SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૫-૮-૩૯ સામયિક સ્ફુરણ પ્રબુદ્ધ જૈન મદ્યનિષેધ પ્રગતિના પંથે મુંબઇ નગરીમાં મનિષેધનો અમલ શરૂ થઇ ગયા છે. ઓગસ્ટની પહેલી તારીખે મદ્યનિષેધનુ મુંબઇમાં મગળાચરણ થયું' તે દિવસે મુંબઇની પ્રજાએ જે અપુર્વ ઉત્સાહ દર્શાવ્યા હતા તે જોતાં અને ત્યારથી આજસુધીની પરિસ્થતિ વિષારતાં મદ્યનિષેધની સફળતા વિષે કોઈને કશી પણ શ’કા રહેવાને કારણ નથી. મનિષેધના વિરોધીએ છાપામાં ભારે બુમરાણ મચાવી મુકયુ હતું અને લોકોના મનમાં જાતજાતની આશંકાઓ ઉભી કરી હતી. પહેલી ઓગસ્ટના મનિષેધ ઉત્સવમાં જે ભિન્ન ભિન્ન વર્ગ અને સમુદાયના લોકાએ સહકાર અને સાથ આપ્યા હતા તે શ્વેતાં એક બાબત સ્પષ્ટ તરી આવે છે કે મનિષેધ સામેના વિરોધ દારૂ પીનારાઓને નહોતા પણ માત્ર પાનારાઓના જ હતા. મનિષેધને આવકારતા જંગી સરધસમાં મજુરદળા કે જેએ કાઇપણ પ્રકારના કાયદેસરના નિયંત્રણના અભાવે એટલુ જ નહિ પણ આજસુધીના આડકતરા ઉતેજનના પરિણામે દારૂની ખંદીના મોટે ભાગે ભાગ થઇ પડેલા હતા તેમણે બહુ જ મેટી સંખ્યામાં ભાગ લીધો હતા. એટલું જ નહિ પણ સાંભળવા પ્રમાણે તેમના ઘરના બૈરાં છોકરાંઓએ આનંદથી ઉ-તેજિત બનીને અચેાન્ય સાકર વહેંચી હતી. જ્યાં આજસુધી દારૂ પીનારા હવે દારૂ પીવા માંગતા નથી ત્યાં દારૂ પાનારાની વાત કાણુ સાંભળવાનુ હતુ ? કેટલાક લોકો કહે છે કે ચેરીછુપીથી પીવાયા જ કરશે અને તે રીતે મનિષેધના જેવા પ્રતિબંધ કરવાની ધારણા છે તેવા પ્રતિબંધ કદી થઇ શકવાનેા નથી. આવડે મેટા સુર્ય જ્યાં પ્રકાશે છે ત્યાં પણ ખુણે ખાયરે અંધારૂ જોવામાં આવે છે એ રીતે આવડા મોટા શહેરમાં ચેરી છુપીથી દારૂ પીનારા અને પાનારા જરૂર નીકળવાના. પણ જ્યાં છડેચોક દારૂના વ્યાપાર ચાલતા હતા અને હજારો માણસો ઉધાડે છેગે દારૂ પી પીને પોતાના જીવનને વિનાશ કરી રહ્યા હતા તે સામે તા આજે સરકારી તાળાં દેવાઈ ચુક્યાં છે. મધના વહી રહેલા પ્રવાહ વહેતા બંધ થઇ ગયા છે. નાનકડાં ખાચીયાં ક્યાં સુધી મને ટકાવી શકવાનાં છે? જો મુંબઇમાંથી મધ પાર્ક પાયે અહિત થઇ શકશે તે આખા હિંદુસ્થાનમાંથી મધના બહિષ્કાર કરવાનું વ્યવહારૂ છે એ પછી કાઈને સમજાવવાની જરૂર રહેશે નહિ, કારણ કે જ્યાં પપર'ગી પ્રજાનો વસવાટ છે અને જ્યાં મતભેદના મોટાં તુમુલ યુદ્ધ માલે છે તેવા મોટા શહેરમાં જે વાત શકય અને વ્યવહારૂ સિધ્ધ થાય તેને અમલ કોઈપણુ નાના કેંદ્રમાં કરવા એ તદ્ન સહેલું બની જાય છે. પ્રશ્ન માત્ર મહવિક્રયમાંથી થતી આવક ક્યાંથી મેળવવી એટલા જ રહેવાના છે. પણ જ્યાં પ્રજાની ઇચ્છા છે અને પ્રજાને નિણૅય છે. ત્યાં તેને અમલ કરવાના માર્ગો મળી આવવાના જ છે. અત્ય`ત ખર્ચાળ રાજ્યતંત્ર કરકસરને રસ્તે વળે અને મધ જેવી દુષ્ટ બદીથી છુટતાં પ્રજાની કમાવાની અને એ રીતે નવા કરે। આપવાની તાકાત વધે તે પછી આવેલ મનિષેધને વેગ અટકાવવાનું કાઇનામાં સામર્થ્ય છે જ નહિ, રાષ્ટ્રકલ્યાણ અને કામીદ્રષ્ટિ જ્યાં સુધી કામ કામની વ્યક્તિએ કામી વસ્તુલથી પોતાની દ્રષ્ટિ આગળ વિસ્તારી શકતી નથી અને કામ અને ७ રાષ્ટ્રના હિતાહિત સંબંધમાં વિવેકયુકત પ્રમાણ બુધ્ધિથી વિશ્વાર કરી શકતી નથી ત્યાં સુધી ગમે તેટલી રાષ્ટ્રીય ભાવનાની વાતે કરવા છતાં જ્યારે કોઇપણ એક એવી પ્રવૃ-િત કે કાયદો હાથ ધરવાના પ્રસંગ આવે છે કે જેના પરિણામે આખા દેશને ધણા માટે ફાયદો થવા સંભવ હોય પણ જેના પરિણામે પોતાની કામના અમુક વર્ગના હિતને મેટા ધકકો લાગવા સંભવ હોય ત્યાં ઉપર જણાવેલી વ્યકિત કેવળ કામીવાદી બની જાય છે અને પેાતાની કામના અમુક માની લીધેલા હિંતની ખાતર આખા દેશને ચોકકસ દિશાએ આગળ પ્રગતિ કરતા અટકાવવા કટિબધ્ધ થાય છે. મનિષેધના સંબંધમાં પારસી કામે આવું જ ખેદજનક વલણ દાખવ્યું છે. મનિષેધતા અમલ કરવા માટે મુંબઇની સરકારને દશ ટકાના મિલ્કતવેરા નાંખવાની ફરજ પડી. આ કરને ામી વલણ આપીને કેટલાક મુસલમાનોએ પણ સીધી રીતે આ મિલ્કત વેરાનો વિરોધ કર્યો છે. તે પાછળ પણ ઉપર જણાવેલી કોમી સંકુચિતતા સિવાય બીજું શું જોવામાં આવતું નથી. મુંબઇ સરકાર તરફથી ગુરાહત બીલ મુંબઇની ધારાસભામાં રજુ કરવામાં આવેલ છે અને હમણાં જ શરૂ થયેલી ધારાસભાની બેઠકમાં તે ચર્ચાવાનુ છે અને તેના નિણૅય થવાના છે. આ ખીલનો આશય સકા થયાં શાહુકારાના ગંજાવર દેવાના મેજા તળે દબાયલા ખેડતાને કાયદેસર રાહત આપવાને છે. આ બીલના કેટલાક ધારાએ બહુ સખત અને મુદ્દલ ઉપર ચડેલા ભય કર વ્યાજના ધરેાના થરા સાફ કરી નાંખે તેવા છે. સભવ છે કે આ ખીલના અમલથી આવા લેણાઓના આધારે પાતાને માટી મુડીવાળા ગણતા અનેક શાહુકારાની મુડી એકદમ નાની થઇ જાય અને આજસુધી પોતાની જાતને શેઠ શાહુકાર માનતા મુડીદાર ગરીબ થઇ જાય. પણ જે શાહુકારીના આજસુધીના ઇતિહાસ અનેક કાળાધેળાં કામોથી ખરડાયલા છે અને જેની માતબરી ખેડુતોના અજ્ઞાન અને ગરીબાઇને જ કેવળ આભારી છે. તે શાહુકારીને કાળાન્તરે પોતાના પાપોનું પ્રાયશ્ચિત કરવું જ પડે. આ બીલ રજુ કરનાર મુંબઈ સરકારના અસચીવ નામદાર લડ઼ે સાહેબ જૈન છે; વળી જતા કે જે અહિંસા અને જીવદયાના પાયા ઉપર રચાયેલ જૈન ધર્મીના અનુયાયી હોવાના દાવા કરે તેમને માટે સકાએ થયાં અન્યાયપુર્ણ અસહ્ય દેવાના ભારથી દબાયલા અને છુંદાયલા ખેડુતાની બાજુએ ઉભા રહેવા સિવાય બીજો કાઇ ધર્મ હોઇ નજ શકે. આમ છતાં આજે વસ્તુસ્થિતિ એવી છે કે આ ખીલના ભાગ બનતા શાહુકારાના મોટા ભાગ જૈન છે અને તેથી આ શાહુકારાની બાજુએ આપણે ઉભા રહેવુ જોઇએ અને આ ખીલને આપણે સખ્ત વિરોધ કરવા જોઇએ એવા ઉદ્ગારા જૈન સમાજમાં કણ ગાયર થઇ રહ્યા છે. અલબત્ત આ ખીલમાં શાહુકારાના જે હક્કો અને જે લેણું વ્યાજી તરીકે સ્વીકારવામાં આવે છે તે હકકો સુરક્ષિત રહેવા જેઈએ અને તે લેણું વસુલ કરવામાં શાહુકારોને પુરતી સગવડ મળવી જોઇએ. પણ આવા નિર્દેર્દોષ અને નિષ્કામી ખીલને કામીદ્રષ્ટિથી જોવું, વું અને તે સંબંધમાં કાર્મી રીતે હિલાલ કરવી તે ખીલકુલ ઈચ્છવા યોગ્ય નથી એટલુ જ નહિ પણ આ રીતે વિશાળ જનસમાજમાં જૈન શ્ચમને વિના કારણ અળખામણી કરવા બરાબર છે. એ રીત અને પ્રકૃ િતથી દુર રહેવા જૈન સમાજના હિતેષીઓને મારી પ્રાના છે. પાનદ
SR No.525924
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1939 Year 01 Ank 01 to 17
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1939
Total Pages156
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy