________________
૩૬.
પ્રબુદ્ધ જૈન
અચેાકકસ પરિસ્થિતિ
ત્રણ મહીનાની લાંબી અને સતત વાટાધાટના છેવટે અત ”આવ્યા છે. કૉંગ્રેસે વચગાળાની સરકારની યેજનાને અસ્વીકાર કર્યો છે, લાંબા ગાળાની યોજના સ્વીકારી છે. ' મુસ્લીમ લીગે તેને સ્વીકાર કર્યાં છે. શીખાએ બનેના અસ્વીકાર કર્યાં છે. બ્રીટીશ મ`ત્રી મંડળ ઇંગ્લાંડ પાછુ ગયુ છે. વચગાળાની સરકારની યેાજના હાલ તુરત મેાકૂ રહી છે. વાટાધાટા કરી બધા પક્ષેા થાકયા છે.
વચગાળાની સરકાર કૉંગ્રેસના ધેારણે ન રચાય તે પણ લાંબા ગાળાની યેાજનાના સ્વીકારને કેંગ્રેસના નિણૅય અણુધા છે. અને એક ખીજાથી એટલી સ’કલિત છે કે એકને સ્વીકારી બીજાને અસ્વીકાર કરવા તેમાં એક વિચિત્ર પરિસ્થિતિ ઉભી થાય છે. ક્રીપ્સ દરખાસ્ત વચગાળાની સરકારની યેાજના ઉપર જ ભાંગી પડી હતી. આ વખતે પણ મે માસની ૧૬ મી તારીખે બ્રીટીશ મીશને લાંબા ગાળાની યોજના બહાર પાડી તેના જવાબમાં કૉંગ્રેસે ૨૪ મી મેએ જાહેર કર્યું" હતું કે વચગાળાની સરકારની રચના અને સત્તા વિષે સ્પષ્ટ અને પૂર્ણ ચિત્ર રજુ ન થાય ત્યાં સુધી લાંબા ગાળાની યેાજના વિષે અ'તિમ નિર્ણય આપવા કાંગ્રેસ માટે શકય નથી. લાંબા ગાળાની ચાજનાને સ્વીકાર કરતાં પણ કોંગ્રેસે જાહેર કર્યું છે કે ચેષ્ઠા સમયમાં સ’તેષકારક વચગાળાની સરકારની રચના નહિ થાય તે લાંબા ગાળાની યોજના સફળ થવા સ ́ભવ નથી.
તા. ૧-૭-૪૬
સ્વીકારી હાત તા કોંગ્રેસની પ્રતિષ્ઠાને માટે ધકકા પહોંચત. વચગાળાની સરકારની યોજનાની રત્નુંઆત અને તેને 'ગે થયેલ વાટાધાટમાં બ્રીટીશ પક્ષે મેલી રમત નહિ તા ભારે ગફલતી થઇ છે તે સ્પષ્ટ • છે. કહેવાય છે કે આ ગફલતી વાયસરોયની છે; લાંબા ગાળાની યેાજનામાં બ્રીટીશ મત્રી મડળના અવાજ હતા. વચગાળાની ચેજનામાં વાયસરાય અને તેના પાસવાનેાના પડધે છે. બ્રીટીશ સન'દી પેલાદી ચોકઠુ હજી જીવતુ છે. તેને આમાં કાંઇક પુરાવા મળે છે, ગમે તેમ, ક્રૅગ્રેસે મકકમપણે આ જાળને ભાગ બનવાની ના પાડી તેથી કાઈપણ દેશભક્ત હિન્દીને આનંદ થયા વિના નહિં રહે. લીગે આયેાજનાના સ્વીકાર કરી, કેંગ્રેસને ખાજુ રાખી, સત્તા ભોગવવાના કાંઇ સ્વપ્ના સેવ્યા હતા તે અંતે તે ધૂળ મળ્યા છે. કેબીનેટ મીશન અને વાયસરોયે છેવટ વચગાળાની સરકારની રચના મુલતવી રાખી છે અને લેક પ્રતિનિધિ સભાની ચુંટણી બાદ ક્રીથી તે માટે પ્રયાસ કરવાનું જાહેર કર્યુ છે તેમાં ડહાપણ વાપર્યું” છે. કોંગ્રેસ સિવાય વચગાળાની સરકાર ટકવી અશકય છે. બ્રીટીશ મંત્રી મંડળ તે બરાબર સમજે છે. લીગના બધા ખેાટા દાવાઅે'ને આવે। સ્પષ્ટ ઇનકાર એક વખત જરૂરતા હતા. કૉંગ્રેસે આ વલણથી દેશની મોટી સેવા કરી છે. ચીમનલાલ શાહ
લાંબા ગાળાની યાજનાના સ્વીકાર કૉંગ્રેસે ખૂબ મને મન્થન પછી અને કાંક આશ'કાઓ સહીત કર્યાં છે. તે યાજનાના કેટલાક અગા સામે ક્રૉંગ્રેસને સખ્ત વિરોધ છે. તેના કેટલાક વિભાગાના અન્ય કોંગ્રેસ જુદા કરે છે. શરૂઆતમાં હતી તેટલી શ્રદ્ધા ગાંધીજીને તેમાં હવે રહી નથી. છતાં અત્યારના સંજોગોમાં કૉંગ્રેસ માટે કદાચ બીજો માર્ગ ન હતા. ભારે જવાબદારીભર્યા નિષ્કુચા કરવાના હતા. અસ્વીકારના પરિણામે હિન્દુ અને જગત માટે ન કલ્પી શકાય તેવા હોય. કૉંગ્રેસના બે મુખ્ય ધ્યેય. હિંદની આઝાદી અને એકતા. તે બંનેના ખીજ આ ચેોજનામાં રહ્યા છે. લોકપ્રતિનિધિ સભા હિંદના જ ચુંટાયેલ સભ્યશ્નની બનેલી રહેશે. હિંદનું ભાવી બંધારણ ધડવાને તેને સ` અધિકાર છે. એટલે એવી યેાજના સહેલાઈથી નકારી શકાય નહિ. તેને અજમાવી જ રહી: તેના હાનિકારક તત્ત્વ' હિંદીએ ધારે તેા દૂર થઇ હું શકે તેમ છે. કેબીનેટ મૉશનના અભિપ્રાય મુજબ ત્રણ વિભાગેાની રચના ક્રૂરજીયાત છે. પણ આ અભિપ્રાય છેવટના નથી. તેમને ગમે તે મત હાય પણ અંતે તે લેખિત દસ્તાવેજના અથ કરવાના છે. કોંગ્રેસ સકારણ એમ માને છે કે વિભાગીય રચના મરજીયાત છે અને શરૂઆતમાં જ દરેક પ્રાંત કોઇ વિભાગમાં જોડાવું કે નહિ તે નક્કી કરવા સ્વતંત્ર છે. છેવટ તેા લોકપ્રતિનિધિ સભાના પ્રમુખે તેને નિણૅય આપવા પડશે. પ્રમુખના વ્યક્તિત્વ ઉપર લોકપ્રતિનિધિ સભાની સફળતાના ઘણા આધાર રહેશે. પ્રમુખને યોગ્ય લાગે અથવા જરૂર જણાય તે ફેડેરલ કોટ ના અભિપ્રાય મેળવશે. યુરોપીયનેના મતાધિકાર વિષે તે હવે ચેાખવટ થઇ ગઇ છે. દેશી રાજ્યનું રહે છે. પણ બ્રીટીશ મંત્રી મ'ડળે રાજાને બહુ સ્પષ્ટ રીતે રાષ્ટ્રીમ હિન્દ સાથે સમજીતી કરવા ચેતવણી આપ્યાનું કહેવાય છે. બ્રીટીશ સંગીને તેમનું રક્ષણ કરવા હવે સમય નથી એમ જણાવી દીધુ' છે. એટલે લોક પ્રતિનિધિ સભા મારફત હિન્દનું ભાવિ અંધારણ ઘડવાના મહાન પ્રયોગ શરૂ થાય છે. કોંગ્રેસ પેાતાની બધી શક્તિ. હાલ આ પ્રયોગની સફળતા પાછળ ખરચવા તૈયાર થઇ છે.
વચગાળાની સરકારની યોજનાને અસ્વીકાર કરીને કૉંગ્રેસે પોતાનુ ગૌરવ વધાર્યું છે અને સાચેજ રાષ્ટ્રીય સ’સ્થા તરીકેના પેાતાના દાવે કરીથી પૂરવાર કર્યાં છે. સત્તા મેળવવા પોતાના મિત્રોને જતા કરવાને મે કૉંગ્રેસ ન જ કરે. આ યેાજના કોંગ્રેસે
અહિંસામાં ધર્મધર્મવિવેક
એક ભાઇ લખે છેઃ
તા. ૫મી મેના ‘હિરજનબન્ધુ'માં આપે કરેલી અહિંસાની વ્યાખ્યાન અર્થ એવા થાય છે, કે દેશભરનાં વિક્રરાળ પ્રાણી, જેવાં કે, વાઘ, વરૂ, સ, વીંછી વગેરે ભાણુસજાતને નુકસાન કરે છે, તે બધાંને મારી નાંખવાં ?
“કૂતરાં વગેરેને આપ ખવડાવા નહિં, જ્યારે ગુજરાતી સમાજ ઉપરાંત અન્ય ઘણા ભાઇએ તેમને ખવડાવવામાં પુણ્ય સમજે છે. તેમ માનવામાં વર્તમાન કાળે વાજ્રખી ન પણ હોય, છતાં આપણી મનુષ્યની તે ધણીયે સેવા કરી શકે. તેને તે ખાવાનું આપી તેની પાસેથી કામ પણ લઇ શકાય.
શ્રી. રાયચંદભાઇને આપે ડરબનથી જે સત્તાવીસ પ્રશ્નો પૂછેલા, તેમાં આપે લખેલું કે, સરૂં કરડવા આવે ત્યારે શુ’ કરવુ ? તેના જવાબમાં તેમણે લખ્યુ. આત્મા સપૂતે ન મારે તે પોતાને ડંખે તે ડંખવા દે. હવે કેમ તેખુ” કહેતા જણાએ છે ?”
આ વિષય ઉપર હું અગાઉ બહુ લખી ચૂકયા છું. તે વખતે વિષય હડકાયાં કૂતરાંને મારવાના હતા. એ વખતે પુષ્કળ ચર્ચા થ હતી, પણ તે બધી ભુલાઇ ગઇ લાગે છે.
હું જે અહિંસાના પૂજારી શ્રુ', તે કેવળ જીવદયા નથી. જૈન શાસ્ત્રમાં તેને મહત્ત્વ અપાયુ' છે, તે સમજી શકાય છે, પણ તેને અર્થ કદી એ નથી કે, મનુષ્ય જીવને છેડીને ખીજા જીવાની ધ્યા ખાવાની છે. આવાં લખાણેામાં તે દર્યા માની લેવાયેલી છે, એમ હું ધાર્” હ્યું. તેમ કરતાં અતિશયતા આવી ગઈ છે. આચારમાં તે જીવદયાએ કેવળ વક્ર રૂપ લીધું છે, તેને નામે અનર્થ થઈ રહ્યો છે. ઘણાં તે। કીડીયારાં પૂરી સતષ માને છે. અત્યારની જીવદયામાં જીવ જ નથી રહ્યો, એમ દેખાય છે, ધર્મને નામે અધમ ચાલી રહ્યાં છે, પાખંડ વર્તી રહ્યું છે.
અહિંસા પરમ ધ છે. તે શૂરાને છે, કાયરને કદી નહીં. બીજા મારે તે આપણે માણીએ, તે તેને ધમ પાલન માનીએ, એ કેવળ આત્મવંચન નહીં તે ખીજુ શું ?
જે ગામડામાં રાજ વાધ આવે, ત્યાં નામના અહિંસાવાદી નહીં વસે, તે તેને ત્યાગ કરશે. જ્યારે વાધને કાઇક મારશે, ત્યારે પેલા હિંસાવાદી પાછા આવી પોતાનાં ધરબારને કબજો લેશે. આ અહિંસા નથી. કાર્યરની હિં'સા છે, જે વાધને મારે છે તે તે કંઇક શુરવીરપણું" બતાવે છે. જે બીજા મારે ને તેની હિંસામાંથી ( વધુ માટે જુએ પાનુ ૪૧ )