SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૧૨-૪૬ (પૃષ્ઠ ૧૨૨ થી ચાલુ ) સવ ધમ સમભાવ પ્રબુદ્ધ જન પ્રવાહ કામ કરે છે; તેમ ધર્મના પ્રવાહો જુદા જુદા ભલે કુંટાયાં અને તેનાં બાહ્ય કલેવરે ભલે વિરૂપ થઇ ગયાં, છતાં તે બધાના મૂળમાં એક શ્રેયનિષ્ઠા અથવા આત્માનિષ્ઠા કામ કરી રહી છે. એમ કોઇપણ ધર્મ પ્રવાહના મસ્પર્શી અભ્યાસી કહી શકે એમ છે; અને આમ છે. માટેજ આપણે એક બીજા પ્રવાહને એળખવા બુધ્ધિપૂર્ણાંક પ્રયત્ન કરવા જોઇએ અને ખાપણી માનમિક કે દુન્યવી શાંતિ માટે સર્વધર્મ સમભાવની ભાવના આપણામાં પ્રબળપણે કેળવવી જોઇએ. (આ પછી ત્રણે પ્રવાહામાં કેવી એક સરખી . વિચારસરણી - વહી રહી છે તે દર્શાવવા માટે મહાભારતના શાન્તિપ માંથી જનાના ઉત્તરાધ્યયન, આચારાંગ અને દશવૈકાલિક સૂત્રમાંથી તેમ જ ઔધના ધમ્મપદમાંથી કેટલાંક અવતરણા આપવામાં આવ્યા છે અને ત્યારબાદ આગળ ચાલતાં લેખક જણાવે છે કે:-) ઉપરની તુલનામાં મહાભારત, જૈન સૂત્ર અને ધમ્મપદનાં કેટલાંક પઘો અક્ષરશઃ સરખા છે અને કેટલાંક અયની દૃષ્ટિએ સરખાં છે. આટલી ઘેાડી તુલનાથી એમ તે સ્પષ્ટ જણાય છે, કે આ રીતે વૈદિક પર પરા, જનપરંપરા અને બૌદ્ધપર પરા હૃદયે એક સરખી છે એ શક વગરની વાત છે. વિશેષ રીતે અન્વેષણ કરીએ, તે તે ત્રણે પરપરાના પ્રાચીન ગ્રંથોમાં આ જાતની બીજી અનેક સમાનતાએ સ્પષ્ટપણે ઉપલબ્ધ છે. એ સમાનતાને જ આમ જનતા સુધી ફેલાવવી ઘણી જરૂરની છે.. તેમ થવાથી જનતાની દૃષ્ટિ સંકીણું મટી વિશાળ બનશે, સમભાવ કેળવાશે, સવ ધમ સમભાવની ભાવના પેદા થશે અને દેશમાં ચાલતા ધર્મને નામે ચડેલા કલર્જી પણ શાંત થશે. ધમ્મપદના છેલ્લા વર્ષોંનું નામ બ્રાહ્મણવર્ગ છે; તેમાં “તેને હું બ્રાહ્મણ કહુ છુ” એવું દરેક શ્લોકમાં ચોથા ચરણમાં કહીને બ્રાહ્મણનાં લક્ષણો વર્ણવી બતાવેલાં છે. જૈનપરપરાના ઉત્તરાધ્યયન સૂત્રના પચ્ચીશમા જન્મજ ( યજ્ઞીય ) અધ્યયનમાં તેને અમે : બ્રાહ્મણુ કહીએ છીએ' એવું દરેક ગાથાના છેલ્લા ચરણમાં કહીને વિગતથી બ્રાહ્મણનાં લક્ષણા બતાવેલાં છે. એ જ પ્રમાણે, મહાભારતના શાંતિપર્વ ના ૨૪૫ મા અધ્યાયમાં તેને દેવે। બ્રાહ્મણ જાણતા હતા' એમ કહીને અનેક પદોમાં બ્રાહ્મણનું સ્વરૂપ બતાવેલુ. છે. એ ઉપરથી સાક્સાક્ માલુમ પડે છે, કે જન્મથી કાઈ બ્રાહ્મણરૂપે જન્મતું નથી, જન્મથી ઉચ્ચતા કે નીચતા હેાતી નથી; ઉચ્ચતાને આધાર ગુણી અને કર્મો છે, બ્રાહ્મણુત્વનું મૂળ ગુણા અને કમ માં છે. જન્મથી બ્રહ્મણ માનવાની કે જન્મથી ઉચ્ચતા કે નીચતા, માનવાની પ્રથા મિથ્યા છે, એમ એ ત્રણે પરપરાના ગ્રંથા સ્પષ્ટપણે કહે છે. વૈદિક પર’પરમાં જન્મ પામેલા વિદ્યાવારિધિ શ્રીમાન ખણુ ભગવાનદાસજી ‘મહાવીરવાણી’ની પ્રસ્તાવનામાં મહાભારતનાં આ વચના ટાંકી બતાવે છેઃ— ૧૨૯ સુધી ખતુ નથી એ ભારે આશ્ચયની વાત છે. જેમ ઉચ્ચતા કે શિષ્ટતા જન્મથી સાંપડતી નથી, તેમ નીચતા પણ અમુક જાતિઓમાં જન્મ લેવાને કારણે જ છે, એ પણ તદ્દન અસત્ય છે. આ હકીકત પશુ ઉપરની ત્રણે પરપરાએ સ્પષ્ટ શબ્દોમાં સ્વીકારે છે; છતાં આપણી પ્રજાનું કેવુ અને કેટલું બધુ ઘેર અજ્ઞાન છે, કે તે પોતે પેાતાનાં શાસ્ત્રવાકર્યેાની પણ અવગણના કરે છે અને અસ્પૃશ્યતાના ભૂતને હજી લગી છેાડી શકતી નથી. હું ને ચોરિનાવિ, સંગર: 7 શ્રુતં ન ૨ સંતતિ । कारणानि द्विजत्वस्य वृत्तमेव तु ગમ્ ॥ न विशेषोऽस्ति वर्णानां सर्व ब्राह्ममिदं जगत् । ब्रह्मणा पूर्वसृष्टं हि कर्मभिर्वर्णतां गतम् ॥” અર્થાત્ બ્રાહ્મણુત્વનું કારણ ચારિત્ર જ છે. ખીજા કાષ્ઠ એટલે બ્રાહ્મણીની કુક્ષિયી જન્મ લેવા, સ ંસ્કારો, વિદ્યા, કે સંતતિ—તેમાંનું કાઇ કારણ બ્રાહ્મણુત્વનું નથી. સ વર્ગોમાં કાષ્ઠ જાતની વિશેષતા નથી. આખુ જગત બ્રહ્માએ સરજેલું છે, માટે ‘બ્રાહ્મ’ છે. તે બ્રાહ્મ જગત જુદાં જુદાં કર્મો વડે જુદી જુદી વણુરૂપતાને પામેલ છે. ભારતવષ ની પ્રસિધ્ધ પ્રસિધ્ધ પ્રમુખપર પરાએ આવી સ્પષ્ટ હકીકત કહે છે; છતાં આપણા લેકાનુ` છાહ્મણુંત્વના મૂળને લગતું અજ્ઞાન હજુ ધમ્મપદમાં બ્રાહ્મણવર્ગની પહેલાં એક બિભ્રુવ છે. તેમાં ભિક્ષુનુ –ત્યાગીનુ –સન્યાસીનુ વાસ્તવિક સ્વરૂપ બતાવેલુ છે. ભિક્ષુનુ આવુ' જ સ્વરૂપ મહાભારતના શાંતિપવ માં પણ રથળે સ્થળે નિરૂપેલુ છે અને જૈન સૂત્રામાં તે તે પદે પદે જણાવેલુ' છે; એટલુ જ નહિ, પણ વૈકાલિક સૂત્રમાં તે તે ભિક્ષુ કહેવાય’ એવું છેલ્લું વાકય મૂકીને દશમા અધ્યયનમાં ૨૧ ગાથાઓ દ્વારા ભિક્ષુનુ ખર્” સ્વરૂપ બતાવેલું છે. ત્રણ પરંપરાને અનુસરતી આપણી પ્રજા એ વિષે · સવિશેષ લક્ષ્ય''કરે, તે ભિક્ષુક વિષેનું તેનું ધાર અજ્ઞાન ટળી જાય અને વતમાન ભિક્ષુસંસ્થા પણ પ્રજાને ઉપયłગી નીવડે. ધમ્મપદમાં બારમા અત્તવગ્’ છે. અત્ત' એટલે આત્મા.. આ વર્ગમાં આત્માને સયમમાં રાખવા વગેરે અનેક હકીકત કહેલી છે. આત્મા જ આત્માના નાથ છે, બીજો કેાઈ તેના નાથ નથી’ એવુ' કહીને આત્માના અગાધ સામર્થ્યનો પણ વિચાર તેમાં કરેલ છે. પાપ-પુણ્યના કર્તા આત્મા છે અને તેનાં કળા ભગવનાર પણ આત્મા છે, એ પ્રકારના અનેક જાતના વિચારો આ વગ માં ખતાવેલા છે. એ બધું વાંચ્યા પછી જે તાર્કિકા મુગુરૂને અના મવાદી કહીને વગેાવે છે, તેમના વિષે અનાસ્થા થઇ આવે છે. આ વર્ગમાં એમ પણ કહેલુ છે, કે શુદ્ધિ કે અશુદ્ધિ વ્યકિતગત હાય છે, બીજો કોઇ બીજા કાને શુધ્ધ કરી શકતા નથી; અર્થાત્ વ્યકિતમાત્ર પોતે પોતાની શુધ્ધિ-અશુધ્ધિમાં સ્વતંત્ર છે. આ ઉપરથી પણ ખુદ્ધ ગુરૂને અનાત્મવાદી કહીને શી રીતે વગેાવાય ? દોધનિકાયના પાયાસિસુન્નતમાં પણ આ વિષે વિગતવાર ચર્ચા સ'વાદરૂપે કરેલી છે, એ વાંચ્યા પછી પણ ખુદ્ધભગવાનને ‘અનાત્મવાદી’માનવાને મન તૈયાર થતું નથી. ચિત્ત અને આત્મા એ બન્ને જુદાં જુદાં છે, માટે જ ધમ્મપદમાં એક ચિત્તવર્ગ છે અને તેથી જુદો આ આત્મવગ છે. એથી કાઇ ચિત્ત અને આત્માને એક સમજવાની ભૂલ ન કરે. આત્માના સ્વરૂપ વિષે બુધ્ધ ભગવાનને ભલે કા જીદો અનુભવ હેાય, પશુ ઉપરનાં તેમનાં વચને જોતાં નિર્વાણુવાદી તે મહાપુરૂષને ‘અનાત્મવાદ’ કહેવાની હિમ્મત થતી નથી જ. ગુજરાતના પ્રખર તત્ત્વચિંતક સદ્ગત વિદ્યાવારિધિ શ્રી આનંદશંકરભાઈએ પોતાના આપણા ધર્મ'માં ગૌતમબુદ્ધ નિરીશ્વરવાદી કે સેશ્વરવાદી' આ મથાળા નીચે જે કાંઇ લખ્યું' છે, તે વિશેષ ધ્યાનપૂર્વક વાંચવા લાયક છે; અને તેમણે એ જ પુસ્તકમાં ‘ધમ્મપદ'ના મથાળા નીચે જે ગંભીર અને મનનીય હકીકત લખેલી છે, તે પણ ધ્યાનપૂર્વક વાંચવા જેવી છે. મહાભારતકારે ઢેલ વગાડીને કહેલુ' છે, કેઃ– “ જો યાત્રાર્થમૈવેદ ધર્મસ્ય નિયમઃ શ્વેત : '' અર્થાત્ લકયાત્રાની વ્યવસ્થા માટે જ ધમના નિયમ કરેલા છે. લેાકયાત્રા એટલે નજરે દેખાતા સસારની સુવ્યવસ્થા. એ સુવ્યવસ્થા ટકે, લોકોમાં શાંતિ જળવાય અને તમામ પ્રજા સતૈષી રહી એક બીજાને સુખકર ” નીવડે, એ માટે જ ધમ'ના નિયમ કરેલો છે; છતાં મુઢમનવાળા આપણે એ ધમતે કેવળ પરલોક માટે—જે લેક દેખાતા નથી તેવા પરીક્ષ લોક માટે-આદરપાત્ર માનેલ છે; અને આ લેાક માટે ધમ નું જાણે કશુ' જ પ્રયેાજન નથી એમ વર્તી રહ્યા છીએ. આપણું એ અન્નાન ભાંગે અને ધનતે આપણે આપણા પ્રત્યક્ષ આચરણમાં જ ઉપયોગમાં લઇએ એ માટે મહાભારત, ગીતા અને જૈન સૂત્રેાનાં વચને જેટલું જ આ ધમ્મપદ' પણ આપણને ઉપયોગી નીવડે એવુ છે. પંડિત બેચરદાસ જીવરાજ દાથી. સમાસ.
SR No.525931
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1946 Year 07 Ank 17 to 24 and Year 08 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1946
Total Pages220
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy