SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ Regd. No. B 4266 છુટક નકલ પ્રિબુદ્ધ ન : વાર્ષિક લવાજમ રૂા. ૨ બે. સભ્ય માટે વાર્ષિક રૂા. ૧ એક દોઢ આને. શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર. વર્ષ ૧ લું. ગુરુવાર તા. ૧૫-૬-૩૯ તંત્રીઃ મણિલાલ એકમચંદ શાહ અંક ૪ થી , જેન છાત્રાલયો જૈન છાત્રાલયમાં રહેતા વિદ્યાર્થીઓ પાસે ફરજીઆત પળાવવામાં આવતા કેટલાક નિયમોની ચર્યા આ લેખમાં કરવા ધારી છે. સામાન્ય રીતે બધાંજ જન છાત્રાલયમાં (૧) રાત્રિભાજન નિષેધ (૨) ધાર્મિક શિક્ષણ અને (૩ મતિપુજક સંસ્થાઓમાં દેવપુજન આ ચાર વસ્તુઓ ઉપર ખાસ ભાર મુકવામાં આવે છે. ફરજીઆત ધાર્મિક શિક્ષણ અથવા પુજાથી વિદ્યાથીઆને કે ધર્મને ફાયદો થતો હોય એમ હું માનતો નથી. ધર્મને શિક્ષણની અને પુજાની જેને ઇચ્છા હોય તે વિદ્યાથીઓ માટે પુરી સગવડ હોવી જોઈએ એટલી વાત મારાથી સમજી શકાય છે. ધર્મ પ્રત્યે પ્રેમ અથવા સહાનુભૂતિ ઉત્પન્ન કરવાનો છાત્રાલયમાં પ્રયત્ન થાય તેમાં કાંઇ વાધે લઈ શકાય નહિ, પણ જ્યારે એ વસ્તુઓને ફરજીઆત બનાવવામાં આવે છે ત્યારે એના તરફ પ્રેમ ઉત્પન્ન થવાને બદલે વિદ્યાર્થીના દિલમાં એ પ્રત્યે બેદરકારી, કંટાળો અને કદાચ દેય પણ ઉપજે છે. એટલે ધમના પુસ્તકને પાઠ મે કરાવે–ઝીણવટનો મુખપાઠ કરાવે–એથી ધર્મ પ્રત્યે રૂમિ ઉત્પન્ન થતી હોય એમ હું માનતા નથી. એને તે ઉપાય મારી દ્રષ્ટિએ એ જ છે કે ઉદાર વિશ્વારના અને વિશાળ દ્રષ્ટિવાળા તેમજ જૈન અને બીજા ધર્મના અભ્યાસી શિક્ષક મારફત જન ધમના શિક્ષણના પ્રબંધ કે જોઈએ. આ શિક્ષકે સમાજનાં વહેણ અને વર્તમાન પરિસ્થિતિ તરફ નજર રાખીને ધમના સ્થલ અગ્યાર નહિ પણ એના મૂળમાં રહેલી ભાવનાઓને ખીલવે એ પ્રબંધ થવું જોઈએ. આજના યુગમાં ધર્મનું આચરણ કેવી રીતે થાય અને કરી શકાય તે શીખવે અને એ વસ્તુઓ પ્રત્યે ભાવ ઉત્પન્ન કરે. આ રીતે ધાર્મિક શિક્ષણ એ વિઘાથીના ચારિત્ર્ય તથા વિચારના ઘડતરનો પાયે બની રહે અને એ શિક્ષણ લીધેલ વિદ્યાથી સ્થૂલ આકાર કરતાં સિદ્ધાંતને નજર આગળ રાખી જીવન વ્યવહાર ચલાવે એવું શિક્ષણ અપાય તે વધારે યોગ્ય ગણાય. આ શિક્ષણથી એને ધર્મ અને ધર્મગ્રંથ ઉપર રથિ ઉત્પન્ન થાય, વધારે જાણવાની જીજ્ઞાસા જાગે તો એને એ રસ્તે જવા ઉતેજન આપી એનો માર્ગ સરળ કરી આપો જોઇએ. આ રીતના ધાર્મિક શિક્ષણથી વિદ્યાર્થીઓને વધારે સંતેષ થશે અને એ ધાર્મિક શિક્ષણમાં વધુ રસ લેશે એમ હું માનું છું. આજે શહેરોમાં–ખાસ કરીને મુંબઈમાં—કેટલીય શિક્ષણ સંસ્થાઓ સાંજના વર્ગો ચલાવે છે. હવે તે આર્ટસ કોલેજમાં પણ સાંજના વર્ગો શરૂ થયા છે. આ વર્ગમાં જનારા વિવાથીઓ પુરત આ નિયમમાં અપવાદ રાખવાની મારી વિનંતિ છે. દેશ સેવાથીયે વધુ મહાન....૧૦૦ | ( હિંસાવાદી ક્રાંતિકારીઓને ઉદ્દેશીને ) દેશની સેવા કરવા હું તૈયાર છું, પણ હુ વદન તે સત્યને જ કરીશ જે દેશ કરતાં ખુબ ઉંચે આસને વિરાજમાન છે. દેશને જો હું દેવ માનીને વંદન કરૂં તે દેશનું સત્યાનાશ વાળ્યું ગણાય....................દેશને દેવતા ગણાવીને તમે જ્યારે અન્યાયને કર્તવ્ય અને અધમને પુણ્ય તરીકે ગણાવી દેવા માગે છે ત્યારે મારા હૃદયને આઘાત થાય છે, માટે જ હું સ્થિર રહી શકતા નથી. દેશથી પણ ઉચ્ચ સ્થાને ધમ રહેલું છે એવું જે લેકે માનતા નથી તેઓ હું કહું છું કે દેશને પણ માનતા નથી. જે તરૂણ યુકે દંશના કાર્યમાં વળગવા તૈયાર છે, તેમને શરૂઆતથીજ એક જાતના નશાની ટેવ પાડવાના કામમાં મારે જરા પણું હાથ ન હોય તેમ હું ઈચ્છું છું. મંત્ર કે શબ્દપેકારથી ભોળવીને જેઓ કામ હાંસલ કરવા માગે છે તેઓ ક્રમનીજ કિંમત આંકે છે, પણ જે માણસના મનને તેઓ ભેળવે છે, તેના મનની કિંમત તેમને કશીજ નથી. આ પ્રમાતામાંથી, આ ચકચર કેકમાંથી જે દેશને આપણે બચાવી ન શકીએ તે દેશની પુજા એજ દેશનું વિષનૈવેદ્ય બની જશે અને દેશનું કાર્ય વિમુખ બ્રહ્માસ્ત્ર માફક પાછું આવીને દેશના હૈયામાંજ વાગશે. કવિવર ટાગેરે. પણ રાત્રિભોજન ત્યાગના નિયમના કડક પાલનનો આગ્રહ રાખવાથી વિદ્યાર્થીઓને થતા બીજ નુકસાને તરફ હું સમાજનું ખાસ ધ્યાન ખેંચવા ઈચ્છું છું. - બધાંજ શહેરમાં જાહેર વ્યાખ્યાનોનો સમય સાંજના હોય છે, જે સમય જે છાત્રાલયમાં ભજન હોય છે. એટલે જાહેર પ્રવૃત્તિમાં જૈન વિદ્યાથીઓ જોડાઈ શકતા નથી અને એના પ્રવાહોથી દુર રહે છે. પણ આના કરતાં વધારે નુકસાન એમની શારીરિક પ્રગતિને પહોંચે છે. બધીજ શિક્ષણસંસ્થાએમાં રમત ગમતને સમય શાળાના સમયના ૫છી સાંજને હોય છે. આ વખતેજ જૈન છાત્રાલયમાં ભોજનનો સમય હોય છે. એટલે જૈન વિદ્યાર્થીઓ શાળાની શારીરિક પ્રવૃત્તિઓમાં ભાગ લઈ શકતા નથી–લેવાની ઈચ્છા અને શકિતવાળા વિદ્યાથી એને છોડી દેવાની ફરજ પડે છે. આજે આટલાં વર્ષે પણ જૈનોમાં એક પણ વિદ્યાથી રમત ગમતમાં આગળ પડતા દેખાતા નથી. ક્રિકેટ ટેનીસ જેવી રમતમાં કે દોડવા કુદવાની રમતોમાં કંઈ જૈન વિદ્યાર્થીએ નામના મેળવી હોય એવું મારા જાણ્યામાં નથી. આ રીતે વિઘાથીઓના શારીરિક વિકાસમાં પણ આ નિષેધ આડે આવે છે. આશા રાખું છું કે જૈન છાત્રાલયના સંચાલકે આ વસ્તુ પર વિચાર કરી ઘટતાં પગલાં લેશે. શાંતિલાલ હ શાહ
SR No.525924
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1939 Year 01 Ank 01 to 17
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1939
Total Pages156
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy