SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ વિદ્યાથી એના કરતાં વિશેવ બુદ્ધિશાળી હોવાં છતાં ખતની ખામીતે લીધે આગળ જતાં પા પડી જાય છે. સાહિત્ય, કળા, સંગીત વિજ્ઞાન વગેરેમાં હિંદુઓને કાળા વધારે હોય છે. આમાં ભલે કાઇ અપવાદો હોય, પ્રશુદ્ધ જૈન હું કાઈ કામી મુસ્લીમ શાળામાં કદી ભણ્યા નથી, જે જે શાળાઓમાં હું ભણ્યો છું ત્યાં કાઇ કેખમાં મુસ્લીમેની સખ્યા વિશેષ હતી તેા કોઇ કાર્યમાં હિંદુએની સ ંખ્યા મુસ્લીમેથી વધારે હશે. વળી જે શિક્ષકો પાસે હું શિખ્યો છું તેમાં હિંદુ અને મુસ્લીમે ઉપરાંત યુરે।પીયન શિક્ષકાને પણ સમાવેશ થાય છે. હું ભણુતા ત્યારે મારા વર્ગોમાં હિંદુ-મુસ્લીમ પ્રશ્ન ચાંત ખરે, પણ મને સાંભરે છે ત્યાં સુધી તેમાં કડવાશ । અંશ જોવામાં ન આવતા. હિંદુ અને મુરલીમ પાશાકમાં અલબત તફાવત છે. હું જ્યારે સ્કુલમાં અને કૅલેજમાં અભ્યાસ કરતા ત્યાંરે હું ખાસ કરીને મુસ્લીમ પેશાક જ પહેરતા. હું જાણી જોઇને હિંદુ પેશાક ન પહેરતે. પરચુરણ બાબતમાં પણ હું એક ખર! મુસ્લીમ તરીકે રહેતે. દાખલા તરીકે સ્નાન કરતી વખતે મુખ કઇ દિશ એ રાખવું અને સુની વેળાએ માથુ કઈ તક્ હોવુ જોઇએ એવી વિગતે પણ પાળતા. કાઇ હિંદુએ મને આમ ન કરવા આગ્રહ કર્યો હાય એમ મને સ્મરણુમાં નથી. મારા હિંદુ મિત્રામાં મારા પ્રત્યે જે ભાવ હતા તેમાં મારા મુસ્લીમ પેાશાક અંતરાયરૂપ હતા એવું મને કઇ દિવસ નથી લાગ્યું. માત્ર એક પ્રસંગની તેધ લેવાનુ મતે મન થાય છે મારા એક હિંદુ સ્નેહી પોતાના એક માનીતા ભેજનાલયમાં મતે સાથે લઇ જવા આતુર હતા. પણ મારા પોશાક તેમાં આડખીલી હતા. હું ફેઝ રાપી પહેરતે. મારા મિત્રે મારા પોશાકની બાબતમાં સારા કર્યાં વગર વિનેાદમાં મારી ફ્રેઝ પાનાના હથમાં લઇ લીધી અને પેતાને માથે મૂકી દીધી. પછી પેાતાને માથેથી લઇને પેાતાના ખીસામાં તે મૂકવા જતા હતા. પણ મેં તેા મારી ફેઝની માંગણી કરી. તેણે ના પાડવાની હિંમત ન કરી. મારા માથા ઉપર મારી ફૈઝ મૂકતાં મેં તેને કહ્યું “ ભાઇ, હું જાણું છું કે ત્યાં સ હિંદુ હશે, પણ મારે પેશાકમાં ફેરફાર નથી કરવા. છુપી રીતે તેમનું સ્વાગત મળે તેના કરતાં ખુલ્લી રીતે તેમના તિરસ્કાર મને વધારે પસદ છે. આમ કહીને મે ફૈઝ પહેરી રાખી છતાં એ ભોજનાલયમાં અમે નિરાંતે જમી શકયા હતા. ’ વખતના વહેવા સાથે “ઇસ્લામનું મારૂં જ્ઞાન વૃદ્ધિ પામતુ ગયું અને હું વિશેષ ને વિશેષ દૃઢ રાતે મુસલમાન થતા ગયા. કુરાનમાં આ શબ્દો એક સ્થળે આવે છે. “ ધર્મના વિષયમાં બળાત્કાર ન હેાય. ” ... એટલે હું ધર્મને નામે આક્રમણ થાય તેને ધિકકરૂ છું. એક અન્ય સ્થળે કુરાનમાં કહેવુ છે કે પ્રત્યેક પ્રજાને અને રાષ્ટ્રને પેગમ્બર માકલવામાં આવે છે, એટલે હુ માનુ છુ કે કૃષ્ણુ અને મુધ્ધ જેવા પ્રભુ ॥ જ પેમબરા હતા. મેં હિંદુ શાસ્ત્ર વાંચ્યાં છે. ભગતગીના તથા ઉપનિષદે અને તે ઉપરાંત રામાયણુ અને મહાભારત પશુ મેં વાંચ્યાં છે. મનુસ્મૃતિ તેમ જ વેદાંતનું તત્વજ્ઞાન સમજવા મેં પુરતા પ્રયત્ન કર્યો છે. શ્રી રામકૃષ્ણ પરમહંંસના ઉપદેશથી હું પરિચિત છું એ . સર્વમાંથી મને આનંદે અને મેધ પ્રાપ્ત થયેલ છે. પણ ઇસ્લામમાંથી અને બૌધ્ધિક તેમ જ આધ્યાત્મિક તૃપ્તિ થતી રહેતી હાવાથી ધર્માંતર કરવાના મતે કદિ વિચાર સરખા પણુ આવ્યા નથી. મારી માતા પ્રત્યે મને જેટલુ માન છે તેટલુ મતે મારા ધમ' પ્રત્યે છે અને મારી જન્મભૂમિ તરફ મારી જે ભાવના છે તે જ ભાવ મને મારા ધમતર્ છે. મારા ધમ કે મારી જન્મભૂતિનો ત્યાગ કરવનું મારાથી કદિયે ન બને સ્વપ્નમાં પશુ તે ન સંભ જેમ જેમ મારા ધર્મનું પાલન હું પ્રેમથી કરી રહ્યો છું તેમ તેમ અન્ય ધર્મોં તરફ મને માન ઉત્પન્ન થતું રહ્યું છે અને તેના તરક્ હું હંમેશા આદરભાવ અનુભવતે આવ્યો છું. પોતાના પિતા વિષે તા. ૧૧-૩-૪૬ જે પુત્ર ભકિતપ્રત અને સત્યનિષ્ઠ છે તેજ પુત્ર અન્યના માતાપિતા પ્રતિ આદરબુદ્ધિ દાખવી શકે છે. ગંગા નદી પાર ઉતરવા માટે ચાલતી એક સ્ટીમરમાં હું એકવાર મુસાફરી કરી રહ્યો હતા. હું ડેક ઉપર બેઠા હતા અને એક સ્થળે આ શબ્દો મારા વાંચવામાં આવ્યા. એક પ્રાચીન હિંદુ ઋષિ ગ્રંથ વાંચી રહ્યો હતો. એ ગ્રંથમાં સ્ત્રીમાં આત્મા નથી હાતા અને ઇશ્વરે તેને અબળા સાવી છે.” આ મને જરાય ન ગમ્યું. સ્ટીમર પર અમારી સથે એક હિંદુ સાધ્વી પણ પ્રવાસ કરી રહેલ હતા. મેં મુસ્લીમ પોશાક જ પર્યો હતો તે પણ હું તેની પાસે પહોંચ્યા અને માનપૂર્ણાંક પશુ સ્પષ્ટ રીતે મારા મનમાં જે પ્રશ્ન ઘે:ળાઇ રહ્યો હતા તે મેં તેમને પૂછ્યો. “તમે સ્ત્રી નથી? તમે અબળા નથી? આત્મક્રેનમાં તમને અંતરાય નથી” એ સાધ્વીએ હાસ્ય સાથે ક્ષણુભર વિચાર કર્યો વિના મને પ્રત્યુત્તર આપ્યા. આત્માના ક્ષેત્રમાં પુરૂષ અને સ્ત્રી એવા ભેદાનુ અસ્તિત્વ જ કયાં છે? તમે એક પુરૂષ હાવા છતાં જો મારાથી આત્મસ્વરૂપમાં નિર્મળ હા તે તમે સ્ત્રી છે. શ્રી અબળા છે એવુ કશુ ન માતા, હા, જે નિમળ છે તે સ્ત્રી છે. પછી તેની જાતિ ગમે તે હોય, આત્માને જાતિ સાથે સંબંધ ન હોઇ શકે.’’ ન મારી. આટલી જીંદગીમાં કાએ મને આવા ચેખ્ખા જવાબ નથી આપ્યો. આટલા ચેડા શબ્દોમાં આવા મહાન પ્રત્યુત્તર મને કાણુ આપી શકે? મને આજ લગીમાં જે સાધુસાધ્વીઓનાં થયાં છે તેમાં હું આ સાધ્વીને એક યેગી.ડી જ માનું છું અથવા ‘ગી’ જ કહું છું. આ કથન માટે શું પુરાવે. જોઇએ છે એ ચેગિનીનું મુખારવિંદ, એનાં નયન, એનુ મિત જાણે કે દેવાંશી હૈાય એમજ તમને લાગ્યા વિના ન રહે. એક અન્ય જીવન-પ્રસંગનું હું વધુ ન કરૂ ? એકવાર એક એક હિંદુ વયેવૃદ્ધે નારીએ અમને ચાર સવવસ્ક યુવાનેને પેતાને ત્યાં નિમંત્ર્યા હતા. આમાંથી ત્રણ યુવના તે હિંદુ હતા અને હુ એકલા જ મુસ્લીન હતા. એમનાં સ્વામી પશુ ઘરમાં એ વખતે હાજર હતા. મારા ત્રણ સાથીઓએ રજૂ માગ્યા પછી પણ મને એમણે રાકાવા કહેલું. એ ઉપરથી મને લાગ્યું કે એમને મારા તરફ વધુ લ મી ઉપજી હશે; મારા ધારવામાં પશુ નહિ તે મુજબ તેમણે તા. મને પેતાના ઘરની અ‘દરના ભાગમાં સઘળું બત.વ્યું.. લખું અંતે જે સ્થળે તેમનું દેવધર હતું ત્યાં પણ તે મને લઈ ગયાં. આમ જે જગ્યાએ મુસ્લીતે પ્રવેશ ન મળે ત્યાં પણ મન તેનણું ખેંચી ગયા હતા. દે-પૂજનને સ્થળે જતાં મે" મારા પગરખાં કઢી નાખ્યાં હતાં. ઘરનાં બાળકો પણ મારી સાથે વાતચીતમાં ભળી ગયાં હતાં. એકવાર એજ સન્નારીએ મને પોતાને ત્યાં જમવા ું આમંત્રણ આપેલું ત્યારે મને મિષ્ટાન્તા વગેરે ધરતાં તેમણે કહેલું કે ‘મને તમારા પર મારા દીકરા જેટલું વ્હાલ આવે છે. તમે જાણે કે મારા પોતાના સંતાન હૈ। એવા ભાવ મને ઉપજે છે. તમે (મુસ્લીમે) પુનજન્મમાં નથી માનતા તા પછી મને તમારા છે આવા તેદ્ર કેમ ઉદ્ભવે ? તમે પૂર્વ જન્મમાં જરૂર મારા પુત્ર હરશે. આ માંભળોને કેઈનું પશુ દિલ હલી ઉઠ્યા વિના કેમ રહે ! ' આ સન્નારીને હું તે। માતા તરીકે જ નિહાળું છું. જે એક વખત મારા માટે કેવળ અજાણી વ્યક્તિ હતી તે આજે પેાતાના કેવળ નિઃસ્વાર્થ પ્રેમ અને વાસમને લીધે ખરેખર જ મારી માતા બની રહી છે. અપૂ અનુવાદક-માહનલાલ રૂપાણી
SR No.525931
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1946 Year 07 Ank 17 to 24 and Year 08 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1946
Total Pages220
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy