SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ QQ सचस्स आणाए उबहिए मेहानी मारं तरति । સત્યની આણુમાં રહેનારા બુદ્ધિમાન માનવી મૃત્યુને તરી જાય છે. પ્રબુધ્ધ જૈન सत्यपूतां वदेद्वाचम् ઓગષ્ટ ૧૫ પ્રબુદ્ધ જૈન ૧૯૪૩ ધર્મની કસેાટી આખા વિશ્વમાં જ્યારે યુદ્ધ જવાલા પ્રલિત છે ત્યારે જૈન સમાજને પણ એ જવાલા સ્પર્શે નહિ એ બનવા જોગ નથી. યુદ્ધની અસર જીવનવ્યવહારમાં પળે પળે અનુભવાય છે અને તેના ઉકેલમાં જ્યારે એકાગ્ર થવું ઘટે તે સમયે પણ ધાર્મિક યુદ્ધ આ ધર્મ ઘેલા જૈન સમાજમાંથી વિદાય નથી લેતું એ બતાવે છે કે આપણે જીવનદૃષ્ટિ કે ધાર્મિક દૃષ્ટિ સમજ્યા જ નથી. એક એવી માન્યતા ઘર કરી ગઇ જાય છે કે આ સંસાર–આ લોક—ભલે બગડે, પણ પરલોક તે સુધારવા જ જોઇએ. આ લોક અને પરલેાક જાણે કે તદ્ન અસબહૂ હાય તેમ પરલોક સુધારવા—માટે ધર્મ જે પરલોકને જ સુધારવાનું એક સાધન મનાઇ રહ્યું છે-કરવા જ જોઇએ. પણ એ ધર્મ તે શું છે, એ ધર્મની અસર આ જીવનમાં–આ લાકમાં કાંઇ હોવી જોઇએ કે નહિ, ધાર્મિક જીવન તે શુ છે, ધાર્મિક સમાજ તે શું છે, આ જીવનની તદ્ન ઉપેક્ષા કરીને પરલેાક સુધારી શકાય છે કે નહિ, તેમ કરવુ’ સંભવિત છે કે નહિ એના વિચાર બહુ થાડા કરે છે, પરિણામે જેનામાં અહંભાવ ઉભરાઇ આવે છે તે પોતાને મનગમતી ધર્મની વ્યાખ્યા કરવા લાગે છે અને આસપાસ ટૅળું એકઠું કરી શાંત વાતાવરણમાં પત્થર ફેંકી અશાંતિના તરંગને હીલોળે સમાજને ડામાડાળ કરી મૂકે છે. નિશ્ચયનયની વાત કરનાર કાનજીમુનિ એક તરફ એટલે સુધી કહેવાની હીંમત કરે છે કે આત્માને જ ઉપાસેા, બીજું કશું કરવાની જરૂર નથી. અને તે જ પાછા આવી આત્માની વાતા કરતા વિહાર કરી સમાજના લાખે રૂપિયાનું પાણી કરી સમાજમાં કલહની આગ પ્રગટાવે છે, નિશ્ચયની વાતા કરતા કરતા વઘેાડામાં રાચે છે અને સમાજત ઝેર પાય છે. ખૂબી તે એ છે કે એ ઝેર છે કે અમૃત તેની પીનારને ખબર જ ન પડે એવી ખ્રુથ્વીથી તે પાવામાં આવે છે. આ નિશ્ચયનયના ભવાડા છે. મીજી તરફ પવરાધનને નામે જે કાંઇ ચાલી રહ્યું છે તે પણ અહંભાવજન્ય કલહપ્રિયતાને જ નમુનેા છે. ભાળી જનતાને પદ્મરાધનને નામે જે ભૂત ભરાવવામાં આવે છે અને તેમની કુમળી લાગણીઓને ઉશ્કેરી શાસ્ત્રકારને નામે જે કાંઈ શીખવવામાં આવે છે તે વ્યવહારનયને ભવાડા છે. તેથી સમાજ જીવનમાં જે દૃશ્ય જોવા મળે છે એ જોતાં તે એમ થાય છે કે આ કરતાં આપણુને ધર્મ શીખવનાર કાઇ ન હોય તે। સારૂં. આપણે ધર્મ સિવાયની બીજી બાબતામાં એટલા પાવરધા છીએ કે તેમાં આપણે કોઇ પારકાની સલાહ નથી લેતા; પણ ધર્મની ચાવી તે પારકાના હાથમાં સોંપીને જ ચાલીએ છીએ. ભગવાન મહાવીરના ધર્મનું રહસ્ય એક શબ્દમાં કહેવુ હોય તેા કહી શકાય કે તમે તમારા પોતાના ઉપર ભરોંસા રાખી તા. ૧૫-૮-૪૩ ઇતિહાસનને પૂછવામાં આવે તે તે કહેશે કે હિંદુ ધર્મના ગુરૂઓએ અને શ્વરે લેકેાના ઉદ્દારની ચાવી પોતાના પાસે રાખી લેાકાને નિર્બંળ અને અસહાય બનાવી મૂકયા હતા એ તેમની અસહાયતા ટાળવા માટે જ જૈન અને બૌદ્ધ ધર્માં આગળ આવ્યા છે. પણ જેમ બીજી વસ્તુમાં બન્યું છે તેમ આ બાબતમાં પણ પાછા આપણે પાતે પોતાના ઉલ્હારના માર્ગ સ્વાધીન ન રાખતા પરાશ્રિત બન્યા છીએ અને એટલે જ આજના ભઠીયારે જો કાલે સાધુ થાય તા ધર્મની બાબતમાં તેની વાતમાં ‘તત્તિ' કરવા સિવાય બીજો માર્ગ પેાતાને માટે તેણે રહેવા દીધો નથી. પણ આચાર્યં હરિભદ્રે એવા ગારાઓથી સાવધાન રહેવા ધર્મની શી કસેટી છે તે ટ્ર'કામાં બતાવી છે. એ કસોટી સર્વત્ર લાગુ કરી જે આપણે પરીક્ષા કરીએ તે જણાશે કે ધર્મ શી વસ્તુ છે અને તે કૈાના વચનમાં છે અને કાનામાં નથી. આગળ વધો. તમારો ઉદ્ધાર અગર નાશ તમે પોતે જ કરી શકો છે. આ રહસ્ય ભૂલવાને કારણે જ આપણે ધર્મની ચાવી બીજાના હાથમાં સોંપી દીધી છે. જૈન ધર્મનું ઉત્થાન શાથી થયુ' એ જો સોનાની જેમ તાપ, છેદ અને કષથી પરીક્ષા થાય છે તેમ ધર્મની પણ એ ત્રણ પરીક્ષા છે. કાઈ પણ જીવનની હિંસા ન કરવી. હિંસાના અર્ચ માત્ર મારવુ એ નથી, પણ મન, વચન, કાયાથી કાઈ પણ જીવતે ન દુભવવા એ તે છે જ. તે ઉપરાંત પોતાના આત્મામાં પણ કલેશને ન ઉત્પન્ન થવા દેવા તે પણ છે. આવા વ્યાપક અર્થમાં (૧) હિંસાનેા નિષેધ અને (૨) આત્માને શાંતિ મળે તેવા ઉપાયાની યોજના કરવી-એ એ વસ્તુ જેમાં હોય તે ધર્મ છે-તે શુધ્ધ ધર્મ છે-ધર્મના વિષયમાં આ પરીક્ષા કષ કહેવાય છે. કાઇ પણ બાહ્યાનુષ્ઠાન એવું ન હેાય, કાઇ પણ વ્યવહાર એવા ન હેાય, કાંઇ પણ આચરણ એવું ન હોય જેથી ઉપલી એ બાબતમાં બાધા આવે, અર્થાત ધર્મને નામે સમાજમાં કલહવૃધ્ધિ, ઇર્ષ્યા, દ્વેષના વધારા થાય એવું કાઈ પણ કૃત્ય કરવાની ધર્મમાં છૂટ નથી, ધર્મના વિષયમાં આ પરીક્ષા છેદ કહેવાય છે. જીવ છે તેને સંસાર છે, બંધ છે અને મેક્ષ પણ છે . એવી માન્યતા જેમાં હાય તે ધર્મ છે. આ પરીક્ષા તાપ કહેવાય છે. આમ સેાનુ' જેમ તવાઇ, છેદાઇ અને કસોટી ઉપર ચડી શુધ્ધ હાય છે અને બધી પરીક્ષામાં પાર ઉતરે છે અને શુધ્ધ 'ઠરે છે, તેમ ધર્મ પણ ઉપલી ત્રણે પરીક્ષામાં પસાર થાય તે તેને શુધ્ધ ધર્મ કહેવા. અન્યથા મિથ્યા ધર્મ –બનાવટી ધર્મ –ઢગારો ધર્મ કહેવા. એવા ધર્મથી જીવનુ ભલું થવાને બદલે અહિત જ થવાનું છે, આ કસોટી ઉપર ચડાવી જો ધર્મની પરીક્ષા કરવામાં આવે તે તે નહિ મળે એકાંત નિશ્ચયના ઉપદેશ કરનારામાં અને નહિ મળે. વ્યવહાર માત્રની મોટી મોટી વાત કરનારામાં. ઉપદેશ નિશ્ચયના હાય કે વ્યવહારને, પણ તેથી સમાજમાં કલવૃધ્ધિ જો થતી હાય તા તે ધમ હેાઇ શકે જ નહિ અને તેના ઉપદેશક કાંઇક ભૂલે છે એમ જરૂર માનવુ જોઇએ. ધર્મના ઉપદેશ, ધર્મનું અનુષ્ઠાન અને તેના પરિણામે જો જીવનમાં અશાંતિ જ લાધતી હાય તે સમજવું કે તે ધર્મ નથી, ધર્મોનુષ્ઠાન નથી પણ ધર્મના નામે કાંઇક ભળતું જ આપવામાં આવ્યું છે. ધર્મ અને નિશ્ચય સિધ્ધાંતમાં તે બન્ને સ્વીકારતા હોય તે! હરિભદ્રાચાય એક સ્થળે વ્યવહાર ધર્મના સમન્વય કરતાં કહે છે કે જૈન નયાનું સમપ્રાધાન્ય છે. જો તુ જૈન મતને પછી એ એમાંથી એકને પણ છેાડીશ નહિ. વ્યવહારના ઉચ્છેદથી તીર્થના ઉચ્છેદ થાય છે અને વ્યવહારમાં પ્રવૃત્તિ થવાથી ક્રમશઃ જીવને શુભ પરિણામ થઇ તે દ્વારા તે પરિણામે તા કર્મબંધનેને ઢીલા કરી મેક્ષમાર્ગે ચડે છે અને તે જ તે
SR No.525928
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1943 Year 05 Ank 01 to 15 - Ank 06 and 08 is not available
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1943
Total Pages126
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy