરફ કેટલા બધા વળેલેા છે અને રાષ્ટ્રીય મહાસભાને ત્યાંના જૈન સમાજે કેટલા કાર્યકર્તા પુરા પાડયા છે. તેને ખ્યાલ આપીને નિમંત્રિત ધારાસભાના સભ્યોને ઉદ્દેશીને જણાવ્યું કે “આપ ધારાસભામાં રહીને રાષ્ટ્રની તે ખુબ સેવા જરૂર બજાવશે જ, પણ સાથે સાથે જૈનધમ ને અને જન સમાજને ન ભુલશે એટલી મારી વિનંતિ છે.”
શ્રી મેતીલાલ વીરચંદની આ સૂચનાને અનુલક્ષીને પ્રજ્ઞાચક્ષુ પ'ડિત સુખલાલજીએ જણાવ્યુ* કેઃ–
શ્રીયુત મેતીલાલ વીરદે પોતાના પ્રવચનમાં રાષ્ટ્રસેવાની સાથે સાથે જૈન ધમ અને જૈન સમાજની સેવાના ઉલ્લેખ કર્યાં છે. આ મુદ્દો વધુ સ્પષ્ટીકરણ માગે છે. આ મેળાવડા જૈન યુવક સધ્ધે ચેાજેલા છે અને તેને ઉદ્દેશ મુબઇ ધારાસભામાં ચૂંટાયેલા જૈન ભાઇબહેતાને અભિનંદન આપવાનેા અને તેમની રાષ્ટ્રીય પ્રવૃતિમાં અને તેટલા સહકાર કરવાનું આશ્વાસન આપવાના પણ છે. આ વસ્તુસ્થિતિને ધ્યાનમાં રાખીનેજ હું થેડા વિચારે રજુ કરવા ધારૂં છું....
જૈન યુવક સંધ એ જૈન સમાજના અમુક સભ્યોના સધ છે એ ખરૂં, પણ તેની વિચાર અને પ્રવૃતિની ભૂમિકાએ મુખ્યપણે રાષ્ટ્રીય છે. અત્યારની આપણી રાષ્ટ્રીયતા એ પ્રવૃતિની દ્રષ્ટિએ ભલે રાષ્ટ્રમાંજ સીમિત હાય; પણ તે સિધ્ધાંતની દ્રષ્ટિએ સમગ્ર માનવજાતિને સ્પર્શે છે. જ્યારથી આપણી રાષ્ટ્રીયતાના પ અહિંસા ઉપર રચાયા છે, ત્યારથી તેા રાષ્ટ્રીયતા સમગ્ર માનવતાને પર્યાય માત્ર બની રહી છે. જે ભાઇઓ અને બહેને ધારાસભા કે કે બીજી કાઇ ચુ’ટણીમાં મહાસભાની ટિકીટ ઉપર વિજયી થયા છે તેને યશ તેમણે રાષ્ટ્રીય દ્રષ્ટિથી બજાવેલી સેવાને ફાળે જાય છે, નહીં કે તેઓ અમુક ધમને માને છે. અગર અમુક સમાજમાં જન્મ્યા છે એ વસ્તુને ફાળે. બેશક, મૂળમાં જૈન સમાજની રચના જાતિમૂલક કે વણુ ભેદમલક નથી. એ રચના માત્ર ધર્માં મૂલક છે અને જૈનધર્મનું કેદ્ર માત્ર અહિંસા છે. મહાસભાની આજની નીતિનું કેંદ્ર પણ મુખ્યપણે અહિંસાજ છે. એ રીતે સિધ્ધાંતની દ્રષ્ટિએ જનધર્મ અને રાષ્ટ્રીયતા વચ્ચે કોઇ ખાસ અંતર નથી. આ દ્રષ્ટિએ એમ પણ કહી શકાય કે જે જે રાષ્ટ્રીય પ્રવૃતિ ચાલે છે તે જૈન ધર્મને અનુકુળજ છે. બીજી રીતે એમ પણ કુલિત થાય કે જૈન ધર્મની પ્રવૃત્તિ રાષ્ટ્રીયતાવિરોધી હાઇ ન શકે. તેથી રાષ્ટ્રીયતાની પ્રવૃત્તિમાં રચ્યા પચ્યા રહેનાર કાઈ જૈન કહે કે તે જૈન ધમ અને જૈનસમાજની સેવાને વરેલા છે તે તેમાં સુવિચારકને કાંઇ વાંધા જેવું નહીં દેખાય, પણ આ પ્રશ્ન માત્ર વિચારક કે સમજદાર પૂરતા નથી તે તે પર પરાગત સાંપ્રદાયિક સસ્કાર ધરાવનાર રૂઢીચુસ્તાને પણ સ્પર્શી કરે છે.
“મૂળ સિદ્ધાંતની દૃષ્ટિએ વિચાર કરીએ ત્યારે ભિન્ન ભિન્ન ધર્માંતે વિરોધ અને પારસ્પારિક અંતર લગભગ ભૂંસાઇ જાય છે. સાચા વૈષ્ણવ એ સાચા જૈનથી જુદા નથી રહેતાં અને સાચા જન સાચા વૈષ્ણવ કે સાચા મુસલમાનથી જુદે ન પડી શકે. આમ છતાં વ્યવહારમાં એમ નથી બનતું. ધમ સામાજિક રૂપ ધારણ કરે ત્યારથી તે પ્રયા અને પ્રણાલિકાજીવી તેમજ આચાર અને ક્રિયાકાંડ–લક્ષી બની જાય છે. આથી તે તે સમાજના અનુયાયી સામાન્ય વર્ગ પોતાની એ પ્રયા અને પ્રણાલિકાઓની પુષ્ટિ તેમજ તેની રક્ષામાંજ ધમ'ની પુષ્ટિ અને રક્ષા માને છે. પછી ભલે તે ( અનુસ ધાન પૃષ્ટ ૨૦૦૮ જીએ)