________________
પ્રબુદ્ધ જૈન
તા. ૩૧-૧૦૩૯
ઉપરાંત આજે કમી અંટસનું તત્વ વધારે મૂંઝવનારું અને ચિન્તા કરાવનારું ઊભું થયું છે. દેશને મેટા રાજકીય વમળમાંથી પસાર થવું પડશે. એ દરમિયાન કામી વમળ પણ ઊભું થશે તે દેશનું ભાવી ભારે ચિન્તાજનક બની જશે. હજુ સરકાર ધારે તે દેશને અરાજકતાના અંધારતિમિરમાં ડૂબતા અટકાવી શકે છે, પણું આજની સરકારનું વળણુ અન્ય પ્રકારનું ભાસે છે. તેમ છતાં પણ આપણે આશા રાખીએં કે ઈશ્વર સૌ કોઈને સન્મતિ આપે અને આવતી આંધીમાંથી દેશને બચાવે અથવા દેશની આખર સુધી ટેક જાળવીને પાર ઉતારે.
: પરમાનંદ તંત્રીનોંધ
ભાઈ અમીચંદ: તેમની પુત્રી
ચી, બહેન ચંદ્રાનું લગ્ન આજથી દશ વર્ષ પહેલાં લુહાર ચાલમાં આવેલ મનહર બિલ્ડિંગમાં શ્રી. કલભાઈ ભુદરદાસ વકીલને ત્યાં શ્રી. મુંબઈ જૈન યુવકસંઘની સ્થાપના થઈ તે વખતે મલાડને એક યુવાન આ ચર્ચામાં રસ લઈ રહ્યો હતો. તે જે કાંઈ કહે તે બધા શાન્તિથી સાંભળતા. પ્રખર ક્રાંતિકારી વિચારો ધરાવનાર, આજના સાધુસમુદાયમાંના લેભાગુ સાધુઓને પ્રખર વિરોધી અને સમાજના અદ્રિપૂકે-જ્ઞાતિ પટેલની સત્તા સામે ; મજબૂત અવાજ રજૂ કરતા એ યુવાન પ્રત્યે મને હૃદયથી મહોબત જાગી. ધીમે ધીમે સહકાર વધતો ગયો. બન્ને એક બીજાને ઓળખતા થયા, સંધના મંત્રીઓ તરીકે છ–સાત વર્ષ સુધી સાથે કામ કર્યું. આ યુવાન તે ભાઈ અમીચંદ. ભાઈ અમીચંદે પિતાના ક્રાંતિકારી વિચારોની બેસિધ્ધ માટે પોતાના બાળકને સુંદર કેળવણી આપવા અને પિતાના જ વિચારે બાળકોમાં પ્રવેશે તે માટે બાળકો સાથે પિતા ઉપરાંત મિત્ર તરીકે સહવાસ સાધ્યો અને ઘરમાં નાનકડું મંડળ સ્થાપ્યું. એમની દીકરી બહેન ચંદ્રા હમણાં જ બી. એ. પાસ થયાં. તેના લગ્ન માટે જ્ઞાતિમાંથી તેમણે રાજીનામું આપ્યું અને કાઠિયાવાડમાં વરતેજના પ્રખ્યાત પારેખ કુટુંબના શ્રી. દેવચંદભાઈના પુત્ર શ્રી. વસંતલાલ સાથે પિતાની પુત્રી ચંદ્રાનું તા, ૨૧-૧૦-૩૦ ના રોજ સિવિલ મેરેજ એકટ મુજબ લગ્ન કર્યું. આ લગ્ન–પરણનાર વરકન્યા-ઊભયની સ્વતંત્ર પસંદગીનું પરિણામ હતું. ભાઈ વસંતલાલ મુંબઈ બી. એસસી. છે અને હાલ ડાલમિયા સ્યુગર ફેક્ટરીમાં કામ કરે છે. પ્રસ્તુત લગ્નસમારંભ બહુ જ સારી રીતે યોજવામાં આવ્યો હતો. સ્વજનો, જ્ઞાતિબંધુઓ તેમજ સ્નેહસંબંધીઓ બહુ જ સારી સંખ્યામાં આ પ્રસંગે હાજર થયા હતા. ભાઈ અમીચંદના પત્ની સૌ. મણિબહેને પણ કાર્યમાં તેમને પૂરો સાથ આપ્યો હતે. આ લગ્ન પ્રસંગે ખેટા જમણવારા અને બીજા ભભકા પાછળ પૈસાનું પાણી કરવાને બદલે નીચે જણાવ્યા મુજબ જુદી જુદી સમાજોપયોગી સંસ્થાઓને દાન આપ્યું હતું.
રૂ. ૧૦૦ શ્રી મુંબઈ જન યુવક સંધ-પ્રબુદ્ધ જૈન” માટે ,, ૫૧ શ્રી મહાવીર જૈન વિદ્યાલય ,, ૫૧ શ્રી પાટણ જૈન મંડળ બોર્ડિંગ
૫૧ શ્રી ભગિની સમાજ, મુંબઈ ૫૧ શ્રી જૈન મહિલા સમાજ, દાદર
સ્ત્રી શિક્ષણ વર્ગો માટે , ૫૧ શ્રી હરિજન સેવાસંધ, અમદાવાદ ,, ૫૧ શ્રી મહિલામંડળ, પાટણ.'
૫ ડો. પંડયા અભ્યાસગૃહ, પાટણ રૂ. ૪૩૧
પોતાના વિચારો મુજબ વર્તવા માટે અને જ્ઞાતિબંધનથી છૂટા થવા માટે ભાઈ અમીચંદ તેમજ તેમના પત્નીને ખરેખર અભિનન્દન ઘટે છે. તેમના આ સ્તુત્ય પગલાંથી તેમણે મુંબઈ જૈન યુવકસંઘના ગૌરવમાં વધારો કર્યો છે. ચિ. બહેન ચંદ્રા મુંબઈ જૈન યુવકસંઘના સભ્ય છે. તેના જીવનના આ મંગળ પ્રસંગે વડિલ તરીકે મારા અંતરની અનેક શુભાશિષ છે. તેને સતત સુખ, દીર્ધાયુષ અને કલ્યાણ ઈચ્છું છું અને તેનામાં રહેલી શક્તિઓનો સમાજને ખૂબ લાભ મળે એમ હું તેની પાસે માગું છું. વિશેષમાં ભાઈ અમીચંદના પગલે ચાલવાની મુંબઈ જૈન યુવક સંધના અન્ય સભ્યો પાસેથી અપેક્ષા રાખું છું.
મુંબઈ–માંગરોળ જૈનસભાને
- વાર્ષિક મેળાવડે લાંબા વખત પહેલાં મુંબઈમાં વસતા માંગરોળવાસી જૈન ભાઈઓએ માંગરોળ જૈન સંગીત મંડળીના નામથી એક સંસ્થા સ્થાપેલી. એ મંડલી વખત જતાં, મુંબઈ–માંગરોળ જૈન સભા બની. તેને દશેરા ઉપરના વાર્ષિક મેળાવડો શ્રી હેમચંદ મોહનલાલ ઝવેરીના પ્રમુખપણા નીચે તા. ૨૨-૧૦-૩૯ ના રોજ બીતલાવ પરના શ્રી ફરામજી કાવસજી ઈન્સ્ટીટયુટના હેલમાં ભરવામાં આવ્યો હતો. આ મેળાવડામાં શ્રી શકુંતલા' કાંતિલાલ ઈશ્વરલાલ મોરખિયા કન્યાશાળાની બાળાઓએ અને શ્રી જૈન મહિલા સમાજની કન્યાઓએ રાસ-નૃત્ય-ગીત-સંવાદ વગેરે રજૂ કરવામાં ભાગ લીધો હતો. કાર્યક્રમમાં મહિલા સમાજની કન્યાઓ તરફથી નૃત્ય, રાસ, સરસ્વતી પૂજન વગેરે ઘણી સુંદર રીતે રજૂ કરવામાં આવ્યા હતા. અને તે પ્રેક્ષકોને બહુ પસંદ પડયા હતા. મયણું અને સુરસુંદરીને કર્મ વિષેનો સંવાદ પ્રખ્યાત સેલીસિટર શ્રી મતીચંદગિરધરલાલ કાપડીઆએ રચી આપ્યો હતો. જૂના વિચારના દ્વિપૂજકોને એ સંવાદ પસંદ પડ્યો હશે, પરંતુ હાલના વાતાવરણમાં ઊછરેલી પ્રજાને આ સંવાદે જરૂર નિરાશ કર્યા હતા. ભાષાની દૃષ્ટિએ પણ એમાં ઉણપ હતી. રાજા અને પ્રધાન જાણે ગામડી–ગમાર હોય તેવા શબ્દો તેમના પાસે લાવવામાં આવ્યા હતા. આ ભાષાની દૃષ્ટિએ ઉચિત દેખાતું ન હતું. વળી એ જ કન્યાશાળાની બાળાઓ પાસે લેટસ ડાન્સ કરાવવામાં તો કમિટિએ ગંભીર ભૂલ કરી છે એમ બધાને લાગ્યું છે. આખા સમારંભમાં શુધ્ધ જૈનત્વ દેખાય તેવું અને રાષ્ટ્રભાવનાથી રંગાયેલ હોય એવું એક પણ દૃશ્ય જોવા મળ્યું નહોતું એ કમનસીબ છે. આપણું બાળાઓને હાલના તબકકે શુધ્ધ જૈનવ કે જેમાં રાષ્ટ્રપ્રત્યેને પ્રેમ મુખ્ય હોય તેવા વિ તરફ વાળવાની અને તેવા પ્રયોગો કરાવવાની અમને ખાસ જરૂર દેખાય છે. માંગરોળ સભાના કાર્યકરે આ વાત લક્ષમાં લેશે એવી આશા રાખવામાં આવે છે.
શ્રી માટુંગા ગુજરાતી કલબનો
ઉજવાએલે દશેરાઉત્સવ શ્રી માટુંગા ગૂજરાતી ક્લબને દશેરાનો ઉત્સવ એન. શ્રી કનૈયાલાલ મુનશીના પ્રમુખપણા નીચે ઉજવવામાં આવ્યો હતો. આમાં પણ રાસ, ગરબા, નૃત્ય ઉપરાંત વ્યાયામના પ્રયોગોનો કાર્યક્રમ હતો, પ્રખ્યાત વિદુષી મીરાંબાઈને પ્રયોગ અત્યંત પસંદગી પામ્યા હતા. મીરાંબાઈનો પાઠ ભજવનાર બાળાએ સુંદર અભિનય સાથે મીરાંનું તાદસ્થ દશ્ય ખડું કર્યું હતું. વ્યાયામ પ્રયોગમાં એક સાતેક વર્ષના બાળક ભાઈપરસોત્તમ પાનાચંદની વ્યાયામક્રિયા ઘણું જ પ્રશંસનીય હતી.