SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ 08 ૪૨ શુદ્ધ જૈન નવીન અ રચના ( મુખપૃષ્ટથી ચાલુ ) ઘરની બહાર ખુલ્લામાં કરવાનું એવુ કામ હાય, પછી વળી છાંયે એસી કરવાનુ કામ હાય, અમુક વખત સામાજિક સહવાસમાં ગાળવાના હાય, અમુક વખત નવું જ્ઞાન મેળવવામાં ગાળવાના હોય, અમુક વખત મતગમત કે વાર્તા વિનાદ હાય; એમ આખા દિવસ કામની. એવી રીતે વહેંચણી કરી હાય કે તેમાં શરીરને તથા બુદ્ધિને જોઇએ તેટલાજ શ્રમ, તેમજ આવશ્યક આસાએશ મળી રહે; તે વધારેમાં વધારે કામ થાય, વધારેમાં વધારે સગવડ સચવાય, માણુસના વિકાસ વધારેમાં વધારે થાય, અને વ્યકિતનાં તેમજ સમાજનાં સુખસ તાજ પણ વધારેમાં વધારે સધાય. ૧૦. જે લેાકા શ્રીમતપણાની મેટાઇ બતાવવા માટે અથવા પોતાના આળસને જ પોષવાને માટે પેાતાના કામને ભાર ખીજા ઉપર નાખે છે, તે તે સમાજની અર્થવ્યવસ્થા તેમજ સમાનતાની ભાવનાને એકલું નુકસાન જ પહોંચાડે છે. આ દૃષ્ટિએ અંગત અને ધરકામ કરનારા તેકરાના શ્રમની પરીક્ષા કરીએ તે જેમને શ્રમ ઉત્પાદકની કાટિમાં આવે એવા નેકરે બહું ઓછા નીકળશે. એટલે સમાજમાં જેમ આવા નાકરાની સખ્યા એછી તેમ સારૂ ૧૧. આજીવિકાની ખાતર પરિચર્યાંનુ કામ કરવું એ બધા જ દેશામાં અને બધા જ કાળમાં હલકુ ગણાયું છે. તેથી એ કામ કરનારા અલગ વર્ગ એક વર્ગ તરીકે જેટલા વહેલા નાબુદ થાય તેટલું સારૂં. દરેક માણસ પાતાનાં અ'ગત કામ કાજ પાતે કરી લે એ જ ઇષ્ટ છે. કુટુંબીજના કુટુંબનાં એવાં કામેાને પહેાંચી વળે. એમાં નાકરચાકરતુ પ્રયોજન ન હેાવુ જોઇએ. માણસ ખીમારીને લીધે અપંગ દશામાં આવી પડે અને ખીજાની સેવા લેવી પડે તે કુટુંબીજનાની, પાડે શીની, મિત્રાની મદદ જરૂર લે, અને એ કામ તેઓ પ્રેમ ભાવે કરે. પણ પોતાની મુશ્કેલી દૂર થતાં એ માણસ કરી સ્વાવલંબી બની જાય. ૧૨. અત્યારે તમામ અવસ્થા અને પ્રવૃત્તિએના મૂલ્યની આંકણી નાણાના ગજથી કરાય છે, એટલે જેમાંથી ધનપ્રાપ્તિ થાય તે શ્રમ ઉત્પાદક એવા ખ્યાલ પ્રચલિત છે. પણ અત્યારે જે આર્થિક અને ઉત્પાદક પ્રવૃત્તિ કહેવાય છે, તેની આંકણી માનવજાતિનાં સુખસગવડ અને પ્રગતિના ગજથી કરવામાં આવે, તે। જેમાંથી ધનપ્રાપ્તિ ચાય છે અને તેથી ઉત્પાદક ગણાય છે, એવી ઘણી પ્રવૃત્તિ કેવળ નકામી નહિ પણ ખરેખરો અનર્થ કરનારી માલૂમ પડે. ૧૩ જેમના શ્રમથી માનવ સુખ સતેષ અને પ્રતિ સધાય તેમના જ શ્રમને ઉત્પાદક શ્રમ ગણવા જોઇએ અને તેમને જ તેમના શ્રમના પ્રમાણમાં વ્યાજખી બદ્લા મળવા જોઇી. તે સિવાયના ખજાની કમાણી એ ખેાટી રીતે મેળવેલી કમાણી જ કહેવાય છતાં આ કસોટિએ જેએ ઉત્પાદક શ્રમ કરનારાની ગણુતરીમાં ન આવી શકે એવા ઘણા માણસે બહુ મેાટી કમાણી કરતા જોવામાં આવે છે. તેથી સમાજમાં આર્થિક અસમાનતા, અને ગાલિયત ઉત્પન્ન થાય છે. ૧૪ માણસાને બેકાર બનાવી મૂકે એટલી મૂડી કેટલે દરજ્જે વધાયે જવી એ મેટા પ્રશ્ન આજના અર્થશાસ્ત્રીએ આગળ ઉકેલ માટે ઉભે છે. જ્યાં જ્યાં શય હાય ત્યાં ગ્રામેદ્યોગા, જેમાં બહુ એછી મૂડીની જરૂર પડે છે, તેના પુનઃરૂધ્ધાર કરવા એ એક રામબાણ ઉપાય છે. તા. ૧-૭-૪૬ બાથમાંથી મૂડીને છોડાવવી જોઈએ. વળી મૂડી નાણાંપતિઓની ચુંગાલમાંથી છૂટે તે માટે આખી નાણાં વ્યવસ્થામાં પણ ધરમૂળના ફેરફાર થવા જોઇએ. આમજનતાના હિત ખાતર તથા સાચી આર્થિક પ્રગતિ એટલે કે સૌતે કામ મળી રહે અને કામ કરનાર પેાતાના કામનુ મૂળ પાતે ભેગની શકે એ ખાતર એ થવું જરૂરી છે કે, નાને વ મૂડીને કબજે કરી બેઠા છે, તેના હાથમાંથી અથવા તે તેની ૧૫. ના કરવા એ નિહ, પણ સમાજની જરૂરિયાત પૂરી પાડવી એ અપ્રવૃત્તિનું ધ્યેય છે. ૧૬. સમાજની જરૂરિયાતને તેની ઉપયોગિતાના ક્રમમાં વિચાર કરી, તે ક્રમમાં મૂડીનુ રોકાણ ત્યારે જ થઇ શકે જ્યારે મૂડીના ઉપયેગ કાષ્ઠની પણ નાખેરી માટે નહિ, પણ સમાજની જરૂરિયાતની વસ્તુઓને વિવેક કરી તેના ઉત્પાદન માટે કરવામાં આવે. ૧૭. મૂડી માટેની ખેંચતાણ ગ્રામોધોગ અને ખેતી વચ્ચે નથી પણ ખેતી અને શહેરના યત્રેદ્યોગે વચ્ચે છે. યુ'ઘોગે ગ્રામાઘોગાને મારી નાખી ખેતીને પણ કટકા મારે છે, તે અનથ કારી છે. ૧૮. આપણા યાજકા જો આપણી ખેતી અને ગ્રામેાઘોગાની ખિલવણીમાં પેાતાની શક્તિ વાપરે તે આખા દેશની આર્થિક સ્થિતિ બહુ જલદી સુધરે. પણ અત્યારે તેઓ ય ́ત્ર-ઉદ્યોગોની ખિલવણી પાછળ જ મડયા હેાઇ, પરદેશી ચૂસ ઉપરાંત તેમના યત્ર-ઉદ્યોગાની સ્યૂસ પણ ગામડાને વેઠવી પડે છે. ૧૯. ખીજા યાજકાની માફક આર્થિક ક્ષેત્રના યેજકા પણ કેવળ પેાતાના સ્વા` અને અંગત ના માટે નહિ પણ આખા સમાજના આર્થિક કલ્યાણની ખાતર પેાતાની પ્રવૃત્તિ ચલાવતા થશે નહિં, ત્યાં સુધી સાચી આર્થિક પ્રગતિ સાધી શકાવાની નથી. ૨૦. જમીનના આર્થિક ભાડા ઉપર કાઇ વ્યક્તિને નહિ પણ આખા સમાજને હક હાયેા જોઇએ. ૨૧. વ્યાજની પ્રથાને આપણે કદાચ તદ્દન નિમૂળ ન કરી શકીએ તે પણ તેને એટલી બધી મર્યાતિ અને અકુશિત તે કરી નાખવી જોઇએ જ કે એ શાણુના કારણરૂપ ન બને અને તેની મારફત આળસને પાષણ ન મળે. મજુરી અને મજુર ૨૨. મજુરને કેટલા બદલે મળવે જોઇએ તેને વિચાર કેવળ આર્થિક નફા-નુકસાનની દૃષ્ટિએ નહિ થઇ શકે અને ન કરવા જોઇએ. તેના વિચારણામાં માણુસાઇની દૃષ્ટિ અથવા નૈતિક દૃષ્ટિ અનિવાય` છે. કોઇ પણ સુધરેલા સમાજમાં સાધારણ માણસની વાજમી જરૂરિયાતા—તેના યોગ્ય વિકાસને માટે આવશ્યક હાય તેટલી-પૂરી પડી રહે તેટલે મજુરીના દર હાવા જ જોઇએ, ૨૩. સુખી અને તંદુરસ્ત સમાજમાં સૌને કામ મેળવવાને અને જીવવાના દુક છે. તેયા દરેક પુખ્ત વયના સ્ત્રી પુરૂષને પેાતાને લાયકનું સમાજોપયોગી કામ મળી રહેવુ જોઇએ, અને તંદુરસ્ત, સુઘડ અને પ્રાગતિક જીવનના નિર્વાહનું અમુક ધેરણ આપણે નકકી કરવુ જોઇએ. જે માણસ પોતાની શકિત પ્રમાણે સમાજોપયોગી કામ કરે, તેને એ ધારણ મુજબ જીવન ગાળી શક તેટલુ મહેનતાણુ. ઓછામાં ઓછુ મળવુ જોઇએ. સંભવ છે કે જીવનનું ધારણ જુદા જુદા દેશકાળ પરત્વે જુદુ જુદુ હાય. ૨૪. અત્યારની આખી સંસ્કૃતિ એ યત્ર સંસ્કૃતિ છે. તેને સ્થાને જો ગ્રામોદ્યોગ અથવા હાથ ઉદ્યોગ સસ્કૃતિની સ્થાપના કરીએ તે) જ એકારી અને કંગાલિયતને ઉપાય થઇ શકે એમ છે. આપણે એવુ ધ્યેય રાખવુ જોઇએ. કે. એછામાં એછા અને વધારેમાં બંધારે મહેનતાણાના દર વચ્ચેના તફાવત નાબુદ થઇ જાય. ૨૫. જ્યાં સુધી નવી સમાજરચના પૂરેપૂરી અમલમાં ન આવે ત્યાં સુધી કામના પ્રકાર પ્રમાણે મહેનતાણુાના દર પણ જુદા જુદા રહેવાના, જો કે નક્ા જેવી વસ્તુ તે નાબુદ થવાનીજ, વિઠ્ઠલદાસ કોઠારી, શ્રી મુંબઇ જૈન યુવક સંઘ માટે તંત્રી મુદ્રક પ્રકાશક: શ્રી. મણિલાલ મેાકમચદ શાહ, ૪૫–૪૭ ધનજી સ્ટ્રીટ, મુબઈ. મુદ્રણુસ્થાન : સૂર્યકાન્ત પ્રિ. પ્રેસ, ૪૫૧, કાલબાદેવી રાડ, મુંબઇ. રે
SR No.525931
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1946 Year 07 Ank 17 to 24 and Year 08 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1946
Total Pages220
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy