________________
REGD. NO. B 4266
પ્રબુધ જેના
શ્રી મુંબઈ જેન યુવક સંધનું પાક્ષિક મુખપત્ર
તંત્રી: મણિલાલ મિકમચંદ શાહ
કામના
પાઠ
- તા. ૧૯૩૯ શુક્રવાર
વાર્ષિક લવાજમ . ૨ સભ્ય માટે રૂ. ૧, છુટક નકલ દેઢ આને
જ
જ
મા વ ચડયા
-કાકા કાલેલકર “યશ અને અપયશ એ બન્ને પ્રાણીઓના ભાવો પણ મારા થકી ઉત્પન્ન થાય છે.”
શ્રીમદ્ ભગવદ્ગીતાનો દશમા અધ્યાયમાં વિભુતિગના પ્રારંભમાં જ ભગવાને પ્રાણીઓના જુદા જુદા ભાવ પિતામાંથી જ કેમ ઉત્પન્ન થાય છે એ બતાવતાં ઉપરની વાત કહી છે.
ગુજરાતીમાં યશઅપયશના અર્થ સંસ્કૃતના અર્થથી જદી છે. યશ અથવા જશે એટલે કાતિ, શ્રેય, નામના એવો અર્થ ગુજરાતીમાં થાય છે, જ્યારે સંસ્કૃતમાં યશ એટલે સફળતા અને અયશ અથવા અપયશ એટલે નિષ્ફળતા. મૂળ સંસ્કૃત અર્થમાં જ યશ અયશ અહીં વાપર્યા છે. એ મૂળ અર્થમાંથી જ લક્ષણાથી ગૂજરાતીના રૂઢ અર્થે આવ્યા છે અને પાછળથી એ ઐણ અથે જ પ્રધાન થયા છે.
પામર માણસો સામાન્ય રીતે સુખ મેળવવા મથે છે અને દુઃખ ટાળવા યતે છે. બહાર માણસમાં એવી કાયરતા નથી હોતી. એને સુખદુઃખ બંને સરખાં જ હોય છે. પિતાને ધાર્યો સંકલ્પ બર આવતો હોય, ઈચ્છિત વસ્તુ પ્રાપ્ત થતી હોય તે તેને અંગે સુખ ભેગવવું પડે કે દુઃખને સામનો કરવો પડે, બહાદુર માણસને માટે બંને સરખાં જ છે. મનસ્થ થ ન જયતિ દુ:ને ૧ ગુણન્ ! સં૫વીર (મનસ્વી) અને ટેકાલે કાર્યાથી સુખ અને દુઃખ બંનેને ગણકારતો નથી. પણ સુખ-દુ:ખ પ્રત્યે સમાન રહેનાર માણસ પણ યશ તો ચાહે જ છે. અપરાશ હાથે કરીને ચાહનાર ભાગ્યે જ કોઈ મળી શકે. અપયશ આવી પડે તો સહન તે દરેકને કરવું પડે છે. નરમ માણસ અપયશ આગળ ઘેંશ જે થઈ જાય છે. આર્યવૃત્તિને માણસ અપયશ સામે પહાડની પેઠે ટકે છે. પણ અપયશ ચાહીને માગનાર તે કોઈ પેદા થયો નથી.
પાંડવમાતા કુંતીએ ભગવાનની પ્રાર્થના કરી માગી લીધું હતું પહૂ: સસ્તુ નઃ પાશ્વત | કુન્તી માતાએ આપત્તિઓ માગી હતી, અપયશ નહિ. અને એ આપત્તિઓ પણ હંમેશ અવારનવાર આવ્યા જ કરે એમ એની માગણી હશે. આપત્તિઓ અખંડ ચાલ્યા જ કરે એમ એણે માણ્યું હશે એમ માનવામાં નથી આવતું.
ત્યારે શું માણસને લગાતાર યશ મળ્યા જ કરે એ ઈષ્ટ છે ?
બાહ્ય પરિણામને જ વરેલો માણસ કહેશે, “હાસ્ત. લગાતાર યશ મળે એવું માનવીના ભાગ્યમાં ભલે ન લખાયું હોય પણ એવી એની ઈચ્છા હોય છે ખરી, અને હોવી પણ જોઈએ.
બાહ્ય પરિણામોની જ જેને પડી છે એ તો હંમેશાં યશ જ ઈચ્છે. અને અપયશ મળે તે એ બહાદુરી પૂર્વક સહન કરે, અપયશથી અભિભૂત ન થાય.
પણ જેમ સુખ અને દુઃખ, જીવન અને મરણ માનવતાના વિકાસને અર્થે જીવનસમૃદ્ધિ માટે સરખાં જ આવશ્યક છે, તે જ પ્રમાણે યશ અને અપયશ પણું આવશ્યક છે. જેમાં દુઃખ, મરણ અને અપયશ નથી એવું જીવન સંપૂર્ણ ન જ હોઈ શકે, એ અલૂણું જ કહેવાય. જેને દુઃખને સાક્ષાત્કાર થયો નથી, મરણનો ભેટો થયો નથી અને અપયશનું વલણે જેણે અનુભવ્યું નથી તેનું જીવન સંપૂર્ણ નથી, તેના ઉપર ઈશ્વરની કૃપા અવતરી નથી.
. પ્રાકૃત માણસ માને છે કે સફળતા એ ઈશ્વરની કૃપા છે, અસફળતા એ ઇશ્વરની અવકૃપા છે. પણ એવું શા માટે હોય એ ખ્યાલ એને આવતા જ નથી એવી શંકા એને ઊઠતી જ નથી. ભગવાનની સાચી કયા જેના પર થઈ છે તેને એ તાવે છે અને જેને પોતાનાથી દૂર રાખવા જેવા ગણે છે. તેમને કેકકેક વાર સફળતાની ચશની મોહિનીમાં-ડુબાડી દે છે.
(બીજે પાને ચાલુ છે