________________
પ્રબુધ્ધ જૈન
શ્રી સુબઇ જૈન યુવક સઘનુ પાક્ષિક મુખપત્ર.
વર્ષ ૧.
અંક, ૮.
તા. ૧૫-૮-૩૯ મગળવાર.
મા હુ મ લી
જ્યેષ્ટ કે શ્રેષ્ટ ?
બાહુબલી અથવા ગોમટેશ્વરનું જીવનરિત્ર કાઇ મહાકાવ્યના વિષય થઇ શકે તેમ છે. વાલ્મિકીને રાવણ, વ્યાસને દુર્યોધન, મિલ્ટનના શયતાન—ત્રણે ભવ્ય વિભૂતિ છે. પોતાની દુષ્ટતામાં પણ ઉદારતા બતાવ્યા વગર રહેતા નથી. પણ ત્રણે આખર સુધી પોતાને રજોગુણ છેાડતા નથી, બાહુબલી એથી તદ્દન જુદી કાર્ટિને વીરપુરૂષ છે. પેાતાની સામાજિક તેમજ માનસિક શકિતના રજોગુણી ઉત્કર્ષ અતાવ્યા પછી એથી એ ઉંચા કુક્કા મારી એ સત્વગુણમાં પ્રવેશ કરે છે અને પોતાનુ કલ્યાણ અને માનવાટિને આદર મેળવે છે.
મહારાજ ઋષભદેવના સા પુત્રા હતા. ભાઈ વચ્ચે ઝગડા ન થાય અને પ્રજાને શેાષવું ન પડે એટલા ખાતર એવી વ્યવસ્થા સુચવવામાં આવી કે જ્યેષ્ટ પુત્ર રાજ્યગાદીએ અને આકાના ધા ભાઈએ ગૃહસારનો ત્યાગ કરી પલેક મેળવવાની સાધના કરે.
કાકા કાલેલકર
આ વ્યવસ્થા પ્રમાણે ૯૮ દીકરાઓએ દીક્ષા લીધી અને ઇહલાની મહત્ત્વાકાંક્ષા ઠાડી દીધી. જ્યેષ્ઠ પુત્ર ભરત રાજ્યગાદીએ આવ્યા. એના સાવકા ભાઇ બાહુબલી આવી નક્કી થયેલી વ્યવસ્થાને વશ થાય તેવા હતા જ નહિ. તેણે સવાલ ઉઠાવ્યા કે જે જ્યેષ્ઠ અને શ્રેષ્ટ હોય તેજ રાજા થાય એ વાત બરાબર છે પણ જયેષ્ડ એ શ્રેષ્ટ ન હોય તેા કેવળ ઉમરને મહત્ત્વ ન આપતાં યાગ્યતા તરફ ધ્યાન આપવું જોઇએ, કેમકે રાજય પ્રજાના હિત માટે હોય, નહિ કે રાજાના ભોગપભોગ માટે. ભરત ભલે જ્યેષ્ઠ હોય પણ પોતે એના કરતાં દરેક રીતે શ્રેષ્ડ છે; રાજ્યગાદી પોતાને જ મળવી જોઇએ.
Regd No. B 4266
વિખવાદ શરૂ થયા એટલે દરેક પેાતાની યોગ્યતા સિદ્ધ કરવી રહી. રાજામાં ખડતલપણુ હોવુ બધી રીતે આવશ્યક છે. એટલે એ બાબતમાં બન્નેની કસોટી કરવામાં
આવી. એમાં બાહુબલી શ્રેષ્ડ નીવડયા. રાજામાં પોતાના વાકપાટવથી જનતાનું આરાધન કરવાની શકિત હોવી જોઇએ. એ પરીક્ષામાં પણ બાહુબલી શ્રેષ્ઠ નીવડયા. રાજામાં શુધ્ધિરાક્તિ અને સૂત્રશકિત હોવાં જોઇએ. એ હાડમાં પણ બાહુઅલી ફાવ્યો. સામન્તોને અનુકુળ કરી લઇ પોતાનું ત્ર્યમ્ર સ્થાપન કરવુ એ ચક્રવર્તીનુ ખાસ લક્ષણ હોય છે. આ સેટીમાં પણ ચક્રવતી ભરત કરતાં બાહુબલી જ મઢિયાતા નીવડયા. રાજામાં દ્વી દ્રષ્ટિ તો હોવીજ જોઈએ આ ગુણમાં પણુ ભરત કરતાં બાહુબલીએ પેાતાનીજ યોગ્યતા સિધ્ધ કરી પછી વારો આવ્યો યુધ્ધને. રાજારાજાની અદેખાઇના કારણે પ્રજામાંથી
તંત્રીઃ મણિલાલ મેકમચંદ શાહ, વાર્ષિક લવાજમ રૂ. ૨, સભ્ય માટે રૂ. ૧. છુટક નકલ દાઢ આના,
કોઇને મરવું પડે એ ન્યાયસ`ગત નથી એમ કહીને બધા મુત્સદીઓએ સેનાયુદ્ધ કરવાની ના પાડી; એ ભાઇને પક્ષ તાણીને જ્યારે પ્રજામાં એ તડ પડે છે ત્યારે આખી જાતિના સંહાર થાય છે, એટલું સમજવા જેટલી મુધ્ધિ તે વખતના બધાય લોકોની અંદર હતી. એટલે યુધ્ધથી ફેસલા કરવા એમ નક્કી થયું. પછી તેા પુછ્યુજ શું ? બહુયુધ, દડયુદ્ધ, મલ્લયુદ્ધ વિગેરે અનેક પ્રકારનાં યુધ્ધા થયાં. આમાં તે બાહુબલી સહેજે વિજય મેળવે એમ હતુ. બધી રીતે બાહુબલીની શ્રેષ્ઠતા સિધ્ધ થઇ ચુકી. લેકે તેને જયકાર કરવા લાગ્યા. એટલે ભરત ચીડાયા અને એણે કેવળ અહુ શ્રેયસ છેાડી પોતાના ભાઇને મારી નાખવાનો મનો કર્યાં, અને અયાનક બાહુબલી ઉપર પ્રહાર કર્યો. ભરતના રાજ્યલાભ આટલે સુધી જાય એમ કોઇને ખ્યાલ નહોતે. તેજસ્વી બાહુબલી આવા ધાના બદલા આપ્યા વગર કેમ રહે ? એણે પ્રત્યાઘાત કરવા માટે પોતાની તમામ શક્તિ એકત્ર કરી પોતાની મુઠ્ઠીવાળી અને એકજ પ્રહારમાં ભરતને પુરા કરવા માટે હાથ ઉગામ્યો. લેાકાના હ્રદયમાં હાકાર થયા, હવે તેા ભરત ગયા એમ બધાને થયુ. બાહુ ખલીને ખાત્રીજ હતી પણ એ વિજયને ક્ષણે બાહુબલી ભાન ભૂલ્યા નહિ. એનામાં નબળાઇ હોત તે ક્રોધથી આંધળેા થાત પણ એને પોતાની શકિતનું પુ` ભાન હોવાથી એ ક્રોધ ઉપર તુરત વિજય મેળવી શક્યા. એણે વિચાર કર્યો કે મારી યેાગ્યતા તા સિદ્ધ થઇ ચુકી છે. કવળ રાજય લાભથી ભાઇ પામર બન્યો છે એ પામરતાની હોડમાં હુ શા માટે ઉતરૂ ? ભાઇને મારીને રાજય પલાવતાં હુ' પ્રજા આગળ કેવા દાખલા બેસાડીશ ? જવા દે એ રાજય અને જવાદો એ બહત્યા.
જે જોરથી એણે મુઠ્ઠીવાળી હતી એજ જોર વાપરીને એણે પોતાનુ કેશલ્પન કર્યુ અને ત્યાગની દીક્ષા લીધી. ભરત અકુંતાભય થઇ રાજ્ય થલાવવા લાગ્યો અને બાહુઅલીએ વૈરાગ્યને રસ્તા લીધે. રજોગુણમાંથી સત્વગુણ પ્રગટ થયા. મહત્ત્વાકાંક્ષા કરતાં અધુપ્રેમ સ્વજનવાત્સલ્યતા અને વિરતિ શ્રેષ્ડ નીવડયાં. ભરત અકુતાભય થઇ રાજ્ય કરવા લાગ્યા અને બાહુબલીએ પરમપુષાથના મા` લીધે.
આધ્યાત્મિકમાગ માં ગુરૂનું શરણુ લેવાથી રસ્તા સહેલા થઈ જાય છે, અઠ્ઠાણુ ભાઇ જે રસ્તે ગયા એ રસ્તે જવું અને ભગવાન ઋષભદેવનું શરણ લેવું એજ સ્વભાવિક મા હતા. પણ માનધન બાહુબલીને એમાં અગવડ જણાઇ. નાના ભાઈઓએ પ્રથમ દીક્ષા લીધેલી હોવાથી તે દીક્ષામામાં વડીલ થયા હતા. પોતે મેાડી દીક્ષા એટલે અઠ્ઠાણુ ભાઈઓને વન્દન કર્યા વિના છુટકો નથી. એ તે કેમ થાય ? શ્રેષ્ઠત્વ એળે ગયું અને જ્યેષ્ટત્વ ખાઇ બેસવાનું ! એ કેમ ખમાય ?