________________
તા. ૧-૧૨-૪૩
પ્રબુદ્ધ જૈન
હિંદનાં ગામડાંના પ્રશ્ના
( Rural Problems of India)
(ગતાંકથી ચાલુ
જમીનની સ ંપત્તિને વિચાર કરીએ. શર્મા સિવાયના ખેડાતી જમીન ૧૮૯૧ માં ૧૮૭૦ લાખ એકર હતી, તે વધીને ૧૯૩૯-૪૦ માં ૨૧૦૦ લાખ એકર થઇ છે. આવૃદ્ધિ સાથે વસ્તીની વૃદ્ધિની સરખામણી આપણે આ રીતે કરીશુ તે વધારે સારા ખ્યાલ આવશે. ધારો કે ૧૮૯૧ ના વર્ષને પાયાના વર્ષ તરીકે આપણે લઇએ અને તે વર્ષની વસ્તી તેમજ ખેડાતી જમીનના ક્ષેત્રફળને આપણે ૧૦૦ તેા આંક આપીએ તે ૧૯૩૯-૪૦ માં વસ્તીને મૂળ ૧૦૦ ના આંક વધીને ૧૩૮ સુધી ગયા છે, જ્યારે ખેડાણ જમીનના ક્ષેત્રફળા આંક વધીને માત્ર ૧૧૯ સુધી જ પહોંચ્યા છે. ધાન્ય પકવતી જમીનનું ક્ષેત્રળ એથી પણ નીચે ૧૧૪ સુધી જ પહોંચેલ છે: પણ આ ઉપરાંત દેશની વસ્તી જે પ્રમાણમાં વધી તે પ્રમાણમાં ખેડાણ જમીન વધી નથી, એટલું જ નહિ પણ જમીનની સરે. રાશ ફળદ્રુપતા પણ કેટલાક અગત્યના કારણસર ઘટી છે. પહેલાં તા આજના સાગામાં જેમ જેમ ખેડાણ વધતુ જાય છે અને નવા પ્રદેશા ઉપર ફેલાતુ જાય છે તેમ વધારે ને વધારે ઉતરતા પ્રકારની જમીન ખેડાણમાં આવતી જાય છે. ખીજું વારસા - હક્કને લગતા હિંદુ અને મુસલમાન કાયદાને લીધે જમીનના ઉત્તરાત્તર ભાગલામાંથી ભાગલા પડતા ગયા છે. દર વર્ષે ચાલુ પાક ઉતારવામાં આવે અને જમીનના ઘટતા જતા કસની પુરવણી કરવાના કાંઇ ઉપાય લેવામાં ન આવે તેને લીધે જમીનની નીપજ વધવાનો કોઇ સંભવ રહેતા જ નથી. ખેતીવાડીના કમીશનના શબ્દો ટાંકુ તે “જેટલી પ્રાયોગિક માહીતી આપણને મળી શકી છે તે ઉપરથી આ અભિપ્રાયનું જ સમર્થન થઈ શકે છે કે જ્યારેઃ જમીન ઉપરથી દર વર્ષે પાક લેવામાં આવે છે અને કશુ પણ ખાતર નાંખવામાં નથી આવતુ' ત્યારે જમીનમાં એક પ્રકારની. જડતા આવી જાય છે. પાકઢારા જમીનના જેટલા કસ ઓછો થાય છે તેની વરસાદ આવે ત્યારે પુરવણી થાય છે અને જે રીતે ખેતી કરવામાં આવતી હાય તે જ રીત ચાલુ રહે તે વરસાદ એ વધતા કે વખત કવખતના આવે અને તેને લીધે જે કાંઇ સારા નરસા ફેરફાર થાય તે સિવાય ખીજા. કાઇ ફેરફારનો સ ંભવ રહેતા નથી. જો કે ચેકસપણે પુરવાર થઇ શકે. એવું આખા હિંદુસ્થાનમાં થતા પાકને લગતુ લાંબા ગાળાનુ કાઈ રેકર્ડ નથી, એમ છતાં પણ અમારૂં માનવુ છે કે હિંદુસ્થાનની જમીનના મોટા ભાગ ઉપર જણાવેલ સ્થિતિને પહોંચ્યા છે; જમીનના પાકની સરેરાશ નીપજ ચોક્કસ થઇ ચુકી છે અને ખેતીને લગતા આજના સયોગામાં જમીનના ધસારાની ધ્રુવટની હદ આવી ગઇ છે.”. અંગ્રેજી રાજ્યના પ્રારંભના દિવસેામાં અનેક જગલેના ફાવે તેમ નાશ કરવામાં આવ્યા હતા. તેને "લીધે કેટલાય મુલકો અને ખાસ કરીને મેટી મોટી નદીઓની બને બાજુએ લાગેલા પ્રદેશોની જમીન ધોવાઇ જાય, જ્યાં ત્યાં પાણીનાં ખામાચીયાં ભરાઇ રહે અને જ્યાં જરૂર હોય ત્યાં પાણી રહેવાને બદલે વહી જાય–આવાં અનેક જોખમે ઉભાં થયાં છે. ડે. મુકરજીના કહેવા પ્રમાણે એકલા સંયુકત પ્રાંતામાં જ જમીન ધોવાણને લીધે તથા જરૂરી પાણી સરી જવાને લીધે ૮૦ લાખ એકર જમીન ખાડાખડીયાવાળી (ravine lind) બની ગઈ છે અને લગભગ ૫ લાખ એકર જમીન જ્યાં ત્યાં પાણી ભરાઇ રહેવાને લીધે, ઉપરલા ખેડાણને લીધે તેમજ જમીન ઉપર કચરો
૧૩૧
અને નકામી ચીજોના થરના થર જામવાને લીધે (defective soil aeration) ‘ઉષર' એટલે કે ખીલકુલ - ખેડી ન શકાય એવી બની ગઇ છે. ગાળામાં ખેતી થઇ શકે તેવા પ્રદેશમા લગભગ હૈ ભાગ ખેતી માટે નાલાયક બનવાની સ્થિતિએ પહોંચી
આપણો છે એમ અડસટ્ટો કાઢવામાં આવે છે. ૧૯૦૨-૦૩ માં
કુવો કે નહેરાના પાણીથી પાક આપતી બાગાયત જમીનનું ક્ષેત્રકુળ ૪૪૦ લાખ એકર હતું. જે વધીને ૧૯૩૯-૪૦ માં ૬૦૦ લાખ એકર થયેલ છે આ-એક હકીકત ઉપર જણાવેલ પ્રતિકલ પરિસ્થિતિમાં એક આવકારદાયક ઘટના છે. આમ છતાં પણ ખેડાંણુ નીચેની ૭૬ ટકા જમીનને કુવા કે નહેરાના પાણીની કશી સગવડ છે જ નહિં અને તેને તે.માત્ર અખ્તરગી વર્ષો ઉપર જ આધાર રાખવાનું રહે છે.
ઉપર જે કાંઇ જણાવવામાં આવ્યુ. એ. ઉપરથી એ તા સ્પષ્ટ છે કે એક-બાજુએ દેશની વસ્તી ઝપાટાબ્ ધ વધતી જાય છે, જ્યારે ખેડાણ જમીનની વૃધ્ધિનુ' પ્રમાણ સરખામણીમાં બહુ નીચું છે. હવે આ બને વળણા એકમેક ઉપર શી અસર અથવા તે આધાત–પ્રત્યાધાત કરી રહ્યા છે તે જોવાનું રહે છે. . હિંદુસ્થાનમાં ૧૯૦૧ ની સાલમાં ૧૦૦ હેકટા એકર એટલે કે ૨૪૭ એકર જમીન ઉપર ૧૯૧ માણસને નભાવવાના એજો હતા તે વધીને એટલી જ જમીન ઉપર ૨૪૫ માણસને નભાવવાના પ્રસંગ આવી પડયે છે. આના અર્થ એ છે કે ૧૯૦૧ માં ૨૪૭ એકર જમીન જે પાક આપતી હતી તે પાક ૧૯૧ માણસામાં વહેંચાતા હતા તેટલા જ પાક આજે વસ્તી વધવાના પરિણામે ૨૪૫ માણસામાં વહેંચાય છે. આ આંકડા સાથે સરખાવતાં ઉપર જણાવેલ ૧૦૦ હેકટા એકર જમીન ઉપર ગ્રેટશ્રીટનમાં માત્ર ૩૦ માણસાને, યુનાઇટેડ સ્ટેટસમાં ૧૭ માણુસાને અને કૅનેડામાં ૧૧ માણસને નભાવવાના ખાજો છે. આ બાંબતમાં આપણી સ્થિતિ લગભગ ચીન જેટલી ખરાબ છે. ચીનમાં ૧૦૦ હેકટા એકર જમીન ઉપર ૨૮૨ માણસે નભે છે. ધાન્યના જથ્થાના દૃષ્ટિબિંદુથી વિચારતાં જમીન ઉપરનુ દબાણુ આપણા દેશમાં સ્પષ્ટપણે વધતુ જાય છે. ૧૮૮૦ ના દુષ્કાળ કમીશને દેશના અનાજની વાર્ષિક નીપજ અને વપરાશને અડસટ્ટો કાઢયા હતા અને તે એવા અનુમાન ઉપર આવ્યું હતું કે દરેક વર્ષે લોકો પાસે ૫૦ લાખ ટન અનાર્જના વધારા રહે છે, અને એમ છતાં પણ એ કમીશને ચેતવણી આપી હતી કે ખેતી સિવાય જો કાંઇ પણ જેમતે વ્યવસાય નથી એવા લોકોની સંખ્યા જમીનની ખેતી માટે જેટલા માણસાની જરૂર ગણાય તેથી ઘણી વધારે છે. ત્યારથી તે અત્યાર સુધીમાં વધતી જતી વસ્તીના પ્રમાણમાં ખેડાતી જમીનનું ક્ષેત્રફળ કેટલું આધુ વધ્યુ છે તે આપણે ઉપર જોઈ ગયા છીએ. હિંદુસ્તાનમાં કેટલું અનાજ પાકે છે તે વિષે ડે. મુકરજીએ તાજેતરમાં જ ગણતરી કરી છે. અને એ ગણતરી ઉપરથી એવા સાર કાઢયા છે કે ૧૯૩૧ માં હિંદુસ્થાનમાં અનાજને કુલ પાક ૬૦૧ લાખ ટન થયા હતા. જેવી રીતે ચેાક્કસ લખાઇને એક ફ્રુટનું માપ કહેવામાં આવે છે તેવી રીતે ખારાકને લગતી વૈજ્ઞાનિક ભાષામાં ચોક્કસ પાષણુ પ્રમાણને એક કેલરી ના માપથી એળખવામાં આવે છે. આ કૅલરીની પરિભાષામાં દેશની જરૂરિયાતને વિચાર કરીએ તે આપણને ઓછામાં આછી. ૨૯૨૦ કરેડ કેલરી, પ્રમાણ પાણતત્વ જોઇએ. ઉપર જણાવ્યુ. તે મુજે ૧૮૮૦ માં દેશ પાસે ૫૦ લાખ ટન અનાજના એટલે કે. ૧૮૦ કરોડ કેલરી પ્રમાણ પાષણતત્વને વધારે હતા. આને બદલે ૧૯૩૧ માં છ કરોડ કેલરી પ્રમાણુ પોષણતત્વની ખાધ આવી છે.