SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૧૨-૪૩ જતાં પોતાની લેણી પડતી રકમમાં જે કાંઇ ઘટાડો કરવામાં આવે તે સામે શાહુકારાએ ખેડુત પાસે કરાવી લેવાનાં લખાણેની પદ્ધતિમાં ફેરફાર કર્યાં; એટલે કે જમીન ગીરો લઈને પૈસાં ધીરવાને બદલે ખેડુત પાસે જમીનનું' સરતી વેચાણુ ખત કરાવી લેવાની પ્રથા શરૂ કરી. જો કે પ્રસ્તુત વેચાણખતમાં, આ સરતના ઉલ્લેખ કરવામાં નહાતા આવતે અને હજુ પણ કરવામાં આવતા નથી. સરકારે આ એકટ (કાયદા) માં ધણા સુધારા કર્યાં, પણ તેનું કાંઇ પણ ઇષ્ટ પરિણામ આવી શકયુ' નહિ. આ એકટના કે અમલ થાય છે તેના રીપોર્ટ કરવા માટે ૧૯૧૨ માં એક કમીશન નીમાયુ હતુ. તે કમીશને સરકારનુ બરેાબર · ધ્યાન ખેંચ્યું હતું કે પ્રસ્તુત કાયદાએ, અપ્રમાણીકતાને ઉત્તેજન આપ્યુ હતુ. અને આખી પ્રથામાં ઉત્તરાત્તર અનીતિનું પ્રમાણ વધતું જતું હતું. ૧૯૦૦ પંજાબ લેન્ડ એલીએનેશન એકટ જેને અનુસરીને બીજા પ્રાંતમાં પણ એ ઢબના કાયદાઓ કરવામાં આવ્યા છે તે પણ પરિણામશૂન્ય નીવડયા છે. આ ધારાને લગતું ખીલ ધારાસભામાં ચર્ચાતું હતુ તે દ.મયાન સીલેકટ ` કમીટીના એક સભ્ય શ્રી. આલ્યુવાલીઆએ અન્ય સભ્યાથી જુદી પડતી પોતાની નોંધમાં સરકારને આગળથી ચેતવણી આપી હતી કે “ગી મૂકનાર ખેડુતના વારસદાર. જેના આધારે પોતે ટકી શકે એવા નવાં સાધનાને અભાવ હોવાથી ગીરે રાખનારના પંજામાંથી છુટી શકે કે દેવાના કચરી નાંખતા · બેજામાંથી ઉંચું માથું કરી શકે એમ માનવું એ કેવળ મુર્ખાઇ ભરેલુ છે. ટુક મુદતના ગીરાનાં ઠેકાણે જેના કિ છેડો ન આવે એ સ્થાયી ગીરેશને આશ્રય લેવામાં આવશે અને એમ થતાં ગીરો મૂકનાર ખેડુત પેાતાની મીલકત ઉપર કશા પણ હકક ભેગવવાની સ્થિતિમાં નહિ રહે. ખેડુત વર્ગમાં મોટા મગરમચ્હા ઉભા થશે, જેમને કાયદાની મદદ વડે નાનાં મૃત્સ્યાને ગળી જવાનુ ઉત્તેજન મળશે.” આ આગાહી સાચી પડી છે, કારણુ કે એ કાયદો અને તેમાં થયેલા સુધારાઓતે અમલ ચાલુ હોવા છતાં ૩૬ વર્ષના ગાળા દરમિયાન પ ંજા અમાં ખેડુતોએ ગીરા મુકેલી જમીનનું ક્ષેત્રળ ૧૮૯૮૧૦ એકરથી (૯૦૧-૧૯૦૬) વધીને ૩૨૭૮૩૫ સુધી (૧૯૩ - ૧૯૩૬) પહોંચ્યું છે. ખેડુતના હાથમાંથી જમીન પડાવી લેવાની આ પ્રથા કેટલાંય વર્ષોથી ચાલી રહી છે અને આજે આપણને માલુમ પડે છે કે હિં દુસ્થાનની ૬૫ ટકા જમીન ખેતી નહિ કરતા એવા જમીનદારના હાથમાં આવી પડી છે. રાયતવાડી પ્રદેશમાં પણ જમીનદારના હાથમાંથી જમીને પડાવી લેવાના ધંધો. જોસભેર ચાલી રહ્યો છે. દાખલા તરીકે મુંબઈ ક્લાકામાં ૧૯૨૧-૨૨થી ૧૯૩૬-૩૭ સુધીમાં ૫૦ લાખ એકર જમીન એટલે કુલ ખેડાણ, જમીનના ૨૧ ટકા જમીન આ રીતે નાના ખેડુતાના હાથમાંથી સરી ગ છે. એજ અરસામાં ખેતી નહિં કરતા જમીનદારો કે શાહુકારના કબજામાં શરૂઆતમાં ૩૩ લાખ એકર જમીન હતી તે વધીને ૮૩ લાખ એકર જમીન આવી છે, જ્યારે આ વર્ગના ખાતેદારની સખ્યા શરૂઆતમાં ૧૯૦૦૦૦ હતી તે વધીને ૧૩૦૦૦૦ થઇ છે. આવી રીતે દેવાંનો આ નીકાલ કરવામાં ખાસ કરીને સંયુક્તપ્રાંત તેમજ વરાડતી સહકારી એ કાના દ્વાથમાં હજારા એકર જમીન આવી પડી છે. સૌ કાઈ જાણે છે. તે મુજબ છેલ્લી મદીએ ખેડુતને તેની આવક ધટાડીને તથા દેવું વધારીને વધારે દરિદ્ર બનાવ્યા છે. ખેડુત પાસેથી ધનવાને જમીન પડાવી રહ્યા હતા તેને આ મદીએ વધારે જોસ આપ્યું છે. અને પરિણામે ગણાતીઆં ખેડુતાની સંખ્યામાં પુષ્કળ વધારા થયા છે. આ પરિસ્થિતિએ ખેતીના વિકાસમાં ભારે અવરોધ ઉભે કર્યો છે, કારણ કે પાતાની માત્રે યુદ્ધ જૈન ૧૩૩ કીના ખેતરમાં નીપજ વધારવા માટે જે ખંતથી ખેડુત મહેનત મજુરી કરે તેવી ખત ભાડુઆત ખેડુતના દિલમાં કાઇ કાળે સભવે જ નહિ અને તેનું પરિણામ ખેતીવિકાસને પ્રતિકુળ જ આવે. એ ઉપરાંત ગણાતીયા ખેડુતની ખરીદ શક્તિ તા નબળી જ હાય. તેનુ પરિણામ એ આવે કે એ ખેડુત નક્કી કરેલુ ગણાતું આપી ન શકે અથવા તેા જમીનદાર વધારે ભાડુ માંગે અને તે આપી શકે તેમ ન હાય.એટલે કાં તેા તેની જગ્યાએ ખીજો કા આવે અને મૂળ ભાડુઆત ભુખભેગા થાય, તે અથવા જમીનદારની હંમેશની ગુલામગીરી સ્વીકારીતે કામ ઉપર ચાલુ રહે. ટેનન્સી એટલેકે ગણાતીઆ ખેડુતને લગતાં કાયદા આખા હિંદુસ્થાનમાં થયા છે, પણ આ કાયદા, તબેલામાંથી ઘેાડા નાસી જાય. અને પછી તબેલાને તાળુ દેવામાં આવે તે માર્ક અર્થ વિનાના નીવડયા છે. પેાતાની માલેકીની જમીન ખેડતા ખેડુતનું નસીબ પણ એટલુ જ કપરૂ બન્યુ' છે, કારણ કે જ્યારે જ્યારે કુટુંબના ભાગલા પડે છે, ત્યારે ત્યારે તેની મૂળ જમીન પણ નાના ટુકડામાં ઉત્તરોત્તર વહેંચાતી જાય છે. હિંદુસ્થાનમાં ૧૯૦૧ની સાલમાં એક ખેતરનું સરેરાશ ક્ષેત્રફળ ૧૪૨ એકર હતું તે ધટીને ૧૯૨૭માં ૭૩ એકર થયુ છે અને આજે એથી પણ ચાર એકર અથવા તેથી વધારે ઘટતુ ગયું છે. ૧૯૧૫ કે ૧૬ માં ડૉ. મેને કહ્યું હતું તે મુજબ “એ સ્પષ્ટ છે કે છેલ્લા સાઠ સીતેર વર્ષમાં વ્યકિતગત માલેકીના ખેતરાના સ્વરૂપમાં ખોટે પલટા આપ્યા છે. અંગ્રેજો આવ્યા ` તે પહેલાં અને અંગ્રેજી રાજ્યની સ્થાપના થઇ તે દરમિયાન એક એક જમીનદાર ખેડુતની જમીનનું ક્ષેત્રફળ પુરતું વિશાળ હતુ. આ ક્ષેત્રક્ળ ઘણુ ંખરૂ નવ દેશ એકરથી વધારે જ હાય અને દશ એકરથી ઓછી જમીન ધરાવનાર ખેડુત ભાગ્યે જ નજરે પડે. હવે આવા જમીનદાર ખેડુતોની સંખ્યા બમણાથી વધારે થઇ છે અને આ લોકાની જમીનેાની ૮૦ ટંકા જમીન દશ એકરની નીચે ગઇ છે અને તેમાં પણ + ૦ ટકા જમીન પાંચ એકરની પણ નીચે જોવામાં આવે છે." એક ખેડુતના કુટુંબની એછામાં આછી જરૂરિયાતને પહોંચી વળવા માટે દશ એકર-ખેડાણુ જમીન જોઈએ એમ માનીને આપણે ચાલીએ, તેા દેશના ખેડુતે પાસેની ૭૦ ટકા જમીના તે તે ખેડુતના કુટુંબની કંમતીમાં કમતી જરૂરિયાતને પહોંચી વળવા જેટલી આવક આપી શકતી નથી એમ પુરવાર થાય છે. આ ઉપરથી માલુમ પડે છે કે ખેડુત પછી ગણાંતીએ “હા કે- માલીક હા-લાંબા વખતથી એક સરખુ પેટમાં જીવન ગાળે છે અને દેવું કરીને પોતાના કોટુંબિક ખચૅને પહોંચી વળે છે. ૧૮૭૫ જેટલા દૂરના ભૂતકાળમાં ડૅકન રૈયત કમીશને જણાવ્યુ હતું કે 'તેમની તપાસ નીચે આવેલ સરકારી જમીન ધરાવનારાઓમાંથી એક તૃતીયાંશ ભાગ દેવામાં ડુંખેલ દ્વતા અને તે દેવુ સરેરાશ તેમની પાસેથી જે મહેસુલ લેવામાં આવે છે તેથી ૧૮ ગણું તુ અને તે કુલ દેવાની ત્રીજા ભાગની રકમ સામે જમીને ગીરો મૂકવામાં આવી હતી. તે વખતથી ઉત્તરાત્તર હિંદુસ્થાનના ખેડુતોનું દેવું વધતું વધતુ ૧૯૧૧ માં ૪૦૦ કરોડ થયુ હતુ અને આજે ૧૨૦૦ કરોડ સુધી પહોંચ્યુ છે. એમ આંકવામાં આવે છે. કે માત્ર ૨૫ ટકા જમીનદારો દેવાથી મુકત છે અથવા તો પોતાને ખાજારૂપ ન દેવુ ધરાવે છે. વળી ઉપર જણાવેલ ખેડુતનુ અનુત્પાદક કાર્યો માટે જ થયેલુ હાય છે. -(અપૂર્ણ) દેવુ મૂળ અંગ્રેજી લેખક: સર મણિલાલ માલાભાઇ નાણાવટી અનુવાદકઃ-પરમાનંદ
SR No.525928
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1943 Year 05 Ank 01 to 15 - Ank 06 and 08 is not available
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1943
Total Pages126
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy