________________
તા. ૧૫-૧-૪૫
6 ઉપર સર્વ સભ્યો વગરનું ધોરણ સુધી અને જે
તમન્ના / આપણે વાત કરીએ એ ક્રાન્તિની તમન્ના આપણું ચાલુ જીવનને ખરેખર સ્પર્શી હોય એમ હજુ દષ્ટિગોચર થતું નથી. આ આપણી ત્રુટિ ઉપર સર્વ સભ્યનું હું ખાસ ધ્યાન ખેંચું છું અને જે ઉંચું અસિધારાસમ્ આચારવિચારનું રણ સંધનું બંધારણ માંગે છે તેને મનથી કે તનથી પહોંચી શકાય તેમ નથી એમ જે કઈ સભ્યને પ્રમાણીકપણે લાગતું હોય તે સભ્યને સંધથી છુટા થઈને પણ સંધના ગૌરવ અને પ્રતિષ્ઠામાં વધારો કરવા હું વિનંતિ કરું છું. સભ્યની સંખ્યા આપણે સંધ જે આદશ સ્વીકારીને ઉભે છે તે આદર્શના ધોરણે અતિ મહત્વની વસ્તુ નથી. પ્રમાણીક અને સત્યનિટ સભ્યની અલ્પ સંખ્યા પિલા સભ્યોની વિપુળ સંખ્યા કરતાં વધારે આવકારદાયક છે એમ હું માનું છું. ઉપર જણાવેલ વિચારસરણ ધ્યાનમાં રાખીને મારા કાર્યને સરળ કરવા અને મને બને તેટલે ટેકો આપવા હું સર્વ સભ્યોને વિનંતિ કરું છું.
પરમાનંદ કુંવરજી કાપડીઆ
પ્રમુખ, મુંબઈ જૈન યુવક સંધ સંઘનું સ્નેહ સંમેલન તા. ૨૮-૧-૪૫ રવિવારના રોજ બપોરના ૩ વાગે સંધના માન્યવર મંત્રી શ્રી મણિલાલ મોહકમચંદ શાહ તરફથી શ્રી મુંબઈ જૈન યુવક સંધના સભ્યનું એક સ્તંડસંમેલન ઘાટકોપર ખાતે નવરેજ લેનમાં આવેલ રામનિવાસમાં શ્રી વ્રજલાલ ધરમચંદ મેઘાણીના નિવાસ સ્થાન ઉપર યોજવામાં આવ્યું છે. આ સંમેલનમાં સર્વ સભ્યને વખતસર હાજર રહેવા નિમંત્રણ આપવામાં આવે છે અને સંમેલનમાં ભાગ લેવા ઇચ્છતા સભ્યને અઠવાડીઆની અંદર સંધના મંત્રીએ કે પ્રમુખને તે બાબતની ચેસ ખબર આપવા ખાસ વિનંતિ કરવામાં આવે છે.
મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંધ
સંઘના સભ્યોને ઉધના તા. ૧૪-૧-૪૫ રવિવારના રોજ શ્રી મુંબઈ જૈન યુવક સંધની વાર્ષિક સભા અને નવી કાર્યવાહક સમિતિની ચુંટણી થઈ. આ વર્ષે પણ સંધના પ્રમુખ તરીકે મારી વરણી કરવા બદલ સંધના સભ્યોને ઉપકાર માનતાં સ ધન સભ્ય જોગ મારી આ વિજ્ઞાપના છે.
સંધનું નવું બંધારણ થયાને આજે છ વર્ષ ઉપર થવા આવ્યાં. સંધના બંધારણની શરૂઆતના ભાગમાં એક ચેકસ વિચાર ભૂમિકા અને સાથે સાથે સંધના સભ્યોએ અમલમાં મૂકવાના ચેકસ શિસ્તનિયમો રજુ કરવામાં આવ્યા છે. આજે સંધમાં લગભગ ૩૦૦ ભાઈ બહેન સભ્ય છે. પ્રસ્તુત વિચાર ભૂમિકાનું અને શિસ્ત નિયમનું હાર્દ શું છે તે દરેક સભ્યના દયાન ઉપર હું લાવવા માંગું છું અને તે રીતે તપાસતાં પિતાના વિચાર આચારમાં જે કાંઇ શિથિળતા કે મંદતા નજરે પડે તે દૂર કરીને પિતાના જીવનને વિશુદ્ધ કરવા અને સંધની પ્રતિષ્ઠા અને ગૌરવને વધારવા હું વિનંતિ કરું છું. - રાષ્ટ્ર માટે આઝાદીની અને સમસ્ત સમાજની નવના માટે આખી પ્રજાના જીવનનું નવું ઘડતર થાય અને પ્રજાજીવનમાં આજ સુધી રૂઢ થયેલાં પ્રગતિબાધક દૃષ્ટિકોણ બદલાય એ અતિ આવશ્યક છે. વિશાળ ૨ાષ્ટ્રની દ્રષ્ટિએ આવું આવશ્યક ઘડતર અને વિચાર પરિવર્તન જૈન સમાજમાં નિપજાવવું એ સંધના નવા બંધારણ પાછળ રહેલો એક મુખ્ય ઉદ્દેશ છે. એવી જ રીતે દેશના વિશાળ કાર્યમાં જૈન સમાજ બને તેટલો ફાળો આપે એવી જૈન સમાજને પ્રેરણા આપવી અને પ્રવૃત્તિઓ જવી એ પણ ઉપરના ઉદ્દેશ સાથે જોડાયેલો વિચાર છે. આ ધરણે રાષ્ટ્રીય મહાસભાની પ્રવૃત્તિને બને તેટલે સહકાર આપે એ સંધની કાર્યનીતિનું મુખ્ય અંગ બને છે. અને જૈન સમાજ વચ્ચે રહીને કામી ભાવના નાબુદ કરવી અને સાંપ્રદાયિક સંકીર્ણતાને બને તેટલે સામને કર એ દરેક સભ્યને આવશ્યક કર્તવ્યરૂપે પ્રાપ્ત થાય છે. જૈન સમાજમાં પણ હું વેતાંબર મૂર્તિપૂજક છું, દિગંબર છું કે સ્થાનકવાસી છું એવી ફીરકાભેદની વૃત્તિને અને સાંપ્રદાયિક અભિમાનને જરા પણ સ્થાન નથી. “પોતે જૈન છે એટલે ભગવાન મહાવીર પ્રરૂપિત જૈનધર્મ અને સંસ્કૃતિને વારસ છે” આવી વિશાળ દૃષ્ટિની દરેક સભ્ય પાસેથી ખાસ અપેક્ષા રાખવામાં આવી છે. જે કોઈ ધાર્મિક તેમજ સામાજિક રૂઢિઓ સમસ્ત રાષ્ટ્રની કે જૈન સમાજની પ્રગતિને બાધક માલુમ પડે તે રૂઢિઓને ઉછેર કરે તે દરેક સભ્યને ધર્મરૂપે પ્રાપ્ત થાય છે. વિચાર અને વાણીના સ્વાતંત્ર્ય ઉપર આખું બંધારણું ખુબ ભાર મૂકે છે. આપણું કરતાં અન્યથા વિચારો ધરાવનાર પ્રત્યે સહિષ્ણુતા અને ઉદારતા દાખવવી એ આ વિચારસ્વાતંત્ર્યના સિદ્ધાંતમાંથી સહજ ફલિત થાય છે. સંપ્રદાયનિષ્ટા કરતાં સત્યનિષ્ઠા, રૂઢિનિષ્ટા કરતાં પરિવર્તનનિષ્ઠા, અને કિમી ભાવનાને સ્થાને રાષ્ટ્રિયભાવનાની પ્રતિષ્ઠા આ આખા બંધારણની વિચારભૂમિકાનું હાર્દ છે. કેમ અને સંપ્રદાય વચ્ચે રહીને કામી ભાવના વિષનું વમન કરાવવું અને સાંપ્રદાયિક ઝનુન અને ઘમંડને નિમૂળ કરવું અને એ રીતે રાષ્ટ્રના વ્યાપક કાર્યને સરળ કરવું અને સાથે સાથે જૈન સમાજના કેટલાક અંગત પ્રશ્નો સંબંધમાં જૈન સમાજને વિશાળ દષ્ટિએ માર્ગદર્શન આપવું–આ પાયા ઉપર નવા બંધારણની રચના કરવામાં આવી છે. શિસ્તને લગતા નિયમ રાષ્ટ્રિય મહાસભાના સભ્યને, સ્વદેશી વસ્ત્રોના ઉપયોગને તેમજ જીવનવ્યવહારમાં અસ્પૃશ્યતાનિવારણને ફરજિયાત બનાવે છે. એ નિયમ અનુસાર સંઘને કોઈ પણ સભ્ય કોઈ પણ અનિષ્ટ લગ્નમાં ભાગ લઈ શકતું નથી. કોઈ પણ જ્ઞાતિનું અધિકારપદ સ્વીકારી શકતા નથી, કોઈ પણ અગ્ય દીક્ષાને સહકાર આપી શકતા નથી તથા દેવદ્રવ્યની વૃદ્ધિમાં ફાળે આપી શકતે નથી.
સંધના બંધારણની વિચારભૂમિકા અને શિસ્તનિયમને આ સાર છે. સંધના પ્રતિજ્ઞાપત્ર ઉપર સહી કરવા છતાં ઘણું સભ્યના આચારવિચાર પ્રસ્તુત બંધારણને અનુરૂપ જોવામાં આવતા નથી, તેમનાં ચિત્ત સાંપ્રદાયિક અભિનિવેશથી મુક્ત ભાલુમ પડતા નથી, જે ક્રાન્તિની
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ વાર્ષિક સભા.
શ્રી મુંબર જૈન યુવકસંઘની વાર્ષિક સભા તા. ૧૪-૧-૪૫ ના રજ પાયધુની ઉપર આવેલ શ્રી જૈન . કોન્ફરન્સના કાર્યાલયમાં શ્રી. પરમાનંદ કુંવરજી કાપડીઆના પ્રમુખપણું નીચે મળી હતી જે વખતે સં. ૨૦૦૦ ને વાર્ષિક વૃત્તાન્ત, આવક જાવકને હીસાબ તથા વાર્ષિક સરવૈયું (જે અન્યત્ર પ્રગટ કરવામાં આવેલ છે) તેમજ આવતા વર્ષનું અંદાજપત્ર સંધના મંત્રી શ્રી રતિલાલ કોઠારીએ રજુ કર્યું હતું જે મંજુર કરવામાં આવ્યું હતું અને સંધના એડીટર તરીકે મેસસ" ખીમજી કુંવરજીની કુ. ને નીમવામાં આવ્યા હતા. ત્યારબાદ નવી કાર્યવાહી સમિતિની નીચે મુજબ ચુંટણું કરવામાં આવી હતી.
શ્રી. પરમાનંદ કુંવરજી કાપડીઆ પ્રમુખ ,, ચીમનલાલ ચકુભાઈ શાહ ઉપપ્રમુખ ,, મણિલાલ મકમચંદ શાહ ) , વજલોલ ધરમચંદ મેઘાણી 6 મંત્રીઓ ., રતલ લ ચીમનલાલ કોઠારી ) , પ્રવીણચંદ્ર હેમચંદ અમરચંદ કોષાધ્યક્ષ
સભ્યો. શ્રી હર્ષચંદ્ર કપુરચંદ દેશી શ્રી દીપચંદ ત્રીભોવનદાસ શાહ ,, મનસુખલાલ હીરાલાલ લાલન , વલ્લભદાસ પુલચંદ મહેતા ,, ચુનીલાલ કલ્યાણજી કામદાર ,, લીલાવતીબહેન દેવીદાસ , ભાનુકુમારે જૈન
, રમણલાલ સી. શાહ છે તારાચંદ લક્ષ્મીચંદ કોઠારી એ ખીમચંદ મગનલાલ વોરા , વેણીબહેન વિનયચંદ કાપડીયા - અમીચંદ ખેમચંદ શાહ , જસુમતીબહેન મનુભાઈ , મેનાબહેન નરોતમદાસ શેઠ કાપડીઆ
, લીલાવતીબહેન કામદાર ઉપરોક્ત ચુંટણીનું કાર્ય પુરૂં થયા બાદ શ્રી મણિલાલ મોકમચંદ શાક તરફથી માંદાની માવજતનાં સાધનો માટે રૂ. ૧૦૦ ની મદદ જાહેર કરવામાં આવી હતી. ત્યારબાદ અપાહાર બાદ સભા વિસર્જન કરવામાં આવી હતી.