________________
વાર્ષિક લવાજમ રૂા. ૨ એ.
સભ્ય માટે
વાર્ષિક રૂા. ૧ એક
શ્રી મુંબઇ જૈન યુવક સધનુ મુખપત્ર.
પ્રબુધ્ધ જૈન
વર્ષ ૧ લુ.
વિચાર કણિકા
તા ૧૫-૫-૩૯ સામવાર
અહિંસાને! ઉગમ,
ઘણીવાર માણસાના મનમાં એવો ભ્રમ હોય છે કે અહિંસા મંન પડે ત્યારે ધારણ કરી શકાય છે. અને મન ફાવે ત્યારે દુર કરી શકાય છે, આ સાચી અહિંસા નથી, પણ અહિંસાને સ્વાંગ છે. અહિંસાનુ નાટકી સ્વરૂપ છે.
અહિંસાના સાચા ઉગમ તે અંતરમાંથી થાય છે. રાજ ખરાજના જીવન વ્યવહારમાં, ધંધા વેપારમાં, સ્ત્રી મિત્રો કે સામાજીક સબંધમાં જે માણસ અહિં'સાને વાપરે છે તેનાજ જીવનમાં અણુિને પ્રસંગે અહિંસા એક શકિત સ્વરૂપે, પ્રમંડ બ્રહ્માસ્ત્ર સ્વરૂપે પ્રગટે છે, આવી અહિંસામાં હારજીત જેવુ કશુ હેતુ નથી, કેમકે અહિંસા એજ વિજ્ય-પગકાષ્ટા છે. દિપકથી જેમ પ્રકાશ આપ્યા વગર રહી શકાતુ નથી તેમ અહિંસક માણસથી અહિંસા વગર જીવી શકાતું નથી.
પણ રાજના ધંધા વ્યવહાર કે સામાજીક સંબંધમાં અહિંસાને નેવે મુકાને માલનારા ઘણા માણુસા સરકાર કે બીજી શાસનપ્રણાલિ સામે બંડ જગાવવા માટે અહિંસા ધારણ કરે છે, અને તેમાં ઘણીવાર ધારેલસિધ્ધિ મેળવવામાં નિષ્ફળતા પ્રાપ્ત કરે છે, ત્યારે અહિંસાને દોષ દે છે. પણ ખરી રીતે દેય અહિંસામાં નહિ પણ તેમણે ધારણ કરેલા અહિંસાના નકલી સ્વાંગના હોય છે.
અહિંસામાં ત્રિરાશીને સ્થાન નથી, છતાં તે કાઢવીજ હોય તો એમ મુકવી ઘટે કે અહિંસાના નકલી સ્વાંગથી આટલે ફાયદા થયા તે સાચી સુવણુ અહિંસાની પ્રતિાથી કેટલા કાયદે થાય?
અજ્ઞાત.
સાચું સ્મારકઃ ખાવલું નહિ પણ શાળા.
પ્રેસીડેન્ટ રૂઝવેલ્ટની અનુકરણીય પસદગી. અમેરિકાના પુઅર્ટો રીકા ટાપુના લોકોએ પ્રેસીડેન્ટ અવેલ્ટની સેવાની કદર તરીકે ટાપુમાં પ્રેસીડેન્ટ રૂઝવેલ્ટનુ એક ભાવલ્લુ' ઉભું કરવાના ઠરાવ કર્યાં અને તે માટે મેલું કુંડ એકઠુ કર્યુ.. પ્રેસીડેન્ટ રૂઝવેલ્ટને આ વાતની ખખ્ખર પડી. તેમણે તરતજ પુઅર્ટારીકાના વાસીઓ ઉપર સદેશા મોકલી જણાવ્યું કે તમારો મારા પ્રત્યેનો જે આદર છે તે માટે હું તમારા અત્યંત આભારી છું. પરંતુ જે તમૈં મને ખરેખર માન આપવા માગતા હો તેા તમે મારૂં બાવલુ કે પુતળું ઉભું કરવાને બદલે તે પૈસામાંથી લાકોની કાયમી સેવા થાય એવી કોઇ સંસ્થા શાળા, લાયબ્રેરી, હાસ્પીટલ કે ક્લીનીક ઉભું કરશે તે હું" મને વધુ માન મળ્યું સમજીશ,
પ્રેસીડેન્ટ રૂઝવેલ્ટના આ સંદેશાથી લોકો બમણા ઉત્સાહિત થયા અને તેમણે એવડુ' ફંડ ઉભું કરીને બાવલાંને બદલે એક સાનિક સંસ્થા ઉભી કરી.
છુટક નકલ
દોઢ આને.
તંત્રીઃ મણિલાલ માકમદ શાહુ અક
યેાવન અને વૃદ્ધત્વ
યાવન એ જીવનના કંઇ ચોક્કસ સમય નથી; પણ માનસની ચેકસ પ્રકારની સ્થિતિ છે. તે લાળ ભરાવદાર ગાલ, ગોળમટાળ શરીર કે ધમધમાટભરી વાણીનો વિષય નથી. યવન એટલે અડગ ઇચ્છાશકિત, ગગન વિહારી કલ્પના, ઉન્નત લાગણીઓના આવિર્ભાવ જીવનના ઉંડાણમાં વહેતાં ઝરણાંમાંથી ઉદ્દભવતી કોઇ અનુપમ તાજગી.
અમુક વર્તાનુ જીવન વ્યતીત થવાના કારણેજ કોઇ વૃધ્ધ બની જતું નથી. આદર્શોથી સ્મ્રુત થવા સાથેજ, ભાવનાઓનો ત્યાગ કરવા સાથેજ-વૃધ્ધત્વનો પ્રારભ થાય છે. ઉમ્મર વધતાં સામડીમાં કરચલી પડવા માંડે છે પણ જીવનમાં રસ-ઉલ્લાસ-લુપ્ત થતાં આત્મા કરમાવા માંડે છે. મિન્તા, આશંકા, પોતાની જાતમાંજ અવિશ્વાસ, ભય અને નિરાશા- આજ સાચું ઘડપણ છે અને આ સર્વનું આક્રમણ થવા સાથે આત્માનું સ્વત્વ નાશ પામે છે અને સદા વિકસતુ ચૈતન્ય લુપ્ત થાય છે.
ઉમ્મર સી-તેર વયની છે કે સેાળ વની, દરેક આત્માના અન્તર્લીંગમાં કતુહલપ્રિયતા ભરેલી હોય છૅ, રાત્રીના ઝગમગતા તારા વિષે મધુર વિસ્મય હેય છે, અવનવી વસ્તુ અને વિચારા પ્રત્યે કોઇ અજબ પ્રકારનું આકર્ષણ હાય છે; જે કાંઇ નાવા બને છે તેને ત્યાં તત્કાલ પાડ્યા ઉડે છે, હવે પછી શું એમ સતત પ્રશ્ન પુછતો આતુરતાભ ાલભાવ હોય છે, ઉલ્લાસ હોય છે, જીવનના સુખદુઃખને આનંદથી ઝીલવાની વૃત્તિ હોય છે,
જેટલી તમારામાં શ્રધ્ધા એટલા તમૈ જુવાન, જેટલી તમારામાં આશંકા એટલા તમે વૃધ્ધ. જેટલા તમારામાં આત્મવિશ્વાસ એટલા તમે તરૂણ; જેટલા તમારામાં ય તેટલા તમે વૃદ્ધ, જેટલી તારામાં આશા તેટલા તમે યુવાન, જેટલી તમારામાં નિરાશા તેટલા તમે વૃધ્ધ.
તમારા હૃદયના મધ્યભાગમાં વિશ્વના આન્દોલન ઝીલનારૂં યંત્ર છે. જ્યાં સુધી આ સાન્દ, આશા, ઉલ્લાસ ધૈય, ભવ્યતા અને આધિભાંતક, તેમજ આધિદૈવિક શકિતના સંદેશાઓ ઝીલવાની તાકાત ધરાવે છે ત્યાં સુધી તઐ યુવાન છે.
જયારે એ સ ંદેશા ઝીલનારા તારા તૂટી ગયા, અને તમારા હૃદયના એ યત્ર ઉપર નિરાશા અને નાસ્તિકતાનાં પાણી ફરી વળ્યાં ત્યારે તમે નિશ્ચયપુર્વક વૃદ્ધ ાની ચુકયા. અને એમ અને ત્યારે ઇશ્વર તમારી ઉપર દયા કરો, દયા કરો ! (અંગ્રેજી ઉપરથી અનુવાદિંત) પરમાનંદ