________________
તા. ૩૦-૯-૩૯
ઘણું જીવો સેગાંવને સંત
પ્રબુદ્ધ જૈન
જેના મસ્તક પર, પાંત્રીસ કરોડની પ્રતિનિધિ સંરચના પ્રમુખપદને તાજ એ પુરષ મૂકે છે તે જ વ્યક્તિને બેટે માગે જતી જોતાં તે કોઈ પણ જવાબદાર અધિકાર માટે અયોગ્ય છે? એવું શાસન કરતે મુસદો પણ આ પુરષ જ ઘડે છે! આવા પુરુષ સંબંધી ખરેખર ભવભૂતિ યથાર્થ કહી ગયેલ છે કે,
वज्रादपि कठोराणी, मृदुनी कुममादपि ।
लोकोत्तराणां हि चेतांसि, कानु विज्ञान महति ।। વથી પણ કઠોર અને કુસુમથી પણ કામળ એવા લોકોત્તર પુરૂના ચિત્તને કારણ જાણી શકે છે?
અર્ધી સદી ઉપરનું જીવન વીતાવી ગયેલી અને પચાસ લાખ જેટલા સભ્ય ધરાવતી હિન્દની પ્રતિનિધિ સંસ્થાનો એ પુષ્પ ચાર આનાને સભાસદ નથી અને છતાં સર્વ કાંઈ છેઃ કર્તાહર્તા છેઃ પ્રમુખનો પણ પ્રમુખ છે. આ પ્રભાવ જીવનભરની તપસ્યાનો છે.
બાએલા ભારતવર્ષને ઉત્થાનના પુનિત પંથે લઈ જનાર શેગાંવના સંત, મહાત્મા ગાંધીજીની જયંતિ ભારે સમારોહ પૂર્વક ઉજવવા દેશભરમાં તૈયારીઓ ચાલી રહી છે. સીત્તેરમા વર્ષની આથમતી સંધ્યાએ ધીમી પણ મકકમ ચાલે જે પુરુષ દેશને પિતાની રીતે દોરવણી આપી રહેલ છે તે યુગપુરુષ બાપુને તેમના જન્મોત્સવ ટાણે અંતરના ભાવભીના અર્થ જેટલા આપીએ તેટલા ઓછા છે.
તને કોઈએ ગૂજરાતના તપસ્વી' તરીકે વર્ણવ્યો; કોઇએ *જગતના મહાપુરુષ” તરીકે પ્રશસ્ય; તેને કોઈએ “સેતાનના સાધન તરીકે ગણે કે કોઇએ તેને “વર્ધાના વંઠેલા’ના ઉપનામથી પણ અવમાન્ય. આ સર્વ માનાપમાનમાં જેને સમભાવ છે, સમવૃત્તિ છે એવા પુરુષવર ગાંધીને તેમની ઈકોતેરમી જયંતિ ટાણે અનેકાનેક વંદન હૈ !
હિન્દુસ્તાનના એક છેડાથી બીજા છેડા સુધી પ્રવાસ કરી તેણે ગ્રામીણ જનતાના દુ:ખે જોયા છે. એ જોઈ તેનું હૃદય ઘવાયું છે અને તે દુઃખ ફેડવા એ પુજે તનતોડ પ્રયત્નો કર્યા છે. આ તેને કર્મગ સુપ્રસિદ્ધ છે.
બિહાર–ઓરીરસાની કંગાળ સિાને સ્ત્રીઓને અર્ધનગ્ન રહેતી જોઈ ઉગ્ર અનુકંપા અનુભવતા એ પુર પ્રતિજ્ઞા કરી કે
જ્યાં સુધી મારી માતા બહેને પૂરાં અન્નવસ્ત્ર નથી પામતી ત્યાં સુધી મારે માત્ર કચ્છ જ ખપે. એ પુરપનું આ તપ વિલાયતની યાત્રાના સખત ઠંડા પ્રદેશમાં પણ અચળ રહ્યું છે એ જગત જાણે છે.
એણે લાખો ભારતવાસીઓના ભાલમાં અસ્પૃશ્યતાનું કાળું કલંક છે ભારે વેદના અનુભવી, ઉપવાસ કર્યા અને વીશ વીશ વર્ષો સુધી જમાનાજૂનો એ અંધકાર ઉલેચવા તેણે પ્રયત્ન કર્યો. હિન્દની નવી પેઢી આજે અસ્પૃશ્યતાની સુગથી મુક્ત થઈ છે—જૂની પેઢીના માણસો પણ એ વિષે સમભાવી બન્યા છે, એ પ્રતાપ પુવર ગાંધીને જ છે એની કણ ના કહી શકે તેમ છે ?
સૌરાષ્ટ્રની ધન્ય ધરણીમાંથી ઉપજી, અંગ્લ-દેશમાં વિદ્યા મેળવી, આફ્રીકામાં વિજયી કર્મચાગી બની, સાબરમતીને આ સંત ઉત્તરાવસ્થાના દિવસે વર્ધા પાસેના નાના ગામ સેગાંવમાં ગુજારી રહેલ છે. એવા એ પુરુષના એકત્તેરમાં વર્ષપ્રભાતે આપણે તેમને ભાવપૂર્વક વંદન કરીએ અને તેઓ અનેક' શરદ છે એવી આપણે પ્રાર્થના કરીએ.
રાજપાળ મગનલાલ વહેારા
અમદાવાદની પર્યુષણ વ્યાખ્યાનમાળા
' ચારેક વર્ષ પહેલાને પ્રસંગ છે. વર્ષોની મગનવાડીમાં કારોબારીના સભ્યો સાથે બાપુજી ચર્ચા કરી રહ્યા છે. તે વખતે એક આમંત્રિત મદારી આવે છે અને સર્વેની વિવિધ જાતે તેમજ તેના ઝેર વિષે બાપુજીને તે માહિતી આપી રહ્યો છે. દરમિયાનમાં મદારીના ટોપલામાંથી એક લાંઓ અને વિકાળ સર્પ સરકી જઈને માત્માના શરીર પર ચડવા માંડે છે. પણ એ પુષ્પના મેઢાની એક રેખા બદલાતી નથી કે નથી તો કાયમનું એ સ્મિત જરા પણું ઝાંખું બનતું ! આખરે સર્ષ ગળે વીંટાઇ જાય છે અને બધા ક્ષોભ પામે છે, પણ એ પુરુષનું એક રામ પણ ભયભીતતાથી ઊંચું થતું નથી! મહાદેવભાઈના શબ્દોમાં—“ ત્યારે બાપુ, ગળે સપ વીંટાયેલા શિવ જેવા લાગતા હતા ! ” એ પુરુષની ધીરજનો–સમાતાનો આ એક અપૂર્વ દાખલ છે.
તેના એક જ શબ્દ રવાયત્ત પ્રાંતના પ્રધાને લાખો નહિ ૫ કરોડ રૂપિયાની આવકને અવગણી, અનેક વિટંબણાઓને સહી શરાબબંધીના પર્વને ઉજવે છે! શરાબબંધી પાછળ પ્રજાની મક્કમતા એ પુરુષમાંથી જ ઉદ્ભવી છે એ જગતથી આજે કયાં અજાણ્યું છે ?
અમદાવાદના જૈન યુવક સંઘે જે પર્યુષણ વ્યાખ્યાનમાળા ગેહવી હતી તે નીચે પ્રમાણે હતી. વ્યાખ્યાન
વ્યાખ્યાન વિષય પંડિત લાલન
વાડાબંધી અને વ્યવસ્થાબંધી પંડિત બેચરદાસ
પ્રશ્નોત્તરી ન. માવલંકર
ધર્મ અને વ્યવહાર શ્રી. ઈન્દુમતી ચી. શેઠ શ્રીશીક્ષણ અને યુવકે શ્રી. સ્નેહરશ્મિ
જીવનના વિવિધ પ્રશ્નો શ્રી. મધુસુદન ચી. મોદી
સ્યાદ્વાદ અને વ્યવહાર અધ્યાપક આથવલે સમન્વયની આવશ્યકતા શ્રી. મગનભાઈ દેસાઈ ધાર્મિક શિક્ષણ શ્રી, ગટુભાઈ ગો. ધ્રુવ સ્ત્રીઓ અને સ્વાવલંબન શ્રી. કેશવલાલ કા. શાસ્ત્રી ભક્તિયોગ શ્રી. ભોગીલાલ સાંડેસરા ગુજરાતની અસ્મિતા અને જૈન મુનિશ્રી નાનચંદજી
જૈન અને રાષ્ટ્રધર્મ શ્રી. રતિલાલ મે. ત્રિવેદી અહિંસાધર્મનું ભાવી છે. હરિપ્રસાદ
આરોગ્ય શ્રી. મૂળચંદ આશારામ વિરાટી માનસિક આરોગ્ય શ્રી. પુલચંદ હરિચંદ દોશી યુવક પ્રવૃત્તિ શ્રી. રામનારાયણ વિ. પાઠક આનંદધન શ્રી. ઇન્દુમતી મહેતા દેશોન્નતિને પાયે
આમાં જેટલી વક્તાઓની વિવિધતા છે તેટલી જ વષથોની વિવિધતા છે. આવા સુન્દર ક્રમ જવા તથા પાર પાડવા માટે શ્રી. અમદાવાદ જૈન યુવસંધના કાર્યકર્તાઓને અભિનન્દન ઘટે છે. અભિને
પરમાનંદ