________________
કિંમત દાઢ આનાં
વ
૧ અક : ૧૭
શ્રી મુ`બઈ જૈન યુવક રાધનુ પાક્ષિક મુખપત્ર
પ્રબુધ જૈન
તંત્રી : મણિલાલ મેકમચંદ શાહ
મુબઈ : ૩૧ ડિસેમ્બર ૧૯૩૯ રવિવાર
અહિંસા : ૩
સંયમ વિનાનું જીવન અસંયમ-હિંસાપ છે.
મન
આકાય અસયમ, જીવકાય અસયમ, અસયમ, વચન અસયમ અને શરીર અસયમ એ પાંચ મુખ્ય અસંયમે માં સર્વ પ્રકારના અસયમા આવે Û અને તે સર્વ પ્રકારની હિંસાનુ કારણ છે. શરીર અસયમ એટલે શરીરથી થનારી દરેક પ્રવૃત્તિમાં સયમ ન જાળવવેા. એટલે ખાવાપીવામાં, પહેરવાઓઢવામાં અને આનદ્ભાગ વગેરે શરીર સબંધી પ્રવૃત્તિઓમાં સયમ રહિતપણે વર્તવું. આ પ્રવૃત્તિ મનુષ્ય માટે હિંસારૂપ છે.
૭ : અસંયમ
ખાનપાનમાં સંયમ નહિ રાખવાથી મન ચંચળ રહે છે, મુધ્ધિ અસ્થિર થાય છે અને પરિણામે બધી પ્રત્તિ અવ્યવ
સ્થિત થતાં દ્રહિસા અને ભાવહિંસા કદી અટકી શક્તી નથી. જીભ ઉપર જય મેળવવા અમુક પદાર્થના ત્યાગના નિયમ કરી અને પાછળથી મન અને ઇલ્મની પ્રબળતા થતાં તેને જીતવા પ્રયાસ ન કરતાં જે પદાર્થના ત્યાગ કરેલ છે, તેનુ રૂપાન્તર કરી ખાવાની લાલચમાં પડવું એ શું ભાવહંસા નથી? એવી ભાવિહંસામાં પડતાં અટકાવેલી દ્રવ્યહિસા પણ ટકી શક્તી નથી. ઉક્ત રૂપાન્તરના ઉપભાગમાં પચ્ચખાણના શબ્દો કદાચ સચવાતા હોય પણ આત્મા તે પડે જ છે, ઢસાય છે, અને દંભની વૃદ્ધિ થાય છે. બીડીના ત્યાગ કરી સિગારેટને શરૂ કરવામાં જેટલા સયમ છે તેટલા સયમ ત્યાગેલા પદાર્થને છેડી તેના રૂપાન્તરો ગ્રહણ કરવામાં છે.
અષ્ટમી વગેરે મતિથિને દિવસે કેટલાંય ઉદ્દીપક વ્યંજના લેતાં ભારેમાં ભારે અસંયમ નથી પાષાતા ? ‘ઘી, મલાઇ, મીઠાઇ વગેરે ખાતાં કોઇ જીવ કયાં મરે છે?” એવુ સમજનારા સંયમને સમજવા જેટલી ભૂમિકા પણ ધરાવતા નથી. ખાનપાનની પેઠે પહેરવાઢવા બાબત પણ સંયમ ન રખાય તે તેથી હિંસાની અભિવૃધ્ધિ થવાની. જે વાની ઉત્પત્તિ પાછળ મનુષ્યથી માંડી ખીજા મેટાં અનેક પ્ર.ણીનાં જીવનને સંહાર થઈ રહ્યો છે, તેવાં વચ્ચે વાપરવાં એ શું અસયમ નથી ? એ બાબત ઊંડુ વિચારી પ્રવૃત્તિ કરનાર અહિંસા ધર્મના અધિકારી હોઇ શકે છે. જે વસ્ત્રાની ઉત્પત્તિ માટે પ્રત્યક્ષ રીતે લાખા કીડાને સહાર થતે જોઇને પણ તેવાં વસ્ત્રાના મેહ ન મૂકવા અને નિત્ય નિત્ય એવાં વરદાન ઉપયાગ કરી સવર્ કે પૂજન વગેરે ધાર્મિક કૃા કરવાં પરસ્પર વિધી પ્રવૃત્તિ નથી? અને એવાં સવર્ કે પૂજન ચિત્તશુદ્ધિ માટે કાંઇ કામનાં છે ખરાં ? વળી જે પાક ખીજાની સુપ્ત વૃત્તિઓને ઉદ્દીપિત કરે, ઉદ્ભટપણું, ઉશ્રૃંખલતા
REGD. NO. 6 4266
લવાજમ
રૂપિયા ૨
અને સ્વચ્છંદતાને ટકાવી રાખવાનું નિમિત્ત અને તથા ચોરીની વૃત્તિને ઉત્તેજક અને તેવા પોશાક પહેરવા એ પણ જિનાગમના અનુયાયીઓ માટે અસંયમ રૂપ છે, હિંસા રૂપ છે. એવા પેશાક ગૃહિ’સા અને ભાવહિંસા બન્નેને પાક છે. માટે વ્યાવહારિક કે ધર્માનુષ્ઠાનની દરેક પ્રવૃત્તિમાં પાશાકનો 'સયમ કદી પણ ન ભુલાય.
જે પેાશાક શારીરિક સ્વાસ્થ્યના ખાધક છે, તે પણ એક રીતે હિંસાને વધારનારા છે. પોશાકના અસંયમથી જેટલી હિંસા વધે છે તેથી વધારે હિંસા આનંદબેગમાં અને કુટુંબવ્યવસ્થામાં અસંયમ રાખવાથી વધે છે એ દીવા જેવુ છે. વ્યાપારવ્યવહારમાં સંયમ નહિ જાળવવાથી હજારા સા, સ્થાવરા, તિર્યંચે અને મનુષ્ય સુધ્ધાંના ધાતના કારણરૂપ થવું પડે છે. એ ધાત કદાચ વ્યાપારીની નજર સામે દેખાતા ન હોય પણ 'અસંયમી વ્યાપારી એ વાતથી બચી શકતા નથી. અને ઘાત આપણે કાં કરીએ છીએ એમ કહી એ તેના આસવથી અચી શકતા નથી. કાઇ વ્યાપારી સકારેલા માંસમાંથી અનેલી વસ્તુ કે જે માંસની ખનેલી છે કે નહિં તેની ખબર સામાન્ય લોકાને પડે તેમ ન હેાય તે રીતે વેચે; અને તે દ્વારા લોકોમાં માંસાહારના પ્રચાર કરે છતાં તે એમ કહે કે મારા વ્યાપારમાં કયાં કાઇ પશુ વગેરેને ધાત થાય છે. તે શું એ હિ સાધતી નથી?
કન્યાવિક્રય કરનારા, ચરખીવાળા પદાર્થના વ્યાપાર કરનારા, અણુ, ગાંજો, શરાબ, ચડસ, બીડી, સિગરેટ તથા : બીજા પણ અનેક વ્યસનાને ઉત્તેજન આપનારી વસ્તુના વ્યાપારી એ બધા શુ હિંસાવૃત્તિને વધારનારા નથી ? એ જાતના વ્યાપારાથી મનુષ્યસમાજમાં દુર્ગુણા-વ્યસને વધે છે, તેથી મનુષ્યા અને તેના કુટુ ખેા ખુવાર ખુવાર થઇ જાય છે અને લેાકા માંસાદિકમાં લાલુપ અને શાખાન ખની નીતિ–અનીતિને વિચાર ન કરી પૈસા કમાઇ શાખમાં ખર્ચવા દોડે છે.
ગંભીર વિચાર કરતાં આ બધી માનુષિક હત્યા તે બ્યા પારાઓને શિર છે એ કહેવુ અનુચિત છે? એ વ્યાપારીઓની કહેવાતી ધાર્મિક પ્રવૃત્તિ તેમના ધૃષ્ટતા અને દંભની પેાધક
થાય છે.
રસ્તે ચાલતાં જ્યાં ત્યાં ગર્દી કરવી, જાહેર રસ્તા વા જાહેર સ્થાનાને ગંદકીથી ગંદા કરવાં એ પણ એક હિસા છે. ગંદા વાતાવરણ્ય અનેક રાગા ફેલાઇ મનુષ્યોની માનસિક અને શારરિક સમાધિનો ભંગ થાય છે. એ ભંગનુ નિમિત્તે તે ગંદકી હોવાથી ગંદકી કરનાર મનુષ્ય સમાજતા ધાત - નથા કરતા ?