SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ (8) ૧૧૦ સાહિત્યસર્જન એટલે આત્મસંતૃપ્તિ’ ( પૃષ્ટ ૧૦૪ થી ચાલુ ) શુદ્ધ જૈન માનું છું કે આ કસબને એ ભાઈઓએ સ્વાવલમ્ની કક્ષાએ પહોં ચાડયા છે. નવજીવન પ્રકાશન મદિરમાં જે બેઠા છે તેએ મધ્યમા જ છે. તેમને હાથે થઈ રહેલુ ધારાવાહી જ્ઞાનદાહન નિહાળેા. એ અધા કવિતા તે વાર્તા લખવા ખેડા હાત તે ? સ'પત્તિ તે કીર્તિના હકદાર સામાન્યને હુ વિવેક કરવા સૂચવું છું. કીર્તિની કામનાના એ પ્રકારો છે : રાગિયલ અને નિરેગી. ‘કર્મોમાં જ તારા અધિકાર છે, લમાં નહિ કદી !” એવા ચત્રાઈ ચવાઈ છેાતાં બની ગયેલ ગીતાસૂત્રેાને તમારાં માથામાં નહિં મારૂં'. દ્રવ્યલાભ અને કીર્તિ લાભ, અન્નેના તમે સાહિત્યક્ષેત્રે અધિકારી છે. પશુ સંપત્તિ અને કીર્તિં અને તમારાં વારણાં લેતી, તમારા પર લળતી ને ઢળતી આવે એ એક વાત છે, ને એ બેઉની પાછળ ‘જીનઐતિ થા' વાળી રીતે એકાદ હસ્તપ્રત લઈને લેખક લટુવેડા કરતા દૉટા લગાવે એ બીજી વાત છે. સૌ પહેલી આત્મસવૃત્તિ દ્રવ્યલાભ કીર્તિ લાભ ઉપરાંત એક બીજી બાબત આપણું પ્રેરક બળ છે—તે એ જ મુખ્ય છે. એ છે આપણી આત્મસંતૃપ્તિ, દાખલા તરીકે, મે' કાઇ મહાસત્ત્વ જોયું, માને ? હું હિમાચળ જેવા પહાડમાં ઘૂમી આવ્યો કે ગેરસપ્પાના ધંધ જોઈ આવ્યો. એ જ પ્રમાણે ધારા કે મે આ દેશની કે પરદેશની કા ઉતુ`ગ માનવવિભૂતિઓનું સાંનિધ્ય સેવવાના મેાકા મેળવ્યેા. એ વિભૂતિ દર્શનમાંથી સાચા રસાનંદનું એકાદ બિન્દુ ય જો મને લાધી ગયું, તે તે હું એની ખુમારીમાંથી ડેલ્યા કરૂ. પછી એક દિવસ મને થાય, કે આ આનદ તે મનમાં શમાવ્યુંા સમાતા નથી, ઝલકાઇ ઝલકાઇ બહાર ઢળે છે. એને શબ્દમાં વહાવી અન્ય જનાને પણ રસભાગી બનાવું. નહિ તે ત્યાં લગી મને જંપ નહિ વળે, નિજાનંદને આ સભર રસકુંભ અન્ય જનને પાવાની લાગણી જો સાચી હશે, તેા પેલા બિન્દુમાત્ર અનુભવમાંથી યે વાણીની અમૃતધારા છૂટશે. પશુ જે કંઇ વિભૂતિદર્શન કર્યું છે તેને લાવને ઝટઝટ વટાવી નાખું, આના એ ખેલ મેળવુ, તેના ચાર અભિપ્રાય કઢાવી લઉં, પ્રકાશકને પણ જોઈએ છે ચલણી નામ વાળા પ્રસ્તાવનાકાર એટલે એ પણ પ્રકાશન માટે તત્પર બને છે, પરિણામે બહાર પડે છે-કીર્તિલેખ નહિ પણ લેખકના મૃત્યુલેખની ગરજ સારતુ એક ચેપડું. એ એના મૃત્યુલેખ બને છે, કારણ કે કરી એ લખી શકવાનેા નથી. છ્યા નિજાનંદ તા. ૧-૧૧-૪૬ છૂપી છૂપી ચે આત્મવ′ચના નથી થઈને ? રોજ ઊમટતાં શબ્દ-પૂરની અંદર મુકાબલે તે નાનકડી અને નગણ્ય લેખાય તેવી તમારી એ કૃતિ જે કાઈ ાજ આંખો એ વાંચવા પામશે તેને તે। પકડી રાખે તેવી દીસે છે ના? નુગરી દુનિયા આમ પ્રથમ તે આત્મસંતૃપ્તિની જ આવશ્યકતા, પછી કીર્તિની, તેની કે પછી દ્રષ્યપ્રાપ્તિની અપેક્ષા. એ વાત કેવળ અ‘તઃપ્રેરણામાંથી પરિણુમતી કલ્પનાશ।ભન કલાકૃતિઓ પરત્વે જ સાચી છે. એમ ન માનતા. એકાદા ગ્રંથ-વિવેચનને યે, અખબારનાં મુખ્ય પાનાને શણુગારતા એકાદા લેખને યે, કાપણું અનુવાદિત છાપાંલખાણને યે, અરે તમે અહીં તહીં' આછા ધાટા, લલિત હળવા શબ્દસાથિયા પૂરા છે તેને યે, સૌપહેલી અપેક્ષા છે આત્મપ્રસન્નતાની. હુજારા લેાકા તા એ વાંચવા પામે ત્યારે ખરા, વાંચીને સારૂ' માઠું જે કઇ એ ધારે તે ખરૂ, તમને પેતાને, એ કૃતિના કર્તાને, અત્યારે, આ ઘડીએ, એ કૃતિ પ્રસન્ન કરે છે ખરી ? આરસીમાં મોઢું જોઇને મલકાતા હા, એવા ક્ષા નિજાનંદે તમે તમારી એ સરજત નિહાળીતે હલી ઊઠે। હા ? ઘાટછૂટ બરાબર ઊતર્યાં લાગે છે? આકાર-સૌષ્ઠવ સંતેષે છે? શબ્દો યથાસ્થાને યોજાયા છે ને? સુરૂચિની બાબતમાં લેખકે દુનિયાને વિશે ઉપર કહી તે આત્મકસેટી રાખ્યા વિના છૂટકા નથી. કારણ કે એ દુનિયા નુગરી છે. નૃત્ય સંગીત ને ચિત્ર જેવા કલાપ્રદેશમાં મુરશિદં વગર ડગલુ દઇ શકાતુ નથી. ગુરૂતે પજો ત્યાં અનિવાર્ય બને છે. શબ્દકલાના ક્ષેત્રમાંથી એ સુભગ થિતિ ગેરહાજર છે. અહીં તે સૌ સૌને મન સવાશેર હેાય છે, અધવાલ પણ ઓછા નહિં ! અહીં મુદ્દતના બાધ નથી, વયની શત નથી, હસ્તપ્રતને છ મહિના પણ સધરી રાખવાનું આરેાગ્યદાયક નિયમન નથી, કાઇ કુલાચાર નથી, કારણ કે કાઈ કુલપતિ નથી. ચિત્રકારને સુખ છે, કે એની કાચી કૃતિની પાંચસે પ્રતે છપાવીને બહાર પાડનારા પ્રકાશક અને સાંપડે નહિ. કાચા નકને રંગભૂમિ પર રા કરવાની કાણુ હિમત કરે ? હૂડિયો થવાનીજ ખીક! એમ હરકા આ...આ કરનારને કાંઈ ખાંસાહેબ કહી જલસામાં ખડા કરી શકાય છે? કાન અને આંખના કલાયુકત રસાસ્વાદની એ ચિરાન’દિની સામગ્રી છે. એમાં હાથચાલાકી ચાલે નહિ. ઉસ્તાદના હાથની માવજત કરડી ને સુવાળી બન્ને કક્ષાની, આ કલાક્ષેત્રોમાં અવલ સ્થાન ધરાવે છે. પણ સાહિત્યનું ક્ષેત્ર બાપડુ મેટી અરાજકતાને ભેગ બન્યુ છે. ઉસ્તાદ નામને સાક ઠરાવે એવા પ્રથમ કોટિના વિવેચકાથી ગુજરાતી સાહિત્ય એનસીબ બન્યું છે, વિવેચક દેરવતા હોય તે વાચક પ્રજા અનુસરતી હાય એ કયાંઇ દીઠું ગુજરાતે ? સળંગ સુદીધ અને સ`સ્પશી ગ્રંથાવલોકના જુએ છે। કાંય ગુજરાતે ? વર્ષાં ચારેક કૃતિઓની ચે સમાલોચના સૌના આલેક ફેલાવે છે ગુજરાતમાં ? મંદિરે જઈ ટીલા ટપકાં કરી આવવાના લેાકાચાર જેવું અવલે કનકામ તા હરકોઇ પતાકડુ કરતુ હેય છે. એને અવલેાકન અર્થાત પ્રકાશવિતરણ નહિં કહી શકીએ. એ થેડુ મા દશ્યક બને છે—ખુદ લેખકને કે અન્ય લેખકને ? આત્મપ્રસન્નતા એટલે ? મુરશિદે વિહાણ આવી નુગરી સ્થિતિમાં લખનારની આત્મસ તૃપ્તિ, અને આતપ્રસન્નતા એ જ એક ભરેાસાપાત્ર 'આંકણી છે, કે જે વડે એની કૃતિની ગુણવત્તાને એ પાતાની મેળે માપી શકે. આત્મતૃપ્તિ એટલે બેશક આત્માની તૃપ્તિ, માણુસના અંતરજામી ‘સત્ય શિવ સુંદરમ' મહાસત્ત્વની તૃપ્તિ, નહિ કે માજીસના નાનકડા અહમ્-દેડકાની તૃપ્તિ, ચપટીમાં રીઝી જનાર પામરતાની તૃપ્તિ, સ્વાર્થીપટુ એ ચાર પાસવાનેનાં અહે।હે। અહાહાથી મૂચ્છિત બની જનાર નર્યા પ્રશસ્ત ભૂખ્યા પ્રાણની તૃપ્તિ, ના, આપણી કલમેા પર એવી તૃપ્તિને નહિ પલાણુવા દષ્ટએ. સાચા ભેમિયા અને સાક્ષી તે પેલે, ભાયલે રસાન’દી આત્મા જ રહેશે. સાચે હોંકારો એ જ આપશે, કે ‘શિલ્પી ! તેં જે કંઇ રચ્યું તે અલબત્ત તારૂ' નિજનું છે, તારી શક્તિમર્યાદાને અધીન છે, તથાપિ એ ઢાંગ જાદુગરીથી અદૂષિત છે, આત્મવ ́ચનાપરવ'ચનાથી અકલકિત છે, અને તારી પેાતાની શૈલીથી અર્થાત તારા ખુદનાં શીલની બનેલી શબ્દસુંદરતાએ વિભૂષિત છે. એના સ્વામીને પ્રસાદ ભલે નથી, છતાં એ પ્રસાદિકતાની તે આત્મસાત્ કરેલી કણિકા ઉતારી છે. ચારેલુ, ભાડે કે ઉધાર લીધેલું. આમાં કઇ નથી. પ્રસન્ન થા શિલ્પી! તુ નાના છે, તે છતાં એ મહાજના જે પ્થે ગયા છે તે જ સૌ વાટના તુ સહયાત્રી છે. તુ પેતે પ્રસન્ન થા, પછી ખીજાએ થયા વિના ક્રમ જ રહેશે ?' ઝવેરચંદ મેધાણી. શ્રી મુંબઇ જૈન યુવક સંધ માટે તંત્રી મુદ્રક પ્રકાશક: શ્રી મણિલાલ માકમચંદ શાહ, ૪૫-૪૭ ધનજી સ્ટ્રીટ, મુંબઈ. મુદ્રણુસ્થાન : સુ કાન્ત ત્રિ. પ્રેસ, ૪૫૧, કાલબાદેવી રાડ, મુંબઇ ૨ (અપૂર્ણ)
SR No.525931
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1946 Year 07 Ank 17 to 24 and Year 08 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1946
Total Pages220
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy