SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જૈન તા. ૧૭–૩૯ નિદ્રા લેવાથી પણ શરીરને સમાધાન રહે છે અને વૈદકીય દૃષ્ટિએ આ આસનના અનેક સારા ગુણે બતાવ્યા છે. જે એટલા ઉપર આ મૂર્તિ સુવાડી છે એની બાજુ પર ત્રણ મૂર્તિ કોતરેલી છે. એમાં એક છે. આધ્ધકાલિન દેશ વિખ્યાત વદ્ય જીવકની, વજ્રલી કૃતિ છે તે ત્રિદંડી સન્યાસી સુભદ્રની, કે જે મુધ્ધ ભગવાનની અંતિમ ઘડીએ, એમની આગળ શ’કા નિવૃતિ માટે આવ્યા હતા. રણની બાજુએ ગમગીન સ્મૃતિ છે તે બુધ્ધ ભગવાનના અ ંતેવાસી આનંદની. આ ત્રણે વિષે જાણવા જેવું ઘણું છે. આધ્ધ સાહિત્યમાં આ ત્રણે વિષે ઘણું વિસ્તારપૂર્વક લખાયું છે. આ સ્તૂપ અને આ સૂતેલી મૂર્તિ જોઇને અઢી ત્રણ હજાર વર્ષ પૂર્વેનું વાતાવરણ એકાએક જીવતું થાય છે પણ સ્મિતને વિશણુ કરી પછી શાન્તિ આપનાર સ્થાન તે કુશીનારાથી લગભગ એક માઇલને દંડે આવેલાં ભગ્ન સ્વપનુ છે. આ સ્થાને યુધ્ધના અનુયાયીઓએ મુધ્ધ શિષ્ય અનુરૂધ્ધની સુગ્મના પ્રમાણે તથાગતની કાયા લુગડામાં લપેટીને તેલની દેણીમાં મૂકી કશ્યપની આવવાની રાહ જોઇ હતી. કાઈ શ્રક્રુતિના ાથી કાયાનું દહન કર્યા પછી અગ્નિ અને રક્ષા માટે શિષ્યે। . અંદર અંદર કપાઇ મરતા બચી ગયા, અને એમણે એના આઠ નવ વિભાગ કરી એ ઝુલ વેચી લીધ!, સારનાથમાં હમણાં જે સોનાનું વાસણ સ્થપાયું છે તેમાં આ વિભાગના જ કેટલાક અવશેષો છે એમ સિધ્ધ થયું છૅ. ાં તથાગતના શરીરને અગ્નિદાહ આપવામાં આવ્યા ત્યાં અસાધારણ ઉંચે એવે એક સ્તૂપ બાંધવામાં આવ્યા હતા. એનુ જ ખંડેર આજે એક ટેકરીના રૂપમાં દેખાય છે. અને એને માથે એક વિસ્તી અને બહુ ઉંચે પીપળના વૃક્ષ બધ ધર્મનાં સ્મારક તરીકે ત્યાંના પવન સાથે રમે છે, એ પીપળના વૃક્ષ જોઇ ગમે તે માણસને ગીતામાં વવેલા અશ્વત્થ વૃક્ષનું સ્મરણ થાય. એની ઉપર નીચે જનારી શાખાઓ એટલી બધી છે અને તે એટલી બધી ગુખાળી થઇ ગઇ છે કે એને હિંદુ લોકોના સમાજ શાસ્ત્રની જ ઉપમા આપી શકાય. એ વૃક્ષ તળે એક ચીની સાધુ રહે છે. એનુ નામ સૂય અથવા એવુ જ કાંઇક છે. સરકારના પુરાતત્વ ખાતાએ અને ત્યાંથી ખસેડવાના પ્રયત્ન કર્યા પણ એ પીપળના આધ્યે રહેતા સરપની પેઠે એ ચીના સાધુને ખસેડવાની કાઇની હિંમત નથી. પીપળને માથે ડાળેા વચ્ચે ઠેકાણે ઠેકાણે એસવાની જગ્યા બનાવી એ સાધુએ પેાતાની નિવ-ત રસિકતા પુરવાર કરી આપી છે. અને તુલસી રામાયણના અખંડ પાઠે લાવી એ ચીના સાધુએ આદ્ અને હિંદુ ધમ ની અભિન્નતા એટલી સચોટ રીતે સિધ્ધ કરી આપી છે ! ! બુધ્ધ ભગવાનના ઉપદેશ, એમનુ જીવન, એમની પ્રેરણા અને એના વિસ્તાર એ માનવી ઇતિહાસના સહુથી મહત્વના અને સહુથી મેાટા ખડ છે, એના પ્રતીક તરીકે આજે જે સ્થાના આપણે ત્યાં રહ્યા છે તેમનું મહત્વ સેંકડા અને હજારો વર્ષ થયાં આપણે પૂરતુ પારખી શકયા નથી. બુધ્ધ ભગવાનનું જન્મસ્થાન લુખીની દેવી હુ હજી જોવા પામ્યા નથી એટલે એને વિષે અત્યારે કશું ન લખું, યુધ્ધ માતાના સ્મરણથી જે સ્થાન પવિત્ર થયું છે. એનુ માહાત્મ્ય મારે મન આ ત્રણે સ્થાનથી વધારે છે. ૭ ઇસામસિહના જેસેલમને કારણે ખ્રિસ્તીઓ અને ઇસ્લામી દીર્ઘકાળ સુધી લડયા. મુધ્ધ ભગવાનના જીવન સાથે સકળાએલા આ થાર સ્થાને માનવી વિગ્રહના કારણ થવાને બદલે તમામ એશીયાવાસીઓને જ નહીં પણ આખી માનવ કાર્ટિને અવેરને, પ્રેમને, વિશ્વકુટુ'અત્વને સંદેશા આપવાનુ સાધન થશે એ વિશ્વાસે એ કલ્યાણ ધામાને અને એમની મારફતે વ્યકત થતાં કલ્યાણુ ધર્મને કોટિશઃ પ્રણામ. પૂના. ૩૦-૫-૩૯ કાકા કાલેલકર જૈન યુવાનાનું એકીકરણ. ક્રાંતિકારક વિચારો ધરાવનાર અને સામાજિક સુધારાના કામાં ફાળા આપી અગ્રુપદે રહેનાર જૈન યુવાને નુ ધાર્મિક માનસ કાંઈક જુદી જાતનું જણાય છે. તેમાંના " ઘણા યુવાનેા ધાર્મિક માન્યતાને અને રૂઢીને ચુસ્ત રીતે વળગી રહી ચાલનારા છે. તેમને મન સાધુ મુનિરાજોના વર્ષના વેદવાકય છે; પુજા અને મદિરાના શણગાર માટે થતા અતિરેક ' જરૂરના લાગે છે; દેવદ્રવ્યને સમાજના ઉપયોગી કામમાં નજ વાપરી શકાય તેવી અંધ શ્રધ્ધાવાળા હોય છે. એટલે કે આ યુવાને રાષ્ટ્રીય ભાવનાથી ર'ગાયેલા હોવા છતાં ધાર્મિ ક અંધશ્રા માં ડુબેલા હોવાથી યુવાનોનુ સાચુ એકીકરણ થઈ શકતુ નથી. વળી આજને યુવાન એટલે આર્થિક સ્થિતિમાં સકડાયેલા અને તે મુશ્કેલી દુર કરવા સતત મહેનત કરતા યુવાન મનની અનેક કલ્પનાઓના હવાઇ કિલ્લા રમનારા હોય છે. તેમાંના એક વદિવસ રાત્રિના ચેવીસ કલાકમાં એક ક્લાકને વખત પણ સમાજની રખના કરવામાં, તેને લાગુ પડેલા દરદાની સારવાર કરવામાં અને સડેલા દરો નાબુદ કરવામાં આપી શકતા નથી. મોટાઈ આજના યુવા જાળવવામાં અને પેાતાના વિચારોની વિરૂધ્ધ વિષાર કલાકોના કલાક ધરાવનાર માણસની ટીકા કરવામાં રસ લેતા હે,વાથી યુવાનેમાં એકીકરણ થતું નથી. ઉપરી સૈા પેાતાને આગેવાન માને છે અને જેમ અધિકારીએ હાથ નીચેના અધિકારીઓને હુકમ કરવા ટેવાયેલા હોય તેવી રીતનું માનસ આપણા આ યુવકાનું હોય છે. મુંબઇ શહેરના યુવાનેા એવા માનસથી મુકત થ સ'ગીન કાર્ય કરવાની જોખમદારી સ્વીકારી પોતાનું એકીકરણ જમાવે તે તેઓ સમાજને લાગુ પડેલાં અનેક અનિષ્ટાને દુર કરી શકે. મુંબઇને જૈન સમાજ અત્યારે ઘણીજ દયામય સ્થિતિ અનુભવે છે. તેના પુર્વજોએ અનેક જાતના પ્રયત્ને કરી જૈન સમાજને મુંબઇમાં અગ્ર સ્થાન આપ્યું હતું. એ અગ્ર સ્થાન અદ્રષ્ય થતું જાય છે, જૈન સમાજ હસ્તકના અનેક જાહેર ખાતા જનતામાં ચર્ચાના વિષય થ પા છે. જૈન એસોસીએશન એક્-ઇન્ડીયા, આપણા દેરાસરના ગેરવહીવટ અને તેને અંગે થતા સોલીસીટરાના બેહદ ખરચા સસ્થાઓ અને મંડળેામાં સત્તાની થતી મારામારી વિગેરે બાબતેમાં રસ લઇ યુવાને પોતાનુ એકીકરણ કરે તેા ધણેાજ સુધારા કરાવી શકે તેમ છે. અને દરેક જગ્યાએ જોવામાં આવતી અંધાધુંધી દુર કરાવી શકે તેમ છે. મારા યુવાન બધુઓને હુ' આગ્રહ કરૂં છું કે તેઓ પોતાને થાડા સમય પણ યુવાનેનુ એકીકરણ કરવામાં ફાજલ પાડૅ અને પેાતાનુ સંગઠન બળ વધારે. એ મણિલાલ મા. શાહ,
SR No.525924
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1939 Year 01 Ank 01 to 17
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1939
Total Pages156
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy