________________
આપણી શરમ.
Regd No. B. 3220
તરણ ની
Lી
• શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું મુખપત્ર.
વાર્ષિક લવાજમ ૧-૮-૦
છુટક નકલ ૧ અને..
:: તંત્રી : તારાચંદ કેકારી ?
||વર્ષ ૨ જુ: અંક ૧૭ મે.
બુધવાર તા. ૧૫-૧-૩૬ Gિ]=
ઉપાસરાનાં – ભિતરમાં.
કલ્પના ગુંચ્યું કથન નથી આ, એને શબ્દ શબ્દ સત્ય છે. માત્ર મૂક રેખા નથી, એક જીવન્ત ચિત્ર છે. પેક્ષિક નહિ, એક આવશ્યક વિચારણા છે.
ઉપાશ્રય મહીં સંભળાય છે: સામાયિક સ્વીકાર્યા પછી:
પેલી જયા-ભણેલી ના જોઈ હોય તો! મંડળમાં ભણવા જાય ને ઉઘાડે છોગે ગરબા ગવડાવે ! કંઈ શરમ !” “વળી સુધરેલી કંઈ! પગમાં ચંપલને પાસે રૂમાલ ! ને માથે તે “ગુછા' પાડે ! આજ કાલની............
“અને આપણી સાથે તે ભળે પણ નહિ. કહેશે તે તમે ચાડી--ચુગલી ને કેઈની ઈર્ષ્યા કરે છે. આમાં આપણે શી ચાડી ચુગલી કરી ? ઉલટા “અપાશરે આવી સામાયિક કરીએ છી” એને તે અપાશરોય કોઈ દિ જેવા નહિ...??
એક સંસ્કૃત ને ઉત્કૃષ્ટ પ્લેન પ્રત્યે આ ટકા અણઘટતી હોવાનું બાજુ મૂકી એ હેાયે ઉપાશ્રયમાં આ પ્રકારની પ્રવૃત્તિ ઉચિત છે ? પ્રતિક્રમણ પહેલાં ને પછી:
જો ને ચંપાવહુ ને એની સાસુને ઝઘડો ! એ રાંડ સાસુ તો છે જ કરક્ષા !” “અરે ! પેલી છvપરપગી કંઈ ઓછી નથી. સાસુ કહે એ તો કરે જ નહિ ને રહામાં લબરકા લે છે.” પ્રત્યેક દિન આવી અનેક ખોદણીઓ ને ટીકાઓ ઉકેલાય-સંકેલાય છે-ઉપાશ્રયમાં.
કુવાને કાઠે ને નદીને કિનારે ઠલવાતા હૃદયેને આજે “અપાશરા’નું એક આશ્રયસ્થાન વધ્યું ખરું ! વ્યાખ્યાનની પૂર્ણાહુતિ પછી:........
વિજ્યજીની એકાંત ઓરડીમાં ખાનગી મસલત| વાંચ્યું ને? આપણી વિરૂધ્ધ આ લખાણ? બાયલા છો ? શું જુઓ છે ?........પત્રને ચાંપ અને હું લખી આપું એ પ્રગટ કરાવો. એ અ ઠેય સુધારકેને વ્યવહાર બંધ કરો ને સંઘમાંથી બાતલ કરો. કાલે “વખાણુ” વખતે હું એમને વખોડી કહાડીશ ને તમેય એમની વિરૂધ વાતો ફેલાવો........”
સંસારાતીત પણ આઘે ઉભા ઉભા સંસારમાં ઝઘડી ન પક્ષાપક્ષીના દાવાનલ જલાવે ખરા ! “ઉપાશ્રયને ઉચ્ચ આદર્શ આજે “ઍપાશરા”માંથી ઓસરતો ને અદશ્ય થતો લાગે છે “ઉપાશ્રય” એટલે ત્યાગ ને વૈરાગ્ય, સમતા ને શુચિતા, પ્રેમ ને પવિત્રતાના પાઠો શીખવતી એક આદર્શ ભૂમિકા. એના પવિત્ર વાતાવરણમાં પ્રેરણા મળે-વિશ્વપ્રેમની! ઝરણાં ઝરે જગ-કલ્યાણનાં ! ગંગા પરે વિમળતાની ! કે. એ આદર્શવાદ જ હશે ? આજે તે “અપાશરા”માં ઈર્ષ્યા ને ઠેષ, ચાડી ચુગલી, દંભ-ગ ને પ્રપંચ નજરે પડે છે. - એના કલુષિત વાતાવરણમાં ‘આત્મ” સંસારના ગલીચ વ્યવહારમાં સંડોવાય છે. ઉપાશ્રયના ક્રિયાકાંડો-સામાયિક, પ્રતિક્રમણ, પોષહ ઈત્યાદિ મહીં આ અતિશય પ્રવૃત્તિઓ “આત્મા”ને કયે માર્ગે દોરશે? “ઉપાશ્રય”-એક આદર્શ સંસ્થાની અધોગતિ કહાં જતી અટકશે ?
-શ્રી ભાઈલાલ બાવીશી.