________________
3
બાળલગ્ન-ગૃહવિવા–કજોડાં-કન્યાવિક્રય-સાટાં તેખડાં-ખેાડખાપણવાળાં લગ્ન–શકત અને ગી એનાં લગ્નો, આવાં અયોગ્ય લાથી સ્ત્રી પુરૂષામાં અકાળ મરણો, વિધવાઓની મહેોટી સખ્યા, બાળકાનુ મહાટું મરણુ પ્રમાણ, ગરીબાઇથી વ્યાધિ-ગ્રસ્તતા એ બધાનાં મૂળ ન્યાતાના નાનાં વાડાઓથી છે. ઘણા માણસાએ એ કન્યાની લેવડ દેવડનાં સકુચિત નાનાં ક્ષેત્રાને લઇ જૈન ધર્મના ત્યાગ કરેલ છે. જે તમાં કન્યાની ઘણીજ અછત હોય છે તે તડના માણસોને અંદર અંદર સગા સંબંધીમાં લગ્ન કરવાં પડે છે અને તેથી પણ પ્રજાની અધગતી થાય છે. સમાજ શાસ્ત્રને એવા સિદ્ધાંત છે કે જુદી જુદી જાતનાં ઉત્તમ ગુણ ધરાવનાર સ્ત્રી પુરૂષોનાં લગ્ના કરવામાં આવે, તેમ પ્રા ઘણી ગુણાવાળી અને ચઢીઆતી થાય અને એકની અપુર્ણતા ખીજાથી પુ થાય અને તેથી વીકાસ થાય આ સિદ્ધાંતનો અનુભવ સમજુ કળવાએલા અને શાસ્ત્રોના અભ્યાસીએને ઘણાજ થએલા છે અને તેનાં સારાં પરીણામ આવેલાં છે. વનસ્પતીથી મનુષ્ય સમાજ સુધી આ નિયમ સારા લાગુ પડે છે, તેવુ દાખલાએથી અનુભવ સિદ્ધ થયુ' છે. માટે કા પણ જાતના ન્યાતી ભેદભાવ વગર આખી સમગ્ર જૈન કામમાં કન્યાઓની લેવડદેવડની છુટ થવી જોઇએ. તેથી આખી જૈન કામમાં દેશદેશાંતરના ભેદભાવો તથા ન્યાત અતના ભેદ્યને નાશ થઈ જૈન કામ સુદઢ થા સગઠીત થઈ ઉપરનાં સિદ્ધાંત અનુસાર જૈન પ્રજા પ્રગતીમાન અને ઉન્નતીના માર્ગ ચાલતી થાય. એ હેતુ સિદ્ધ થાય તે આ સમાજનુ કર્તવ્ય છે
આપણામાં ફીનાં અનેક ધનાવાળી અને કન્યાત ખર્ચા કરવાના અનેક રીવાજવાળા ન્યાતા અને જાતામાં આપણી મનેવૃત્ત રચીપચી રહે છે તેથી ત્યાં ઉંચ નીચના ખોટા ખ્યાલાથી આખી મ છીન્નભીન્ન થઈ ગઇ છે અને તેનેજ પરિણામે આપણી વસ્તીને તથા જહાજલાલીને નાશ થયા છે.
એકજ જૈન વસ્તીવાળા ગામડામાં અગર શહેરમાં પણ જુદી જુદી ન્યાત તડા અને વાડાઓને લઈ તેમનામાં પણ કન્યાની લેવંડદેવડ કરતા નથી તેથી સમાજમાં એકખીાને જુદાપણું તથા ઉંચનીચના ભેદો લાગે છે. તેથી સમાજ ઉન્નતીના સામાન્ય કાર્યમાં એકતા અને એકદિલી બંધ થઇ ગઇ છે. અને આવા ભેદને લઇ આર્થીક ઉન્નતિના તેમજ કેળવણી વીગેરે ક્રાની ઉલ્હારના સામુદાયીક પ્રયત્નો થતા ઘણાજ અટકી ગયા છે, તેના પરિણામે કામની એકારી તથા ગરીબાઇ ઘણી વધતી ગઇ છે તથા એક મહારા ભાગ જુગાર સટા તરફ વળી ગયો છે અને પાયમાલ થઇ ગયા છે.
જેનેાની ઉન્નતી અને અસ્તીત્વ ઇચ્છતા જૈન સુધારાને અમારી હાકલ છે કે ઉપરની હકીકતથી તમાને ખાત્રી થતી હાય કે આપણે જૈન સમાજના ઉદ્ધાર માટે એકઠા થવાની જરૂર છે તે હવે વિલંબ નહી કરતાં આ સમાજના કામમાં જોડાશે અને દાખલ થવા માટે આ સાથે જણાવ્યા મુજબનું ફાર્મ ભરી મેકલાવી આપશો. વાર્ષીક લવાજમ રૂપી એક છે. (કાઇ પણ જૈન સ્ત્રી પુરૂષ ૧૬ સેાળ વર્ષ ઉપરનાં મેમ્બર થઇ શકે છે) યોગ્ય સખ્યામાં મેમ્બર્સ મળી ગયા પછી હાલનુ કામચલાઉ બંધારણ, ગેલાં મેમ્બરાને મેલાવી ઘટતા ફેરફારા સાથે નક્કી કરવામાં આવશે.