SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ! પ્રબુદ્ધ જૈન એક માધ્ધધમી સાથે વાર્તાલાપ [ મહાત્મા ગાંધીજી જ્યારે છેલ્લા છેલ્લા સરહદના પ્રાન્તના પ્રવારો ગયેલા ત્યારે ડો ફેબ્રી નામના એક પુરાતન સ’શેાધક ગાંધીજીને મળવા ગયેલા ૬૦ ફેબ્રી માધ્ધ ધર્મના અનુયાયી છે અને હિંદુસ્તાનમાં ઘણાં વર્ષથી રહે છે. તે હુંગરીના વતની છે. પહેલાં તેમણે ગાંધીજી સાથે પત્રવ્યવહાર કરેલા અને ગાંધીજી જ્યારે અમુક પ્રસંગે ઉપવાસ ઉપર ગયેલા ત્યારે તેઓએ પણ સહાનુભૂતિસૂચક ઉપવાસો કરેલા. ગાંધીજીને મળવા માટે તેઓ ખાસ એમેટાબાદ ગયા હતા. તેમની અને ગાંધીજી વચ્ચે થયેલો વાર્તાલાપ તા૦ ૧૯–૮–૩૯ ના 'હરિજન'માં શ્રી મહાદેવભાઇએ ઉતાર્યા છે. આખે વાર્તાલાપ ભારે ગોધપ્રદ હોવાથી પ્રબુદ્ધ જૈન'ના વાચકો માટે અહીં' અનુદિત કરવામાં આવે છે. ] ડૉ ફેથી પ્રાર્થનાના પ્રશ્નો ઉપર મૂંઝાયલા હતા, અને ખાસ કરીને ગાંધીજી કેવા પ્રકારની પ્રાર્થના કરે છે તે જાણવાને બહુ આતુર હતા. તેમણે પૂછ્યું: “પ્રાર્થનાની દિવ્ય ચેતનશકિતના વલણમાં કાંઈ ફેરફાર થઇ શકે કે નહિ? પ્રાર્થનાથી દિવ્યશકિતની કાંઇ ઝાંખી શકે ખરી કે નહિં ગાંધીજીએ જણાવ્યું કે, “જ્યારે હું પ્રાર્થના કરું છું ત્યારે હું શું કરૂ છુ તે સમજાવવુ મુશ્કેલ છે. પણ તમારા પ્રશ્નોના જવાબ આપવાના મારે પ્રયત્ન કોઇએ. દિષ શકિતની ધારણામાં કોઇ ફેરફાર કરી શકતુ નથી. પણ દિષતા જડ અને ચેતનમાં–સવ માં અને સર્વ કાંમાં રહેલી છે. પ્રાર્થનાનો અર્થ એટલે જ છે કે હું મારામાં રહેલી દિત્ર્યતાને જાગ્રત કરવા–ચેતાવવા-ઈચ્છુ છું. મારી બુદ્ધિથી આ તત્ત્વ મને સુગ્રાહ્ય હોય, પણ દિવ્ય ચેતનના જીવન્ત સ્પર્શથી હું ચિત • હેા અને તેથી હું જ્યારે સ્વરાજ માટે કે હિન્દની આઝાદી માટે પ્રાર્થના કરું છું ત્યારે સ્વરાજ પ્રાપ્ત કરવા માટે અથવા તે સ્વરાજસાધનામાં સૌથી વધારે ફાળે આપવા માટે મારામાં જોતી તાકાત આવે એમ હું પ્રાથું છું અથવા પૃથ્થું છું, અને હું દાવા કરું છું, કે એ પ્રાર્થનાના પ્રત્યુત્તર રૂપે એ તાકાત હું મેળવી શકું છું.” ડો ફેબ્રીએ કહ્યું કે, “ત્યારે આપ તેને પ્રાર્થનાથી એલખાવા છે. એ વ્યાજમી નથી. પ્રાર્થના કરવી એટલે તે માગણી કરવીયાચના કરવી એમ થાય છે.' ગાંધીજીએ જવાબ આપ્યો કે, “હા, ખરાખર છે. હું મારામાં રહેલી દિવ્ય પ્રકૃતિ અથવા તે મારૂં મૂળ સ્વરૂપ કે જેની સાથે હજી મેં એકરૂપતા સાધી નથી તેની પાસે હું આવી તાકાતની યાચના કરું છું એમ તમે સમજો. આ ઉપરથી મારી પ્રાર્થના જે દિવ્ય તત્ત્વ સર્વમાં છે અને સર્વત્ર છે. તેમાં મારા વ્યકિતત્વને સમાવી દેવાની નિર ંતર જાગૃત રહેતી એક પ્રકારની ઝંખના જ છે એમ પણ તમે વર્ણવી શકો છે.' ધ્યાન કે અજ્યના ડૉ. ફેક્ષીએ કહ્યું કે, અને તમે આ એકરૂપતા આ અદ્વૈત —સાધવા માટે પ્રાર્થનાની કાનૂની પદ્ધતિ સ્વીકારે ?” તા. ૧૫ ૯૩૨૯ અને શૂન્યતાનુ મને ભાન થઈ આવે છે અને કાઈ બીજી– કાઈ વ્યિતર શક્તિની મને પૂરી અપેક્ષા છે એમ મનમાં ભાસી આવે છે'. ગાંધીજીએ ઉત્તર આપ્યા કે, “હા, જરૂર. જીવનભરની ટેવ ચાલુ રહે જ છે અને હું બહારની ઈ શક્તિની પ્રાર્થના કર છું એમ મારા માટે કહેવાય એમાં મને જરાય . વાંધે નથી. એ અનંત તત્ત્વના હું એક સક્ર્મ અંશ છું કે હું તેની બહાર છુ એમ મને લાગ્યા કરે છે. જો કે તમને આ બધા બૌદ્ધિક ખુલાસા આપ્યા કરું હ્યુ', એમ છતાં પણ એક દિવ્ય તત્ત્વ સાથેની એકરૂપતાના અભાવે મને મારી જાત એટલી બધી અલ્પ–મુદ્ર લાગે છે કે હું ખરેખર કાંઈ જ નથી. હું આ કરીશ એમ ધડીમાં હું મેલું છું અને તરત જ મારી અપાત્રતાનુ ડો. ફેબ્રીએ કહ્યું કે, “ટોલ્સ્ટોય પણ એમ જ કહે છે. પ્રાર્થના કરતી વખતે બાળક પાતાના પિતા પાસે માગણી કરતા હોય એવી દૈત કલ્પનાના ખાડામાં અવારનવાર ધસી પડાય છે. એમ છતાં પણ પ્રાર્થના એ ખરી રીતે ઇશ્વરી શક્તિનું એકાગ્ર ધ્યાન જ છે, અને તેજોમય બ્રહ્મમાં લય પામવા ખરેખર છે.’ અહીં બૌદ્ધ ડૉ. ફેબ્રુીને ચેતાવતાં ગાંધીજીએ જણાવ્યું કે, “હું એવી દ્વૈત કલ્પનાના આશ્રયને અનુચિત કે પતનને સૂચક ગણતા નથી. જે ઈશ્વર વાદળામાં છુપાયેલા ઊંચે ઊંચે આકાશમાં વસે છે. તે શ્વરની પ્રાર્થના કરું છું એમ કહેવુ વધારે વાસ્તવિક છે, તે:જેટલો વધારે દૂર લાગે છે તેટલી જ વધારે તીવ્ર ઝંખના તેને મેળવવાની અને વિચારકલ્પનામાં તેનું સામિપ્ર અનુભવવાની મને રહ્યા કરે છે. અને વિચારની ગતિ પ્રકારા કરતાં પણ વધારે છે એ તે તમે જાણા છે. તેથી જ મારી અને તેની વચ્ચેનું અત્તર ન માપી શકાય એટલુ મોટુ હોવા છતાં લય પામી જાય છે. તે આધેમાં આધે છે. એમ છતાં પણ સમિયમાં સમીપ છે'. મારી પ્રાથનાની ભૂમિકા જુદી નથી ડો. ફેબ્રીએ કહ્યું કે, આ રીતે એ તે માન્યતાના વિષય બની જાય છે, પણ મારા જેવા કેટલાક લોકો કમનસીબે સ કાંઇ બુદ્ધિની કસોટીથી કસવાની ટેવવાળા હોય છે. મારા માટે ભગવાન બુદ્ધે જે શીખવ્યું છે એનાથી ઊંચુ કાંઈ શીખવતુ તથી અને એનાથી વધારે મોટા ખીજો કોઇ શિક્ષાગુરુ નથી. કારણ કે દુનિયાના અનેક શિક્ષાગુરુઓમાં માત્ર મુદ્દે જ એમ કહ્યું છે કે હું જે કાંઈ કહું હું તે માત્ર શ્રદ્દાયી સ્વીકારીને ન ચાલેા. કાઇપણ 'સિધ્ધાંતને કે કોઇપણ ગ્રન્થને સંપૂર્ણ કે સર્વ દેશીય સત્ય તરીકે કદી ન સ્વીકારા!' બધાય ધ ગ્રન્થા ગમે તેટલા દિવ્યપ્રેરણા પ્રેરિત હોય તે પણ આખરે માણસાના જ બનાવેલા છે; તેથી કોઇ પણ ગ્રન્થને હુ' એકાન્ત પ્રમાણભૂત ગણતો નથી. તેજ કારણે કાઇ ભવ્ય સિંહાસન ઉપર ખેડેલા અને લેાકેાની પ્રાર્થના સાંભળતાં મહારાજા જેવી ઇશ્વરની વૈયક્તિક કલ્પના હું સ્વીકારી શકતા નથી. આપની પ્રાર્થના અન્ય ભૂમિકા ઉપરની છે એ જોઇને મને આનંદ થાય છે.’ આ સાધુપુરુષને ન્યાય આપવા ખાતર મારે જણાવવુ જોઇએ કે તે ‘ભગવદ્ગીતા' અને ધવાદ'ના ઉપાસક છે અને એ જે ધર્મગ્રન્થા તેઓ જ્યાં જાય છે ત્યાં સાથે રાખે છે. પણ અહીંયા તેઓ કેવળ દ્ધિ અને તર્કને આગળ કરીને પ્રસ્તુત પ્રશ્ન ગાંધીજી સાથે ચી રહ્યા હતા, અહીં પણ કેવળ તર્કવાદમાં ખેંચાઈ જતા તેમને ગાંધીજીએ પકડી પાડયા અને જણાવ્યું કે, “મારે તમને યાદ આપવું જોઇએ કે મારી પ્રાર્થના અન્ય ભૂમિકા ઉપર સ્થિત થયેલી છે એમ તમે કહા છે તે અર્ધસત્ય છે, તમને મેં આગળ જ કહ્યું કે જે મારી બૌદ્ઘિક પ્રતિતી તમારી સમક્ષ મેં રજૂ કરી તે હમેશાં મારી અંદર જાગ્રત નથી હોતી. જે શ્રદ્ધાથી હું અદૃષ્ટ શક્તિમાં મારી જાતને ભૂલી જાઉં છું તે શ્રદ્ધાની તીવ્રતા મને કદી છોડતી નથી. અને મેં અમુક કર્યું. છે તેને ખલે ઇશ્વરે મારા માટે તે કાર્ય કર્યું છે એમ કહેવું મને વધારે સત્ય લાગે છે. મારા જીવનમાં એવી કેટલીયે બિનાએ ખની છે કે જે અને એમ તે હું બહુ આવેગપૂર્વક ઇચ્છતા હતા એમ છતાં પણ
SR No.525924
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1939 Year 01 Ank 01 to 17
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1939
Total Pages156
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy