________________
૪૦
પ્રમુગ્ધ જૈન
સ્થાનનું વિપુલ વસ્તીપ્રમાણ જોતાં માત્ર મોટા ઉદ્યોગાથી અથવા તે માત્ર ગૃહેવોગાવડે આ હેતુ કદી સાધી શકાશે નહિ. મેટા યાંત્રિક ઉદ્યોગે વડે અમુક વસ્તુએ ઘણા મેાટા પ્રમાણમાં ઉત્પન્ન કરી શકાશે, પણ બેકારીના પ્રશ્ન એને એજ રહેશે અને નિષ્પન્ન થતા દ્રવ્યની વ્યાજખી વહેંચણી પણ બહુ જ મુશ્કેલ બનશે. એ પણ સંભવિત છે કે આપણી શ્રમતાકાત પુરી ઉપયાગમાં ન આવે અને ધણા લોકો કાવિના નવરા રહે તેને લીધે આપણું સમગ્ર ઉત્પાદન દેશની સમગ્ર શકયતાના પ્રમાણુમાં ધણું ઓછુ' હાય. બીજી બાજીએ માત્ર ગૃહઉધોગેાને લીધે દ્રવ્યવહેંચણી જરૂર વધારે સારી થાય, પણ ઉત્પાદન ઘણું ઓછુ ચવાનું અને તેથી જીવન ધારણ પણ નીચું જ રહેવાનું. હિંદુસ્થાનની આજની પરિસ્થિતિમાં ગૃહઉદ્યોગાને ચેતરફ ખુબ પ્રમાણમાં ફેલાવા થતાં રહેણીકરણીનું ધારણ આજના કરતાં જરૂર ઉચુ આવે; એમ છતાં પણ તે હાવુ જોઇએ તે કરતાં તે ધણું નીચું રહેવાનુ` જ. બીજા પશુ કેટલાંક એવા તત્વા છે કે જેને લીધે માત્ર ગૃહઉદ્યોગ ઉપર આધાર રાખીને ફએસી રહેવાનુ` આજે કાઇ પણ દેશને પરવડે તેમ છે જ નહિ. માત્ર બૃહત્ ઉદ્યોગો વડેજ ઉત્પન્ન થતી અમુક જરૂરીયાતની ચીજો સિવાય કાઇ પણ આધુનિક પ્રજાને ચાલી શકે તેમ છેજ નહિ. આ ચીજો આપણે આપણા દેશમાં જો ઉત્પન્ન ન કરીએ તે બહારથી આયાત કરવી જ પડે, અને તેનું પરિણામ પરદેશ ઉપર આધાર રાખવામાં જ આવે. આનુ પ મઆર્થિક પરાધીનતામાં જ અને સાથે સાથે ધણું ખર્ કીય ગુલા મીમાં જ આવે. તેથી યાંત્રિક બૃહત ઉદ્યોગો તેમજ ધરગતુ નાના ઉદ્યોગા–ઉભયની હિંદુસ્થાનમાં જરૂર છે અને તે બન્નેની અથડામણુ ન થાય એવું આયેાજન ઈષ્ટ અને આવશ્યક છે. મોટા યાંત્રિક ઉદ્યોગોને ખૂબ ઉત્તેજન મળવુ જેઈએ અને તેની અને તેટલી ત્વરાથી ખીલવણી થવી જોઇએ. પણું આ યાંત્રિક ઉદ્યોગાની પસદગી પુરી સભાળથી થવી જોઇએ. મેટા પાયાના ઉદ્યોગને સૌથી પહેલી પસદગી મળવી જોઇએ, કારણ કે આ ઉદ્યોગે પ્રજાના આર્થિક બળના પાયાસમાન છે અને તેમાંથી જ ખીજા અનેક નાના ઉદ્યોગો ઉભા થઇ શકે છે. દાખલા તરીકે વિદ્યુત્ શકિતના વિકાસ ઉપર જ આજની સર્વ ઔદ્યોગિક ખીલવણીના આધાર રહેલા છે. યંત્રાની બનાવટ, નૌકાનિર્માણ, રસાયણિક દ્રવ્યો, એ જીતા, મેટરગાડી, અને એવી ખીજી વસ્તુએ પણ જોઇશે જ. આ અને આવી બીજી વસ્તુઓ બનાવનારા ઉદ્યોગ દેશની દોલતમાં વધારો કરે છે, અને પ્રજાને સારા પ્રમાણમાં કામ આપે છે અને તદુપરાન્ત આને લીધે બીજા કાઇ ક્ષેત્રમાં એકારી ઉભી થતી નથી. બીજી બાજુએ હળવા યાંત્રિક ઉદ્યોગાને ઉતેજન અપાવું ન જોઇએ. તેનું એક કારણ તેા એ છે કે આપણી પાસે મુડી મર્યાદિત છે અને તેની મેટા તેમ જ પાયાના ઉદ્યોગામાં ખુબ જરૂર છે. બીનું કારણ એ છે કે આવા યાંત્રિક ઉદ્યોગો ગૃહ ઉધોગોની અથડામણમાં આવવાના અને એ રીતે કામાં એકારી વધવાનો સંભવ રહે છે.
તા. ૧-૭-૪૩
એ જ અંગ્રેજ ઉદ્યોગપતિઓને મન વધારે મોટી ચિન્તાના વિષય બની રહ્યો છે.
કમનસીબે આપણા દેશના ઔદ્યોગિક વિકાસ હળવા ઉદ્યોગાને આશ્રયીને જ થયેા છે. મેાટા ઉદ્યોગો ઉભા કરવાના જે કાંઇ થાડા ધણા પ્રયત્ને આપણા ઉદ્યોગપતિઓએ કરેલા તેને અંગ્રેજ સરકારે સંગીન રીતે દાખી દીધા છે. દુનિયાની આગામી પુનટના ધ્યાનમાં લઈને, હિંદુસ્થાનમાં મેટાપાયાના ઉદ્યોગોને ખીલવવાના અવકાશ આપીને યુદ્ધ પ્રયત્ન વધારે બળવાન અને સફળ બનાવવાને અહ્લે યુદ્ધ પછીના હિંદુ ઉપરની પેાતાની આર્થિક પકડ એટલી ને એટલી મજબુત ટકાવી રાખવી
મેટા
હિંદુસ્થાનમાં ઉદ્યોગને લગતા વ્યવસ્થિત વિકાસ તેમજ યાંત્રિક ઉદ્યોગ તથા નાના ગૃહઉદ્યોગા વચ્ચેનુ' સંધાણુ માત્ર પૂર્વનિયત રાષ્ટ્રીય આયોજનથી જ સાધી શકાય તેમ છે. રાજકીય અને અર્થકીય સ્વાધીનતા સિવાય કાઇ સફળ આર્થિક આયોજન શકય જ નથી. વળી રાજ્યસત્તાના અંકુશ સિવાય કોઇ પણ આર્થિક- આયેાજન પાર પાડી શકાતું નથી. પાયાના ઉદ્યોગ અને સાનિક જરૂરિયાતને પહેાંચી વળતા ઉદ્યોગે તેમ જ એક જગ્યાએથી ખીજી જગ્યાએ લાવવા લઇ જવાનાં સાધને (transport services) ને લગતા ઉદ્યોગા ઉપર આધિપત્ય તેમજ નિયંત્રણ્ સ'પૂર્ણપણે રાજ્યનું જ હાવુ જોઇએ. મેાટા ઉદ્યોગ સિવાયના બીજા ઉદ્યાગો ઉપર રાજ્યના અંકુશનું પ્રમાણ ભલે ઓછું હોય. પણ જે કાષ યાંત્રિક ઉદ્યોગ કાષ્ટ પણ ગૃહઉદ્યોગની હરીફાઈ અને અથડામણમાં આવે તેમ હાય તેની ઉપર તે રાજ્યના સંપૂર્ણપણે અંકુશ હોવા જ જોઇએ. વિધુત્ શકિતના ઉપયોગે આજની ઔદ્યોગિક પરિસ્થિતિમાં ભારે મહત્વનું પરિવર્તન કર્યું છે, અને તેને લીધે કેન્દ્રસ્થ મેટા ઉદ્યોગને પણ આજે નાનાં નાનાં કેન્દ્રોમાં વહેંચવાનું શક્ય બન્યું છે. આ બાબત નાના ઉદ્યોગાના તેમજ ગૃહઉદ્યોગોના ખૂબ લાભમાં છે. આ બધી ગણતરીએ સામાન્ય સમય સયાગાને લાગુ પડે છે. યુદ્ધના સયેગાએ નાના તેમજ ધરગતુ ઉદ્યોગોની ઉપયેગીતામાં ખૂબ વધારા કર્યાં છે અને આ બાબતમાં ખાસ કરીને ચીનને દાખલેો આપણા માટે અહુ મહત્વના છે. વિગ્રહ યોગામાં તેમજ દુશ્મનનુ દેશ ઉપર આક્રમણુ થઇ રહ્યું ઔાય ત્યારે મેટા યાંત્રિક ઉદ્યોગો લગભગ સ્થગિત થઇ જાય છે અને ગૃહઉદ્યોગાજ દેશના ટકાવતુ એક અને અજોડ સાધન થઇ પડે છે. ચીનમાં ઉભી થયેલી આ ઔદ્યોગિક સહકારી સંસ્થાએની અસાધારણ પેદાશ મને આશ્ચર્ય મુગ્ધ કરી નાંખ્યા છે. એ ગ્રહઉદ્યોગમાં જેટલી મુડી રોકવામાં આવે છે તેથી બમણી કીંમતનુ તેમાંથી માસિક ઉત્પાદન થાય છે. આ કદાચ લડાઇના સંયુગને આભારી હશે. એમ છતાં પણ એ આશ્ચર્યંજનક તે છે જ,
લાકશાસનના પાયા ઉપર ઉભી કરવામાં આવેલી આ સહુકારી સંસ્થા અને આ ધેારણ ઉપર તેને થઇ રહેલા વિકાસ આજની વિગ્રહવ્યાપી દુનિયામાં ભારે અર્થપૂર્ણ અને જિજ્ઞાસાપ્રેરક છે. આ ધારણ ઉપર જ રાજકીય લેકશાસન ટકી શકશે. આ સિવાય બીજા કાઈ ધારણ ઉપર પ્રજાસતાક તંત્ર ટકી શકે કે કેમ એ શંકા પડતુ છે. આજ સુધી ચાલતી હતી તેવી મુડીવાદ ઉપર ઉભી થયેલી ઔદ્યોગિક રચના ચાલુ રાખવાનુ હિંદુસ્થાનને કે ચીનને પરવડે તેમ છેજ નહિ. એમ છતાં પણ ઉદ્યોગોની દિશાએ આપણે આગળ તે વચ્ચે જ છુટકા છે, નહિ તે। આપણા ટકા જ નથી. આપણે આપણા રો શોધવા જોઇશે. આ યાંત્રિક ઉદ્યોગા અને ગૃહઉદ્યોગો વચ્ચે કેાઈ સમન્વય સાધવા જ પડશે. સંભવિત છે કે સહકારી ચેન્જના ઉપર રચાયલા પ્રાસત્તાક તંત્ર તરફ ભાવી ઘટના આપણને અને અન્યને ખેંચી જતાં હોય. વિગ્રહના ઉપદ્રવથી અવારનવાર પીડાતી દુનિયાને એ જંગલી દશામાંથી ઊંચે આવવા માટે આવી જ કાઇ ચેાજના વિચારવી પડશે.
મૂળ લેખક :-પડિત જવાહરલાલ નેહરૂ
અનુવાદક :--પાન≠.