________________
૧૩૪
પ્રબુદ્ધ અને
શ્રી કાનજી મુનિને નિશ્ચયવાદ
( શ્રી કાનજી સ્વામીના આત્મત્યને લગતા એકાન્તિક નિશ્ચયવાદ તેમને કાં ઘસડી જાય છે અને તેમની પાસે અશુભ સાથે સર્વ શુભ પ્રવૃત્તિઓને નિષેધ કરતા, કેવળ અસામાજિક અને શુદ્ધ માનવતાની લાગણીના પણ વિરોધ કરતા કવાં કેવાં 'વિધાના કરાવે છે તેનુ શ્રી. ચીમનલાલ ચકુભાઇ શાહના નીચે આપેલા લેખમાં મા દર્શી ક નિરૂપણ કરવામાં આવ્યું છે અને સાથે સાથે 'શ્રીમદ્ રાજચંદ્રના નિશ્ચય અને વ્યવહાર-ઉભયનુ સમર્થન કરતા અધ્યાત્મવાદ કાનજી સ્વામીની તત્વપ્રપણાથી કેટલે ન્રુદા પડે છે' તે પણ બહુ સ્પષ્ટ રીતે સમજાવ્યુ' છે, પાન’દ)
આટલેા વખત શ્રી કાનજી મુનિએ પોતાના વિચારે લખાણુના આકારમાં જાહેર કર્યાં નહાતા, પણ હમણાં જ તેઓએ શ્રીમના આત્મસિદ્ધિ ગ્રંથ ઉપર પ્રવચને' એવું એક પુસ્તક બહાર પાડયુ છે. જેમાં એમણે પોતાના લેખિત વિચારો જાહેર કર્યાં છે. તેમાંના કેટલાક ઉતારા અહિં આપુ છું.
૧ “શાસ્ત્રમાં મેક્ષમાર્ગનુ કથન હોય ત્યાં એમજ આવે છે કે પુણ્ય પરિણામ સર્વથા હેય છે. પાંચ મહાત્રત આદિ સવ શુભ પરિણામ તે આશ્રવ છે, કમૅભાવ છે, માટે છેડવા યેાગ્ય છે.”
૨ “ધર્મોમા ગૃહસ્થ હોય તે ગરીમાને અનુકંપા બુદ્ધિથી દાન પણ આપે, પણ તેમાં ધર્મ નથી માનતા. અંદર દયાની વૃત્તિ આવે અને કાર્ય થઇ જાય, તેના તે કર્તા સ્વામી થતા નથી. જેને જ્યાં અનુક'પા થાય ત્યાં ધર્મ સમજે તે મિથ્યાત છે, અજ્ઞાન છે. સાચા વિવેકી આત્મજ્ઞાની છે.”
૩ “મન, વાણી દેહાદિની ક્રિયા તે ધમ નથી પચ મહાવ્રત તે પણ પુણ્ય પુરિામ છે. તે પુણ્ય પરિણામ શુભ રાગ છે. કમભાવ છે; ઉદયભાવ છે. તેનાથી ધર્મ ન થાય; સ ંવર નિર્જરા ન થાય; પાંચ મહાવ્રતના શુભ પરિણામ તે આશ્રવ કરનાર શુભ જોગ છે. તે ૫થી આત્માને ગુણ થાય એમ માનવું તે મિથ્યાત્વ છે, અજ્ઞાન છે.”
જ “આત્માની ઉજ્વળતા દેહની ક્રિયાથી થાય નહિ. આત્માના ગુણ જ્ઞાન માત્ર છે, એટલે જ્ઞાન વડે જ્ઞાતાને સમજણુ થાય છે. પણ કાઇ સહેલાઇથી માને કે બીજાને રોટલા પાંચ દસ વર્ષે દેવાથી, દાન દેવાથી, ગુરૂના પગ દાબવાથી, પાંચ દશ હજાર રૂપીાના ધર્માદો કરવાથી, સેવાભક્તિ કરવાથી કે દેશની સેવાથી, હજારો જીવે ઉપર ઉપકાર કરવાથી આત્માનું કલ્યાણુ થાય તેા તેની એ બધી વાત ખેાટી છે.”
તા. ૧-૧૨-૪૩
શ્રી કાનજી મુનિ શ્રીમના અનુયાયી હૈાવાના દાવા કરે છે. મારે મન અનુયાયી આકર્ષવાની આ એક રીત છે. શ્રીમના આત્મસિદ્ધિ ગ્રંથ ઉપર એમણે જે પ્રવચને બહાર પાડયાં છે એમાં તેમણે શ્રીમતે અન્યાય કર્યાં છે અને તેમના અનુયાયીઆને અવળે માર્ગે દારવ્યા છે. આત્મસિદ્ધિ ગ્રંથમાંથી નીચેના પદે જોવાથી આ હકીકત ખ્યાલમાં આવશે.
વૈરાગ્યાદિ સફલ તે, જો સહુ આતમજ્ઞાન; તેમજ આતમજ્ઞાનની, પ્રાપ્તિ તણાં નિદ્રાન. (૧૬) ત્યાગ વૈરાગ ન ચિત્તમાં, થાય ન તેને જ્ઞાન; અટકે ત્યાગ વિરાગમાં, તે ભૂલે નિજ ભાન. (૩) જ્યાં જ્યાં જે યાગ્ય છે, તહાં સમજવું તે; ત્યાં ત્યાં તે તે આચરે, આત્માર્થી જન ઝેહ. (૮) અથવા નિશ્ચયનય ગ્રહે, માત્ર શબ્દની માંહે; લાપે સદ્વ્યવહાર તે, સાધન રહિત થાય. (૨૯) જ્ઞાન દશા પામ્યા નહિ, સાધન દશા ન કાંઇ; પામે તેના સંગ જે, તે ખૂડે ભવમાંય. (૩) નિશ્ચયવાણી સાંભળી, સાધન તજવા નાય; નિશ્ચય રાખી લક્ષ્યમાં, સાધન કરવા સેય. (૧૩૧) નયં નિશ્ચય એકાંતથી, આમાં નથી કહેલ; એકાંતે વ્યવહાર નહિ, બન્ને સાથે રહેલ. (૧૨૫) દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ, હેાય મુમુક્ષુ ઘટ વિષે, તેહ સદાય સુજાગ્ય. (૧૩૮) ઉપરના શ્લોકા ઉપરથી જણાશે કે સાધન દશા ઉપર શ્રીમદે કેટલો ભાર મૂકયા છે અને એ સાધન દશા માટે ત્યાગ. વૈરાગ્ય, સર્વ્યવહારને તેમણે કેટલુ મહત્ત્વ આપ્યુ છે. શ્રીમદના શબ્દોમાં કહીએ તે। શ્રી કાનજી મુનિ નિશ્ચય નયને માત્ર શબ્દની માંહ્ય ગ્રહીને સર્વ્યવહારને લેપે છે અને સાધનરહિત થાય છે. ૨૯ મી ગાથા ઉપર ભાવાર્થ સમજાવતાં શ્રીમદ્ પોતે કહે છે– ‘અથવા ‘સમયસાર’ કે 'યોગ વાસિષ્ઠ' જેવા ગ્રંથેા વાંચી તે માત્ર નિશ્ચય યતે ગ્રહણુ કરે. કેવી રીતે ગ્રહણ કરે? માત્ર કહેવારૂપે, આ રંગમાં તથારૂપ ગુણની કશી સ્પર્શતા નહિ અને સત્શાસ્ત્ર અને વૈરાગ્ય વિવેક આદિ સાચા વ્યવહારને લેપે અને પેાતાને જ્ઞાની માની લઈને સાધનરહિત વર્તે.” આ શબ્દો શ્રી કાનજી મુનિને કેવા લાગુ પડે છે?
૧૩૨ મા પદ ઉપર વિવેચન કરતાં શ્રીમદ્ પાતજ કહે છે કેવ્યવહાર એ પ્રકારના છે. એક પરમાથે મૂલ હેતુ વ્યવાર અને બીજો વ્યવહારરૂપ વ્યવહાર.” અને પાંતે જણાવે છે કે શાસ્ત્રકારાએ વ્યવહારરૂપ વ્યવહારનો નિષેધ કર્યો છે અને એ પણ પરમા મૂળ વ્યવહાર તરફ જીવને વાળવા માટે અને પરમાર્થ તુમૂળ વ્યવહારના નિષેધ કર્યો નથી. તે તેના જો નિષેધ કરવા યોગ્ય હોય તે શાસ્ત્રો ઉપદેશીને બાકી શું સમજાવવા જેવું રહેતુ હતું? શું સાધના કરવાનું રહેતુ હતુ કે શાઓ ઉપદેશ્યા? અર્થાત તેમાં વ્યવહારથી પરમાર્થ પ્રમાય છે. અને
૫ ‘જગતમાં બહારથી ધર્મ મનાઈ ગયો છે અને લગભગ ઘણાં લેાકાને એમ થઇ ગયું છે કે આપણે કંઇક ઠીક કરીએ-અનાસિકન રાખીને બીજાનું રૂડું કરીએ. પણ નાની હાય તે પણ બીજાનું કંઇ કરી શક્યા નથી. જે સમજ્યા તે પોતાના પવિત્ર જ્ઞાન સ્વરૂપમાં સમાઈ ગયા છે. જ્ઞાનીને વિકલ્પની વૃત્તિ હાય તે લોકાત્તર એવા પરમાથે માર્ગને ઉપદેશ આપે. આત્મા સાતા જ છે. બીજું કરવાનુ` આત્માના અધિકારમાં નથી. તેથી ખીજું કરવાનું જ્ઞાની ન કહે.''
૬. “લાકા માને છે કે ચાલો આપણે ચારિત્રવાળા વ્રત–વશ્ય ધારી થાએ, ક્ષમા કરીએ, કર્મબંધ અને દેષ ટાળીએ, પશુ એમ શુભ પરિણામ એટલે કે બ ંધ ભાવથી કાંઇસ વર-નિરા થાય નહિં છતાં માને તે ખાતુ છે. ત્યાં તા મિથ્યાત્વ છે. તત્વનું ખીજ હાથ આવ્યા વિના ક્ષમા કરે તે વાસ્તવિક ક્ષમા નથી, પણ ખંધભાવ પુણ્ય પરિણામ છે. તે ક્ષણિક પર્યાય છે.
જીવે તેવે વ્યવહાર ગ્રહણુ કરવા કે જેથી પરમાથ પામશે—એમ શાસ્ત્રોને આશય છે. શુષ્ક અધ્યાત્મી અથવા તેના પ્રસંગી તે આશય સમજ્યા વિના તે વ્યવહારને ઉથાપી પેાતાને તથા પરને દુર્લભમેાધીપણું કરે છે.'' આશ્રમના પેાતાના શબ્દો છે. આથી વિશેષ વિવેચન કરવાના અહિં અવકાશ નથી. ચીમનલાલ ચકુભાઈ શાહ
શ્રો મુંબઇ જૈન યુવક સંધ માટે તંત્રી મુદ્રક પ્રકાશક: શ્રી. મણિલાલ માકમચંદ્ર શાહ, ૪૫–૪૭ ધનજી સ્ટ્રીટ, મુંબઇ, મુદ્રણુસ્થાન : સૂર્યકાન્ત પ્રિ. પ્રેસ, ૪૫૧, કાલબાદેવી રાડ, મુંબઇ ૨