SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૬-૩૯ પ્રબુદ્ધ જૈન - - - - - - - - - ગોપનાથ . આજે જે સ્થાને ઉપરથી હું લખી રહો છું તે કાઠિયાવાડના પૂર્વ કિનારે ખંભાતના અખાત અને અરબી સમુદ્રની સંધિ ઉપર આવેલું ભાવનગર રાજ્યના તાબાનું ગેપનાથ નામનું હવા ખાવાનું સુપ્રસિધ્ધ સ્થળ છે. આ સ્થળમાં અને અન્ય હવા ખાવાના મથકેમાં કેટલાક મહત્વને તફાવત છે. બીજા હવા ખાવાના ઠેકાણા ઉપર શ્રીમાનોના અનેક ભાગદંગલાઓ હોય છે અને સ્થાનાન્તર થવા છતાં એજ સમાજ અને એને એજ સભ્યતા વ્યવહાર જોવામાં આવે છે. જરૂરિયાત તેમજ મજશોખના મધાભાવે પણ બધી ચીજો મળે છે. આ સ્થાન એ રીતે નિરાળું છે. અહિ બાગબંગલાઓ છે જ નહિ. ગોપનાથ મહાદેવનું એક ભવ્ય મંદિર છે. આ મંદિરમાં નરસિંહ મહેતાએ શિવોપાસના કરેલી અને તેમને શિવનો સાક્ષાત્કાર થયેલો એમ લકથા બોલે છે. આ મંદિરની આસપાસ ધર્મશાળા છે અને આ ધર્મશાળામાં નાના મોટા ખંડે છે, જયાં આગન્તુક આવે છે, ઉતરે છે, આરામ લે છે અને કેટલાક લાંબા સમય સુધી રહે છે. બાજુએ રાજયનું એક મકાન છે જ્યાં રાજ્યાધિકારીઓ આવે ત્યારે ઉતરે છે. અડધેએક માઈલ દુર ઉમાણમાં દીવાદાંડી છે જેની બાજુએ ઉંચી ભેખડ ઉપર નાનો નાજુક દરબારી બંગલે છે જ્યાં ભાવનગર મહારાજા આવે ત્યારે નિવાસ કરે છે. અહિં ખાસ ખાવાપીવાની સર્વ વસ્તુઓ મળે છે, પણ માજશેખનાં કઈ પણ સાધને સુલભ નથી. અહિં નથી હોટલે કે નથી આહાર વિહારના સ્થાનો. આ આ સ્થળને એક બાજુએ સાગર ઘુઘવે છે અને બીજી બાજુ સુકે જમીનને પ્રદેશ છે. મંદિર અને ધર્મશાળાની આસપાસ જટાધારી વટવૃક્ષા તેમજ બીજા અનેક પ્રકારનાં ઝાડાનો સાર જથ્થો છે. મેર અને હેલની અહિં સારી વસ્તી છે અને તેના ફેંકારવથી અને પ્રદેશ અવારનવાર ગાજે છે. પિપટ પણ જયાં ત્યાં દેખાય છે અને કેયલના ટહુકાર શ્રીમ રૂતુમાં સારી પેઠે સંભળાય છે. આ સ્થળ કોઈ એવા ખુણા ઉપર આવેલ છે કે ઉનાળામાં લગભગ ચોવીસે કલાક શીતળ પવન વાયા કરે છે અને તેથી શ્રીમ ની ગરમી લેશમાત્ર અનુભવાતી નથી. બપોર પછી તે પવનની છોળ ઉડે છે અને ઝાડપાન અને મકાનને હચમચાવી નાંખે છે. રાત્રીના ઘણી વખત પૃથ્વી અને આકાશ ઉભય પ્રચંડ વાયુથી ગાજી ઉઠે છે. . અહિંને સમુદ્ર તટ પણ કોઈ જુદાજ પ્રકાર છે. આ કિનારે અણીદાર ખડકેથી ભરેલો છે અને ગાળે ગાળે ઝીણી રેતીના સુંવાળા પટ ફેક્ષ ભૂમિતળને મુલાયમ બનાવે છે. ઉંચી ભેખડે અને નાનાં મોટાં કતરે આખા પ્રદેશની ભવ્યતામાં રૂદ્રતાની પુરવણી કરે છે. સમુદ્રની અપાર લીલા કેઈ પણ ઊંમા ટેકરા ઉપરથી કલાકના કલાક ' સુધી જોયા કરીએ તો પણ આપણી આંખો થાકતી નથી. શ્રીમ રતુમાં સમુદ્રના પ્રચંડ મોજાઓ ભેખડના પથ્થરો સાથે અથડાય છે અને તરફ ભાતભાતની રથના સજે છેઅહિં મોટા શહેરના જીવનમાં સદા દુર્લભ એવી ગાઢ એકાન્ત મળે છે અને અપુર્વ શાતિ અનુભવાય છે. આવા સ્થળમાં આવતાં અને આસપાસની કુદરતની ભવ્ય છતાં ભીષણ લીલા અનુભવતાં સહેજે અન્તર્મુખી થવાય છે અને લક્ષ્ય જગતને વીધીને અલક્ષ્ય તને સ્પર્શવા-સમજવા આપણું ચિત મળે છે. નિર્મળ આકાશમાં રાત્રીના ટમટમતા તારાઓ આંખને કઈ જુદાજ આનંદ આપે છે અને અનન્ત તત્ત્વ સાથે આપણું મનનું અનુસંધાન કરે છે. આવા સ્થળમાં આવતાં શરીર, મન, ઈન્દ્રિય કોઈ જુદીજ વિશ્રાન્તિ અને સંસ્કૃતિ અનુભવે છે. જેમ શરીરને શુદ્ધ કરવા માટે, દૈનિક સ્થાને આવશ્યક છે તેને શારીરિક તેમજ માનસિક આરોગ્ય મેળવવા માટે, ચાલુ બહિર્મુખતાથી છુટા થઈને અન્નમુખ થવા માટે અને જીવનની સાધારણ રીતે ન ઉકેલાતી છુંચ ઉકેલવા માટે આવા રથળનો નિવાસ અત્યત આવકારદાયક બને છે. જે દ્રષ્ય જગતદ્વારા અગમ્ય ઇવર તત્વનું આપણને દર્શન થાય છે તે કેવળ સુરમ્ય નથી. ભીષણ અને ભયાનક પણ છે. આ પ્રદેશ પણ ઈશ્વરના ઉભય સ્વરૂપને ભાસ કરાવે છે. શીતળ પવનની લહરિઓ ઘડીમાં ૯૫ાન્ત કાળની આગાહી આપતા પ્રચંડ ઝંઝાવાતમાં બદલાઈ જાય છે. પ્રાતઃકાળે ઉગતા સૂર્યના ઉમાદાયી કિરણોને ઝીલતી સમુદ્ર વીથિઓ ઘડીમાં કીનારાની ભેખડોને ભાંગીને ભુકો કરતા અને માનવીને પિતાની પામરતાનું સચોટ ભાન કરાવતા ઘુઘવતા મોજાઓમાં પલટાઈ જાય છે. આ પ્રદેશ સુન્દર છે પણ અહંનું સેન્દ્રય ઉપવનનું નથી. અરણ્યનું છે; અહિં ભવ્યતા અને હજીપણતાનો કોઈ અજબ મેળ દેખાય છે. આ એક ખરેખર તીર્થસ્થાન છે કે જયાં ઇવર તત્વને ઉભય સ્વરૂપે સાક્ષાત્કાર થાય છે. આ રીતે ગોપનાથના તીર્થ ધામનો મહિમા કોઈ જુદોજ-ખરેખર અવનો છે. જેને એકાન્ત જોઈતી હોય, શાતિ જોઇતી હાંય, સમાજ જીવનની ગડમથલમાંથી થડી પણ મુકિત જોઈતી હોય તેણે જરૂર અહિ આવવું અને સામા રવાથ્યને પ્રાપ્ત કરવું. પરમાનંદ સ્વદેશોમાં સમાયેલો મ પરદેશી કાપડદ્વારા આપણે દેશમાં દુકાળને નોતરીએ છીએ. અપરોક્ષ રીતે ગરીબ લોકૅની કતલ કરીએ છીએ. એ વાત આપણા ધર્મગુરૂઓ કયારે સમજશે ? આપલપિપલીયામાં પડયા રહેવું-અને ગાડરીયા પ્રવાહ જેવા વાડાના ધર્મો પાળ્યા કરવાનું અને ઘાણીના બેલની જેમ રૂટિની ઘડમાં ર્યા કરવું–એનું નામ કાંઈ જીવનની સાર્થકતા નથી. કતલખાનામાં પ્રાણીઓની હિંસા થાય છે તે આપણને નજરે જોવી પડતી નથી એમ કહીને આપણે માંસાહાર કરતા નથી. તો સ્વદેશીના ઘાતથી જે અસંખ્ય કુટુંબને નાશ થાય છે તેનો વિયાર કરી આપણે પરદેશી કાપડને ત્યાગ ન કરીએ ? દિવાળીના પડવાએ આપણે ચેપડા પૂજનના પાનાંપર કુમકુમને ચાલે કરીએ. ને પોતાના શરીરપર-પરદેશી કાપડ પહેરી-તે દ્વારા દેશના ગરીના લેહીને ચાલે કરીએ, અને છતાં અહિંસાનો ઈજારો હોય તેમ બેલીએ એ શું દંભ નથી ? સ્વદેશી વ્રતનો ભંગ કરી આપણે જે સ્વરાજ્ય દેહનું પાપ કર્યું છે. તે ધોઈ કાઢવું એ આપણો ધમ સમજવો જોઈએ. મુનિ વિનયવિજય
SR No.525924
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1939 Year 01 Ank 01 to 17
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1939
Total Pages156
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy